Friday, January 31News That Matters

Month: June 2024

ઉમરગામ-સોળસુંબા ઓવરબ્રિજ નીચેની સમસ્યા વલસાડ જિલ્લા કલેકટરે હલ કરી તો, સાસંદ ધવલ પટેલની વાહવાહી કેમ? 6 ટ્રક કપચી ને બદલે 8 ટ્રક કપચી માં 2 ટ્રકની રકમ કોના ગજવામાં ગઈ?

ઉમરગામ-સોળસુંબા ઓવરબ્રિજ નીચેની સમસ્યા વલસાડ જિલ્લા કલેકટરે હલ કરી તો, સાસંદ ધવલ પટેલની વાહવાહી કેમ? 6 ટ્રક કપચી ને બદલે 8 ટ્રક કપચી માં 2 ટ્રકની રકમ કોના ગજવામાં ગઈ?

Gujarat, National
ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજ નીચે વાહનચાલકો  અને સ્થાનિક લોકોને હાલાકી વેઠવાની નોબત આવી રહી હતી જે અંગે પત્રકારોએ અહેવાલો પ્રસારિત કરી આ બાબત તંત્ર અને સ્થાનિક રાજકીય આગેવાનો સમક્ષ કર્યા બાદ આખરે આ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. પરંતુ આ કામગીરી કરી કોણે કલેકટરે કે સાંસદે...?  એ અંગેની મુંજવણ લોકો માં ઉભી કરી છે. ઓવરબ્રિજ નીચેની ગંદકી, કાદવ કિચ્ચડની સમસ્યા અને સામાન્ય વરસાદમાં અનેક વાહન ચાલકો પટકાયા હોય. ઉમરગામ ના એક પત્રકારે વલસાડ કલેકટર સાથે મુલાકાત કરી કલેક્ટરનું ધ્યાન દોરતા ખાતરી આપી હતી. કે હાલ આ સમસ્યાના નિરાકરણ માટે R&B ને આદેશ આપી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. જે બાદ બ્રિજ નીચે એક JCB ની મદદથી કાદવ કિચ્ચડ હટાવી 6 ટ્રક કપચીઓ પાથરી કામ ચલાઉ રસ્તો બનાવી સ્થાનીકોને ગંદકી અને કાદવ કિચ્ચડની સમસ્યામાંથી રાહત અપાવી છે. જો કે આ કામગીરી સાંસદ ધવલ પટેલે ...
દમણ એરસ્ટેશને રન-વે પર યોગ, દમણ-વલસાડના યોગ શોખીનોએ યોગ કરવા સાથે પ્લેન-હેલિકોપ્ટર સાથે સેલ્ફીનો આનંદ ઉઠાવ્યો

દમણ એરસ્ટેશને રન-વે પર યોગ, દમણ-વલસાડના યોગ શોખીનોએ યોગ કરવા સાથે પ્લેન-હેલિકોપ્ટર સાથે સેલ્ફીનો આનંદ ઉઠાવ્યો

Gujarat, National
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન દમણ ખાતે યોગોત્સવ 2024 'ધ્યાન-યોગ'નું આયોજન કરવામાં આવ્યું હતું. એર સ્ટેશન પર બનેલા 1035 મીટર લાંબા રન-વે પર યોજાયેલ આ કાર્યક્રમમાં દમણ, વાપી, વલસાડના 4,500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતાં જેઓએ યોગ ની સાથે સાથે કોસ્ટગાર્ડ ના પ્લેન હેલિકોપ્ટર ને નજીકથી નિહાળી તેને યાદગાર સંભારણા રૂપે મોબાઈલ કેમેરામાં કંડાર્યા હતાં.દમણ અને વલસાડના લોકો માટે રવિવારની સવાર શુભ સવાર બની હતી. કેમ કે, રવિવારે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનને રન વે પર યોગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તમામે યોગના વિવિધ આસનો ક્રરી સ્વાસ્થ્ય કેળવ્યું હતું. તો, એ સાથે કોસ્ટગાર્ડ ના પ્લેન હેલિકોપ્ટર ને નજીકથી નિહાળવાનો અવસર મેળવ્યો હતો.  આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં આયુષ મંત્રાલય દ્વારા દેશમાં 100 દિવસ, 100 શહેર અને 100 સંસ્થાનમાં કોસ્ટગાર્ડ એરસ્ટેશન દમણની પણ પસંદગી કરવામાં ...
Google Maps નાં ભરોસે નીકળેલા કન્ટેનર ચાલકને જીવના જોખમે સદબુદ્ધિ આવી…!

