Friday, October 18News That Matters

Month: February 2024

વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું આદિવાસી મહિલાઓએ હાથે બનાવેલી વિવિધ વસ્તુઓ ભેટ આપી અનોખું સ્વાગત કર્યું

વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું આદિવાસી મહિલાઓએ હાથે બનાવેલી વિવિધ વસ્તુઓ ભેટ આપી અનોખું સ્વાગત કર્યું

Gujarat, Most Popular, National, Science & Technology
વર્ષ 2003માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કરજુણ ગામે બાળકોને શિક્ષણ આપવા આદિવાસી મહિલાઓને અપીલ કરી હતી. 21 વર્ષ બાદ ધરમપુર મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું આદિવાસી મહિલાઓએ હાથે બનાવેલી વિવિધ વસ્તુઓ ભેટ આપી અનોખું સ્વાગત કર્યું. વલસાડના ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એક દિવસીય મુલાકાતે આવ્યા હતાં. જેઓનું આશ્રમના અગ્રણીઓ અને સાધકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે, આજથી 2 દાયકા પહેલાં 29મી માર્ચ 2003ના તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ની કપરાડાના કરજુણ ગામની મુલાકાત અને તે મુલાકાત દરમ્યાન કલામે આદિવાસી મહિલાઓ સાથે વાત કરી બાળકોને શિક્ષણ આપવા કરેલી અપીલ બાદ આ બીજું યાદગાર સંભારણું બન્યું છે. 13મી ફેબ્રુઆરી 2024ના મંગળવારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશેષ ઉપસ્થિત...
કરવડ ગામે સરપંચના ઘરે જ ત્રાટકયા 3 ચોર, ચાંદીની મૂર્તિ સહિત 30 હજાર ની ચીજવસ્તુઓ ચોરી ગયા

કરવડ ગામે સરપંચના ઘરે જ ત્રાટકયા 3 ચોર, ચાંદીની મૂર્તિ સહિત 30 હજાર ની ચીજવસ્તુઓ ચોરી ગયા

Gujarat, National
વાપી નજીક આવેલ કરવડ ગામે ગામના સરપંચના ઘરે ચોરીની ઘટના બનતા ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલ અને તેનો પરિવાર ગત રાત્રીએ જમી પરવારી ઘરના ઉપરના માળે આવેલ બેડરૂમ માં સુઈ ગયા હતાં. ત્યારે, 3 જેટલા ચોર છરો, લાકડા નો ધોકો લઈ પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ્યા હતાં. રાત્રે ત્રણેક વાગ્યા બાદ ઘરમાં નીચેના માળે આવેલ બેડરૂમ માં ઘુસેલા ચોરોએ ઘરની ચીજવસ્તુઓ ફંફોસી હતી. જેમાં પૂજા ઘરમાં રાખેલ લક્ષ્મીજીની, ગણેશની ચાંદીની મૂર્તિ, પાટલો, ચાંદીનો દીવો ચોરી કરી નાસી ગયા હતાં. ઘટના અંગે જ્યારે સરપંચને જાણ થઈ તો તેમણે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કુલ ત્રીસ હજાર રૂપિયાની કિંમતની ચાંદીની ચીજવસ્તુઓ 3 જેટલા ચોર ચોરી ગયા હોવાનું જણાવ્યું છે. ઘરમાં લગાવેલ CCTV ફૂટેજ ચેક કરતા ત્રણેય ઈસમો પૈકી એક ચોરે મોઢે બુકાની બાંધી હતી. અન્ય ચોરે ચહેરો...
ટોયલેટના કોમોડમાં ભરાયેલા અજગરને રેસ્ક્યુ ટીમે દોઢ કલાકની મહેનતે બહાર કાઢ્યો

