Friday, October 18News That Matters

Month: October 2023

કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે સ્ટાફ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો 

કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે સ્ટાફ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો 

Gujarat
વાપીના ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના સ્ટાફ માટે રોજબરોજ ના શૈક્ષણિક કાર્ય અને દૈનિક કાર્યની વ્યવસ્તતા માં કેવી રીતે આનંદિત જીવન વયત્તિત કરવા માટે જ્ઞાનપૂર્ણ  ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમ અંતર્ગત પ્રતિષ્ઠિત "મનસ્વિન એજ્યુકેશન" ના વિલાસ ઉપાધ્યાય અને રચના ઉપાધ્યાયની જોડી દ્વારા સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ સ્ટ્રેસ મેનેજમેન્ટ , શાંતિપૂર્ણ જીવન જીવવાની ચાવીઓ, ટીમ નિર્માણ અને સુમેળ પૂર્વક સાથે કામ કરવાની કળા વિશે તેમના પ્રવચનમાં ચર્ચા કરી જીવનમાં દરેકે પોતાના બાળપણને જીવિત રાખવાનું છે. જેમના જીવનમાંથી બાળપણ ગયુ તેઓ નિરાશા સાથે જુવાનીમાં પણ ઘડપણનું જીવન વિતાવે છે. તેઓએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જટિલ સિદ્ધાંતોને સરળતાથી સમજવ્યા હતા. કૉલેજના આદરણીય પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે સ્ટાફના સભ્યોને આવા અમૂલ્ય પ...
પોલારિસ ગ્રૂપ દ્વારા ગાંધી જયંતીના દિવસે સ્વચ્છતા અભિયાન હાથ ધરી સ્વચ્છતા હી સેવાનો સંદેશ આપ્યો

પોલારિસ ગ્રૂપ દ્વારા ગાંધી જયંતીના દિવસે સ્વચ્છતા અભિયાન હાથ ધરી સ્વચ્છતા હી સેવાનો સંદેશ આપ્યો

Gujarat
વાપી તાલુકાના બલિઠા ગ્રામ પંચાયત વિસ્તારમાં નિર્માણ થયેલ અને નિર્માણાધિન પોલારિસ અલ્ટીમાં ખાતે પોલારિસ ગ્રુપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ 1 કલાક સ્વચ્છતા પ્રત્યે શ્રમદાનના આહવાનમાંથી પ્રેરણા લઈ પોલારિસ ગ્રૂપ દ્વારા આ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સફાઈ અભિયાનમાં 100 જેટલા લોકોએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી હતી.  એકત્ર કરેલ કચરાને કચરા ટોપલીઓમાં ભર્યો હતો. 2જી ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે હાથ ધરાયેલ આ સફાઈ કાર્યમાં પોલારિસ ગ્રુપના રવિ હિરપરા, મુકેશ હિરપરા, રમેશ ભૂવા, ઓફિસ સ્ટાફ, કન્સ્ટ્રકશન સાઈટનાં કોન્ટ્રાક્ટર, સુપરવાઈઝર, લેબર, નિર્માણ થયેલ ઇમારતોમાં રહેતા રહેવાસીઓ સહિત 100 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ આ સફાઈ આજ પૂરતી નહિ પરંતુ આવી જ સ્વચ્છતા હંમેશા રહે તેવી તકેદારી રાખવાનો સંકલ્પ લીધો હતો.   &n...
વાપી શહેરમાં છેલબટાઉ આધેડે મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો….?

વાપી શહેરમાં છેલબટાઉ આધેડે મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો….?

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી પાલિકા વિસ્તારમાં રહેતી એક મહિલા ઘરની બહાર કામ અર્થે જઈ રહી હતી. જે દરમ્યાન અજય મિશ્રા નામના આધેડે મહિલાની છેડતી કરી હતી. મહિલાએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો મહિલાની મદદે દોડી આવ્યા હતા. જે બાદ વાપી ટાઉન પોલીસને જાણકારી આપતા ટાઉન પોલીસની ટીમે મહિલાની ફરિયાદ નોંધી છેલબટાઉ આધેડને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. વાપી શહેરના પાલિકા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલા ઘરની બહાર કામ અર્થે જઈ રહી હતી. જે દરમ્યાન એપાર્ટમેન્ટમાં જ રહેતા અજય મિશ્રા નામના આધેડે મહિલાની છેડતી કરી હતી. સ્થાનિક મહિલાની છેડતી કરી અજય મિશ્રા ભાગી ગયો હતો. મહિલાએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો મહિલાની મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતા વાપી ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાનું મહિલાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ ટાઉન પોલીસે મહિલાની ફરિયાદ આધારે રંગીન...
सिलवासा के आमली 66 केवीए रोड पर फोरक्लिप से मशीन गिरने से श्रमिक की मौत

