Friday, October 18News That Matters

Month: October 2023

કૌશિક હરીયા ટેકનીકલ સેંટર માં મશીનરીની પૂજા અને માતાજીની આરતી સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી

કૌશિક હરીયા ટેકનીકલ સેંટર માં મશીનરીની પૂજા અને માતાજીની આરતી સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી

Gujarat
દશેરા પર્વ એટલે અસત્ય પર સત્યનો વિજય, આ પર્વના દિવસે હિન્દૂ શાસ્ત્ર મુજબ શસ્ત્ર પૂજન ઉપરાંત નવા વેપારની શરૂઆત તેમજ જે વેપાર કે ધંધો કરતા હોય તે સ્થળે જરૂરી તમામ સામગ્રીનું પૂજન કરવાનું મહત્વ છે. તો, માતાજી વેપાર ધંધા માં સતત બરકત આપતા રહે તેવા આશીર્વાદ માંગવામાં આવે છે. ત્યારે આ પર્વને અનુલક્ષીને વાપીમાં આવેલ ITI કોલેજ એવી કૌશિક હરીયા ટેકનીકલ સેંટર (આઇ.ટી.આઇ.) માં 23મી ઓક્ટોબરે સોમવારના રોજ મશીનરીની પૂજા અને માતાજીની આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ચીફગેસ્ટ તરીકે રાજેશભાઇ એ. શાહ તથા સ્ટાફ અને તાલીમાર્થીઓએ ભકિતભાવ પૂર્વક માતાજીની આરતી કરી તમામ મશીનરીઓની પૂજા કરી હતી. તેમજ આ પર્વને ધ્યાને રાખી ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો એ ગરબાની રમઝટ બોલાવી હતી. ...
પ્રમુખ હિલ્સ સોસાયટીમાં માતાજીના નવ રૂપની ઝાંખી સાથે રાસ ગરબાનું આયોજન કરાયું

પ્રમુખ હિલ્સ સોસાયટીમાં માતાજીના નવ રૂપની ઝાંખી સાથે રાસ ગરબાનું આયોજન કરાયું

Gujarat, National
વાપીમાં છરવાડા સ્થિત પ્રમુખ હિલ્સ ખાતે નવરાત્રી મહોત્સવ દરમ્યાન માતાજીના નવ સ્વરૂપની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આઠમના દિવસે સોસાયટીની જ બાળાઓને માતાજીની અલગ અલગ વેશભૂષામાં તૈયાર કરી તેમની સાથે તમામ ગરબે રમ્યા હતાં. આ અંગે ફેસ્ટિવલ કમિટીના આયોજક શિલ્પા અગ્રવાલે જણાવ્યું હતું કે, પ્રમુખ હિલ્સમાં દર વર્ષે નવરાત્રી દરમ્યાન વિશેષ આયોજન સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આ વખતે સોસાયટીની બહેનોએ એક સંપ થઈ નિર્ણય લીધો કે, નવરાત્રી મહોત્સવમાં જેમ માતાજીના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. એવી જ રીતે માતાજીના નવ સ્વરૂપની ઝાંખી રજૂ કરવામાં આવે.   જે અંતર્ગત આ વખતે આઠમના દિવસે માતાજીના નવે નવ રૂપમાં સોસાયટીની બાળાઓને તૈયાર કરી હતી. નવરાત્રી મહોત્સવના આયોજનમાં દરેક બાળા ને જે તે માતાજીની વેશભૂષામાં સજ્જ કરી ગરબે રમ્યા હતા. માતાજીની આરાધનાના આ પર્વમાં માતાજીના નવ રૂપ જોઈ સોસાયટી...
વાપીમાં પ્રમુખ સહજ સોસાયટીના રહીશો ચન્દ્રના અજવાળે હાથમાં દીપ લઈ ગરબે ઘૂમ્યા

