Tuesday, February 25News That Matters

Month: September 2023

ઉમરગામ પંથકના પશુધનમાં લમ્પી વાયરસ દહેશત પગલે 150 ગાયોનું રસીકરણ કરાયું: 2ગાયોના મોતથી ચકચાર

ઉમરગામ પંથકના પશુધનમાં લમ્પી વાયરસ દહેશત પગલે 150 ગાયોનું રસીકરણ કરાયું: 2ગાયોના મોતથી ચકચાર

Gujarat
સૂત્ર અનુસાર ઉમરગામ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી લમ્પી વાયરસ માથું ઉંચકતા ઘણી ગયો ચેપ ગ્રસ્ત બની હતી.ભીલાડ સરીગામના ગૌસેવક કમલેશ પંડિત સહિતની ટીમના સભ્યો આકાશ જોવે, જયેશભાઈ, કિશોરભાઈ, અર્પણ જાદવ, કિન્નચીત, ઓમ જતીન નરેન્દ્ર મયુર વિશાલ તથા ચંદન ભાઈ દ્વારા ચેપ ગ્રસ્ત ગાયોને પશુ એમ્બ્યુલન્સ દ્વારા લાવી હાલમાં જ સ્થપાયેલા જીઆઇડીસી માં પશુ સારવાર કેન્દ્રમાં લાવી તેમની સારવાર કરવાનું ની સેવા નો આરંભ કરવામાં આવ્યો હતો આ અનુસંધાને પશુ ડોક્ટર હસમુખભાઈ ચૌધરી, જીતુભાઈ તથા જયેશભાઇ દ્વારા લંબી વાયરસ ગ્રસ્ત ગાયોને બચાવવા જરૂરી તબિબ સેવા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી રાત્રે 8 વાગ્યાં પછી ઉમરગામ ના ઉપરોક્ત ડોક્ટર સહિત ગૌ સેવા સમિતિના સભ્યો દ્વારા કરજગામ, સરીગામ જીઆઈડીસી,ત્રણ રસ્તા, સરીગામ તથા ભીલાડ વિસ્તારની અંદાજિત 150થી વધુ પશુઓને લંપી વિરોધી રસીનું રસીકરણ કરી તેમને જીવનદાન આપવાનું સુંદર...
બિરસા મુંડા સર્કલના વિવાદને લઈ આમ આદમી પાર્ટીએ સમસ્ત આદિવાસી સમાજના સભ્યો સાથે વાપી નગરપાલિકામાં આપ્યું આવેદનપત્ર

બિરસા મુંડા સર્કલના વિવાદને લઈ આમ આદમી પાર્ટીએ સમસ્ત આદિવાસી સમાજના સભ્યો સાથે વાપી નગરપાલિકામાં આપ્યું આવેદનપત્ર

Gujarat, National
વાપી નગરપાલિકા દ્વારા તા.30/04/2022ના સામાન્ય સભામાં ઠરાવ નં. 6(4) ના અનુસંધાનમાં નામધા રોડ પર બિરસા મુંડા સર્કલ નામાંકરણ કરવાનો ઠરાવ કર્યા બાદ તે સર્કલનું નામકરણ કર્યું નથી, સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તે અંગે અનેક વખત રજુઆત કરી છે. તે બાદ પણ પોલીસ તંત્ર દ્વારા તેમની હેરાનગતિ કરવામાં આવતી હોવાની રાવ સાથે આમ આદમી પાર્ટી અને સમસ્ત આદિવાસી સમાજ સંગઠનના સભ્યોએ વાપી નગરપાલિકામાં આવેદનપત્ર આપી વહેલી તકે ઠરાવ મુજબ સર્કલનું નામ બીરસા મુંડા જાહેર કરવામાં આવે તેવી રજુઆત કરી હતી. વાપી નગરપાલિકામાં આ આવેદનપત્ર આપવા આવેલા આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેંદ્ર ગાંવિતે જણાવ્યું હતું કે, નગરપાલિકાએ ઠરાવ કરી નામધા ખાતે બિરસા મુંડાની પ્રતિમા સાથે સર્કલ બનાવવાની જાહેરાત કરી હતી. જે બાદ તેમાં કોઈ વિરોધ કે અડચણ ને કારણે તે કામગીરી થઈ નથી. આ ચોકમાં તા.09/08/2023 ના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવ...
સોલાર પેનલ સંચાલિત બસ દ્વારા ભારતભરમાં એનર્જી સ્વરાજ યાત્રા કરી રહેલા સોલરમેને વાપીના ઉદ્યોગકારોને આપ્યો પર્યાવરણ જતનનો મંત્ર