Google Maps નાં ભરોસે નીકળેલા કન્ટેનર ચાલકને જીવના જોખમે સદબુદ્ધિ આવી…!

Gujarat, National
સમગ્ર વિશ્વમાં Google Maps ના છબરડાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ગઈ કાલે દમણમાં પણ ગુગલ મેપ્સના મિસ્પ્રિડીક્શનનનો  વધુ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ગૂગલ મેપ્સ દ્વારા બતાવેલ રૂટને અનુસરતી વખતે એક કન્ટેનર પલ્ટી મારી ગયું હતું, અને ટ્રક ચાલકનો માંડમાંડ જીવ બચ્યો હતો.મળતી માહિતી મુજબ ભીલાડથી સમાન ભરીને દમણની પ્લાસ્ટીબેન્ડ કંપનીમાં આવતા એક કન્ટેનર નંબર MH46-BB-3901નો ચાલક જય પ્રકાશ દમણમાં પ્રવેશ કર્યા બાદ કોસ્ટલ હાઇવે પરથી કડૈયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી પ્લાસ્ટિબેન્ડ કંપની સુધી જવા માટે ગુગલમેપનો ઉપયોગ કર્યો હતો, ગુગલ મેપે કોસ્ટલ હાઈવેથી પ્લાસ્ટિબેન્ડ કંપની સુધી પહોંચવા માટે એવી ગ્લોબલ નજીક આવેલા ઢોળાવ પરથી જતા સાંકડા રસ્તાનો શોર્ટ કટ બતાવ્યો હતો, આ માર્ગ સવારે સાંજે કંપનીના પગપાળા અને દ્વિચક્રી વાહનો પર જતા કામદારો શોર્ટ કટમાં કોસ્ટલ હાઇવે સુધી પહોંચવા માટે ઉપયોગમાં લેતા હોય છે, ...
મોદી 3.0 સરકાર પાંચ વર્ષ ચાલશે, આગામી દિવસોમાં INDIA ગઠબંધનના દળો પણ NDA માં સામેલ થશે:- રાજેશકુમાર ઝાં, રાષ્ટ્રીય અધ્યક્ષ, સેલ્યુટ તિરંગા

મોદી 3.0 સરકાર પાંચ વર્ષ ચાલશે, આગામી દિવસોમાં INDIA ગઠબંધનના દળો પણ NDA માં સામેલ થશે:- રાજેશકુમાર ઝાં, રાષ્ટ્રીય અધ્યક્ષ, સેલ્યુટ તિરંગા

Gujarat, National
  બિન રાજકીય સંગઠન એવા સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં દમણમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલી અને દમણ દિવના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર થયેલ હોદ્દેદારોને અભિનંદન પાઠવવા યોજાયેલ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર કુમાર ઝા એ સેલ્યુટ તિરંગાના આગામી કાર્યક્રમો અંગે વિગતો આપી હાલમાં જ રચાયેલ મોદી 3.0 સરકાર, ઇન્ડિયા ગઠબંધન, RSS ના નિવેદન અંગે, અયોધ્યા હાર બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મોદી 3.0 સરકાર પાંચ વર્ષ ચાલશે અને આગામી દિવસોમાં INDIA ગઠબંધનના દળો પણ NDA માં સામેલ થશે.દેશના 28 રાજ્ય અને 20 દેશોમાં રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપવા રચાયેલ સેલ્યુટ તિરંગા સંગઠન દ્વારા દાદરા નગર હવેલી અને દમણમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. જે નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજે...
વલસાડ SP કરણરાજ વાઘેલાએ સાયબર ક્રાઈમથી જાગૃત રહેવા જનતાને કરી અપીલ, જાણો…! સાયબર ક્રાઇમના ભેજાબાજોની મોડ્સ ઓપરેન્ડી 

વલસાડ SP કરણરાજ વાઘેલાએ સાયબર ક્રાઈમથી જાગૃત રહેવા જનતાને કરી અપીલ, જાણો…! સાયબર ક્રાઇમના ભેજાબાજોની મોડ્સ ઓપરેન્ડી 

