Thursday, December 5News That Matters

Month: September 2023

દારૂના કેસમાં હેરાનગતિ નહિ કરવા પેટે દોઢ લાખની લાંચ માંગનાર નાનાપોંઢા પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબલના વચેટિયાને ACB એ દબોચી લીધો

દારૂના કેસમાં હેરાનગતિ નહિ કરવા પેટે દોઢ લાખની લાંચ માંગનાર નાનાપોંઢા પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબલના વચેટિયાને ACB એ દબોચી લીધો

Gujarat, National
વલસાડ અને ડાંગ ACB PI કે. આર. સક્સેના અને તેમની ટીમે નાનાપોંઢા પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબલ વતી ફરિયાદી પાસેથી દોઢ લાખની લાંચ સ્વીકારનાર એક વચેટિયાને દબોચી લેતા પોલીસ બેડા માં ફફડાટ ફેલાયો છે. નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI યોગેશ ઇશ્વર માહલા અને હેડ કોન્સ્ટેબલ અતુલ હસમુખ પટેલે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં દાખલ પ્રોહિબિશનના ગુન્હામાં ફરીયાદીની પત્નીનું નામ નહી ખોલવા તેમજ હેરાનગતી નહી કરવા માટે 1.50 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલીથી નાનાપોંઢા જવાના રસ્તા ઉપર ACB એ લાંચ નું છટકું ગોઠવી વચેટિયાને દબોચી લીધો હતો. ACB તરફથી અપાયેલ વિગતો મુજબ એક ફરિયાદીએ ACB માં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈ વિરૂધ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે. જે ગુનામાં તેઓ સ્વિફ્ટ કારમાં પાયલોટીંગ કરતા હોવાનુ દર્શાવેલ તે સ્વિફ્ટ ક...
વાપી-દમણ વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલ્ટો, ભારે પવન બાદ વરસેલા વરસાદે ગણતરીની મિનિટોમાં રસ્તા કર્યા ભીના

વાપી-દમણ વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલ્ટો, ભારે પવન બાદ વરસેલા વરસાદે ગણતરીની મિનિટોમાં રસ્તા કર્યા ભીના

Gujarat
વાપી અને દમણ સહિતના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ઉકળાટ વર્તાઈ રહ્યો છે. એવામાં શનિવારે બપોર બાદ 3:30 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં સતત 10 મિનિટ સુધી ભારે પવન ફૂંકાયા બાદ 20 મિનિટ સુધી વરસાદી ઝાપટું વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. વાપી-દમણ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ઉકળાટ વર્તાઈ રહ્યો હોય શહેરીજનો તૌબા પોકારી ઉઠ્યા છે. ત્યારે શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં તપતા સૂર્યદેવ અચાનક કાળા ડિબાંગ વાદળોમાં ગાયબ થયા હતાં. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે પવનનું જોર વધ્યું હતું. જે 3:30 વાગ્યે અચાનક વાવાઝોડા જેવા માહોલમાં પરિવર્તિત થયું હતું. સતત 10 મિનિટ સુધી ફૂંકાયેલા ભારે પવનમાં વૃક્ષોની ડાળો હિલોળે ચડી હતી. રસ્તા પર વેરવિખેર પડેલો કુડો-કચરો રસ્તા પર જ પવન સાથે ફંગોળાયો હતો. રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. સતત ભારે પવન ફૂંકાતા માર્ગો પર ...
વલસાડ SOG ની ટીમે બે પિસ્તોલ તથા ચાર જીવતા કારતુસ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડ્યા

વલસાડ SOG ની ટીમે બે પિસ્તોલ તથા ચાર જીવતા કારતુસ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડ્યા

