વાપીમાં પ્રમુખ ગ્રુપ દ્વારા 2 કલાકનું સ્વચ્છતા શ્રમદાન, 5 વર્ષના આરવે પણ રસ્તા પર ઝાડુથી સફાઈ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ
સ્વચ્છતા હી સેવા ના સૂત્રને સાર્થક કરવા વાપીમાં પ્રમુખ ગ્રુપના ડાયરેકટર, કર્મચારીઓએ 2જી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે 2 કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. 150થી વધુ કર્મચારીઓ સાથે હાથ ધરાયેલ આ સ્વચ્છતા અભિયાનમાં 5 વર્ષના આરવે પણ હાથમાં ઝાડુ પકડી રસ્તા પર સફાઈ કરી સ્વચ્છતાનો અનોખો સંદેશ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક તારીખે એક કલાક સ્વચ્છતા માટે આપી શ્રમ દાન કરો એવા આહવાનમાંથી પ્રેરણા લઈને વાપી-ચલા સ્થિત પ્રમુખ ગ્રૂપ દ્વારા બીજી ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે બે કલાક સફાઈ કરી શ્રમદાન કરવાનો સંકલ્પ લીધો હતો. જે સંકલ્પ ને સાર્થક કરવા બીજી ઓક્ટોબરના પ્રમુખ ગ્રુપના તમામ ડાયરેક્ટરોએ ઓફીસ કર્મચારીઓ અને પ્રમુખ ગ્રુપની દરેક સાઈટ પર કામ કરતા કામદારો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સફાઈ અભિયાનમાં 5 વર્ષના આરવ હિરપરા નામના બાળકે હાથમાં ઝાડુ લઈ રસ્તા પર સફાઈ કરી પ્રમુખ ગ્રુપના બ્રાન...