સોલાર પેનલ સંચાલિત બસ દ્વારા ભારતભરમાં એનર્જી સ્વરાજ યાત્રા કરી રહેલા સોલરમેને વાપીના ઉદ્યોગકારોને આપ્યો પર્યાવરણ જતનનો મંત્ર

Gujarat, Most Popular, National
પૃથ્વી પર વધી રહેલા તાપમાનને ઘટાડવા કેવા પગલાં જરૂરી છે. વધતા તાપમાનને કારણે પૃથ્વી પર કેવી આફતો સર્જાઈ રહી છે. તેનો ગહન અભ્યાસ કરી લોકજાગૃતિ માટે નીકળેલા IIT મુંબઈના પ્રોફેસર ચેતનસિંહ સોલંકી પોતાની સોલાર પેનલ સંચાલિત બસ લઈને વાપી આવ્યા હતાં. વાપીના ઉદ્યોગકારો સાથે તેમણે સોલાર એનર્જી અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. સોલાર પેનલ સંચાલિત અને તમામ સુવિધાઓ ધરાવતી બસ લઈને એનર્જી સ્વરાજ યાત્રાએ નીકળેલા IIT મુંબઈના પ્રોફેસર અને એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડર રૂપે જોડાયેલ ચેતનસિંહ સોલંકીને સાંભળવા અને તેના ઉદેશયને જાણી પર્યાવરણ જતનમાં કઈ રીતે મદદરૂપ થઇ શકાય તેવા આશયથી વાપીના ઉદ્યોગકારોએ VIA ખાતે તેમની આ પહેલ ના ભાગ રૂપે એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન સાથે જોડાઈને "એક્શન ફોર ક્લાઈમેટ કરેક્શન - સોલર એનર્જી" પરના અવેરનેશ સેશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ એનર્જી...
વાપીમાં 7 રાજ્યોના 300 સ્પર્ધકો વચ્ચે નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરાયું

વાપીમાં 7 રાજ્યોના 300 સ્પર્ધકો વચ્ચે નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરાયું

Gujarat, National
ભારતમાં ક્રિકેટ બાદ યુવાનોમાં કરાટે ટ્રેનીંગનો સૌથી મોટો ક્રેઝ છે. ત્યારે આવા કરાટે વિરોને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા ઉદ્દેશ્યથી વિશેષ કરાટે ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત 10મી સપ્ટેમ્બરે વાપીના પાંચાલ સમાજના વિશ્વકર્મા હોલમાં The Art Karate Do Federation દ્વારા નેશનલ લેવલની કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહિત 7 જેટલા રાજ્યોના 300 સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. ધ આર્ટ કરાટે ડું ફેડરેશન અને વર્સેટાઈલ શોતોકાન કરાટે ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનનો હેતુ વાપી અને વલસાડ જિલ્લાના કરાટે તાલીમબદ્ધ ખેલાડીઓને નેશનલ લેવલનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. ટૂર્નામેન્ટમાં આયોજકો દ્વારા દિવ્યાંગ સ્ટુડન્ટ લને ફ્રી એન્ટ્રી તથા ગરીબી રેખા હેઠળના પરિવારના પ્રતિસ્પર્ધીઓ માટે જરૂરી તમામ મદદ પુરી પાડવામાં આવી હતી. આ ટુર...
ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના છીરી PHC ને ટીબીની તપાસ માટે True NAAT મશીનની ભેટ……!

ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના છીરી PHC ને ટીબીની તપાસ માટે True NAAT મશીનની ભેટ……!