વાપીમાં પ્રમુખ સહજ સોસાયટીના રહીશો ચન્દ્રના અજવાળે હાથમાં દીપ લઈ ગરબે ઘૂમ્યા

Gujarat, National
નવરાત્રીના આઠમા નોરતાએ માતાજીના હવન સહિતના આયોજનો સાથે સોસાયટીના સભ્યો અલગ અલગ થીમ પર રાસ ગરબે રમે છે. ત્યારે, વાપીની ચલા સ્થિત પ્રમુખ સહજ સોસાયટીમાં આઠમના દિવસે દીપ ગરબાનું આયોજન કર્યું હતું. વાપીના ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ સહજ સોસાયટીમાં 700 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. અલગ અલગ બિલ્ડીંગોમાં વસતા આ તમામ પરિવારો અલગ અલગ રાજ્યના હોય અહીં મીની ભારત વસ્યું છે. ત્યારે, આ સોસાયટીમાં 700 પરિવારોએ સોસાયટી માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું. જે અંગે પ્રમુખ સહજ સોસાયટીના પ્રેસિડેન્ટ અનુપમ શુક્લાએ જણાવ્યું હતું કે દર વર્ષે નવરાત્રીના નવે નવ દિવસ સોસાયટીના સભ્યો રાસ ગરબાની રમઝટ બોલાવે છે. આ વર્ષે આ આયોજન સાથે આઠમા નોરતાના દિવસે દીપ ગરબાનું આયોજન કર્યું હતું. જે પ્રમુખ સહજનું નજરાણું બન્યું હતું.   તો એ જ રીતે આ અનોખા આયોજન અંગે પ્રમુખ સહજ સોસાયટીના સેક્રેટરી મનોજ સો...
વાપીની શિવાલીક હાઇટ્સમાં બહેનોએ માથે ગરબી મૂકીને તો, પુરુષોએ માથે સાફા બાંધી ગરબાની રમઝટ બોલાવી

વાપીની શિવાલીક હાઇટ્સમાં બહેનોએ માથે ગરબી મૂકીને તો, પુરુષોએ માથે સાફા બાંધી ગરબાની રમઝટ બોલાવી

Gujarat, National
વાપીના ચલા વિસ્તારમાં આવેલ શિવાલીક હાઇટ્સ સોસાયટીમાં આઠમ ના નોરતાએ નવરાત્રી પર્વની ઉજવણી સાથે પ્રાચીન રાસ ગરબાનો નજારો પ્રસ્તુત કર્યો હતો. સોસાયટીના 300 પરિવારો પૈકી પુરુષોએ માથે સાફા બાંધી ઝભ્ભામાં સજ્જ થઈ ને જ્યારે બહેનોએ ચણીયા ચોળીમાં સજ્જ થઈ માથે ગરબી લઈ ગરબાની રમઝટ બોલાવી હતી. આ અંગે શિવાલીક હાઇટ્સના માજી પ્રમુખ દિલીપ પાટીલે જણાવ્યું હતું કે નવરાત્રીના નવ દિવસના આયોજન અંતર્ગત આઠમાં દિવસે શિવાલિક હાઈટ્સમાં રહેતા 300 જેટલા પરિવારોએ ઉત્સાહિર નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી. જેમાં સોસાયટીના પુરુષો માથે સાફો બાંધી ઝભ્ભામાં સજ થઈ ગરબે રમ્યા હતા. તો બહેનો ચણિયાચોળીમાં સજ થઈ માથે ગરીબી મૂકી ગરબે રમી હતી.   શિવાલિક હાઈટ્સના પ્રમુખ હેમંત સોનવણેએ જણાવ્યું હતું કે અમે શિવાલિક હાઈટ્સમાં 12 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરીએ છીએ. જેમાં દરેક પરિવાર ઉત્સાહભેર માતાજીની આરાધના કરે ...
दादरा नगर हवेली में दुर्गापूजा कमिटी सिलवासा द्वारा भव्य दुर्गा उत्सव का आयोजन, अष्टमी को बलीपूजा के साथ माँ की पूजा की गई

दादरा नगर हवेली में दुर्गापूजा कमिटी सिलवासा द्वारा भव्य दुर्गा उत्सव का आयोजन, अष्टमी को बलीपूजा के साथ माँ की पूजा की गई

Gujarat, Most Popular, National
संघ प्रदेश के दादरा नगर हवेली और दमन व वलसाड जिलों में रोजगार के लिए बसे बंगाली समुदाय वर्षों से सेलवास में दुर्गा पूजा उत्सव का आयोजन करते आ रहे हैं। जिसके तहत इस वर्ष भी माताजी की भव्य प्रतिमा स्थापित कर दुर्गा पूजा महोत्सव की शुरुआत की गयी है। 4 दिनों के इस सार्वजनिक उत्सव में अष्टमी के दिन बलिपूजा, संधिपूजा के साथ माताजी की पूजा-अर्चना की गई। ये पूरा आयोजन दुर्गापूजा कमिटी सिलवासा के प्रेसिडेंट पी बी चन्द्रा, चीफ पेट्रोन स्वर्णकमल चक्रवर्ती, वाइस प्रेसिडेंट दीनबंधु चैटर्जी और सेक्रेटरी अरुण मांजी और उनकी टीम ने किया है। इस अवसर पर इन सभीने इस उत्सव के बारे में विस्तृत जानकारी प्रदान की थी। जिस प्रकार गुजरात का नवरात्रि विश्व प्रसिद्ध है। उसी प्रकार बंगाल का दुर्गा पूजा उत्सव भी विश्व प्रसिद्ध है।  यूनेस्को द्वारा इसे हेरिटेज कल्चर में शामिल किया गया है। बंगाल के इस महान त्योहार को...
સરીગામ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં એથ્લેટીક્સ ટુર્નામેન્ટમાં વિજેતાઓને ઈનામ-વિતરણ કરાયા

