Sunday, December 22News That Matters

Month: October 2023

दमण जिल्ला पंचायतने किसानों को ‘देशी लाल वाल’ के उन्नत बीजों का वितरण किया। प्रथम दिन ११० किसान हुए लाभान्वित

दमण जिल्ला पंचायतने किसानों को ‘देशी लाल वाल’ के उन्नत बीजों का वितरण किया। प्रथम दिन ११० किसान हुए लाभान्वित

Gujarat, National
दमण जिल्ला पंचायत अध्यक्षा जागृतिबेन पटेल द्वारा प्रशासक के मार्गदर्शन में किसानों को 'देशी लाल वाल' के उन्नत बीजों का वितरण किया। प्रथम दिन ११० किसान लाभान्वित हुए, ५० % सब्सिडी पर 'पहले आओ, पहले पाओ' की तर्ज पर जि. पं. कार्यालय में वितरण को सुलभ किया गया। शासकीय बागवानी केन्द्र, मोटी दमण में किसानों की बुवाई हेतु सब्जियों के पौधे भी उपलब्ध है। जिसका लाभ भी किसान उठाये उसके के लिए अपील भी की गई। दमण जिला पंचायत की अध्यक्षा जागृति कल्पेशभाई पटेल ने प्रशासक प्रफुल पटेल के मार्गदर्शन मे प्रगतिशील किसानों को रबी फसल की दलहन किस्म 'देशी लाल वाल' की उन्नत बीजों का वितरण शुरू किया। इस मौके पर उन्होंने किसानों को रबी के नये फसली सीजन की शुभेच्छा भी दी। कृषि अनुभाग, दमण जिला पंचायत द्वारा १५०० किग्रा 'देशी लाल वाल' बीजों का वितरण दमण जिले के किसानों ( प्रति कृषक अधिकतम रू. १०००) को ' पहले आओ,...
દાદરા નગર હવેલીના સેલ્ટી ગામે ખાતે ST બસ પલટી જતા 5 ગંભીર, 40ને નાનીમોટી ઇજાઓ

દાદરા નગર હવેલીના સેલ્ટી ગામે ખાતે ST બસ પલટી જતા 5 ગંભીર, 40ને નાનીમોટી ઇજાઓ

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ટીટુમાળથી સેલવાસ થઈ વાપી જઈ રહેલી ST બસની બ્રેક ફેઈલ થઈ જતા બસ પલટી મારી ગઈ હતી. જેમાં સવાર 40 મુસાફરોને નાનીમોટી તેમજ 5 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોનું ટોળું બચાવ માટે પહોંચ્યું હતું. જેમાં ઘાયલ મુસાફરોને ખાનવેલ અને સેલવાસની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. મળતી માહિતી મુજબ DNH ના સેલ્ટી ગોરાત પાડા ખાતે ટીટુમાળથી વાયા સેલવાસ વાપી જઈ રહેલી એસ.ટી બસ પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બસમાં સવાર 40 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે ખાનવેલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાંચ જેટલા ઘાયલો દેવુભાઈ રતનભાઈ બોબ, જીતેશભાઈ દિલીપભાઈ ગાંવીત, દીપકભાઈ બાબલુભાઈ રાઠડ, સોનલ સંદીપ ભોયા અને રોહિત ચૌધરીની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્ય...
અમદાવાદ ખાતે CM ના અધ્યક્ષ સ્થાને યોજાનાર મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં વલસાડથી 2200 લોકો જોડાશે, હેમંત કંસારાએ આપી માહિતી

અમદાવાદ ખાતે CM ના અધ્યક્ષ સ્થાને યોજાનાર મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં વલસાડથી 2200 લોકો જોડાશે, હેમંત કંસારાએ આપી માહિતી

