
વાપીના ગુંજન વિસ્તારમાં છરવાડા રોડ પર રોડ રોલરે મર્સિડીઝ ને અડફેટે લીધી, ઘટના CCTV માં કેદ
વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ છરવાડા રોડ પર જોધપુર સ્વીટ સામે એક વિચિત્ર અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક રોડ રોલરની બ્રેક ફેઈલ થઈ જતા મર્સિડીઝ કારને અડફેટે લીધી હતી. મર્સિડીઝ કારે એક બાઇક ચાલકને અડફેટે લેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી. પરંતુ, કાર અને બાઇકમાં નુકસાન થયું હતું. જેને જોવા ટોળું એકઠું થયું હતું.
ગુંજન પાસે છરવાડા રોડ પર આવેલ જોધપુર સ્વીટ્સ સામે આ અકસ્માત ત્યારે થયો હતો. જ્યારે એક ઉભેલી મસિડિઝ કારને પાછળથી આવતા રોડરોલરે અડફેટે લીધી હતી. રોડરોલર ચાલકે મસિડિઝ કાર ને દૂર સુધી ઘસડતા કાર આગળ ઉભેલી બાઈક પણ ઘસડાઈ હતી.
અકસ્માતમાં મસિડિઝ કાર અને બાઈક ને નુકસાન થયું હતું. જે બાદ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા લોકોમાં કુતુહુલ જોવા મળ્યું હતું. ઘટના ની જાણ વાપી પોલીસ ને થતા વાપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
...