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ વાપીમાં DYSP ઓફિસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરી દેશમાં વધતા સાયબર ક્રાઈમ ફ્રોડ બાબતે જનતા જોગ સંદેશ આપ્યો હતો. તેમજ વલસાડ જિલ્લામાં એક વર્ષમાં 1.30 કરોડ રૂપિયા ભોગ બનનારાઓને પરત અપાવ્યા હોવાનું જણાવ્યું હતું.વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ આ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અત્યારે મોબાઇલમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. એના કારણે ધીરે-ધીરે સાયબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. પહેલાના જમાનામાં વાહન ચોરી, ઘરફોડ ચોરી થતી હતી. જેની મોડ્સ ઓપરેન્ડી હવે બંધ કરી આવા ભેજાબાજો સાઇબર ક્રાઇમની અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી દ્વારા કરોડો અને અબજો રૂપિયાનું દૈનિક ફ્રોડ કરી રહ્યા છે. સમગ્ર દુનિયામાં અને ગુજરાત જેવા રાજ્યમાં સાયબર ક્રાઇમના દ્વારા જે ફ્રોડ થઈ રહ્યા છે એનાથી ગુજરાત રાજ્ય અને ગુજરાતના લોકોમાં જાગૃતિ આવે, આવા સાયબર ક્રાઇમથી લોકો સચેત રહે...
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે બસ અને સ્કૂલ વાન સંચાલકોની બેઠક મળી 

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે બસ અને સ્કૂલ વાન સંચાલકોની બેઠક મળી 

Gujarat, National
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ તાલુકા વાપી, જિલ્લા વલસાડ ખાતે સ્કૂલ સંચાલક મંડળ, ડાયરેક્ટર, આચાર્ય અને સ્કૂલ વેન સંચાલકો અને ડ્રાઇવરો સાથે મીટીંગ મળી હતી. જેમાં સ્કુલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા બાબતનો વાહન વ્યવહાર કમિશનર શ્રી ગાંધીનગર ગુજરાત રાજ્ય નો પરિપત્ર ક્રમાંક 3756 તારીખ 12 જૂન 2019 તથા તા 12/6/2024 નાં રોજ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બોલાવેલી બેઠકમા આપેલી સુચના સંદર્ભે માહિતી આપવામાં આવી હતી અને તેનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી એ સ્કૂલ વર્ધી માટે વપરાતી બસ, ઓટોરિક્ષા અને વાનના સંચાલકો માટેના વાહન વ્યવહાર કમિશનર શ્રી ગાંધીનગર નાં પરિપત્રમાં દર્શાવેલા A થી U સુધીના તમામ મુદ્દાઓની છણાવટ કરી સમજણ આપી હતી અને તેનું પાલન કરવા સૂચના આપી હતી.આ બેઠકમાં શ્રી સ્વામિનારાય...
વાપીના રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા ‘World Blood Donor Day’ નિમિત્તે હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રકતદાન કેમ્પનું કરાયું આયોજન

વાપીના રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા ‘World Blood Donor Day’ નિમિત્તે હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રકતદાન કેમ્પનું કરાયું આયોજન

Gujarat, National
14મી જુનને વિશ્વભરમાં રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. માનવ જિંદગીને બચાવવામાં રક્તનું અમૂલ્ય મહત્વ છે. જે અંગે લોકોમાં જાગૃતિ આવે, લોકો રક્તદાન કરવા પ્રેરિત થાય તેવા ઉદેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને તેમજ વાપીના રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા 'World Blood Donor Day' નિમિત્તે વાપી GIDC માં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.વાપી તેમજ આસપાસના વિસ્તારમાં દર્દીઓને જ્યારે પણ રક્તની જરૂરિયાત ઉભી થાય છે. ત્યારે GIDC લાયન્સ શ્રીમતી પુરીબેન પોપટ લાખા બ્લડ સેન્ટર તે જરૂરિયાત પૂરી કરવામાં મહત્વનું યોગદાન આપે છે. જો કે, હાલમાં દરેક રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ વર્તાતી હોય છે. જેને નિવારવા વાપીના 3rd ફેઈઝમાં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ...
વાપી નગરપાલિકામાં પંકજ પટેલની પ્રમુખ તરીકે અને દેવલબેન દેસાઈની ઉપપ્રમુખ તરીકે વરણી

વાપી નગરપાલિકામાં પંકજ પટેલની પ્રમુખ તરીકે અને દેવલબેન દેસાઈની ઉપપ્રમુખ તરીકે વરણી

Gujarat, National
વાપી નગરપાલિકામાં પ્રથમ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોનો અઢી વર્ષનો કાર્યકાળ સમાપ્ત થતા આજે બીજા અઢી વર્ષ માટે નવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વાપી નગરપાલિકામાં અગામી અઢી વર્ષ માટે પંકજ પટેલને પ્રમુખ તરીકે જ્યારે દેવલબેન દેસાઈને ઉપપ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી હતી. જેઓને વાપી પાલિકાના તમામ નગરસેવકોએ અભિનંદન પાઠવ્યા હતાં.વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા ભાજપ શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ વતી મેન્ડેડ આપ્યા બાદ વાપી નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીની રૂબરૂમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. વાપી નગરપાલિકા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં જાહેર કરાયેલા નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પંકજ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલ, પક્ષના નેતા તરીકે ધર્મેશકુમાર પટેલ ...
સરીગામમાં સ્થપાયું ભારતનું સૌથી મોટું મલ્ટી લેયર પ્લાસ્ટિક રિસાયક્લિંગ યુનિટ, ડીલક્સ રિસાયક્લિંગ અને સર્ક્યુલેટ કેપિટલનું સંયુક્ત સાહસ

