દે ઘુમાકે સીઝન-2: ખેલદિલીનો વિજય અને માઈલસ્ટોન્સની ઉજવણી, આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્ટનું લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે ભવ્ય સમાપન
સરીગામ ખાતે આવેલ રમણીય વિસ્તારમાં ફેલાયેલ લક્ષ્મી વિદ્યાપીઠ કેમ્પસ દ્વારા તારીખ 7 થી 13 ડિસેમ્બર, 2023 દરમિયાન પાંચ દિવસની “દે ઘુમાકે” ઇન્ટરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-2નું ગૌરવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જે ખાસ કરીને ગજેરા ટ્રસ્ટના 30 વર્ષ અને લક્ષ્મી ડાયમંડના 50 વર્ષ પૂરા થવા તેમજ મેકર્સ ફેસ્ટિવલના ભાગરૂપ 2023-24ના વર્ષની ખાસ ઉજવણીના મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરે છે.
આ સ્પર્ધામાં જિલ્લાની 20 જેટલી સ્કૂલોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારમ્ભને આશીર્વાદિત કરવા તારીખ 7ના રોજ વિશેષ અતિથિ સ્થાને નીતિન સોનાવાને (સેક્રેટરી, વોલીબોલ એસોસિએશન, વલસાડ ડિસ્ટ્રિક્ટ) હાજરી આપી અને રમતવીરોને પ્રોત્સાહન આપ્યું હતું. જે ઉપરાંત અત્રેની કોલેજના ડાયરેક્ટર્સ તેમજ શાળાના આચાર્યશ્રીઓએ હાજરી આપી હતી.
લક્ષ્મી વિદ્યાપીઠ કેમ્પસ 120 એકરમાં ફેલાયાયેલ કે જે રમણીય અને શાંત વાતાવરણમાં સરીગામ સ્થિત શૈક્...