Friday, October 18News That Matters

Month: February 2024

વાપીમાં હવાની ગુણવત્તાનો આંક (AQI) 293 પર, રાજ્યમાં સૌથી ખરાબ હવામાં વાપી પ્રથમ સ્થાને દેશમાં બીજા સ્થાને…! તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં…?

વાપીમાં હવાની ગુણવત્તાનો આંક (AQI) 293 પર, રાજ્યમાં સૌથી ખરાબ હવામાં વાપી પ્રથમ સ્થાને દેશમાં બીજા સ્થાને…! તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં…?

Gujarat, Most Popular, National, Science & Technology
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના હવા પ્રદુષણ અંગે રોજેરોજના આવતા આંકડા મુજબ વાપીમાં 29મી ફેબ્રુઆરીએ AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) 310 પર પહોંચ્યા બાદ દિવસના અંતે 293 પર સ્થિર રહેતા વાપીવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. તો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું ફરી એકવાર સાબિત થયું છે.  સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા દેશના 240 સેન્ટરમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસવા ખાસ મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે. હવાનું પ્રદુષણ માપવા ખાસ ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. જેમાં AQIને PP (પ્રોમિનન્ટ પોલ્યુટન્ટ) pm2.5,ને ખરાબથી અતિ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે PP pm10ને આદર્શ માનવામાં આવે છે. જે મુજબ વાપીમાં ફેબ્રુઆરી 29 ના pm2.5 અને AQI શરૂઆતમાં 310 સુધી નોંધાયા બાદ અંતે 293 પર સ્થિર રહ્યો હતો. જે અતિ ખરાબ હવાની ગુણવત્તા સૂચવે છે. ...
વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિઝ કોલેજ ખાતે પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનું આયોજન કરાયું

વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિઝ કોલેજ ખાતે પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનું આયોજન કરાયું

Gujarat
વાપીના ચણોદ સ્થિત KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિઝ કોલેજ ખાતે પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2023-2024 દરમ્યાન એકેડેમિક તેમજ સ્પોર્ટ્સ, કલ્ચર ઇવેન્ટમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કોલેજના KBS એન્ડ નટરાજ ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં કોલેજના ચેરમેન એ. કે. શાહ અને અતિથિ વિશેષ સ્ટેટ વર્કિંગ કમિટીના મેમ્બર યુતિ પ્રદીપ ગજરે ઉપસ્થિત રહ્યા હતાં જેઓના હસ્તે કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ અભ્યાસ, રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કોલેજનું નામ રોશન કરતા રહે તેવું ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની 2023-2024 અંગે શાળાના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણે જણાવ્યું હતું કે, આ સેરેમનીના આયોજનનો ઉદેશ્ય વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરી પ...
ભાવનગરના ડૉ. તેજસ દોશીના પ્રોજેક્ટને UGC દ્વારા પ્રસિદ્ધ થતાં આંતર રાષ્ટ્રીય જર્નલ માં સ્થાન અપાયું

ભાવનગરના ડૉ. તેજસ દોશીના પ્રોજેક્ટને UGC દ્વારા પ્રસિદ્ધ થતાં આંતર રાષ્ટ્રીય જર્નલ માં સ્થાન અપાયું

Gujarat, National
તમારું કામ એટલી શાંતિ થી કરો કે સફળતા શોર મચાવી દે..... આ વાક્ય ને શબ્દ:સહ જીવતા માણસ એટલે ભાવનગરના ડૉ તેજસ દોશી.... આ નામ ભાવનગર માટે જરાય અજાણ્યું નથી જ... તેમણે કરેલ સમાજ માં જાગૃતિ અભિયાન કે જે "નો હોર્ન મોવમેન્ટ" "નો યુસ ઓફ પ્લાસ્ટિક" ને બધા જાણે જ છે. તેમના આ સરાહનીય કાર્ય ને સંશોધન તરીકે વખાણી પ્રતિષ્ઠિત સંસ્થાએ બિરદાવ્યું છે. ડૉ તેજસ દોશી પર ગાંધીનગર ના પ્રોફેસર ઊર્વી અમીન અને તેમની ટીમ - સ્વાતિ સક્સેના, શિવનીસિંહ પરમાર અને નીતીશકુમાર સિંઘએ એક સંશોધન પેપેર લખ્યું છે. જે ઇન્ટરનેશનલ કોન્ફેરન્સ માં રજુ પણ કરવામાં આવ્યું હતું. આ સંશોધન પેપર યુ જી સી - કેર લિસ્ટેડ જર્નલ માં પ્રકાશિત પણ થયું હતું. તમામ સંશોધનકર્તા સતત ર્ડો તેજસ દોશી પાસે થી માર્ગદર્શન લઇ અને આ વિષય નો વિકાસ કરતા હતા. તેજસભાઈએ કરેલા તમામ કામ ની બધી વિગત ને ધ્યાનમાં લઇ અને બધા જ સંશોધનકારોએ તેને પોતાનાથી બનતો ન્યાય આપ્...
નવસારી LCB એ ઘરફોડ ચોરીના રીઢા ગુનેગારને પકડી 6 ગુન્હા ડિટેકટ કર્યા, 58 આંતરરાજ્ય ગુન્હામાં સંડોવણી