Gujarat
અમદાવાદ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાનાર મેરી માટી મેરા દેશ કાર્યક્રમ માં વલસાડ જિલ્લામાં થી 2200 લોકો જોડાશે તેવી વિગતો વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસરાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે "મેરી માટી મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં સરકાર તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા રાજ્ય ના તમામ જિલ્લાઓ માંથી ઘરે ઘરે થી માટી એકત્ર કરી દિલ્હી ખાતે નિર્માણ પામી રહેલ અમૃત વન માં ખાતે ઉપયોગમાં માં લેનાર છે. જે અંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ની સૂચના અને માર્ગદર્શન મુજબ તારીખ 27/10/2023 ના રોજ "મારી માટી મારો દેશ પ્રદેશ સ્તર ના કાર્યક્રમ નું આયોજ...
વાપીના ડુંગરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર હત્યારાને ઝડપી પાડ્યો, ફાંસીની સજા થાય તેવો વલસાડ પોલીસનો પ્રયાસ

વાપીના ડુંગરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર હત્યારાને ઝડપી પાડ્યો, ફાંસીની સજા થાય તેવો વલસાડ પોલીસનો પ્રયાસ

Gujarat, National
સોમવાર 23 ઓક્ટોબરે વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર હત્યારાને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી મૂળ યુપીનો છે. વાપીમાં તે છૂટક મજુરી કામ કરતો હતો. જેણે બાળકીને ચોકલેટ આપી ફોસલાવી લઈ ગયા બાદ આ જઘન્ય કૃત્ય આચર્યું હતું. જેને કડકમાં કડક ફાંસી સુધીની સજા થાય તેવા પ્રયાસ સાથે વલસાડ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.   આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે, વાપીના ડુંગરા વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ થયું હતું. જેની ફરિયાદ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં  આસપાસના વિસ્તારમાં લાગેલ CCTV ફૂટેજ આધારે આરોપીની ઓળખ કરી તે બાળકીને જે ખાડી વિસ્તારમાં લઈ ગયો હતો ત્યાં તપાસ કરતા 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું સુરત ખાતે ફોરેન્સિક PM કરાવતા બાળકી સાથે દુષ્કર્...
બ્રિજની અણઘડ ડિઝાઇન અને કામમાં દાખવેલી બેદરકારીએ લીધો કાર ચાલકનો ભોગ, માથું ધડથી અલગ

બ્રિજની અણઘડ ડિઝાઇન અને કામમાં દાખવેલી બેદરકારીએ લીધો કાર ચાલકનો ભોગ, માથું ધડથી અલગ

Gujarat, National
વાપી નજીક બગવાડા ટોલ નાકા પહેલા બનાવેલ નવા ઓવરબ્રિજના એન્ટ્રી પોઇન્ટ પર ગુરુવારે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર હાઈવેની ખુલ્લી રેલીંગ સાથે અથડાતા રેલિંગના પતરાએ કાર ચાલકનું માથું જ ધડથી અલગ કરી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ નવા બ્રિજની અણઘડ ડિઝાઇન અને તે બાદ તેના એન્ટ્રી પોઇન્ટ પર કામમાં દાખવેલી બેદરકારી કોઈકનો ભોગ લેશે તેવી દહેશત પહેલેથી જ લોકોમાં સેવાઇ હતી. ઘટના અંગે મળતી વિગતો મુજબ ગુરુવારે રાત્રે આ ગમખ્વાર ઘટના ઘટી હતી. જેમાં એક RJ49-CA-6824 નંબરનો કાર ચાલક બગવાડા કંટોલી બ્રિજ પાસે પંહોચ્યો ત્યારે, બગવાડા સ્થિત નવા ઓવરબ્રિજના એન્ટ્રી પોઇન્ટ પાસે વલસાડ જતા રોડ પર હાઈવેની સાઈડ રેંલિંગમાં કાર સમેત ઘુસી ગયો હતો. જેમાં રેંલિંગના પતરાનો ખુલ્લો ભાગ કારનો કાચ તોડી ચાલકના ગળામાં ખુંપી જતા માથું ધડથી અલગ કરી દીધું હતું. મોડી રાત્રે બનેલા આ કમકમાટીભર્યા અકસ્માતની ...
વાપી પાલિકાની સામાન્ય સભામાં વાપીના રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણીની સમસ્યા હલ કરવાની ખાતરી સાથે વિકાસના કામોની જાહેરાત

