ઉમરગામની સામાન્ય સભામાં સત્તા પક્ષ પર એક વિપક્ષ ભારે પડ્યો, પાલિકાના વિકાસની ખોલી પોલ….!
વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ નગર પાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષ રાયનીં આગેવાની માં યોજાઈ હતી. જેમાં કરોડો રૂપિયાનાં વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ સામાન્ય સભામાં હાજર એક માત્ર વિપક્ષી સભ્યએ પાલિકાના વિકાસની પોલ ખોલી નાખી હતી.સામાન્ય સભામાં વિરોધ પક્ષ નાં એક માત્ર સભ્યએ લાખો રૂપિયાના ચૂકવણાંનેં લઈ ધારદાર દલીલ કરી હતી. તો, વિકાસના કામો અંગે પક્ષપાત કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઉમરગામ પાલિકામાં ગત સમયે બ્લેકલિસ્ટ કરાયેલી એક એજન્સીના બિલ ચૂકવણાં નેં લઈ ફરી મનપરિવર્તનની બાબત ચર્ચામા આવી હતી.
પાણીનો વેરો આગામી એપ્રિલ માસ થી ડબલ કરી વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ઉમરગામ પાલિકા નાં વોર્ડ માં ભૂતિયા પાણીનાં કનેક્શન અને ગેરકાયદે બાંધકામો મામલે જવાબદાર કોણ હતુ એવો પ્રશ્ન ચર્ચામાં રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એક વિપક્ષી નેતાની ધારદાર રજુઆત વચ્ચે પાલિકા નાં ચીફ ઓફીસ...