ઉમરગામના દેહરી ગામે યોજાયેલ ગ્રામસભામાં ચંદન સ્ટીલના સૂચિત વિસ્તરણ પ્રોજેકટ સામે વિરોધ…? ગામલોકોએ કંપની પર પર્યાવરણ સંદર્ભે કર્યા ગંભીર આક્ષેપ…!
ઉમરગામ GIDC-દહેરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીએ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે. ત્યારે, કંપનીના મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ પરિયોજનાની લોકસુનાવણી પહેલા દેહરી ગામના લોકોએ વિરોધ શરૂ કર્યો છે. આ અંગે ગામમાં યોજાયેલ ગ્રામસભામાં ગામલોકોએ મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-6) દ્વારા જાહેર કરેલ પરીયોજનાના પ્રોજેકટ કેટેગરી "એ" લોકસુનાવણી અંર્તગત વાંધા અરજી મુકતી એક એક નકલ જે તે વિભાગને મોકલી છે. કંપની સામે પર્યાવરણીય સમસ્યાને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે.આ અંગે મળતી વિગતો મુજબ ગામના જાગૃત નાગરિકે મંગળવારે ગ્રામ પંચાયત દેહરીમાં યોજાયેલ ગ્રામસભામાં ગામલોકોની સર્વ સંમતિથી ગામના સરપંચ/તલાટી કમ મંત્રીને રજુઆત કરતા અરજીની કોપી સુપ્રત કરી છે. જેમાં જણાવ્યું છે કે, મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-6) દ્વારા જાહેર કરેલ મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ ની વિવિધ એમ.ટી.પી.એ. ના વિસ્તરણ સામે અમારી દહેરી ગ્રામ પંચાયત નાં...