વાપી પાલિકાની સામાન્ય સભામાં વાપીના રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણીની સમસ્યા હલ કરવાની ખાતરી સાથે વિકાસના કામોની જાહેરાત

Gujarat, National
વાપી નગરપાલિકામાં બુધવારે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ ગત સામાન્ય સભામાંની કાર્યવાહી નોંધની બહાલી આપવી. છ માસિક હિસાબને મંજૂર કરી બહાલી આપવા સહિત સભ્યોએ કરેલ રજૂઆતો ધ્યાને લઈ જરૂરી નિર્ણયો લેવા ખાત્રી આપી હતી. તેમજ આવનારા સમયમાં વાપી નગરપાલિકા વિસ્તારમાં રોડની, ટ્રાફિકની અને પાણીની સમસ્યાઓના નિરાકરણ માટે હાથ ધરવામાં આવનાર કામોની જાહેરાત સાથે રૂપરેખા રજૂ કરી હતી. વાપી નગરપાલિકાના હોલમાં સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિવિધ સમિતિના સભ્યોની અધ્યક્ષતામાં આયોજિત આ સામાન્ય સભામાં થયેલી રજૂઆતો અંગે પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન સાહેબ જણાવ્યું હતું કે આજે યોજાયેલ સામાન્ય સભામાં હાલમાં રસ્તામાં પડેલા ખાડા ની મરામત કરી રી-સરફેસિંગ કરવા, નવા રસ્તા બનાવવા, રસ્તાને...
સંજાણમાં રામલલ્લાની શોભાયાત્રા, શસ્ત્રપૂજન અને રાવણના પૂતળાનું દહન કરી વિજયા દશમી મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી

સંજાણમાં રામલલ્લાની શોભાયાત્રા, શસ્ત્રપૂજન અને રાવણના પૂતળાનું દહન કરી વિજયા દશમી મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી

Gujarat, Most Popular, National
Advertisement Vapi/Sanjan :- અધર્મ પર ધર્મના વિજય પ્રતીક રૂપે ઉજવવામાં આવતા વિજયા દશમી પર્વ નિમિત્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે ભવ્ય વિજયાદશમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ સ્થળે શસ્ત્ર પૂજન બાદ રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે શ્રી જય અંબે નવયુવક મંડળ દ્વારા વિજયા દશમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ શાળાના બાળકો દ્વારા સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક, આદિવાસી નૃત્ય, એક સમયે શિવાજીના આધિપત્ય હેઠળ આ વિસ્તાર આવતો હોય શિવાજી મહારાજની રાજયવ્યવસ્થા, મુસ્લિમ સામ્રાજ્ય સામે ના યુદ્ધનું નાટય ર...
વાપીના ડુંગરા વિસ્તારમાંથી અપહરણ થયેલ 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

વાપીના ડુંગરા વિસ્તારમાંથી અપહરણ થયેલ 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

Gujarat, National
સોમવાર 23 ઓક્ટોબરે વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીનું અજાણ્યો ઈસમ અપહરણ કરી ગયો હતો. જેની જાણકારી તેમના પરિવારે પોલીસને આપી હતી. પોલીસે નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જો કે, મોડી રાત્રે દમણગંગા નદીની ખાડીમાંથી બાળકીનો પીંખાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ મોડી રાત્રીએ ડુંગરી ફળીયા પાસે પસાર થતી દમણગંગા નદીના કિનારેથી 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને કરતા જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ બાળકીના મૃતદેહ પર કીડા-મંકોડા ફરતા હતાં. તેમજ મૃતદેહ પીંખાયેલી હાલતમાં હતો. બાળકી સાથે અઘટિત કૃત્ય કરી મોતને ઘાટ ઉતારી હોવાની આશંકા સેવી પોલીસે વધુ તપાસ માટે લાશનો કબ્જો મેળવ્યો હતો. તેમજ તેની વધુ વિગતવાર જાણકારી મેળવવા પેનલ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ત...
ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગ્રુપ મેચ જીતી ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ રનર અપ બનનાર ટીમે સંધ્યા ગ્રુપ અને વલસાડ ફૂટબોલ એસોસિશનને ગૌરવ અપાવ્યું

ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગ્રુપ મેચ જીતી ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ રનર અપ બનનાર ટીમે સંધ્યા ગ્રુપ અને વલસાડ ફૂટબોલ એસોસિશનને ગૌરવ અપાવ્યું

Gujarat
વલસાડ ફૂટબોલ એસોસિએશન તમામ ગ્રુપ મેચ જીતી ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ રનર અપ બનતા વલસાડ જિલ્લાના તમામ ફૂટબોલ પ્રેમીઓમાં ખુશી પ્રસરી ગઇ હતી, કેમ કે ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગ્રુપ મેચ જીતી ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ રનર અપ બનનાર ટીમે સંધ્યા ગ્રુપ અને વલસાડ ફૂટબોલ એસોસિશનને ગૌરવ અપાવ્યું છે. વલસાડ જિલ્લા ફૂટબોલ એસોસિયેશને ભાવનગર સામે 1-0થી જીત અને બોટાદ સામે 20-0 થી જીત, બનાસકાંઠા સામે 3-1થી જીત્યા હતા પણ ફાઇનલ માં પહોંચતા તેઓ 0-7 થી પાટણ થી હારી જતા તેઓ જી એસ એફ એ સિનિયર વિમેન્સ 2023-24 રનર્સ અપ ટ્રોફી નાં વિજેતા રહ્યા હતા, ગયા વર્ષના ટુર્નામેન્ટમાં તેઓ સેકંડ રનર અપ રહ્યા હતા, વલસાડ ફૂટબોલ એસોસિએશન અને સંધ્યા ગ્રુપ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે અને અંતે ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન સિનિયર વુમન IDFT 2023-24માં રનર અપ તરીકે વિજય મેળવવા બદલ ગર્વ અનુભવ્યો હતો, જે બદલ ફૂટબોલ ટીમના માર્ગદર્શક અને ગુરુ સ...
વાપીના ચણોદ વિસ્તારમાંથી SOG એ કુટણખાનુ ચલાવતી મહિલા અને એક ગ્રાહકને ઝડપી પાડી ₹ 98,300નો મુદ્દામાલ ઝપ્ત કર્યો

વાપીના ચણોદ વિસ્તારમાંથી SOG એ કુટણખાનુ ચલાવતી મહિલા અને એક ગ્રાહકને ઝડપી પાડી ₹ 98,300નો મુદ્દામાલ ઝપ્ત કર્યો

Gujarat, National
વાપી SOG ની ટીમે ચણોદમાં આવેલ એપાર્ટમેન્ટના ફલેટમાં રેઇડ કરી હતી. જેમાં ફ્લેટમાં કુટણખાનું ચલાવતી વંદના ઉર્ફે તાઇ ઇશ્વર હરીગીર બાવાને ઝડપી લઈ વેશ્યાગીરીનો ધંધો કરવા લોભામણી લાલચ આપી બોલાવેલ બે સ્ત્રીઓને દેહવ્યાપારની પ્રવૃતિમાંથી મુક્ત કરાવી છે. જ્યારે કુટણખાનામાં આવેલા ગ્રાહક અલીહુસૈન તસવરહુસૈનને ઝડપી 27,800ની રોકડ, 20,500નો મોબાઈલ, 50 હજારનું વાહન, ગર્ભનિરોધકના પેકેટો મળી કુલ રૂપિયા 98,300નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને વધુ તપાસ માટે ડુંગરા પોલીસના હવાલે કર્યા છે. ચકચાર જગાવતી આ ઘટના અંગે SOG એ આપેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે PSI એન.સી.સગરને બાતમી મળી હતી કે, ડુંગરા પો.સ્ટે.ના ચણોદ, અમરનગર, મહાદેવ એપાર્ટમેન્ટના ફલેટ નં.બી-106 માં રહેતી વંદના ઉર્ફે તાઇ ઇશ્વર હરીગીર બાવા મૂળ રહેવાસી નંદુરબાર, મહારાષ્ટ્રવાળી પોતાના ફ્લેટમાં કુટણખાનું ચલાવે છે. આ મહિલા પોતાના આર્થિક લાભ માટે વેશ્યાગ...