Friday, October 18News That Matters

Month: October 2023

बिश्नोई समाज–गुरु जम्भेश्वर सेवा संस्थान करमबेले वापी द्वारा ब्लड डोनेशन कैंप का आयोजन 150 यूनिट ब्लड एकत्र किया

बिश्नोई समाज–गुरु जम्भेश्वर सेवा संस्थान करमबेले वापी द्वारा ब्लड डोनेशन कैंप का आयोजन 150 यूनिट ब्लड एकत्र किया

Gujarat, National
वापी नजदीक करमबेला गांव में नेशनल हाइवे नजदीक  गुरु जम्भेश्वर सेवा संस्थान में बिश्नोई समाज द्वारा ब्लड डोनेशन केम्प आयोजित किया था। इस केम्प में बिश्नोई समाज के पुरुष रक्तदाता और महिला रक्तदाताओने अपने रक्त का दान किया था। तो, इस के अलावा संस्था में चल रही कथा का समापन भी किया गया और समाज के तेजस्वी छात्रों को सम्मानित भी किया गया था। बिश्नोई समाज –गुरु जम्भेश्वर सेवा संस्थान करमबेले वापी द्वारा ब्लड डोनेशन कैंप का आयोजन नवरात्रा स्थापना के दिन दिनांक 15 अक्टूबर 2023 को किया गया। जिसमें लगभग 150 यूनिट खून ब्लड बैंक द्वारा इकट्ठा किया गया। बिश्नोई समाज के पुरुष और महिला द्वारा वापी की लायंस क्लब ब्लड बैंक और रोटरी क्लब ब्लड को 150 यूनिट ब्लड डोनेशन किया गया। राजस्थानी समाज के प्रवासी बंधुओ द्वारा ब्लड डोनर को शानदार गिफ्ट भेंट किया गया। बिश्नोई समाज अपने हितों के रक्षार्थ 29 ...
નવરાત્રીના પ્રથમ નોરતે નાણાપ્રધાનના હસ્તે ત્રિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ઉમરગામના લોકોને મળશે સારવાર માટે હોસ્પિટલ, મામલતદાર કચેરી અને જોગમેડી માતા મંદિરે વધુ સુવિધા

નવરાત્રીના પ્રથમ નોરતે નાણાપ્રધાનના હસ્તે ત્રિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ઉમરગામના લોકોને મળશે સારવાર માટે હોસ્પિટલ, મામલતદાર કચેરી અને જોગમેડી માતા મંદિરે વધુ સુવિધા

Gujarat, Most Popular, National
સમગ્ર ભારતમાં નવરાત્રીના નવ દિવસ એ માતાજીની આરાધના ના દિવસ છે. ત્યારે આજથી શરૂ થતાં નવરાત્રી પર્વના પ્રથમ નોરતે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણ પાટકર, વલસાડ વહીવટી તંત્ર અને ઉમરગામના ઉદ્યોગકારો દ્વારા સેવાકીય પ્રકલ્પોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે સૌપ્રથમ સરીગામ નજીક આવેલ જોગમેડી માતાના મંદિરે ભક્તો માટે નવા હોલનું ભૂમિ પૂજન, વલસાડ વહીવટી તંત્ર દ્વારા ઉમરગામ ખાતે મામલતદાર કચેરીનું ભૂમિ પૂજન, તે બાદ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઉમરગામમાં 35 કરોડના ખર્ચે નિર્માણ થનાર 120 બેડ ની હોસ્પિટલ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે માતાજીના મંદિર સ્થાન પર શિવ મંદિર અને જરૂરી સુવિધાઓ સાથેના હોલનું નિર્માણ કાર્ય થવાનું છે. જેનાથી જોગમેડી માતા મ...
વાપી ચલામાં માઁ જનમ ટ્રસ્ટ દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી “રાસ રસિયા” નવરાત્રી મહોત્સવ

વાપી ચલામાં માઁ જનમ ટ્રસ્ટ દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી “રાસ રસિયા” નવરાત્રી મહોત્સવ