નવસારી LCB એ ઘરફોડ ચોરીના રીઢા ગુનેગારને પકડી 6 ગુન્હા ડિટેકટ કર્યા, 58 આંતરરાજ્ય ગુન્હામાં સંડોવણી

Gujarat, National
નવસારી LCB એ આંતર રાજય ઘરફોડ ચોરી કરનાર ગેંગના રીઢા ગુનેગારને પકડી મહત્વની સફળતા મેળવી છે. પકડાયેલ આરોપીએ નવસારી જિલ્લામાં 2, ભરૂચ જિલ્લામાં 3, તથા તાપી જિલ્લા-1 મળી કુલ-06 ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરતા આ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી કુલ 7,34,285 રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ઇસમ સામે ગુજરાત, મહારાષ્ટ્ર, હરીયાણા, રાજસ્થાન રાજયમાં 58 જેટલા ચોરીના ગુન્હા નોંધાયેલ છે. ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગના વાબાંગ ઝમીર તથા સુશિલ અગ્રવાલ, IPS, પોલીસ અધિક્ષક, નવસારીનાએ જિલ્લામાં દાખલ થયેલ ઘરફોડ ચોરી તથા અન્ય મિલકત સંબધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા ટેકનીકલ સોર્સ તથા બાતમીદારો દ્રારા વોચ રાખી માહિતી મેળવી સફળ કામગીરી કરવા LCB ના PI ડી. એસ. કોરાટને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે આધારે LCB ની ટીમે સુરત રેન્જ ઉપરાંત અન્ય રાજ્યમાં 58 જેટલી ઘરફો...
સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં ઉત્સાહભેર “Felicitation Programme” યોજાયો

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં ઉત્સાહભેર “Felicitation Programme” યોજાયો

Gujarat
સરીગામ ખાતે આવેલ શ્રીમતી,શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં 22 ફેબ્રુઆરી 2024 ના રોજ આચાર્ય પ્રવીણ પવારના માર્ગદર્શન હેઠળ વિભિન્ન સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા થનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સરીગામ ખાતે આવેલ શ્રીમતી,શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં આખા વર્ષ દરમ્યાન થયેલ રમતોત્સવ, હાઉસ પ્રમાણેની સ્પર્ધાઓ, ખેલમહાકુંભ, કલા-મહાકુંભ, હિંદી પખવાડિયું, કેન-કેન પરીક્ષા ,ગીતસ્પર્ધા, ડાન્સસ્પર્ધા,ભારતીય નાટ્યકલા સ્પર્ધા તેમજ વિશ્વ પશુ દિવસ,વિશ્વ સંસ્કૃત દિવસ, વિશ્વ અંગ્રેજી દિવસ, વિશ્વ સંગીત દિવસ, વિશ્વ હેરીટેજ દિવસોમાં લેવાયેલી વિભિન્ન સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા થનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ઈનામ પ્રાપ્ત કર્યું તેવા વિજેતાઓને ઈનામ તેમજ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્...
लोनावाला में आयोजित टाटा अल्ट्रा मैराथन में सिलवासा रनर्स ग्रुप के 8 रनरने मुश्किल दौड़ को सफलतापूर्वक पूरा कर के सिलवासा का नाम रोशन किया