सिलवासा के आमली 66 केवीए रोड पर फोरक्लिप से मशीन गिरने से श्रमिक की मौत

Gujarat
सिलवासा के आमली क्षेत्र के ६६ केवीए रोड पर फोरक्लिप से मशीन श्रमिक के ऊपर गिरने से श्रमिक की मौत हो गई है। लियो प्लास्टिक प्रोडक्ट्स नाम की कंपनी से मशीन को फोरक्लिप पर लाद कर दूसरे गाले में ले जाया जा रहा था। उस वक्त ये हादसा हुआ था। फोरक्लिप पर लदी मशीन को आगे से रविन्द्र कन्नौजिया (२५) नाम के श्रमिक ने सहारे से थाम रखा था। फोरक्लिप मशीन को लादे हुए ६६ केवीए रोड से मंजिल की ओर बढ़ रही थी। अचानक रोड के गड्ढे से उलझ फोरक्लिप डगमगाई। मशीन को थामे श्रमिक को संभलने का भी मौका नहीं मिला। मशीन सीधे श्रमिक के ऊपर गिर गई। श्रमिक मशीन के नीचे ही दबा रहा। जब तक उसे निकालने की कोशिश होती श्रमिक के प्राण पखेरू उड़ चले थे। खबर पाकर पिपरिया पुलिस चौकी के इंचार्ज पीएसआई सोनू दुबे दनदनाते हुए मौके पर पहुँचे। फौरन श्रमिक को सिविल हॉस्पिटल पहुँचवाया। हॉस्पिटल में चिकित्सकों ने श्रमिक रविन्द्र...
વાપીની રોફેલ શ્રી જી. એમ. બિલખીયા કોલેજ ઓફ ફાર્મસીમાં ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે સાપ્તાહિક ઉજવણી

વાપીની રોફેલ શ્રી જી. એમ. બિલખીયા કોલેજ ઓફ ફાર્મસીમાં ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે સાપ્તાહિક ઉજવણી

Gujarat
વિશ્વ તેમજ માનવ સમાજને તંદુરસ્તી અને સ્વસ્થ બનાવવાની પરિકાષ્ઠાને સિધ્ધ કરવા ફાર્માસિસ્ટના યોગદાન તેમજ ફરજને બિરદાવવાનાં હેતુસર 25 સપ્ટેમ્બરના આંતર રાષ્ટ્રીય ફાર્માસિસ્ટ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારની ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્બારા આ વર્ષની ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમાજમાં અંગ દાન વિશેની જાગૃતતા અને પ્રેરણા આપવાનાં હેતુસર અંગ દાન મહાદાનની થીમ સાથે મનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીના ભાગ રૂપે રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની રોફેલ શ્રી જી.એમ. બિલખીયા કોલેજ ઓફ ફાર્માસી, વાપી ખાતે તા. 25 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી નિરંતર છ દિવસ ફાર્મસી સપ્તાહ વિહરસ્થ જે અંતર્ગત પી.સી.આઈ.નાં અંગદાન મહાદાનનાં સંકલ્પને ચરિતાર્થ કરવાનાં હેતુસર વિધાર્થીઓને અંગ દાન મહાદાન મૂલ્યોને સમજાવી સમજાવવા જગૃતતા ફેલાવવા અને પોતે અમલ કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી....
LCB પોલીસે ભીલાડથી રૂ. 21 લાખનો દારૂ ઝડપી પાડી ચાલકની કરી ધરપકડ: બે વોન્ટેડ

