Friday, October 18News That Matters

Month: February 2024

વાપીમાં બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરી મેઘાવી છાત્રોને સન્માનિત કર્યા

વાપીમાં બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરી મેઘાવી છાત્રોને સન્માનિત કર્યા

Gujarat, National
વસંત પંચમીના દિવસે બિહારમાં સરસ્વતી પૂજાનું અનેરું મહત્વ છે. માતા સરસ્વતી વિદ્યાની દેવી મનાય છે. જેના ઉત્સવને વાપીમાં કર્મભૂમિ બનાવનાર બિહારના લોકો છેલ્લા 20 વરસથી હર્ષોલ્લાસભેર ઊજવે છે. આ પ્રસંગે વાપીના VIA હોલ ખાતે માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરી પૂજા અર્ચના કરી હતી. તેમજ વાપી અને આસપાસની શાળાના બાળકોને આમંત્રિત કરી આર્ટ એન્ડ રિઝનિંગ કવિઝ ટેસ્ટ લેવા ઉપરાંત વિવિધ શાળાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતાં. વાપીમાં VIA ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમ અંગે બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ એન. કે. સિંગ અને વાઇસ પ્રેસિડેન્ટ નીરજ સીંગે જણાવ્યું હતું કે, બિહારમાં સરસ્વતી પૂજાનું અનેરું મહત્વ છે. વિદ્યાની દેવીરૂપે તેની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે વસંત પંચમીના આ માટે ભવ્ય આયોજનો કરવામાં આવે છે. વાપીમાં પણ આ સંસ્થાના નેજા હેઠળ છેલ્લા 20 વરસથી સા...
વાપીની 21st સેન્ચ્યુરી હોસ્પિટલમાં બાળકના જન્મ બાદ મહિલાનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ પોલીસમાં નોંધ કરાવી તબીબ સામે આક્રોશ ઠાલવ્યો

વાપીની 21st સેન્ચ્યુરી હોસ્પિટલમાં બાળકના જન્મ બાદ મહિલાનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ પોલીસમાં નોંધ કરાવી તબીબ સામે આક્રોશ ઠાલવ્યો

Gujarat, National
વાપીની 21st સેન્ચ્યુરી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું સિઝર અને ગર્ભાશયનું ઓપરેશન કરી યોગ્ય સારવાર નહિ કરતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મહિલાના પરિવારજનોએ આ મામલે વાપી GIDC પોલીસ મથકમાં નોંધ કરાવી હોસ્પિટલના તબીબ સામે આક્રોશ ઠાલવ્યો છે. ઘટના અંગે GIDC પોલીસમાંથી મળતી વિગતો મુજબ વાપીના ચણોદમાં રહેતી 33 વર્ષીય અર્ચના કિશન મુરારી નામની ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા 12 ફેબ્રુઆરીએ રાત્રે 21st સેન્ચ્યુરી હોસ્પિટલમાં દાખલ કરી હતી. હોસ્પિટલના તબીબ વૈભવ નાડકર્ણીએ તેનું ચેકઅપ કરી મહિલાનું સિઝર કરી બાળકની ડિલિવરી કરાવી હતી. મૃતક મહિલાનો ફાઇલ ફોટો...... મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. જો કે, બાળકી અને માતા બન્નેની સ્થિતિ તે બાદ સારી ના હોય બાળકીને પ્રથમ હોસ્પિટલના NICU વોર્ડમાં અને તે બાદ વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટ...
ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો એટેક, પગની પિંડી ખાઈ જતા યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો

ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો એટેક, પગની પિંડી ખાઈ જતા યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો

Gujarat, Most Popular, National
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોર ખાતે સાયલન્ટ હોટલ પાસેની ખાડીમાં શાર્ક દ્વારા એક યુવક પર હુમલો કરી પગની પિંડી ખાઈ જતા ચકચાર મચી ગઇ છે.  માછીમારી કરવા ગયેલા યુવક પર શાર્કના હુમલા બાદ ઘાયલ યુવકને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવક પર એટેક કરનાર શાર્કને સ્થાનિક લોકોએ પકડી પાડી છે. યુવક પર હુમલો કરનાર શાર્કનુ વજન 200 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ 32 વર્ષીય વિક્કી ગોવારી નામનો યુવક ખાડીમાં માછલી પકડવા ગયો હતો. તે વખતે અચાનક એક મોટી શાર્કે હુમલો કર્યો હતો. આ હુમલામાં શાર્કે યુવકના પગ અને ઘૂંટણની વચ્ચે પિંડીના ભાગે ધારદાર દાંત બેસાડી માંસ નો લોચો કાપી તે ખાઈ ગઈ હતી. મંગળવારે સાંજે બનેલી આ ઘટનાની જાણકારી સ્થાનિક લોકોને મળતા ચકચાર મચી ગઇ હતી. ઘાયલ યુવકને સ્થાનિકોએ પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડ...
જાણો…! ‘વેલેન્ટાઈન ડે’ નું મહત્વ અને અલગ અલગ દેશમાં થતી અનોખી ઉજવણી

જાણો…! ‘વેલેન્ટાઈન ડે’ નું મહત્વ અને અલગ અલગ દેશમાં થતી અનોખી ઉજવણી

Gujarat, National
'વેલેન્ટાઈન ડે' એટલે પ્રેમીઓનો દિવસ, પ્રેમ કરવાનો દિવસ. પોતાના પ્રિય પાત્રને પ્રેમની અભિવ્યક્તિ કરાવવાનો દિવસ. આ દિવસની દરેક પ્રેમી યુગલ આતુરતાથી રાહ જોતા હોય છે. પ્રેમનો આ દિવસ દરેકના જીવનમાં અગલ-અલગ મહત્વ ધરાવે છે. 14 ફેબ્રુઆરીએ મનાવવામાં આવતો આ દિવસ દરેક દેશમાં અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. પશ્ચિમી દેશમાં આ દિવસે યુવા હૈયાઓનો ઉત્સાહ ચરમસીમા પર હોય છે. તો પૂર્વના દેશોમાં વેલેન્ટાઈન ડે ઉજવવાનો અંદાજ કંઈક અનોખો હોય છે. ચીનમાં આ દિવસને ‘નાઈટ્સ ઓફ સેવેન્સ’ તરીકે ઓળખવામાં આવે છે. તો જાપાન અને કોરિયામાં આ દિવસ ‘વ્હાઈટ ડે’ તરીકે ઓળખાય છે. ઉપરાંત આ દેશોમાં એક મહિના સુધી એક-બીજા સાથે પ્રેમનો એકરાર કરી ફૂલ અને ભેટ સોગાદોની આપ-લે કરવામાં આવે છે. આ પર્વની ઉજવણી કરવા પશ્ચિમી દેશોમાં પારંપરિકરુપે વેલેન્ટાઇનના નામથી પ્રેમપત્રોની આપ લે કરવામાં આવે છે. ઉપરાંત ફૂલ, ગિફ્ટ અને પ્રેમના પ્રતિકોની...
પ્રકૃતિનો ઉત્સવ એટલે વસંત પંચમી આ દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજાનો દિવસ છે.

પ્રકૃતિનો ઉત્સવ એટલે વસંત પંચમી આ દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજાનો દિવસ છે.

Gujarat, National
આ વર્ષે 14 ફેબ્રુઆરી 2024ના હિંદૂ પંચાગ પ્રમાણે મહા સુદ પાંચમનો દિવસ છે. આ દિવસને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાની દેવી માઁ શારદાની પુજા થાય છે. આ મહત્વના દિવસને ધ્યાને રાખી દેશભરમાં સાર્વજનિક સરસ્વતી પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કેટલાક સ્થળોએ દોઢ દિવસ માટે માતા સરસ્વતીની પ્રતિમાની વિધિવત પૂજા અર્ચના કરી તેને વિશાળ ભક્તોની હાજરીમાં નદીમાં કે દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે. વસંત પંચમી એ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇ પણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે. વસંત પંચમીના દિવસે પીળાં વસ્ત્રો પહેરી સરસ્વતી માતાની પૂજા કરવાનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે ઉત્તર દિશા તરફ મુખ રાખી પૂજા કરવી જોઇએ તેમજ પુજા વખતે ‘ૐ એં સરસ્વત્યૈ નમ:’ મંત્રનો જાપ કરવો. આ ...
વાપીમાં કેસરિયા હિન્દૂ વાહીની દ્વારા અંબામાતા મંદિરે સંગીતમય રામકથાનું ભવ્ય આયોજન