ટોયલેટના કોમોડમાં ભરાયેલા અજગરને રેસ્ક્યુ ટીમે દોઢ કલાકની મહેનતે બહાર કાઢ્યો

Gujarat, National
કરવડમાં એક મહિલાના ઘરના રસોડામાં ઘુસી આવેલ અજગર રસોડાની નજીકના ટોયલેટના કોમોડમાં ફસાઈ જતા તેને જોવા આવેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અજગરને બહાર કાઢવા વાપી એનિમલ રેસ્ક્યુ ની ટીમની મદદ લેવાઈ હતી. જેઓએ દોઢ કલાકની મહેનત બાદ અજગરને કોમોડમાંથી બહાર કાઢી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. મોડી રાત્રે વાપી તાલુકાના કરવડ ગામમાં એક મહિલાના ઘરના રસોડામાં ચાર ફૂટ લાંબો સરિસૃપ અચાનક ઘુસી ગયો હતો. તેણે રસોડાનો દરવાજો બંધ કરી પડોશના લોકોને બોલાવી તેને બહાર કાઢવાની વિનંતી કરી હતી. આ માહિતી વાપી એનિમલ રેસ્ક્યુ ટીમને આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ અડધા કલાક સુધી આખા રસોડાના ખૂણે ખૂણે શોધખોળ કરી હતી પરંતુ ત્યાં કોઈ સાપ દેખાયો નહોતો.   ટીમે મહિલાનું નિવેદન લઈને ફરી શોધખોળ શરૂ કરી હતી. આ વખતે રેસ્ક્યુ ટીમે રસોડાની પાસેના ટોયલેટમાં તેની શોધખ...
શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ દ્રારા પરિયા ખાતે પારડી-વાપી તાલુકાના 48 ગામની ક્રિકેટ ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ

શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ દ્રારા પરિયા ખાતે પારડી-વાપી તાલુકાના 48 ગામની ક્રિકેટ ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ

Gujarat
વાપી - પારડી તાલુકા વિસ્તારમાં સામાજીક સેવા આપતી અને 48 ગામોના યુવાન રમતવીરોને આવરી લેતી શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ દ્રારા પરિયા ખાતે આયોજીત ક્રિકેટ ટુનાઁમેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ હતુ, આ ટુનાઁમેન્ટ માં 48 ટીમો દ્રારા ભાગ લેવામાં આવ્યો હતો, આ ટુનાઁમેન્ટના રમતવીરોને પ્રોત્સાહન આપવા પારડી વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ વાપી નગરપાલિકાના સાશકપક્ષ નેતા નિલેશભાઈ રાઠોડ, સંસ્થાના પ્રમુખ હિતેન્દ્ર માહ્યાવંશી તેમજ સંસ્થાના ટ્રસ્ટીગણો, ક્રિકેટ કમીટી દ્રારા માન. મંત્રીને શાલ ઓઢાળી, પુષ્પગુચ્છ અને મોમેન્ટો અપઁણ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યમાં સમાજ ના આગેવાનોને સમાજની એકતા માટે આયોજન થયેલી ક્રિકેટ ટુનાઁમેન્ટ ને અને રમતવીરો, સમાજ ના આગેવાન...
વાપીની આર્યન પેપર મિલમાં કર્મચારીનો હાથ કપાઈ જતા સુરતમાં સારવાર કરાવી, ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી

વાપીની આર્યન પેપર મિલમાં કર્મચારીનો હાથ કપાઈ જતા સુરતમાં સારવાર કરાવી, ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી

Gujarat
વાપી GIDC ના 2nd ફેઝમાં આવેલ આર્યન પેપર મિલમાં કામ કરતી વખતે મશીનમાં આવી જતાં 23 વર્ષીય કામદારનો હાથ કપાઈ ગયો હતો. આ ઘટના 10 જાન્યુઆરીએ બની હતી. જે અંગે વાપી GIDC પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનામાં ESIC ની સવલતોને લઈને પણ ઇજાગ્રસ્ત કર્મચારીના પરિવારે મુસીબતોનો સામનો કરવો પડ્યો હોવાની હૈયા વરાળ ઠાલવી છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીના મોટી સુલપડમાં રહેતા વિકી કુમાર વાપીની આર્યન પેપરમિલમાં 6 મહિનાથી નોકરી કરતો હતો. ગત 10 જાન્યુઆરીએ રાબેતા મુજબ કંપનીમાં નોકરી પર ગયો હતો. તે સમયે મશીનના પટ્ટામાં કોઈ ચીજ ફસાઈ ગઈ હતી જે કાઢવા જતા તેનો ડાબો હાથ ખભાથી કપાઈ ગયો હતો. લોહી નીકળતી હાલતમાં તેને ESICમાં લઈ જવામાં આવ્યો, ત્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. વિકીની હાલત ગંભીર હોય ખાનગી હોસ્પિટલના તબીબોએ તેને સુરત મોકલી આપવાનું જણાવતા તેને સુરત સારવાર માટે રવાના કર્યો હતો. જ્યાં 17 દિવસ...
સ્ટેશન ગુજરાતમાં ને નામ મહારાષ્ટ્રના સ્ટેશનનું..? DFCCIL ના અધિકારીઓ ટ્રાયલ રન કરી ગયા…! જિલ્લાના નેતાઓ ઊંઘતા રહ્યા…?

સ્ટેશન ગુજરાતમાં ને નામ મહારાષ્ટ્રના સ્ટેશનનું..? DFCCIL ના અધિકારીઓ ટ્રાયલ રન કરી ગયા…! જિલ્લાના નેતાઓ ઊંઘતા રહ્યા…?

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લામાં તાજેતરમાં 3 એવી મહત્વની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જિલ્લાના નેતાઓની નેતાગીરીની ગુણવત્તા સામે સંશય ઉભો થયો છે. પ્રથમ ઘટનાની વાત કરીએ તો, 9મી ફેબ્રુઆરીએ ગુજરાત માટે મહત્વનો પ્રોજેકટ મનાતા DFCCIL પ્રોજેકટ હેઠળ પ્રથમ ટ્રેક ટ્રાયલ રન લેવાયો હતો. આ ટ્રાયલ રન સંજાણ થી સચિન, ભેસ્તાન, મકરપુરા સુધીનો હતો. જે અપ એન્ડ ડાઉન લાઇનમાં હતો. જેને લીલીઝંડી આપવા માટે જિલ્લાના નેતાઓને બદલે માત્ર DFCCIL મુંબઈ નોર્થના ચીફ જનરલ મેનેજર વિકાસ કુમાર અને તેમના સ્ટાફના અધિકારીઓ હતાં. જેઓએ આ ટ્રાયલ રન કોઈપણ પ્રકારના પબ્લિસિટી સ્ટંટ વગર પૂર્ણ કરી લીધો. હવે, એ પહેલાંની પણ બીજી મહત્વની ઘટનાની વાત કરીએ તો, અયોધ્યા રામ મંદિરના દર્શન માટે એક મહિનાથી ચાલતી તૈયારીઓ બાદ 6 ફેબ્રુઆરીએ વાપીથી અયોધ્યા સ્પેશ્યલ ટ્રેન મારફતે રામભક્તો અયોધ્યા રવાના થયા હતા અને દર્શન કરીને પરત આવ્યા છે. આ ટ્રેનને લીલીઝંડી આપવા વલસા...
નર્સિંગ કોલેજમાં કાર્યક્રમના જમણવાર બાદ સ્ટુડન્ટસ ને ફૂડ પોઇઝનિંગ થતા હોસ્પિટલમાં અપાઈ સારવાર

નર્સિંગ કોલેજમાં કાર્યક્રમના જમણવાર બાદ સ્ટુડન્ટસ ને ફૂડ પોઇઝનિંગ થતા હોસ્પિટલમાં અપાઈ સારવાર

Gujarat, National
વાપીમાં આવેલ નર્સિંગ કોલેજમાં આયોજિત કાર્યક્રમ બાદ તમામ સ્ટુડન્ટસ માટે જમણવાર રાખવામાં આવ્યું હતું. જેમાં પીરસેલ વાનગીઓને કારણે 12 થી વધુ સ્ટુડન્ટ્સને ખોરાકી ઝેરની અસર થતા વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવતા હાલ તમામ સ્વસ્થ હોય મોટાભાગનાને ડિસ્ચાર્જ કરી દીધા હોવાની વિગતો હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી મળી છે. ઘટના અંગે ખાનગી હોસ્પિટલ મેનેજમેન્ટના તબીબે માહિતી આપી હતી કે, ગઈ કાલે વાપીની SSC નર્સિંગ કોલેજમાં કોલેજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ તમામ કોલેજીયનો માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભોજનની એકાદ વાનગી કેટલાક સ્ટુડન્ટસે આરોગી હતી. જેઓને મોડી રાત્રીએ ફૂડ પોયઝન ની અસર થતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને લઈ જેટલા અસરગ્રસ્તોની તબિયત બગડી હતી તે તમામને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ માં સા...
वापी में VTA आयोजित तीन दिवसीय ट्रान्सपोर्ट प्रीमियर लीग-7 का फाइनल विवाद के पश्चात सुखद समापन हुआ।

वापी में VTA आयोजित तीन दिवसीय ट्रान्सपोर्ट प्रीमियर लीग-7 का फाइनल विवाद के पश्चात सुखद समापन हुआ।

Gujarat, National
मेरू गढ़वी, औरंगा टाइम्स..... वलसाड जिले में ट्रान्सपोर्ट उद्योग से जुड़े ट्रान्सपोर्टरो, कर्मचारियों में एकता की भावना विकसित करने और व्यवसाय को बढ़ाने के उद्देश्य से वापी में ट्रांसपोर्ट प्रीमियर लीग 7 - 2024 का आयोजन किया गया। इस तीन दिवसीय क्रिकेट मैच में 17 टीमों ने भाग लिया। जिसका समापन रविवार को किया गया। टूर्नामेंट के समापन समारोह में अखिल गुजरात ट्रान्सपोर्ट एसोसिएशन के अध्यक्ष वासणभाई आहीर विशेष रूप से उपस्थित थे। फाइनल मैच के दौरान दोनों टीमों के बीच खिलाड़ियों के चयन को लेकर विवाद हो गया था। जिसका उचित निर्णय से निपटारा कर विजेता टीम को आकर्षक ट्रॉफी देकर सभी खिलाड़ियों को गणमान्य लोगों द्वारा सम्मानित किया गया। वापी ट्रान्सपोर्ट एसोसिएशन (VTA) द्वारा वापी के VIA ग्राउंड में तीन दिवसीय ट्रान्सपोर्ट प्रीमियर लीग-7-2024 का आयोजन किया गया। रविवार को अखिल गुजरात ट्रान्सपोर...
વાપીમાં ઉત્તરાયણ વખતે દોરીથી ઘાયલ પંખીઓને જીવનદાન આપી ફરી આકાશમાં ઉડતા કર્યા

વાપીમાં ઉત્તરાયણ વખતે દોરીથી ઘાયલ પંખીઓને જીવનદાન આપી ફરી આકાશમાં ઉડતા કર્યા

Gujarat
વાપી: તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલતા કરુણા અભિયાન 2024 અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિતે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા, જેની સારવાર માટે વાપી ખાતે અનેક સ્થળે પક્ષી નિદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા જેમાં વાપીના શ્રી વર્ધમાન સેવા મંડળ, ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ રેસક્યું જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ આજ સુધી 70 થી પણ વધુ પક્ષીઓને અત્યાર સુધી રેસક્યું કરી સારવાર કરવામાં આવી હતી. રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓમાં કબૂતર, ઘુવડ, હોલા, હરદુલ જેવા પક્ષીઓ સારવાર હેઠળ આવ્યા હતા. સામાન્ય ઇજા ધરાવતા પક્ષીઓને એક બે દિવસ રાખી તેમને રેસ્ક્યુ કરેલ સ્થળે ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા, અને મોટેભાગે જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તે સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા હતા. જેમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ પક્ષીઓને ખડકી ખાતે આવેલ ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા ...
પારડી 108 ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સગર્ભાને સફળ પ્રસુતિ કરાવી પ્રસુતા અને નવજાત શિશુને ઉગાર્યા

પારડી 108 ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સગર્ભાને સફળ પ્રસુતિ કરાવી પ્રસુતા અને નવજાત શિશુને ઉગાર્યા

Gujarat
પારડી 108 ની ટીમે હોસ્પિટલ લઈ જતાં રસ્તા માં એમ્બ્યુલન્સ લમાં જ સગર્ભાને સફળ પ્રસુતિ કરાવી છે. પારડી તાલુકાના GIDC માં રહેતા સગર્ભા ને પ્રસુતિની પીડા ઉપડતા પ્રસુતાના પતિ અમિતભાઈ યાદવ નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યાં ડીલેવરીમાં અડચણ આવતા અને બાળકના ધબકારા ઓછા થઈ ગયા હોવાથી આગળ 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. રસ્તામાં એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી નો દુખાવો વધારે ઉપાડતા એમ્બ્યુલન્સમાં ડીલેવરી કરાવવાની ફરજ પડી હતી. માર્ગની સાઈડમાં એમ્બ્યુલન્સ ઉભી રખાવી તરત જ બેબી વર્મર ચાલુ કરાવ્યો અને એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરાવી અને સગર્ભા એ 11:47 વાગ્યે સવારે બાળકને જન્મ આપ્યો અને પારડી 108 એમ્બ્યુલન્સ ના ઇએમટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ રજની પટેલ એમને રસ્તા મા એમ્બ્યુલન્સ માં પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. બાળક ડિલિવર થતાં બાળકને તરત જ સકશન કરી સાફ કર્યુ...