Gujarat, National
થોડા વર્ષ પહેલા ચલા PHC ને આવી જ શબઘર (mortuary) કોલ્ડ રૂમની ભેટ મળી હતી. જે હવે મેઇન્ટેનન્સ અભાવે મૃતદેહોની દુર્ગંધ ફેલાવે છે....! પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત, શનિવારે ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ચેરીટેબલ ટ્રસ્ટ (શ્રી અંબા માતા મંદીર વાપી) તરફથી વાપીમાં આવેલ છીરી PHC ને ટીબીની તપાસ માટે True NAAT મશીન આપવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, વાપીમાં ચલા PHC ખાતે થોડા વર્ષ પહેલાં આવી જ એક પહેલ મૃતદેહોને સાચવવા શબઘર (mortuary) કોલ્ડ રૂમ આપી કરી હતી. આ ભેટ પણ ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી. જો કે તે બાદ તેના મેઇન્ટેનન્સ માં હોસ્પિટલ સત્તાવાળાઓએ અને નગરપાલિકા વાપીના સત્તાધીશો, અધિકારીઓએ હાથ ઉપાડી લેતા હવે તે મૃતદેહોની દુર્ગંધ ફેલાવે છે. જો કે આ અસહ્ય દુર્ગંધથી અને કોલ્ડરૂમમાં...
ગૌ-માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે, દેશી ગૌવંશનું સંવર્ધન થાય તેવા ઉદેશથી 18 રાજ્યમાં પદયાત્રા કરનાર શિવરાજજી મહારાજનું વાપીમાં સ્વાગત

ગૌ-માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે, દેશી ગૌવંશનું સંવર્ધન થાય તેવા ઉદેશથી 18 રાજ્યમાં પદયાત્રા કરનાર શિવરાજજી મહારાજનું વાપીમાં સ્વાગત

Gujarat, National
દેશમાં ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો મળે, ગૌહત્યા બંધ થાય, દેશી ગૌવંશ નું સઁવર્ધન થાય, દરેક ગૌશાળામાં દેશી નસલની ગાયો માં સુધાર કરવા પ્રયાસ કરાય, ગૌરક્ષા, ગૌસંવર્ધન કાનૂન બને તેવા ઉદેશથી છેલ્લા 21 મહિનાથી ભારત ભ્રમણ કરી લોક જાગૃતિનો સંદેશ ફેલાવતા મૂળ રાજસ્થાનના ગૌભક્ત શિવરાજ મહારાજ વાપી આવ્યા હતાં. વાપીમાં વાપી નજીક ટુકવાડામાં આવેલ શુભમ ગ્રીન સોસાયટીમાં તેમણે સંત્સંગ કર્યો હતો. શુભમ સોસાયટીમાં કુલ 11 વિંગ છે. જે વિંગના તમામ રહીશો દ્વારા દરરોજ ઘરે બનતી રસોઈ માં પ્રથમ રોટી ગૌમાતાને અર્પણ કરવામાં આવે છે. સોસાયટીની દરેક વિંગમાં આ માટે ખાસ ડબ્બા રાખવામાં આવ્યા છે. જેમાં રોજની 500 જેટલી રોટલી એકત્ર કરી તે રોટી ગાયમાતાને ખવડાવે છે. ગાય માતા પ્રત્યેની આ પહેલ અંગે જાણી ગૌભક્ત શિવરાજ મહારાજ શુભમ ગ્રીન સોસાયટીમાં પધાર્યા હતાં. જેઓએ સોસાયટીના રહીશો સાથે ગૌ માતાની રક્ષા અને તેના સંવર્ધન અંગે ...
વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ અને વાયબ્રન્ટ બીઝનેસ પાર્કના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન-નેત્ર નિદાન કેમ્પમા 300 યુનિટ રક્ત એકત્ર કરાયું

વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ અને વાયબ્રન્ટ બીઝનેસ પાર્કના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન-નેત્ર નિદાન કેમ્પમા 300 યુનિટ રક્ત એકત્ર કરાયું

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીની બ્લડ બેંકમાં રક્તની ઘટને પુરી કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ અને વાયબ્રન્ટ બીઝનેસ પાર્ક નાં સંયુક્ત ઉપક્રમે 9મી સપ્ટેમ્બર 2023ના વાયબ્રન્ટ બીઝનેસ પાર્ક પ્લોટ નો 192 GIDC વાપી ખાતે રક્ત દાન અને નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે આ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર માં 300 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર રક્તદાતાઓમાં 35 મહિલા સભ્યો અને 25 પુરુષ સભ્યોએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. જ્યારે નેત્ર નિદાન કેમ્પમાં 204 લાભાર્થીઓએ પોતાની આંખોનું નિદાન કર્યું હતું. જે પૈકી 94 લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માં વિતરણ કરવામાં આવ્યા હતાં. રક્તદાન કેમ્પમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ સંસ્થાના સામાજિક ઉત્તરદાયિત્વ ને બિરદાવી આવી જ સેવાકી...
वापी में बैद परिवार के पुत्र-पुत्रवधु की कठिन तपस्या की अनुमोदना में एक भव्य संगीतमय भक्ति संध्या का आयोजन किया गया।

वापी में बैद परिवार के पुत्र-पुत्रवधु की कठिन तपस्या की अनुमोदना में एक भव्य संगीतमय भक्ति संध्या का आयोजन किया गया।

Gujarat, National
वापी में रहने वाले और वापी-सरीगाम जीआईडीसी में फैक्ट्री के मालिक उद्योगपति पवन कुमार बैद के परिवार द्वारा शुक्रवार को अनाविल भवन-नामधा, वापी में एक भव्य संगीतमय भक्ति संध्या कार्यक्रम का आयोजन किया गया था। जिसमें चेन्नई के गायक राकेश मांडोत द्वारा गाए गए सुंदर साधना गीतों ने सभी अतिथियों को भक्ति भाव से भर दिया था। इस भव्य भक्ति संध्या का आयोजन उद्योगपति पवन कुमार बैद के पुत्र रोहित पवन कुमार बैद की 18 की तपस्या एवं पुत्रवधू मोनिका रोहित कुमार बैद की 8 की तपस्या के उपलक्ष्य में किया गया था। भीकमचंद पवन कुमार बैद परिवार द्वारा आयोजित इस भक्ति संध्या के बारे में बैद परिवार ने कहा कि आज उनके परिवार के लिए खुशी का दिन है। उनके परिवार के पुत्र-पुत्रवधु ने यह कठिन तपस्या की है और अपने शरीर को शुद्ध किया है। यह तपस्या तेरपंथ धर्मसंध द्वारा शुरू की गई है। जिसके लिए युगपुरुष आचार्य श्...
નોટિફાઇડ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે બેઠકનું આયોજન, ચાઈનીઝ ગલી, રેમન્ડ સર્કલ રોડ પર ટ્રાફિકને નડતરરૂપ લારીઓ હટાવવા લેવાયો નિર્ણય…!

નોટિફાઇડ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે બેઠકનું આયોજન, ચાઈનીઝ ગલી, રેમન્ડ સર્કલ રોડ પર ટ્રાફિકને નડતરરૂપ લારીઓ હટાવવા લેવાયો નિર્ણય…!

Gujarat, National
વાપી નોટિફાઇડ ગવર્નિંગ બોર્ડના ચેરમેન અને વલસાડ ટ્રાફિક શાખા દ્વારા શુક્રવારે VIA ખાતે ટ્રાફિક સંકલન માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં બે ટ્રાફિક વાળા મુખ્ય માર્ગો પરની ટ્રાફિક સમસ્યા માટે ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં ચાઈનીઝ ગલી અને ફુવારા સર્કલથી રેમન્ડ સર્કલ ઉપરના રોડ પર કોઈ પણ લારી ઉભી રહેશે તો, તેને પોલીસ દ્વારા ઊંચકી લેવામાં આવે તેઓ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. હાલ આ 2 માર્ગ પરની ટ્રાફિક સમસ્યાનું સમાધાન કર્યા પછી એક અઠવાડિયા ફરીથી મીટીંગનું આયોજન કરવામાં આવશે. જે મીટિંગમાં નોટિફાઇડ વિસ્તારમાં આવતા અન્ય તમામ માર્ગ પરની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. તેવો નિર્ણય મિટિંગમાં ઉપસ્થિત નોટિફાઇડ બોર્ડના ચેરમેન હેમંત પટેલ, VIAના પ્રમુખ સતીશ પટેલ અને ટ્રાફિક શાખા વલસાડના PSI પંત દ્વારા લેવાયો હતો. ટ્રાફિક સમસ્યા ના નિરિકારણ માટે આયોજિત આ મીટિ...