વાપીમાં કેસરિયા હિન્દૂ વાહીની દ્વારા અંબામાતા મંદિરે સંગીતમય રામકથાનું ભવ્ય આયોજન

Gujarat
વાપીમાં કેસરિયા હિન્દુવાહિની સંગઠન દ્વારા સંગીતમય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં આવેલ અંબા માતા મંદિર ખાતે આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે 16 મી ફેબ્રુઆરીથી 24મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. સંગીતમય રામકથામાં આચાર્ય વિનોદ મહારાજ શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. જેવો અયોધ્યા ધામ થી આ રામ કથાનું રસપાન કરાવવા ખાસ ઉપસ્થિત રહેશે. 16મી ફેબ્રુઆરીએ શરૂ થનારા રામકથા ના પ્રથમ દિવસે 7:30 વાગ્યે કળશ સ્થાપન કરાશે. દરરોજ બપોરના ત્રણ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી કથાનું રસપાન કરવામાં આવશે. આ કથા શ્રવણ માટે વાપીની ધર્મપ્રિય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપીલ સંસ્થાના આગેવાનોએ કરી હતી. કથાના આયોજનને લઈ જિલ્લા અધ્યક્ષ વિનોદ તિવારી, મહાસચિવ અજીત પાંડે, જિલ્લા ઉપાધ્યક્ષ સંતોષ વેનવંશી, શાનેશ તિવારી, સતીશકુમાર સરોજ, શનિ સિંહ દ્વારા તૈયારીઓ આટોપવામાં આવી રહી છે. આ કાર્યક્રમ...
વાપીના ત્રિરત્ન સર્કલ પર ટેન્કરચાલકે મહાનુભાવોની પ્રતિમા સાથેનું સ્ટ્રક્ચર જમીન દોસ્ત કરી નાખતા લોકોની લાગણી દુભાઈ

વાપીના ત્રિરત્ન સર્કલ પર ટેન્કરચાલકે મહાનુભાવોની પ્રતિમા સાથેનું સ્ટ્રક્ચર જમીન દોસ્ત કરી નાખતા લોકોની લાગણી દુભાઈ

Gujarat
વાપી ચણોદ ચાર રસ્તા પરના ત્રિરત્ન સર્કલ ઉપર મહાનુભવોની પ્રતિમાઓને એક ટેન્કર ચાલકે ટક્કર મારી હતી. ટેન્કરની ટક્કરથી સ્ટ્રક્ચર પર મૂકેલ શિવાજી મહારાજ, બાબાસાહેબ આંબેડકર અને જ્યોતિબા ફૂલેની પ્રતિમાને ખંડિત કરી હતી. ઘટના 6 વાગ્યે બની હતી. જે બાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો. મહાનુભાવોની પ્રતિમા ખંડિત થતા સ્થાનિક લોકોની લાગણી દુભાઈ હતી. જેઓએ તાત્કાલિક ટેન્કર ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઘટના અંગે સ્થાનિક અગ્રણીઓને જાણ થતાં વિવિધ સંસ્થાના આગેવાનો ત્રિરત્ન સર્કલ પાસે એકત્રિત થઈ કન્ટેનર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો. અગ્રણીઓએ પોલીસ મથકે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રિરત્ન સર્કલ પાસે લાગેલા સરકારી અને ખાનગી.CCTV ફૂટેજ મેળવી ટેન્કરનો નંબર જાણવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટના અંગ...
સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવનો વિદ્યાર્થી ઓપન ગુજરાત સ્ટેટ લેવલ જુનિયર બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપમાં પ્રથમ ક્રમે વિજેતા

સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવનો વિદ્યાર્થી ઓપન ગુજરાત સ્ટેટ લેવલ જુનિયર બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપમાં પ્રથમ ક્રમે વિજેતા

