Friday, October 18News That Matters

Month: April 2024

વલસાડ જિલ્લામાં 12 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને ટ્રાન્સફર વોરંટથી ઉમરગામ પોલીસ મથકે લવાયો

વલસાડ જિલ્લામાં 12 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને ટ્રાન્સફર વોરંટથી ઉમરગામ પોલીસ મથકે લવાયો

Gujarat
ઉમરગામ તાલુકાના ખતલવાડામાં શાકભાજી વેચતી મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી ફરાર આરોપીને જિલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપીના 12 જેટલા ગુના ડિટેક કરવામાં આવ્યાં છે. ઉમરગામ ખતલવાડા મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચીંગનો ગુનો હોય ઉમરગામ પોલીસે તેને ટ્રાન્સફર વોરંટ દ્વારા ઉમરગામ લાવી વધુ પુછપરછ હાથ ધરી છે. જેમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં વાપીમાં ફાયરિંગ અને આરમ્સ એ્ક્ટ સહિત લૂંટના ગુનામાં આરોપી સંડાવાયો હતો. તે ઉપરાંત ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ 2 ગુના નોંધાયેલા છે. તથા ઉમરગામ મરીન પોલીસ મથકે પણ 1 ગુનો દાખલ છે. આમ અંદાજે 12 જેટલા ચેઇન સ્નેચિંગ અને લૂંટના ગુનાનું ડિટેક્શન કરાયું હતું. ઉમરગામ તાલુકાના ખતલવાડામાં શાકભાજી વેચતી મહિલાની ચેઇન સ્નેચિંગનો ગુનામાં ઉમરગામ પોલીસ નવસારી જેલમાંથી આરોપીને ઉમરગામ પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી છે....
સરીગામની કંપનીમાંથી 7લાખ 5 હજારની કિંમતના કોપરના કોન્ટ્રેકટ કીટ સેટ ચોરી કરનાર 5 આરોપીને ભિલાડ પોલીસે ઝડપી પાડ્યા

સરીગામની કંપનીમાંથી 7લાખ 5 હજારની કિંમતના કોપરના કોન્ટ્રેકટ કીટ સેટ ચોરી કરનાર 5 આરોપીને ભિલાડ પોલીસે ઝડપી પાડ્યા

Gujarat, National
ભિલાડ પોલીસે સરીગામ GIDC વિસ્તારમાં આવેલ એન.આર.અગ્રવાલ કંપનીમાં થયેલ કોપર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને તમામ મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓ નવી બનતી કંપની તથા રીનોવેશન થતી કંપનીઓમાંથી પેનલમાં લાગેલ કોન્ટ્રેક્ટરમાંથી કોપરના કોન્ટ્રેકટ કીટ સેટ કાઢી ચોરી કરવાની ટેવવાળા છે. જેઓએ એન. આર. અગ્રવાલ કંપનીમાંથી 7લાખ 5 હજારની કિંમતના કોપરના કોન્ટ્રેકટ કીટ સેટના 47 નંગની ચોરી કરી નાસી ગયા હતાં. ગઇ તારીખ 02/04/2024ના સરીગામ GIDC માં આવેલ એન.આર. અગ્રવાલ ઇન્ડસ્ટીઝ લી. યુનીટ નંબર 05ના એક્સપાંશન પ્રોજેકટ પેપર મશીનના ફસ્ટ ફ્લોર સેક્સન ડ્રાઇવ રૂમ તથા પલ્પમીલ ફસ્ટ ફલોર MCC પેનલ રૂમમાંથી પેનલમાં લાગેલ કોન્ટ્રેક્ટરમાંથી કોપરના કોન્ટ્રેકટ કીટ સેટ નંગ 47 જેની કુલ કિ.રૂ. 7,05,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. જે અનુસંધાને ભીલાડ પોલીસ સ્ટેશનના PSI એસ.આર. સુસલાદે તથા સેકન્ડ PSI એસ.એલ.દેસાઇએ અલગ ...
વાપી-સેલવાસમાં આવેલા બેંકના ATM મશીનમાંથી ગ્રાહકોના રૂપિયા ચોરતા 4ની LCB એ ધરપકડ કરી