Gujarat
વાપી ખાતે કોરોના મહામારી સમયથી ભૂખ્યા માટે ભોજનના ઉદેશથી અન્નક્ષેત્ર શરુ કરી આ નિઃશુલ્ક  અન્નક્ષેત્ર ને કાયમી ચાલુ રાખી દરરોજ સેંકડો ભૂખ્યા લોકોની જઠરાગ્ની ઠારતી સંસ્થા માઁ જનમ ટ્રસ્ટ દ્વારા આ સંસ્થાના લાભાર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવના સહયોગથી વાપીના ચલા મુક્તાનંદ માર્ગ ખાતે “રાસ રસિયા” નવરાત્રી મહોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં જાણીતા ગરબા ગાનાર કલાકારો તેમની આધુનિક સાજયંત્રો સાથે રંગ જમાવશે. આ “રાસ રસિયા” નવરાત્રી મહોત્સવની વિશેષતા એ રહેશે કે માતાજીની પૂજા- આરાધના આપણા ધાર્મિક વિધિવિધાનથી થશે. લોકોને પ્રથમવાર માતાજીની નવ દિવસ આરાધના કેવી રીતે થાય તેના દિવ્ય દર્શન થશે. ગરબાના ગીતો પણ આ માતાજીના આરાધનાના પર્વને કોઈપણ રીતે આહત થાય તેવા નહી હોય તેની કાળજી રખાશે. અવશર દરમિયાન અનેક મહાનુભાવો અને સિતારા પણ હાજરી આપશે. અવસરની સાથે એક્સઝીબેશનનું પણ આયોજન...
નવરાત્રી મહોત્સવ અને ભારત-પાક ની મેચ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વાપીમાં પોલીસનું ફૂટમાર્ચ

નવરાત્રી મહોત્સવ અને ભારત-પાક ની મેચ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વાપીમાં પોલીસનું ફૂટમાર્ચ

Gujarat, National
આવતી કાલે અમદાવાદમાં ભારત પાકની વર્લ્ડકપની મેચ છે. તો, તેના બીજા દિવસથી શક્તિ આરાધનાનું પર્વ નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ દરમ્યાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે વાપીમાં DySP કુલદીપ નાઈ, અલગ અલગ પોલીસ મથકના PI, PSI સહિત પોલીસ કર્મચારીઓએ શુક્રવારે સાંજે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ માર્ચ કર્યું હતું. શુક્રવારે સાંજે વાપીના સર્કિટ હાઉસ ખાતેથી ઇમરાન નગર તરફના મુખ્ય માર્ગ પર તેમજ શહેરના અન્ય મુખ્ય રસ્તાઓ પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફૂટ માર્ચમાં ડીવાયએસપી કુલદીપ નાઈ ની અધ્યક્ષતામાં વાપી ટાઉન, વાપી જીઆઇડીસી, LCB, SOG સહિતના પોલીસ મથકોનો સ્ટાફ જોડાયો હતો. સર્કિટ હાઉસ ખાતે DySP કુલદીપ નાઈ તેમજ વાપી ટાઉન પોલીસ મથકના PI સી. બી. ચૌધરી, GIDC પોલીસ મથકના PI વી. જી. ભરવાડ, SOG શાખાના PI જે. એન. ગોસ્વામીએ ટ્રાફિક શાખાના PSI, પોલીસ મથકના P...
પીગાળેલ ધાતુના 42 હજારના પાટા લઈ જતા એક ઇસમને જિલ્લા ટ્રાફિક પોલીસે ઝડપી લઈ ભિલાડ પોલીસને સુપ્રત કર્યો

પીગાળેલ ધાતુના 42 હજારના પાટા લઈ જતા એક ઇસમને જિલ્લા ટ્રાફિક પોલીસે ઝડપી લઈ ભિલાડ પોલીસને સુપ્રત કર્યો

Gujarat, National
વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વલવાડા મોહનગામ ફાટક પાસે પેટ્રોલિંગ માં રહેલ વલસાડ જિલ્લા ટ્રાફિક શાખા ના સ્ટાફે એક શંકાસ્પદ કાર ને રોકી તેમાંથી 42 હજારની ધાતુની પ્લેટ કબ્જે લેવા સાથે કાર ચાલકની ધરપકડ કરી ભિલાડ પોલીસને સુપ્રત કર્યો છે. કાર ચાલક પાસેથી મળી આવેલ ધાતુના પાટા ચોરીથી મેળવેલ હોવાની શંકા આધારે ભિલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જીલ્લા ટ્રાફીક શાખાનો સ્ટાફ ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે, વલવાડા ગામ મોહનગામ ફાટક પાસે ને.હા.નં 48 પર મુંબઇ થી સુરત તરફ જતા રોડ ઉપર વાહન ચાલતા વાહન ચેકીંગમાં એક GJ-15-CN-4529 નંબરની શંકાસ્પદ કાર ચાલકને અટકાવી તપાસ કરતા કારની ડીકી મા ન્યુઝ પેપરમાં વિટાળેલ ધાતુના પાટા મળી આવ્યા હતાં. જે બાબતે કાર ચાલક અમ્રત નાઈની પૂછપરછ કરતા તેમણે ચોક્કસ જવાબ આપ્યો નહોતો. તેમજ ધાતુની પ્લેટો અંગે બીલ કે આધાર પુરાવા રજૂ કરી શક્યો નહો...
કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (ITI) ના તાલીમાર્થીને NCVT ના પ્રમાણપત્રો એનાયત કર્યા

કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (ITI) ના તાલીમાર્થીને NCVT ના પ્રમાણપત્રો એનાયત કર્યા

Gujarat
કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (ITI) ખાતે ગુરુવાર 12મી ઓક્ટોબર 2023 ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ચીફ ગેસ્ટ તરીકે રોટરી કલબના પ્રમુખ કૃશીત શાહ, કે.બી.એસ કોલેજના ડાયરેકટર ડૉ. સી. કે. પટેલ તથા કે.બી.એસ. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. પૂનમબેન ચૌહાણ તથા આઇ.ટી.આઇના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ વિરેન્દ્ર હિંગુ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહીને વિવિધ ટ્રેડમાં પાસ થયેલ તાલીમાર્થીને NCVT ના પ્રમાણપત્રો એનાયત કરેલ છે. આ એન.સી.વી.ટી. પ્રમાણપત્રોથી તાલીમાર્થીને વિવિધ કંપનીમાં જોબ મેળવે છે. અને વિદેશમાં જવા માટે પણ આ સર્ટીફીકેટ ઘણું જ ઉપયોગી છે. આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ પધારેલ મહેમાનો તથા સ્ટાફગણનો આઇ.ટી.આઇના ઇન્ચાર્જ પ્રિન્સીપાલે આભાર વ્યકત કરેલ છે. ...
વાપીમાં DySP સહિત પોલીસ કર્મચારીઓની ગરબા આયોજકો સાથે બેઠક, નવરાત્રી મહોત્સવ ધાર્મિક વાતાવરણમાં ઉજવવા જરૂરી સૂચનો સાથે અપીલ કરી

વાપીમાં DySP સહિત પોલીસ કર્મચારીઓની ગરબા આયોજકો સાથે બેઠક, નવરાત્રી મહોત્સવ ધાર્મિક વાતાવરણમાં ઉજવવા જરૂરી સૂચનો સાથે અપીલ કરી

Gujarat, National
વાપીમાં VIA હોલ ખાતે વાપી ડિવિઝનના DySP એ. કે. વર્મા, DySP કુલદીપ નાઈ તેમજ વાપી, ઉમરગામ, ડુંગરા, કપરાડા, નાનાપોઢા ના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જવાનોએ ગરબા આયોજકો સાથે બેઠક કરી હતી. આગામી દિવસોમાં શરૂ થનાર ગરબા મહોત્સવમાં કેવી તકેદારી રાખવી તે અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવા ગરબા આયોજકો સાથે યોજાયેલ આ બેઠકમાં વલસાડ પોલીસ દ્વારા મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતાં. આ અંગે DySP એ. કે. વર્મા અને ડીવાયએસપી કુલદીપ નાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગરબા મહોત્સવ શરૂ થવાનો છે. ત્યારે હાલમાં કેટલાક દિવસથી યુવા વયના લોકોમાં હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. જે સંદર્ભે વાપી તાલુકા સહિત વલસાડ જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે સતર્કતા જાળવવી જરૂરી છે. ઉત્સવના તહેવારને માતમમાં ફેરવાતા અટકાવવા ગરબા આયોજકોને જરૂરી સૂચનો આપવા આ બેઠક યોજાઈ હતી. જેમાં જે મોટા ગરબા આયોજકો છે તે ગરબા સ્થળે મેડિ...
વાપીમાં ખાનગી યુનિવર્સિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ ઉપાડવા રોટરી દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન

વાપીમાં ખાનગી યુનિવર્સિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ ઉપાડવા રોટરી દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન

Gujarat, National
વાપીમાં દર વર્ષે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવ દ્વારા મળનારી તમામ રકમ રોટરી ક્લબ દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવે છે. જોકે આ વખતે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા વાપીની ખાનગી યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ ઉપાડવા માટે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં વાપીમાં રોફેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રોટરી થનગનાટ નવરાત્રી મહોત્સવમાં ઉભી કરેલી વ્યવસ્થા અંગે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ કૃષિત શાહ, ક્લબના ચેરમેન ભરતભાઈ, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રકાશ ભદ્રા સહિતના મહાનુભાવોએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો પૂરી પાડી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં અનેક સ્થળો પ્રિ-નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના બનાવ બન્યા હોય નવ યુવાનોના મોત નીપજ્યા છે. જે બાદ સરકારના આદેશ મુજબ દરેક મોટા નવરાત્રી મહોત્સવમાં તબ...
વાપીમાં નાણાંમંત્રી અને વન, પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ વલસાડ’ સમિટમાં 1005 એકમો સાથે 1196 કરોડના MOU…..!

વાપીમાં નાણાંમંત્રી અને વન, પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ વલસાડ’ સમિટમાં 1005 એકમો સાથે 1196 કરોડના MOU…..!

Gujarat, National
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-2024 ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ વલસાડ’ સમિટ યોજાઈ હતી. જેમાં જિલ્લાના 1005 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.1196 કરોડના MOU કર્યા હતા, જેનાથી અંદાજે 11200 વ્યક્તિઓને રોજગારી મળશે. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ કેવી રીતે કરવો એ માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ બનાવી રોજગારી અને લોકોની આવક વધારવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં વર્ષ 2003માં સૌપ્રથમ વાર વાયબ્રન્ટની શરૂઆત કરી હતી. એકદમ નાના પાયા શરૂ થય...
વાપીમાં શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ નવરાત્રી મહોત્સવ 2023નું આયોજન, ખેલૈયાઓ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કરી જાણીતા ઓરકેસ્ટ્રા બેન્ડના સથવારે બોલાવશે રાસ-ગરબાની રમઝટ….!

વાપીમાં શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ નવરાત્રી મહોત્સવ 2023નું આયોજન, ખેલૈયાઓ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કરી જાણીતા ઓરકેસ્ટ્રા બેન્ડના સથવારે બોલાવશે રાસ-ગરબાની રમઝટ….!

Gujarat, National
વાપીમાં ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સિઝન-7 નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે શ્રીજી ઇવેન્ટના આયોજક સમીર પટેલ, DJ રોકી એન્ડ ધ ફાઇન ટ્યુનર્સ ઓરકેસ્ટ્રા બેન્ડના રાકેશ અસાર, ઇવેન્ટ એસોસીએટ મુકેશ જૈન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી રાસ રમઝટ નવરાત્રી મહોત્સવ 2023ના આયોજન અંગે વિગતો પુરી પાડી હતી. રાસ રમઝટ નવરાત્રી મહોત્સવ 2023ના આયોજન અંગે આયોજક એવા શ્રીજી ઇવેન્ટના સમીર પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઠેલા પાર્ટી પ્લોટ ખાતે રાસ રમઝટ સીઝન-7, નવરાત્રી મહોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા મહોત્સવમાં આ વખતે મુંબઈના જાણીતા આર્ટિસ્ટ બેન્ડને બોલાવવામાં આવ્યા છે. આ ઓરકેસ્ટ્રા ગ્રુપ અધ્યતન સાઉન્ડ પર છેલ્લા 20 વર્ષથી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને ગુજરાતી, હિન્દી સયુઝન ગીતો પર રાસ ગરબા રમાડે...