સરીગામ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં એથ્લેટીક્સ ટુર્નામેન્ટમાં વિજેતાઓને ઈનામ-વિતરણ કરાયા

Gujarat
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ ખાતે આવેલ શ્રીમતી, શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં તારીખ 18 થી 21 ઓક્ટોબર દરમ્યાન શરૂ થયેલ એથ્લેટીક્સ ટુર્નામેન્ટ નું 21/10/2023 ના રોજ ભવ્ય ઈનામ વિતરણ અને સમાપનનો કાર્યક્રમ થયો. આ કાર્યક્રમમાં CBSE માન્યતા ધરાવતી વેસ્ટઝોનની અનેક શાળાના અંડર-14, અંડર-17, અંડર-19 કેટેગરીમાં આવતા વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કે જેઓ 100 મીટર દોડ, 200 મીટર દોડ, 800 મીટર દોડ, રિલેદોડ, ઉંચીકૂદ, લાંબીકૂદ, ગોળાફેંક, ભાલાફેંક જેવી જુદી-જુદી રમતોમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ઈનામ પ્રાપ્ત કર્યું તેવા વિજેતાઓને ઈનામ તેમજ ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા હતાં. જે વિદ્યાર્થીઓએ એથ્લેટીક્સમા ભાગ લીધો તેઓને પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને કુ. કિંજલબેન ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણભા...
DGVCL દ્વારા ચાલુ વર્ષે 40 કરોડની વીજચોરી પકડી, ગંભીર કિસ્સામાં વિજચોર ને જેલની હવા ખવડાવી…!

DGVCL દ્વારા ચાલુ વર્ષે 40 કરોડની વીજચોરી પકડી, ગંભીર કિસ્સામાં વિજચોર ને જેલની હવા ખવડાવી…!

Gujarat, Most Popular, National
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) હાલ દક્ષિણ ગુજરાતમાં વીજળી પુરી પાડવા સતત પ્રયત્નશીલ છે. કરોડો રૂપિયાના ખર્ચે ઓવરહેડ કેબલને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી કરી રહ્યું છે. તો, વીજ ચોરી બાબતે પણ સજાગ બની પ્રિ-પેઈડ મીટરનો નવતર પ્રયોગ હાથ ધરવા સાથે સતત વીજ ચોરી કરતા ગ્રાહકો સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી દંડ સહિતની કાર્યવાહી કરી રહ્યું છે. આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફીસ સુરતના મેંનેજિંગ ડિરેકટર યોગેશ ચૌધરી (IAS)એ aurangatimes.com સાથે વાતચીત કરતા વીજ ચોરી બાબતે મહત્વની વિગતો આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વીજ ચોરીને ડામવા DGVCL દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વીજ ચોરી કોઈ એક વ્યક્તિ કરે છે. પરંતુ તેનું નુકસાન બાકીના ગ્રાહકોએ ભોગવવાનું થાય છે. કેમકે વીજ ચોરીનો લોસ અન્ય ગ્રાહકના વીજ બીલમાં ઇન્ક્રીઝ થઈને આવે છે. એટલે વીજચોરીને ક્યારેય બરદાસ્ત કરવામાં આવતી નથી. ...
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ RDSS હેઠળ DGVCLના રૂ. 324.97 કરોડના કાર્યોનો શુભારંભ કરાવ્યો

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ RDSS હેઠળ DGVCLના રૂ. 324.97 કરોડના કાર્યોનો શુભારંભ કરાવ્યો

