બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં (Bullet Train Project) પવનની ગતિ જાણવા 14 બ્રિજ પર મોનીટરીંગ સિસ્ટમ લગાવી
ભૂકંપ દરમિયાન મુસાફરોની સલામતી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (મુંબઇ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર) માટે અઠ્ઠાવીસ (28) સિસ્મોમીટર લગાવવામાં આવ્યા છે. જે બાદ હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પવનની ગતિની દેખરેખની પધ્ધતિની જાણકારી સમયસર મળતી રહે એ માટે 14 સ્થળોએ પવનની ગતિ જાણવા મોનીટરીંગ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે.
મુંબઈ– અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર દેશના પશ્ચિમ ભાગમાં આવેલા દરિયાકિનારાના પ્રદેશોમાંથી પસાર થશે, જ્યાં પવનની ગતિ ખાસ કરીને અમુક વિસ્તારોમાં કેન્દ્રિત છે. આ જોરદાર પવન વાયડક્ટ પર ટ્રેનની કામગીરીને અસર કરવાની સંભાવના ધરાવે છે.
આ ચિંતાના નિવારણ માટે વાયડક્ટ પર એનેમોમીટર લગાવવા માટે 14 સ્થળો (ગુજરાતમાં 9 અને મહારાષ્ટ્રમાં 5) ની નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપકરણ ખાસ કરીને પવનની ગતિ પર નજર રાખશે, જે નદીના પુલો અને પવન (અચાનક અને તીવ્ર પવન)થી ...