LCB પોલીસે ભીલાડથી રૂ. 21 લાખનો દારૂ ઝડપી પાડી ચાલકની કરી ધરપકડ: બે વોન્ટેડ

Gujarat
વલસાડ LCBએ ભીલાડ પાસે બાતમી આધારે એક ટાટા ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાં કોસ્મેટિકના માલ સામાનની આડ ભરેલ વિદેશી દારૂની બાટલીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક કિસના રામ બાલારામ જાટની ધરપકડ કરી 21,99,600 રૂપિયા નો દારૂ, 10 લાખની ટાટા ટ્રક કુલ 32,04,600નો મુદ્દા માલ કબજે લીધો હતો. તેમજ માલ ભરી ટ્રક આપનાર આરોપી સુરેશ બિસ્નોઈને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ પોલીસ અધિક્ષક વલસાડની સૂચના તથા LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. બારડના માર્ગદર્શન અનુસાર પ્રોહી પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા માટે એલસીબી પોલીસ કર્મી યોગેશ કાંતિલાલ, ભુપેન્દ્રસિંહ જેમુભા જાદવ ખાનગી વાહનમાં ભીલાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે ભીલાડ પાસે બાતમી મળી હતી કે,એક ટાટા ટ્રક નં.GJ-12-AT-6249 જે ગેરકાયદેસર  દારૂનો જથ્થો સેલવાસથી ભરી નીકળી નરોલીથી હાઇવે થઈ મહારાષ્ટ્ર તરફ આ ટ્રક જનાર છે. ...
સોળસુંબા ગ્રા.પં દ્વારા ગેરકાયદેસર નિર્માણ પામેલી દુકાનો સામે તંત્રની કાર્યવાહી અતિ જરૂરી….!

સોળસુંબા ગ્રા.પં દ્વારા ગેરકાયદેસર નિર્માણ પામેલી દુકાનો સામે તંત્રની કાર્યવાહી અતિ જરૂરી….!

Gujarat
સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસર નિર્માણ પામેલ દુકાનો સામે કાર્યવાહી કરવામાં તંત્રના અધિકારીઓ વામણા પુરવાર થઈ રહ્યા છે. વેપારીઓ પાસેથી હરાજીમાં દુકાનોની ફાળવણી સામે લીધેલ લાખો રૂપિયાની રકમ પરત વેપારીઓને મળશે ખરીનોએ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે? ત્યારે, બે મહિના અગાઉ અધિકારીની મુલાકાત દરમિયાન રૂપિયા 65 લાખમાં દુકાનોનું વેચાણ થયા હોવાના આક્ષેપો સાથે,જે તે સમયના સભ્ય અને હાલના ઇન્ચાર્જ સરપંચ કરસનભાઈ ભરવાડ એ તપાસની માંગ કરી હતી.પરંતુ બે મહિના બાદ પણ સ્થિતિ જસની તસ છે. ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં નિયમ વિરુધ દુકાનોનું નિર્માણ કરાયું હોવાની ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરી પદનો દૂર ઉપયોગ બદલ સરપંચ અને ઉપસરપંચને ફરજ ઉપરથી મોકુફ કરાયા બાદ ગ્રામ પંચાયત કચેરીમાં સુપેરે વહીવટ ચાલે તે માટે ઉપસરપંચ ની ચૂંટણી કરી ઇન્...
ઉમરગામના એકલારા ગામેં કંપનીનો પ્રદૂષિત ઘન કચરો માફિયા દ્વારા જાહેરમાં નાખતા યુવા શક્તિ સંગઠને લેખિત ફરિયાદ કરી

ઉમરગામના એકલારા ગામેં કંપનીનો પ્રદૂષિત ઘન કચરો માફિયા દ્વારા જાહેરમાં નાખતા યુવા શક્તિ સંગઠને લેખિત ફરિયાદ કરી

Gujarat
ઉમરગામ તાલુકાના એકલારા ગામે અંદરના માર્ગ પાસે દમણ ગંગા નદી કિનારેથી નેશનલ હાઈવે નીકળે તે માર્ગ પાસે તારીખ 2 ઓક્ટોબરે રાત્રિના સમય ગાળા દરમિયાન પ્રદુષણ ફેલાવી રોકડી કરતા માફિયા દ્વારા પ્રદૂષિત ઘન કચરો નાખવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. યુવા શક્તિ સંગઠને વડી કચેરીમાં લેખિત ફરિયાદ કરી છે. ઉમરગામ તાલુકાના યુવા શક્તિ સંગઠનના પ્રમુખ મિતેશ પટેલએ રીજનલ ડાયરેક્ટર પ્રસન્ન ગર્ગવા, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,પરિવેશ ભવન, આત્મજ્યોતિ, આશ્રમ રોડ વી.એમ.સી ઓફિસ નંબર 10ની સામે સુભાનપુરા વડોદરાને લેખિત રજૂઆત કરી અગાઉ પણ કપરાડા તાલુકા જંગલ ભર્યા વિસ્તારમાં પણ એ જ પ્રકારે પ્રદૂષિત ધન કચરો નાખી પર્યાવરણને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતો, જે મુદ્દાનો ઉલ્લેખ કરી જીપીસીપી ચેરમેન અને સભ્ય ગાંધીનગર, જિલ્લા કલેકટર કચેરી વલસાડ તથા જીપીસીપી સરીગામ અધિકારી એ.ઓ ત્રિવેદીને નકલ રવાના કરી ગાંધી જન્મ જયંતીના દિને ...
દમણની હોટેલમાં વીજ કરંટથી પિતા-પૂત્ર ના કરુણ મોતની ઘટના બાદ દરેક હોટલ-ગેસ્ટ હાઉસના માલિકોને ફરજિયાત ઈલેક્ટ્રીક સેફ્ટી ઓડિટ કરાવવાનો કલેક્ટરનો આદેશ