लोनावाला में आयोजित टाटा अल्ट्रा मैराथन में सिलवासा रनर्स ग्रुप के 8 रनरने मुश्किल दौड़ को सफलतापूर्वक पूरा कर के सिलवासा का नाम रोशन किया

Gujarat, National
25 फरवरी 2024 (रविवार) को लोनावाला में आयोजित टाटा अल्ट्रा मैराथन में सिलवासा रनर्स ग्रुप के 8 धावकों (Runners)(1 महिला धावक), ने भाग लिया और सभी ने इसे सफलतापूर्वक पूरा किया। इन धावकों (Runner) में (बाएं से) रणजीत महतो 7.59, राजेश पटेल 6.52, सचिन पटेल 5.44, डैनी नून्स 5.10, नीलेश भोर 6.23 भाविक चौहान 7.15 और सुरेश पटेल 6.10 घंटो का समय लेते हुए इसे सफलतापूर्वक पूर्ण किया। यह अल्ट्रा मैराथन, एथलेटिक्स फेडरेशन ऑफ इंडिया और कोर्स AIMS द्वारा प्रमाणित है। टाटा अल्ट्रा मैराथन में 50 किलोमीटर की दूरी तय करनी होती है। यह अल्ट्रा रन आधी रात 1.30 बजे शुरू होता है और लगभग 800 मीटर की ऊंचाई पर लोनावाला में सह्याद्रि रेंज की लहरदार ढलानों में आयोजित किया जाता है। जो प्रत्येक धावक को अपने सहनशक्ति स्तर को पूरी तरह से परखने और मानसिक बाधाओं को तोड़ने का मौका देता है। सिलवासा (दादरा एवं नगर हवेली)...
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના રખોલી પુલ પરથી યુવાનની મોતની છલાંગ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના રખોલી પુલ પરથી યુવાનની મોતની છલાંગ

Gujarat
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના રખોલી પુલ પરથી એક યુવાને મોતની છલાંગ લગાવી મોતને વહાલું કરી દીધું છે. મૃતક યુવકનું નામ કૃણાલ સુરેશ ગાંગોડા છે. જે DNH ના ખાડીપાડા કરાડ ગામનો રહીશ હતો. 22 વર્ષીય યુવાન સેલવાસની આલોક કંપનીમાં કામ કરતો હતો. મંગળવારે મોડી રાત્રે પોતાની મોપેડ લઈ ઘરેથી નીકળ્યો હતો. તેને કોઈ વાતનું માઠું લાગી આવ્યું હોય પુલ પરથી નદીના પથરાળ પટ પર છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ DNH ના ખાડીપાડા કરાડ ગામમાં રહેતો 22 વર્ષીય કૃણાલ સુરેશ ગાંગોડા નામનો યુવાન સેલવાસની આલોક કંપનીમાં કામ કરતો હતો. મંગળવારની મોડી રાત્રે પોતાની કાળા કલરની મોપેડ નં. DD-01-D-0552 પર સવાર થઈ ઘરેથી નીકળ્યો હતો. તે સીધો રખોલી પુલ પર આવ્યો હતો અને કોઈ વાતનું તેને માઠું લાગી આવતા તેણે તેની મોપેડ ને પુલ પાસે મૂકી ત્યાર બાદ પુલ પરથી નદીના પથરાળ પટ પર છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી. બન...
વાપી GIDC ની પેપરમિલોમાંથી પાણી નીતરતા સ્લજ નો કાળો કારોબાર, શેહબાઝ-શેહઝાઝ બેલડી પર GPCB, કંપની સંચાલકોની મીઠી નજર…?

વાપી GIDC ની પેપરમિલોમાંથી પાણી નીતરતા સ્લજ નો કાળો કારોબાર, શેહબાઝ-શેહઝાઝ બેલડી પર GPCB, કંપની સંચાલકોની મીઠી નજર…?