વાપી-સેલવાસમાં આવેલા બેંકના ATM મશીનમાંથી ગ્રાહકોના રૂપિયા ચોરતા 4ની LCB એ ધરપકડ કરી

Gujarat, National
વાપી GIDC ના ATM મશીન પર પટ્ટી ચોંટાડી 3 હજાર લઈ જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી. આ પ્રકરણમાં એલસીબી ટીમે તપાસ હાથ ધરી બાતમી આધારે યુપીના 4 ઈસમોને ઝડપી પાડયા હતાં. પકડાયેલ ઈસમોએ સંઘપ્રદેશ DNH ના સેલવાસમાં 2, વાપી ટાઉનમાં 1 અને જીઆઈડીસી વિસ્તારમાં 2 એટીએમ મશીન પર પટ્ટી લગાવી રોકડા રૂપિયા મેળવેલાનું બહાર આવ્યું હતું. પોલીસે રીક્ષા અને 4 મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ મળી કુલ રૂ.45,500/-નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ વાપી GIDC પોલીસ મથકને સોંપી છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ સહિત વાપી ટાઉન અને GIDC વિસ્તારમાં બેંકના ATM મશીનમાંથી પૈસા ઉપાડવા માટે આવનારાઓ ગ્રાહકોના પૈસા ATM મશીનમાં જ ફસાઈ જતા હતાં. અને તે બાદ તે ના પૈસા ઉપાડ થયા હોવાનો મેસેજ આવતો હતો. આ છેતરપીંડિના ભોગ બનનારાઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં રહેલ LCB એ 4 લોકોની ધ...
અભ્યાસમાં ઠપકો આપતા ઘરેથી ગુમ વાપીના વિદ્યાર્થીનો મૃતદેહ રાતા ખાડીમાંથી મળ્યો, વિદ્યાર્થી ધોરણ 11માં અભ્યાસ કરતો હતો

અભ્યાસમાં ઠપકો આપતા ઘરેથી ગુમ વાપીના વિદ્યાર્થીનો મૃતદેહ રાતા ખાડીમાંથી મળ્યો, વિદ્યાર્થી ધોરણ 11માં અભ્યાસ કરતો હતો

Gujarat
વાપી નજીક પસાર થતી રાતાં ખાડીમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતક વિદ્યાર્થી મંગળવારે શાળાએ ગયા બાદ પરત ઘરે આવ્યો નહોતો. જેની ગુમ નોંધ GIDC પોલીસમાં નોંધાઇ હતી. જે બાદ ગુરુવારે રાતાં ખાડી પાસે તેમની સ્કૂલ બેગ મળી આવી હોય પાણીમાં તપાસ હાથ ધરતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અભ્યાસ કરતો ધોરણ-11નો વિદ્યાર્થી મંગળવારે બપોરે સ્કૂલથી ઘરે પરત આવ્યો નહોતો. જેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ જગ્યાએ તેની ભાળ નહિ મળતા પરિવારે GIDC પોલીસ મથકમાં ગુમ નોંધ લખાવી હતી. વિદ્યાર્થીને અભ્યાસમાં ઠપકો આપતા તે ચાલી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જો કે, બુધવારે સવારે ગુમ વિદ્યાર્થીની સ્કૂલ બેગ સમર્પણ જ્ઞાન સ્કૂલ પાછળ આવેલ રાતા મુળગામ ખાડી પાસે પથ્થર પરથી મળી આવી હતી. જેથી પરિજનો સહિત પોલીસ અન...
UIA પ્રમુખનો કાંટાળો તાજ પહેરતા જ આખાબોલા નરેશ બંથીયાએ કહી દીધું કે ઉમરગામના વિકાસમાં જે બાધા નાખશે તેની વાત સાંભળવામાં નહિ આવે

UIA પ્રમુખનો કાંટાળો તાજ પહેરતા જ આખાબોલા નરેશ બંથીયાએ કહી દીધું કે ઉમરગામના વિકાસમાં જે બાધા નાખશે તેની વાત સાંભળવામાં નહિ આવે

