લોકસભા બેઠકના ઉમેદવારને જંગી બહુમતથી જીત અપાવવા ભાજપની બેઠક યોજાઇ, કનુભાઈ અને હેમંતભાઈએ કાર્યકરોને આપ્યું માર્ગદર્શન
ગુરુવારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપી VIA ઓડિટોરિયમ ખાતે બુથ વિજય અભિયાન 2024 ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરીય આયોજન થાય તે માટે જિલ્લા પંચાયત સીટ તેમજ તમામ શક્તિ કેન્દ્ર સ્તરે જવાબદાર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
VIA ઓડિટોરિયમમાં આયોજિત બેઠકમાં હેમંતભાઈ કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ, શિલ્પેશ દેસાઈ, કમલેશભાઈ પટેલ વલસાડ જિલ્લા મહામંત્રી, પ્રકાશ પટેલ પારડી વિધાનસભા પ્રભારી, સુરેશ પટેલ વિધાનસભા કન્વીનર તેમજ વાપી તાલુકા પ્રમુખ મહેશ દેસાઈ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ પારડી શહેર ભાજપ પ્રમુખ, હેમંત પટેલ વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ, સતિષ પટેલ વાપી શહેર ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા અને મંડળ સંગઠનના પદાધિકારીઓ અને જવાબદાર કાર્યકર્...