Gujarat, National
વાપી GIDC માં છેલ્લા ઘણા સમયથી પેપરમિલોનો ભીનો સ્લજ સગેવગે કરવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ કાળા કારોબારમાં શેહબાઝ અને શેહઝાજ નામના ભાઈઓ મોટેપાયે સંકળાયેલ છે. આ વ્યક્તિઓ વાપીની અલગ અલગ પેપરમિલોમાંથી આ સ્લજ ભરાવી તેંને L&T, અમ્બુજા, અલ્ટ્રાટેક જેવી સિમેન્ટ ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલે છે. જેમાં મોટેભાગે ટ્રક માં ભરેલો સ્લજ ભીનો હોય, પાણી નીતરતો જ ભરવામાં આવે છે. ટ્રક માં ઠસોઠસ ભરેલ આ નોન રિસાયકલ વેસ્ટનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર સતત પડતું રહે છે. જેનાથી રસ્તાઓ ખરાબ થવા સાથે વાહન ચાલકો ના વાહનોને ગંદા કરે છે. કેટલાક વાહનના કાચ પર ગંદા પાણીના છાંટાથી ખરાબ થઈ રહ્યા છે. દ્વિચક્રી વાહન ચાલકો, રાહદારીઓને પણ આ ગંદા પાણીના છાંટા ઉડતા હોય અકસ્માત જેવા બનાવો બની રહ્યા છે. આ કાળા કારોબારને લઈ લોકોને અનેક મુશ્કેલી પડતી હોય એ અંગે આસપાસના લોકો દ્વારા કંપની સંચાલકોને રજુઆત પણ કરવામાં આવે છે....
KPL સિઝન-6 ક્રિકેટ ટુર્નામેન્ટમાં Azru Lions બની વિજેતા ટીમ

KPL સિઝન-6 ક્રિકેટ ટુર્નામેન્ટમાં Azru Lions બની વિજેતા ટીમ

Gujarat
25મી ફેબ્રુઆરીએ વાપીના કુમારશાળા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે KPL સિઝન 6 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં 6 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં Azru Lions ટીમ અને Memon Challenger વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી. ફાઇનલ મેચમાં Azru Lions ટીમ વિજેતા ટીમ બનતા ટીમના ખેલાડીઓને ટ્રોફી અને બોનસ ઇનામ આપવામાં આવ્યા હતાં. વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ કંચનનગરના યુવાનો દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. કંચનનગર પ્રીમિયર લીગ (KPL) ના બેનર હેઠળ રમાતી આ ટુર્નામેન્ટ વાપીવાસીઓ માટે કોમી એકતા અને ભાઈચારાની મિશાલ બનતી રહી છે. છેલ્લા 6 વર્ષથી આયોજિત થતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત 25મી ફેબ્રુઆરી 2024ના KPL સિઝન 6 નું આયોજન કરવામાં આવ્યું હતું. કમિટી મેમ્બર મુસ્તફા, દિનેશ અને સહજાના પ્રયત્નોથી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં S S Royals, Azru Lions,...
વાપીમાં Mordez Saloon & academy ના 12 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરી, ટ્રેનિંગ પૂર્ણ કરનાર યુવાનોને સર્ટિફિકેટ્સ આપ્યા

વાપીમાં Mordez Saloon & academy ના 12 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરી, ટ્રેનિંગ પૂર્ણ કરનાર યુવાનોને સર્ટિફિકેટ્સ આપ્યા

Gujarat
વાપીમાં hair, skin, makeup, nail art માટે જાણીતા Mordez સલૂનના 12 વર્ષ પૂર્ણ થતાં સંચાલકો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોર્ડઝ સલૂન એન્ડ એકેડમી તરીકે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં જાણીતી બ્રાન્ચ છે. જેમાં અત્યાર સુધીમાં 50 થી વધુ યુવાનોને ટ્રેનિંગ આપી પગભર કર્યા છે. 12 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં પણ અહીં ટ્રેનિંગ લેનાર 8 જેટલા યુવાનોને સર્ટિફિકેટ્સ આપી આ ક્ષેત્રમાં નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. વાપી ના અલગ અલગ વિસ્તારમાં 5 જેટલા ફેમિલી સલૂનની બ્રાન્ચ ધરાવતા અને ગ્રાહકોની પ્રથમ પસંદ બનેલ mordez saloon ના આ સફળતા પૂર્વકના 12 વર્ષ અંગે સંચાલક રાશીદ કાદરી અને દિનેશ રાઠીએ જણાવ્યું હતું કે, આજ નો દિવસ તેઓના માટે ખૂબ જ આનંદ નો દિવસ છે. આજ થી 12 વર્ષ પહેલાં આ સલૂનની શરૂઆત કરી હતી. જેને ગ્રાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. એવો જ સહકાર આગામી વર્ષોમાં પણ અવિરત મળતો રહેશે ...