Gujarat, National
વાપી ખાતે નગરપાલિકા વિસ્તારમાં નાણાં, ઊર્જા અને પેટોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈએ રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ(RDSS) હેઠળ ડીજીવીસીએલના રૂ. 324.97 કરોડના કાર્યોનો શુભારંભ કરાવ્યો. રાષ્ટ્રીય સ્તરે ચાલતી આ યોજના હેઠળ હયાત મીટરોને બદલે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરો મૂકી વિજ વિતરણનું માળખું સુધારવા સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે. સમગ્ર ડીજીવીસીએલમાં આ યોજના અંતર્ગત રૂ. 4120.67 કરોડના કામો કરવામાં આવશે. આ યોજના હેઠળ ડીજીવીસીએલ વલસાડ તાલુકામાં રૂ. 99.25 કરોડ, વાપીમાં 70.25 કરોડ, પારડીમાં રૂ. 46.92 કરોડ, ઉમરગામમાં રૂ. 22.03 કરોડ, ધરમપુરમાં રૂ. 45.16 કરોડ અને કપરાડામાં રૂ. 41.36 કરોડના કામો કરશે. વાપી નગરપાલિકામાં ૧૧૭.3૪ કીમીના ઓવરહેડ લાઈનનું રૂ. 22.75 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગમાં રૂપાંતરણ કરવામાં આવશે. મંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધા...
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી નોટીફાઈડ એરિયામાં પાણીની લાઈનોના રૂ. 42 કરોડના નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી નોટીફાઈડ એરિયામાં પાણીની લાઈનોના રૂ. 42 કરોડના નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

Gujarat, National, Science & Technology
નાણાં ઉર્જા અને પેટોકેમીકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે વાપી નોટીફાઈડ એરિયા ખાતે ફેઝ - 2,3,4 અને 100 શેડ વિસ્તારમાં પાણી વિતરણ નેટવર્કની પાણીની લાઇનોના નવીકરણના રૂ. 42 કરોડના કામનું ખાતમુહૂર્ત કરાયું. જે અંતર્ગત આ વિસ્તારોમાં 40 વર્ષ જૂની લાઇનો બદલી આશરે 55 કિલોમીટર લંબાઈમાં કાસ્ટન આયર્ન( સી.આઈ) પાઈપ લાઈન નાખવામાં આવશે. જીઆઈડીસીમાં વર્ષ 1969 થી પાણી પુરવઠા વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જેમાં ક્યારેક ભંગાણ પડે તેમજ ઘણી જગ્યાઓએ આંશિક લિકેજ થવાને કારણે પાણનો વ્યય થવાની અને પુરતા પ્રેશરથી પાણી ન પહોચવાની સમસ્યાઓ ઉદભવે છે. જે આ નવીનિકરણથી દૂર થશે. જેથી ઔદ્યોગિક એકમોને પુરતા પ્રેશરથી પાણી મળતાં ઉત્પાદનમાં ઘણા ફાયદાઓ થશે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પાણી પાઇપલાઈનના નવીનિકરણથી ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. 40 વર્ષ પછી પણ પાઈપ લાઈનોમાં ડેમેજ નથી. ભાગ્યે જ ભંગાણની સમસ્યા સર્જા...
વાપીના ભાઠેલાં પાર્ટી પ્લોટમાં નવરાત્રીના ગરબા સાથે રાષ્ટ્રપ્રેમ, ખેલૈયાઓ રાષ્ટ્રગીત ગાઈ ગરબે રમ્યા, વિદેશીઓએ પણ લીધા રાસ-ગરબા….!

વાપીના ભાઠેલાં પાર્ટી પ્લોટમાં નવરાત્રીના ગરબા સાથે રાષ્ટ્રપ્રેમ, ખેલૈયાઓ રાષ્ટ્રગીત ગાઈ ગરબે રમ્યા, વિદેશીઓએ પણ લીધા રાસ-ગરબા….!

Gujarat, Most Popular, National, Science & Technology
વાપીમાં નવરાત્રી પર્વ તેમની ચરમસીમાએ છે. ત્યારે ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટમાં શ્રીજી ઇવેન્ટ આયોજિત રાસ રમઝટ સિઝન 7 માં ગરબા સાથે રાષ્ટ્ર પ્રેમની ઝલક જોવા મળી હતી. તો, મેરીલ લાઈફ સાયન્સના 400 જેટલા વિદેશી ડેલીગેટ્સ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાળીઓના તાલે ગરબે ઘૂમ્યા હતાં. વાપી ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટમાં શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સિઝન 7 ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે. નવરાત્રી ઉત્સવના આ આયોજનમાં 6ઠ્ઠા નોરતાએ શ્રીજી ઇવેન્ટના સમીર પટેલના આમંત્રણને માન આપી રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, VIA પ્રમુખ સતીશ પટેલ, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે સૌ પ્રથમ સૌની ઉપસ્થિતિમાં જન મન ગન.... રાષ્ટ્રગીત ગવાયું હતું. જે બાદ તમામ મહાનુભાવોનું સમીર પટેલ, અને ઇવેન્ટ એસોસીએટ મુકેશ જૈન, Avencia ના બિપિન વાણીયા સહિત તમામના હ...