Gujarat, National
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટાયેલ 15 માંથી 14 એક્ઝિક્યુટિવ સભ્યોની હાજરીમાં નીમાયેલા ચૂંટણી અધિકારીઓ સહિત અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વર બારી, અજય શાહ અને ભગવાન ભરવાડ સહિતના ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં પ્રમુખની દરખાસ્ત મંગાવી હતી. જેમાં નરેશ બંથીયાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખની દાવેદારી અર્થે એક જ પત્રક ભરવામાં આવ્યું હતું. જેને સર્વ સંમતિએ સ્વીકારી સીટીઝન અમ્બ્રેલાનાં માલિક અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશ બંથીયાને આગામી બે વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગપતિઓ દ્વારા પ્રમુખને સર્વાનુમતે વધાવી લઈ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતાં. UIA ની નવી ટીમને અગ્રણી ઈશ્વર બારી,બજરંગ ભરવાડ અને અજય શાહે યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમને શુભકામના આપી અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે, UIA નો કાંટાળો તાજ હવે પ્રમુખ નરેશ બંથીયાને આપ...
ઉમરગામ ભાજપે માંડા ગામે ચૂંટણી પ્રચાર સભામાં સરપંચ ને આમંત્રણ નહિ આપતાં સરપંચ પરિવારે નારાજગી વ્યક્ત કરી

ઉમરગામ ભાજપે માંડા ગામે ચૂંટણી પ્રચાર સભામાં સરપંચ ને આમંત્રણ નહિ આપતાં સરપંચ પરિવારે નારાજગી વ્યક્ત કરી

Gujarat, National
લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ચૂંટણી પ્રચાર માટે દરેક પક્ષો ગામડા ખૂંદી રહ્યા છે. વલસાડ ડાંગ બેઠક માટે પણ ભાજપ જિલ્લામાં જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં યોજાતી ચુંટણી પ્રચાર સભાઓમાં પાર્ટીના કાર્યકરો, સરપંચો ને જ આમંત્રણ પાઠવવામાં નહિ આવતું હોય તેવા લોકોમાં નારાજગી નો સુર ઉઠ્યો છે વલસાડ લોકસભા સીટ-26ના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે 31/03/2024ના રવિવારે ઉમરગામ તાલુકાના માંડા ગામે લાઇબ્રેરી નજીક ચૂંટણી સભા યોજી હતી. સભામાં સ્થાનિકોની પાંખી હાજરી વર્તાતા સભા ફ્લોપ ગઈ હતી. આ બાબતે ચૂંટણી પ્રભારી અને ભાજપ સંગઠને આયોજકોને ઠપકો પણ આપ્યો હતો. હકીકતમાં હાલ ઉમરગામ પંથકમાં ભાજપનો દબદબો રહ્યો છે. ત્યારે આવી સભામાં ખેચતાણની પ્રવૃત્તિ થકી ગામના પ્રથમ નાગરિક સરપંચ સંગીતાબેન પ્રભુ ઠાકરીયા સહિત વોર્ડના સભ્યોને આમંત્રણ ન આપતા પોતાનું તથા સમાજનું અપમાન થયું હોવાના આક્ષેપો વર્તમાન ...
અંભેટીમાં પોલીસની ખોટી ઓળખ આપી અપહરણ કરી લઈ ખંડણી માંગી ધાડના ગુનાને અંજામ આપનાર ટોળકીના બે સભ્યોને LCB એ દબોચી લીધા

અંભેટીમાં પોલીસની ખોટી ઓળખ આપી અપહરણ કરી લઈ ખંડણી માંગી ધાડના ગુનાને અંજામ આપનાર ટોળકીના બે સભ્યોને LCB એ દબોચી લીધા

Gujarat, National
વલસાડ જિલ્લાના અંભેટી ગામના ખરેડા ફળીયામાં રહેતા મનીષભાઈ રણછોડભાઈ ધોડીયા પટેલના ઘરે 24મી માર્ચે હોળીના દિવસે પાંચ અજાણ્યા ઈસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ઘરમાં ઘુસી ગયા હતાં. જેઓએ હોળીના તહેવારમાં ઉઘરાવેલ ફંડ ફાળાના રોકડા રૂપીયા તથા મોબાઈલ ફોનની લુંટ કરી હતી. તેમજ ફરીયાદી તથા તેના મિત્રને કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા બાદ મારી નાખવાની ધમકી આપી ખંડણીના પૈસા લઈ ફરીયાદીને રસ્તામાં ઉતારી ભાગી ગયેલ આ બનાવ અંગે વલસાડ જીલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપીની સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસમાં હતી. તે દરમ્યાન એલ.સી.બી વલસાડના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે. એન. સોલંકીને બાતમી મળેલ કે નાનાપોંઢા પો.સ્ટે વિસ્તારમાં આવેલ અંભેટી ગામ ખાતે બનેલ ધાડના ગુનામાં સંડોવાયેલ ટોળકીના બે સભ્યો અંભેટી ગામ ખરેડા ફળીયા પંચનાથ મહાદેવના મંદિરની પાસે આવેલ કોલક નંદીના પુલ પાસે એક સિલ્વર કલરની અ...
વાપીમાં હવાની ગુણવત્તાનો આંક (AQI-98) સંતોષકારક, પર્યાવરણ બાબતે VIA-VGEL-GPCB સતત સતર્ક