સરીગામમાં સ્થપાયું ભારતનું સૌથી મોટું મલ્ટી લેયર પ્લાસ્ટિક રિસાયક્લિંગ યુનિટ, ડીલક્સ રિસાયક્લિંગ અને સર્ક્યુલેટ કેપિટલનું સંયુક્ત સાહસ

Gujarat, National
વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં ભારતના સૌથી વિશાળ પ્રીમિયર મલ્ટિ-લેયર પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ સરીગામ માં 1999થી કાર્યરત ડીલક્સ રિસાયક્લિંગ અને સર્ક્યુલેટ કેપિટલનું સંયુક્ત સાહસ છે. જેમાં વિવિધ વેસ્ટ પ્લાસ્ટિકને રિસાયકલ કરી તેમાંથી કમ્પોનન્ટસ બોર્ડ, ફર્નિચર બનાવશે. જેના માટે પ્લાન્ટમાં અદ્યતન મશીનરી વસાવવામાં આવી છે. ભારતમાં વેસ્ટ કચરાના વ્યવસ્થાપનની ગંભીર સમસ્યા છે. જેને ફરી રિસાયકલ કરી અન્ય પ્રોડક્ટ બનાવી શકાય તેવા ઉદેશ્ય સાથે સરીગામમાં 1999માં જીગ્નેશ શાહ નામના ઉદ્યોગપતિએ ડીલક્સ રિસાયક્લિંગ કંપની સ્થાપી હતી. આ કંપની UBC (યુઝ્ડ બેવરેજ કાર્ટન) અને MLPs (મલ્ટિ-લેયર પ્લાસ્ટિક)ને રિસાયકલ કરતી હતી. પર્યાવરણ માટે અનેકગણી ફાયદાકારક આ કંપનીની પ્રક્રિયા માટે જો નવી ટેકનોલોજી લાવવામાં આવે તો તેનાથી ભારતમાં રોજગારીનું સર્જન કરી શકાય, પ્લાસ્ટિક વેસ્ટ, પે...
સુરક્ષા સલામતીની ગુલબાંગો મારતા ઔદ્યોગિક એકમોમાં આવી બેદરકારી માટે જવાબદાર કોણ…? 

સુરક્ષા સલામતીની ગુલબાંગો મારતા ઔદ્યોગિક એકમોમાં આવી બેદરકારી માટે જવાબદાર કોણ…? 

Gujarat, National
ઉદ્યોગોમાં ઔદ્યોગિક સલામતીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ માટે સુરક્ષા અને સલામતી વિભાગ વિશેષ તકેદારી દાખવવા દરેક ઉદ્યોગ સંચાલકને ભલામણ કરે છે. છતાં પણ જે ઉદ્યોગ માં કર્મચારીઓની સુરક્ષા સલામતીમાં કચાસ દેખાય તો તેવા ઉદ્યોગોના સંચાલક સામે દંડનીય કાર્યવાહી કરે છે. જો કે, આવા જ ઉદ્યોગોમાં તેમ છતાં પણ સુરક્ષા બાબતે બેદરકારી છતી થતી રહી છે. આવી જ બેદરકારી વાપી GIDC ના 4th ફેઈઝમાં આવેલ એક કંપનીમાં જોવા મળી છે. કેસર ઇન્ડસ્ટ્રીઝ નામની પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતી આ કંપનીમાં હાલ ચોમાસાને ધ્યાને રાખી સિમેન્ટના પતરાવાળો શેડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. નવાઈની વાત એ છે કે, આ કામગીરી કરતા 2 કામદારોએ પાસે સુરક્ષાના કોઈ જ સાધનો નથી. જમીનની ખાસ્સી ઊંચાઈ પર તૈયાર કરેલ આ શેડ દરમ્યાન જો કોઈ અઘટિત ઘટના બને તો આ કામદારો માટે તે જીવલેણ બની શકે છે. આવી કંપનીઓમાં એક તરફ કામદારોને સુરક્ષા સાધનો આપી ત્યાર બાદ જ...