દમણની હોટેલમાં વીજ કરંટથી પિતા-પૂત્ર ના કરુણ મોતની ઘટના બાદ દરેક હોટલ-ગેસ્ટ હાઉસના માલિકોને ફરજિયાત ઈલેક્ટ્રીક સેફ્ટી ઓડિટ કરાવવાનો કલેક્ટરનો આદેશ

Gujarat, National
દમણની નાના'સ હોટલના નટરાજ ગેસ્ટહાઉસના રૂમમાં કરંટ લગતા નડિયાદના પિતા-પુત્રના કરૂણ મોત બાદ દમણનું વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે, ઘટનાને પગલે હોટલ અને ગેસ્ટ હાઉસને સીલ મારીને દમણની તમામ હોટેલો ગેસ્ટહાઉસોની ઇલેક્ટ્રિક સેફટી ઓડિટ કરવાનો કડક નિર્દેશ દમણ કલેકટર સૌરભ મિશ્રાએ આપ્યો છે, હોટલ નટરાજમાં સંચાલકોની બેદરકારીને પગલે સર્જાયેલી કરૂણ ઘટનામાં એક આખા પરિવારનો માળો વીખરાયો હતો, જેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, પ્રદેશની મોટાભાગની હોટલ અને ગેસ્ટ હાઉસમાં અસુરક્ષિત વિદ્યુત સ્થાપનોને કારણે હોટલમાં આવતા પર્યટકો અને જાહેર સલામતી સામે સંભવિત ખતરો તોળાઇ રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને દમણ કલેકટર સૌરભ મિશ્રાએ ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973 ની કલમ 144 ની સત્તાનો ઉપયોગ કરીને દમણની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોને આદેશ જારી કરી 7 દિવસની અંદર હોટલની જગ્યાનું ઈલેક્ટ્રીક સેફ્ટી ઓડિટ કરવાનો કડેક નિર્દ...
વાપીની બેસ્ટ પેપરમિલ અને VIA દ્વારા ત્રિદિવસીય આયુર્વેદિક પંચકર્મ અને ન્યુરો થેરાપીના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું

વાપીની બેસ્ટ પેપરમિલ અને VIA દ્વારા ત્રિદિવસીય આયુર્વેદિક પંચકર્મ અને ન્યુરો થેરાપીના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું

Gujarat, National
ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે નિઃશુલ્ક આયુર્વેદિક શિબિરનું VIA ઓડિટોરિયમ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બેસ્ટ ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના સહયોગમાં આયોજિત આ ત્રિદિવસીય કેમ્પમાં મહેસાણામાં આયુર્વેદિક પંચકર્મથી સારવાર કરતા ડૉ. મયુર પ્રજાપતિ દ્વારા આયુર્વેદિક સારવાર આપી વર્ષોથી વિવિધ રોગોથી પીડાતા દર્દીઓને નિઃશુલ્ક સારવારનો લાભ આપ્યો હતો. વાપીમાં અને સરીગામમાં બેસ્ટ પેપર મીલ ધરાવતા ઉદ્યોગપતિઓ રમેશ શાહ અને નિતિન ઓઝા દ્વારા VIA ના સહયોગમાં વાપીના VIA ઓડિટોરિયમમાં ત્રિદિવસીય આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાને થયેલા ફાયદાને જોઇ આ ફાયદો વાપીની જનતા પણ લઇ શકે તેવા શુભ ઉદ્દેશ્યથી મહેસાણામાં આયુર્વેદિક પંચકર્મથી સારવાર કરતા ડૉ. મયુર પ્રજાપતિ સાથે મળી આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્...