વાપીમાં હવાની ગુણવત્તાનો આંક (AQI-98) સંતોષકારક, પર્યાવરણ બાબતે VIA-VGEL-GPCB સતત સતર્ક

Gujarat, National
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના હવા પ્રદુષણ અંગે રોજેરોજના આવતા આંકડા મુજબ વાપીમાં 29મી ફેબ્રુઆરીએ AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) 310 પર પહોંચ્યા બાદ દિવસના અંતે 293 પર સ્થિર રહ્યો હોવાનો રિપોર્ટ રજૂ કરાયો હતો. જો કે હકીકતે તે આંક ટેક્નિકલ ખામીના કારણે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને GPCB દ્વારા પર્યાવરણ બાબતે સતત સતર્કતા દાખવવામાં આવતી હોય 1 જાન્યુઆરી 2024થી 31 માર્ચ 2024 દરમ્યાનના રિપોર્ટમાં AQI મહત્તમ 182 જ્યારે લઘુતમ 98 વચ્ચે જાળવવામાં આવ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા દેશના 240 સેન્ટરમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસવા ખાસ મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે. હવાનું પ્રદુષણ માપવા ખાસ ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. જેમાં AQI ને PP (પ્રોમિનન્ટ પોલ્યુટન્ટ) pm2.5,ને ખરાબથી અતિ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે PP pm10ને આદર્શ માનવામાં આ...
સ્વ. અનિલ દેવ અને પત્ની સ્વ. મોહિની દેવની પુણ્યતિથિએ વાપીની આયુષ હોસ્પિટલમાં ‘રકતદાન કેમ્પ – ઓનર્સ એવોર્ડ’ સમારોહ યોજાયો

સ્વ. અનિલ દેવ અને પત્ની સ્વ. મોહિની દેવની પુણ્યતિથિએ વાપીની આયુષ હોસ્પિટલમાં ‘રકતદાન કેમ્પ – ઓનર્સ એવોર્ડ’ સમારોહ યોજાયો

Gujarat
વાપીના જાણીતા ઉદ્યોગપતિ સ્વ. અનિલ દેવ અને તેમના પત્ની સ્વ. મોહિની દેવની પુણ્યતિથિએ આયુષ હોસ્પિટલ દ્વારા પ્રથમ આયુષ ઓનર્સ એવોર્ડ્સ તથા ત્રીજા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈ, (કેબિનેટ મિનિસ્ટર એનર્જી અને પેટ્રોલ કેમિકલ્સ) તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે આર. આર. રાવલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ) તથા એમ. એમ.પ્રભાકર (એક્સ ડિન એન્ડ સુપ્રિટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ) તથા કપિલ સ્વામીજી ટ્રસ્ટી, સલવાવ સ્વામિનારાયણ એજ્યુકેશનલ ટ્રસ્ટ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પૂ. કપિલ સ્વામી દ્વારા આર્શિવચન ઉપરાંત પવિત્ર યાત્રાધામ બોર્ડના સેક્રેટરી અને જિલ્લાના પૂર્વ કલેકટર આર.આર. રાવલે સેવા, પરમાર્થ અને સંસ્કારની વાતોને લઈ મનનીય વકતવ્ય આપ્યું હતું જયારે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ એ ડો. દેવ પરિવારની સેવા પ્રવૃત્તિના સંસ્મરણો તાજા કરતાં તેમની સેવા ભાવનાને બિરદાવી હતી....