Gujarat
વલસાડ જિલ્લા પોલીસની ટીમે ગુરુવારે વલસાડ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર થી નવસારીના બે લોકોની ધરપકડ કરી તેમની પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ કબજે કર્યા હતા. આ ઘટના બાદ આ આરોપીઓ પાસેથી પિસ્તોલ ખરીદનાર નવસારીના અંતલીયાનાં એક ઇસમે પિસ્તોલ સાથે આત્મસમપર્ણ કર્યું છે. જ્યારે તેમાં સહભાગી થનારા નવસારીના ગણદેવીના જ વધુ 2 ઈસમો મળી કુલ 5 ઇસમોને SOG પોલીસે 2 પિસ્તોલ, 4 જીવતા કારતુસ સાથે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. ગુરુવારે વલસાડ જિલ્લા SOGના PSI બી. એચ. રાઠોડ ની ટીમ વલસાડ નજીક આવેલ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ડુંગરી ગામ આસપાસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માલવા ધાબાથી આગળ સુરત તરફના નેશનલ હાઇવે નંબર 48 ના સર્વિસ રોડ પરથી બાતમી આધારે રફિકલાલા આફતાબ ખાન અને હાર્દિક નરેન્દ્ર પટેલ નામના બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ બંને ઈસમો પાસેથી SOG ની ટીમે એક પિસ્તોલ અને ચાર નંગ જીવતા કારત...
વાપી તાલુકાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 70 બાળ વૈજ્ઞાનિકોએ 35 કૃતિઓ પ્રસ્તુત કરી

વાપી તાલુકાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 70 બાળ વૈજ્ઞાનિકોએ 35 કૃતિઓ પ્રસ્તુત કરી

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ પુરુષ અધ્યાપન મંદિર ખાતે વાપી તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી' સૂત્ર સાથે આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023-24માં વાપી તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળાના 70 બાળકોએ 35 કૃતિઓ રજૂ કરી પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ પ્રેરિત અને તાલુકા પંચાયત શિક્ષણ શાખા વાપી તથા BRC ભવન વાપી દ્વારા આયોજિત આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023-24 અંગે BRC કોર્ડીનેટર અશ્વિન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં 70 બાળ વૈજ્ઞાનિકોએ પાંચ વિભાગમાં 35 કૃતિઓ રજૂ કરી છે. પુરુષ અધ્યાપન મંદિર વાપી ખાતે 29 મી સપ્ટેમ્બર અને 30મી સપ્ટેમ્બર ના રોજ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. આરોગ્ય, ટ્રાન્સપોર્ટેશન, એગ્રીકલ્ચર,  ગણન સ...
ભીલાડના બાળ મિત્ર સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા વિઘ્નહર્તા દેવ ભગવાન શ્રી ગણેશજીનું હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં વિસર્જન કરાયું

ભીલાડના બાળ મિત્ર સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા વિઘ્નહર્તા દેવ ભગવાન શ્રી ગણેશજીનું હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં વિસર્જન કરાયું

Gujarat
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને ભીલાડ ગામ ખાતે 18 વર્ષ પહેલા બાળકોના મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના પાવન તહેવાર ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળ હાલ આ વિસ્તારમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી ભીલાડ કે રાજાના નામથી પ્રસિધ્ધ થયું છે. ગુરુવારના આનંદ ચૌદસના વિસર્જનના દિને વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશભક્તો જોડાયા હતાં. ભક્તિ ગીતો અને ડીજે સહિત ઢોલના તાલે ભકતજનો ખૂબ ઝૂમ્યા હતાં. ગણેશ પંડાલમાં બાપ્પાના આગમનને લઈ છેલ્લા 10 દિવસ ખૂબ હર્ષ અને ઉલ્લાસ રહ્યો. ગણેશ બાપ્પાનીની અંતિમ વિદાયના સમયે ભકતજનો અને મંડળના સભ્યોમાં ગમગીનીનું વાતાવરણ સર્જાયું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે આજે તહેવારનો ત્રિવેણી સંગમ રહેતા એક બાજુ જૈનનો તહેવાર,બીજી બાજુ ગણેશજી વિસર્જનનો તહેવાર, ત્રીજી બાજુ મુસ્લિમોનો ઈદે મિલાદનો પવિત...
ગણેશ વિસર્જન યાત્રા : પૂંઢચ્યા વર્ષી લવકરિયાના ગગનભેદી નાદ સાથે શ્રીજીને અપાઇ ભાવભીની વિદાય, તો, મુસ્લિમ સમાજે ઝુલુસના આયોજન સાથે કરી ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી

ગણેશ વિસર્જન યાત્રા : પૂંઢચ્યા વર્ષી લવકરિયાના ગગનભેદી નાદ સાથે શ્રીજીને અપાઇ ભાવભીની વિદાય, તો, મુસ્લિમ સમાજે ઝુલુસના આયોજન સાથે કરી ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લામાં હિન્દૂ સમાજે ઉમળકાભેર ગણેશ વિસર્જનની યાત્રામાં જોડાઈ દમણગંગા નદી કિનારે, દરિયા કિનારે અશ્રુભીની આંખે શ્રીજીને વિદાય આપી હતી. તો, આજના અનંત ચૌદશના દિવસે જ મુસ્લિમોનું પર્વ ઈદ એ મિલાદ હોય, વાપીમાં કોમી એખલાસ સાથે મુસ્લિમ સમાજે ધાર્મિક નિશાન અને પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ શહેરના માર્ગો પર ફરેલા ઝુલુસમાં જોડાઇ ઈદ પર્વની ઉજવણી કરી હતી. સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં ગણેશ મહોત્સવના અંતિમ દિને બાપ્પાને ભાવભીની વિદાઇ આપી હતી. ગણપતિ વિસર્જનના અંતિમ દિવસે ગણેશ પંડાલો, સોસાયટીઓમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓની વિવિધ સાજશણગાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નિકળી હતી. ગણપતિ બાપા મોરિયા પૂંઢચ્યા વર્ષી લવકર્યા, એક દો તિન ચાર ગણપતિનો જય જયકાર, જેવા ગગનભેદી નારા તેમજ ડીજેના તાલે નિકળેલી શોભાયાત્રા દમણગંગા નદી, કો...
વાપી GIDC ની મોદીસન કંપનીમાંથી 7.77 લાખના ચાંદીના વાયર ચોરનાર 2 મજૂરની GIDC પોલીસે ધરપકડ કરી

વાપી GIDC ની મોદીસન કંપનીમાંથી 7.77 લાખના ચાંદીના વાયર ચોરનાર 2 મજૂરની GIDC પોલીસે ધરપકડ કરી

Gujarat, National
વાપી GIDC માં આવેલ મોદીસન કંપનીમાં કન્સ્ટ્રકશન કામે આવેલા 1 સગીર સહિત 3 મજૂરો પૈકી 2 મજૂરની GIDC પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ બંને મજૂરોએ કંપનીમાંથી 10.500 KG નું 7.77 લાખની કિંમતનું ચાંદીના વાયરનું બન્ડલ ચોરી કર્યું છે. જે અંગે કંપનીના મેનેજરે GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મજૂરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાપી GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી GIDC વિસ્તારમાં આવેલ મોદીસન કંપનીના મેનેજર યોગેશ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, કંપનીમાં ડ્રો-ડિપાર્ટમેન્ટના લો-વોલ્ટેજ પ્લાન્ટમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. આ કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાકટ શશીજીત ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ ના કોન્ટ્રાક્ટરને સોંપ્યું છે. જેમણે આ કન્સ્ટ્રક્શનનું કામ સબ-કોન્ટ્રાક્ટર રાજેશ ભુરસીંગ મેઢાને સોપ્યું છે. રાજેશ મેઢા એ કન્સ્ટ્રક્શનના કામ માટે કંપની નજીક મજૂરોની રહેવાની વ્યવસ્થા કરી કન્સ્ટ્રક...
દમણગંગા નદી કિનારે શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા આવતા ગણેશ ભક્તોને નિઃશુલ્ક રોપા આપી પર્યાવરણ બચાવવા અપીલ કરી

દમણગંગા નદી કિનારે શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા આવતા ગણેશ ભક્તોને નિઃશુલ્ક રોપા આપી પર્યાવરણ બચાવવા અપીલ કરી

Gujarat
ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેની પાછળ એક મુખ્ય કારણ છુપાયેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશનો જન્મ ગણેશ ચતુર્થીના દિવસે થયો હતો. તેથી, ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી થી દસ દિવસ સુધી ગણેશોત્સવ ચાલે છે. જેમાં ગણપતિ વિસર્જન કરવામાં આવે છે જેમાં ગણેશભક્તો બાપ્પાને ખુશી ખુશી વિદાય આપે છે. અને આવતા વર્ષે પુનઃ પધારવા માટેની પ્રાર્થના કરે છે, આવા પવિત્ર અને મંગળમય દિવસે વાપી તાલુકા ના દમણગંગા નદી કિનારે થતાં બાપ્પાના વિસર્જન વખતે વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ અને સામાજિક વનીકરણ વિભાગ વલસાડ રેન્જ ઉમરગામ દ્વારા દર વર્ષે મફત રોપા નું વિતરણ કરી પર્યાવરણ ને બચાવવા મહત્વ નો ભાગ ભજવે છે, જેમાં તુલસી, મેહંદી, મોગરા, ગુલાબ, સેવન, ગુલમહોર, કાળા જાંમ્બુ, લીડી પેપર, સાદડ, ભ્રહ્...
Environment Education Foundation દ્વારા Doms Industries ના સહયોગથી ગુજરાતના બોર્ડર વિલેજની પ્રાથમિક શાળાઓમાં પેન્સિલ, રબર અને શાર્પનરનું વિતરણ કર્યું

Environment Education Foundation દ્વારા Doms Industries ના સહયોગથી ગુજરાતના બોર્ડર વિલેજની પ્રાથમિક શાળાઓમાં પેન્સિલ, રબર અને શાર્પનરનું વિતરણ કર્યું

Gujarat
મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડર લાગું ગુજરાત રાજ્યનાં ઉમરગામ તાલુકાની ભાઠી કરંમબેલી, હુમરણ અને કાચપાડા વિસ્તારની ગુજરાતી પ્રાથમિક શાળાઓનાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉમરગામ GIDC માં આવેલી (Doms Industries) ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં સહયોગથી પેન્સિલ, રબર અને શાર્પનર જેવી ઉપયોગી વસ્તુઓનું પર્યાવરણ પ્રચાર પ્રસાર કરતી સામાજીક સંસ્થા એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્રારા વિતરણ કરવામાં આવ્યું હતું. ભાઠી કરંમબેલી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક યોગેશ પટેલ દ્રારા એમની તથા એમનાં અંતર્ગત શાળાનાં વિદ્યાર્થીઓને વસ્તું ભેટ માટે પર્યાવરણ પ્રચાર પ્રસાર કરતી સામાજીક સંસ્થા (EEF) એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી મંડળને વિનંતી કરી હતી. સદર વિનંતીને ધ્યાને લઈ ટ્રસ્ટી મંડળે ભાઠી કરંમબેલી, હુમરણ અને કાચપાડા વિસ્તારની શાળાઓમાં પેન્સિલ, રબર અને શાર્પનરનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગ...
PHC દહીંખેડ ખાતે આયુષમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત કરચોન્ડ જિલ્લા પંચાયત સભ્યના હસ્તે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

PHC દહીંખેડ ખાતે આયુષમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત કરચોન્ડ જિલ્લા પંચાયત સભ્યના હસ્તે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

Gujarat
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહિખેડ ખાતે આયુષમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય વિસ્તાર ની તમામ સગર્ભા માતાઓની આરોગ્ય તપાસણી સાથે પોષણ કિટ તેમજ પ્રોટીન પાવડર ની વહેચણી કરવામાં આવી હતી. જે કેમ્પ માં 132 સગર્ભા માતાઓ ઍ લાભ લીધો. આ ઉપરાંત તાલુકા પંચાયત ની ગ્રાન્ટ માંથી (2022-2023) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહીખેડ ને નવી એમ્બુલન્સ ફાળવવા માં આવેલ હતી. જેનું ઉદઘાટન કરચોન્ડ જિલ્લા પંચાયત સભ્ય ભગવાનભાઈ સોમાભાઈ બાંતરી ના વરદ હસ્તે કરવામાં આવ્યું. જેમાં કપરાડા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મહેશભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય પરસોદભાઈ વડવલે, દહીખેડ ગ્રામ પંચાયત માજી સરપંચ ગજુભાઇ કરડોડીયા ના વરદ હસ્તે શુભ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહીખેડ મેડિકલ ઓફિસર ડૉ. નીલેશભાઈ પટેલની આગેવાની માં સમગ્ર આરોગ્ય સ્ટાફ ના સંકલન થી કાર્યક્રમ ને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. ...