Gujarat
તારીખ: 11/02/2024 ના રવિવારના રોજ, ઓપન ગુજરાત સ્ટેટ લેવલ જુનિયર બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ “ગુજરાત કેસરી-2024” નું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ ચેમ્પીયનશીપમાં 55 કિગ્રાની જુનિયર બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ યોજવામાં આવી હતી. તેમાં રાજ્યના દરેક છેડેથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ચેમ્પીયનશીપમાં સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજનો અંતિમ વર્ષ બી. ફાર્મસીનો વિદ્યાર્થી સુનીલ ચૌહાણએ ભાગ લીધો હતો. જેમાં શ્રેષ્ઠ બોડી બિલ્ડરની પસંદગી થતા સુનીલ ચૌહાણ પ્રથમ ક્રમે વિજેતા પ્રાપ્ત કરી ઓપન ગુજરાત સ્ટેટ લેવલ 55 કિગ્રાની જુનિયર બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ જીતી, “ગુજરાત કેસરી-2024” ચેમ્પીયનશીપ ટ્રોફી હાંસલ કરી હતી. આવી સફળતા બદલ વિદ્યાર્થીએ કોલેજ, સંસ્થા તેમજ તેના માતા-પિતા નામ રોશન કર્યું છે. મિસ્ટર ગુજરાત બનેલા સુનીલ ચૌહાણે પોતાની ખુશ...
શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં ISO અને ICO ની પરીક્ષા લેવાઈ

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં ISO અને ICO ની પરીક્ષા લેવાઈ

Gujarat
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ માં તારીખ 12/02/2024 ના રોજ ISO (ઇન્ડિયન સાયન્સ ઓલમ્પિયાડ) અને તારીખ 13/02/2024 ના રોજ ICO (ઇન્ડિયન સાયબર ઓલમ્પિયાડ) પરીક્ષા લેવાઈ હતી. શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરી, ભાવનગર આયોજિત ISO અને ICO પરીક્ષામાં શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવના ધો. 4 થી 11 ના બાળકોએ વાપી સલવાવ સેન્ટર પર પરીક્ષા આપી હતી. જેમાં મેં. ટ્રસ્ટી. પૂ. કપીલ સ્વામીના દિશાસૂચન, ડાયરેક્ટર ડો. શૈલેશ લુહાર તથા ડાયરેક્ટર શ્રી હિતેન ઉપાધ્યાય અને આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના તેમજ શાળાના શિક્ષિકા ચૈતાલી પટેલ તથા પ્રિયંકા બેન પરમાર તથા નેહલ પટેલ નામાર્ગદર્શન હેઠળ આ પરીક્ષામાં ICO માં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉ...
સરીગામ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાનો વિદ્યાર્થી ‘Arm wrestling’ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં ગોલ્ડમેડલ લાવતા શાળાનું ગૌરવ

સરીગામ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાનો વિદ્યાર્થી ‘Arm wrestling’ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં ગોલ્ડમેડલ લાવતા શાળાનું ગૌરવ

Gujarat
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રીમતિ, શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાનો વિદ્યાર્થી યશપાલ રાજપુરોહિત "Arm Wrestling Sport's Association Of Gujarat" દ્વારા આયોજિત 'Arm Wrestling' ર્સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. યશપાલ રાજપુરોહિત પોતાનો ઉત્સાહ,ધગશ,અથાગ પરિશ્રમ થકી અને શાળાના P.T. શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની 'Arm Wrestling' સ્પર્ધામાં સખત મહેનતથી ગોલ્ડમેડલ લાવી શાળાનું નામ રોશન કરવામાં આવતા ગૌરવ સહિત ખુશીની લાગણી શાળા પરિસરમાં પ્રસરી હતી. યશપાલ રાજપુરોહિતને ગુજરાત રાજ્ય કક્ષાએ ગોલ્ડમેડલ મેળવવા બદલ શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા, ટ્રસ્ટી કુ.કિંજલ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણભાઈ પવાર અને લક્ષ્મી શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા....