
શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંચાલિત ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ) દ્વારા હિન્દી દિવસની ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોના સહયોગથી હિન્દી દિવસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન હિન્દી ભાષામાં કરી વિવિધ કૃતિઓ રજૂ કરી તમામને હિન્દી બંધારણીય રીતે ભારતની સત્તાવાર ભાષા છે અને ભારતની સૌથી વધુ બોલાતી અને સમજાતી રાજભાષા છે જેના વિશે તમામ વિધાર્થીઓને માહિતગાર કરાયા હતા.
આ સાથે જ સ્વામી પૂરાણી કેશવચરણદાસજી દ્વારા વિધાર્થીઓને બોધવચનો પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમને લઈને શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધિસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવ...