શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ માં તારીખ 12/02/2024 ના રોજ ISO (ઇન્ડિયન સાયન્સ ઓલમ્પિયાડ) અને તારીખ 13/02/2024 ના રોજ ICO (ઇન્ડિયન સાયબર ઓલમ્પિયાડ) પરીક્ષા લેવાઈ હતી.
શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરી, ભાવનગર આયોજિત ISO અને ICO પરીક્ષામાં શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવના ધો. 4 થી 11 ના બાળકોએ વાપી સલવાવ સેન્ટર પર પરીક્ષા આપી હતી.
જેમાં મેં. ટ્રસ્ટી. પૂ. કપીલ સ્વામીના દિશાસૂચન, ડાયરેક્ટર ડો. શૈલેશ લુહાર તથા ડાયરેક્ટર શ્રી હિતેન ઉપાધ્યાય અને આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના તેમજ શાળાના શિક્ષિકા ચૈતાલી પટેલ તથા પ્રિયંકા બેન પરમાર તથા નેહલ પટેલ નામાર્ગદર્શન હેઠળ આ પરીક્ષામાં ICO માં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવના ધો. 5 થી 11 ના 132 બાળકોએ ભાગ લીધો હતો.
ISO પરીક્ષામાં ધો.4 થી 9 ના 169 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આજના આ સ્પર્ધાત્મક યુગમાં બાળકોમાં પાઠ્યપુસ્તક શિક્ષણ ઉપરાંત બાહ્ય સામાન્યજ્ઞાનમાં વધારો થાય અને પ્રાથમિક કક્ષાથી જ ભવિષ્યમાં આવનાર વિવિધ એન્ટ્રન્સ ટેસ્ટ, સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે સજ્જતા કેળવે તે ઉદેશ્ય થી આ પરીક્ષાનું આયોજન થતું હોય છે.
આ પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, તર્કશાસ્ત્ર, અર્થશાસ્ત્ર,, બેન્કિંગ, કોમ્પ્યુટર જેવા વિષયો આવરી લેવામાં આવે છે. આ પરીક્ષા જાગૃત વાલીઓ એ સહકાર આપી પોતાના બાળકોને આ પરીક્ષા માટે પ્રોત્સાહિત કર્યા તે બાબત પણ નોધનીય બની રહી હતી. સમગ્ર પરીક્ષા શંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.