Tuesday, February 25News That Matters

Month: September 2023

रेल मंत्रालय, DNHDD प्रशासन और सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्रालय ने सिलवासा में PM विश्वकर्मा योजना का उद्घाटन कार्यक्रम आयोजित किया

रेल मंत्रालय, DNHDD प्रशासन और सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्रालय ने सिलवासा में PM विश्वकर्मा योजना का उद्घाटन कार्यक्रम आयोजित किया

Gujarat, National
रेल मंत्रालय, संघप्रदेश दादरा एवं नगर हवेली एवं दमन एवं दीव प्रशासन और सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्रालय ने सिलवासा स्थित एपीजे अब्दुल कलाम कॉलेज सभागार में पीएम विश्वकर्मा योजना का उद्घाटन कार्यक्रम आयोजित किया, जिसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के करकमलों द्वारा यशोभूमि और पीएम विश्वकर्मा योजना का उद्घाटन किया गया। कार्यक्रम के शुभारंभ प्रशासक महोदय ने 7 विश्वकर्मीयो के साथ दीप प्रज्ज्वलन किया। सिलवासा में 1600 से अधिक विश्वकर्मीयो ने उद्घाटन कार्यक्रम में भाग लिया, 700 विश्वकर्मीयो ने विवेकानंद ऑडिटोरियम दमन से भाग लिया और दीव के मलाला सभागार में 600 विश्वकर्मीयो ने भाग लिया। प्रशासक ने मार्गदर्शन करते हुए बोले कि प्रधान मंत्री गरीब कल्याण के लिए सबका साथ और सबका विकास के लिए सदैव तत्पर रहते हैं और विकास कार्य तेज गति से नियम समय के अंदर पूरा करते हैं। योज...
ઉમરગામ પંથકમાં લંપી ગ્રસ્ત 20 ગાયો સારવાર હેઠળ, 4ગાયોના મોત છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી

ઉમરગામ પંથકમાં લંપી ગ્રસ્ત 20 ગાયો સારવાર હેઠળ, 4ગાયોના મોત છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી

Gujarat, National
ઉમરગામ તાલુકામાં પશુધનોમાં લંપી વાઈરસનો પગ પેસારો ધીમે ધીમે ખૂબ ફેલાઈ રહ્યો છે. અનેક ગાયો લંપી વાયરસ અગ્રસ્ત દેખાઈ રહી છે. જે એક પંથકમાં ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ જવા પામ્યું છે. ગૌસેવકો લંપી ગ્રસ્ત ગાયોને ઉગારવાનું કામ કરી રહ્યા છે. પણ ઉપરોક્ત ઉદભવેલી પરિસ્થિતિ સામે આજેય તંત્રનું ઉદાસીન વલણ રહેતા ઉપરોક્ત પરિસ્થિતિના જવાબદાર પણ સંબંધીત અધિકારીઓ અને તરછોડાયેલી ગાયોના પશુપાલકો રહ્યા છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સરીગામ સારવાર કેન્દ્ર ખાતે તબીબ વંદન મોદી અને ઉમરગામ તાલુકાન પશુ ચિકિત્સક ડો.હસમુખ ચૌધરી તથા કમલેશ પંડિત સહિત ટિમના સહયોગથી અત્યારે 20 જેટલી ગાયો લમ્પી ચેપગ્રસ્તની સારવાર હેઠળ રહી છે. પંથકના માર્ગ ઉપર ટોળાંમાં ફરતી 50થી વધુ ગાયો લંપી ચેપ ગ્રસ્ત નજરે પડી છે. ગતરોજ નારગોલ ગામેથી એક લંપી વાયરસ ચેપગ્રસ્ત ગાયને સારવાર હેઠળ લઈ આવતા પરિસ્થિતિ નાજુક બની હતી. ગાયના શર...
વાપીના ડુંગરામાં આવેલ આસારામ બાપુના આશ્રમ ખાતે સાધકો દ્વારા સ્નેહ સંમેલન સાધક મિલન કાર્યક્રમનું આયોજન કરાયું

વાપીના ડુંગરામાં આવેલ આસારામ બાપુના આશ્રમ ખાતે સાધકો દ્વારા સ્નેહ સંમેલન સાધક મિલન કાર્યક્રમનું આયોજન કરાયું

Gujarat, National
વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ આસારામ બાપુ ના આશ્રમ ખાતે સાધકો દ્વારા સ્નેહ સંમેલન સાધક મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વાપી, નવસારી, સેલવાસ સુધીના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બાપુના ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ અંગે શ્રી વેદાંત સેવા સમિતિ ના સભ્ય અશોક રાવલે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી જેલમાં રહેલા અને મીડિયા દ્વારા થતા કુ-પ્રચાર બાદ પણ આસારામ બાપુ ના ભક્તોમાં કોઈ ઓટ આવી નથી. આજે 10 વર્ષે પણ મોટી સંખ્યામાં બાપુના ભક્તો તેમના ભારત ભરમાં સ્થાપેલ 350 જેટલા આશ્રમમાં આવે આવવાનું ચૂકતા નથી. ડુંગરા ખાતે આયોજિત કાર્યક્રમમાં વડીલ સાધકો દ્વારા સમાજ સેવા, સંસ્કૃતિના જતન માટે કેવો પ્રયાસ કરતા રહેવું છે. તે અંગે ચર્ચા કરી દરેક સાધકને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાધક સંમેલનમાં વાપી સેલવાસ નવસારી સુધીના વિસ્તારમાંથી સાધકો ઉપસ્થિત રહ્યા હતા જે બતાવે છે કે,...
વાપીમાં પાલિકા સભ્યએ સતત પાંચમી વખત કાચા ઘરમાં રહેતા પરિવારને સ્વખર્ચે પાકું ઘર બનાવી આપવાના સંકલ્પ સાથે PM મોદીના જન્મદિવસની ઉજવણી કરી

વાપીમાં પાલિકા સભ્યએ સતત પાંચમી વખત કાચા ઘરમાં રહેતા પરિવારને સ્વખર્ચે પાકું ઘર બનાવી આપવાના સંકલ્પ સાથે PM મોદીના જન્મદિવસની ઉજવણી કરી

Gujarat, National
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7મા જરૂરિયાતમંદ અને ઘરવિહોણા પરિવારને વાપી નગરપાલિકાના ભાજપના સભ્ય દિલીપ યાદવ અને સતીશ પટેલ દ્વારા સ્વખર્ચે નવું મકાન બનાવી આપવાનું ખાતમુહરત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હોય. જેની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદને મદદરૂપ થઇ શકાય તેવી ભાવના સાથે વાપી નગરપાલિકાના સભ્ય દિલીપ યાદવ સતત પાંચ વર્ષથી આ અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7માં જ જન્મ બાદ યુવા વયે રાજકીય કારકિર્દી શરૂ કરનાર દિલીપ યાદવે પોતાના વિસ્તારમાં રહેતા અનેક લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવ્યો છે. ત્યારે, આ વિસ્તારમાં કેટલાક એવા ગરીબ પરિવારો પણ વસવાટ કરે છે. જેઓના ઘરના કોઈ પુ...
વાપી નગરપાલિકા અને ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સફાઈ અભિયાન, રક્તદાન કેમ્પ, લાભાર્થીઓને વિવિધ લાભના કાર્યક્રમનું આયોજન કરાયું

વાપી નગરપાલિકા અને ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સફાઈ અભિયાન, રક્તદાન કેમ્પ, લાભાર્થીઓને વિવિધ લાભના કાર્યક્રમનું આયોજન કરાયું

Gujarat, National
વાપી નગરપાલિકા અને ભાજપ દ્વારા 17 મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન, રક્તદાન કેમ્પ, લાભાર્થીઓને વિવિધ લાભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ઉપપ્રમુખ અભય શાહે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર આપ્યો હતો. પ્રમુખ કાશ્મીરા શાહે પ્રાસંગિક પ્રવચનમાં વડાપ્રધાનની યોજનાઓથી સામાન્ય નાગરિકોને થઈ રહેલા લાભ વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ તથા મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 5 લાભાર્થીઓને ગૃહ પ્રવેશની ચાવી તથા નવા મંજૂર થયેલા ૨૭ લાભાર્થીઓ પૈકી 6 ને આવાસ મંજૂરી હુકમનું વિતરણ થયું હતું. ઉપરાંત આયુષ્માન કાર્ડના 6 લાભાર્થીઓને કાર્ડ વિતરણ તથા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામદારોને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા. મંત્રી કનુભાઈ દેસાઈએ વડાપ્રધાનની યોજનાઓ વિશે વાત...
વાપીમાં 28મી સપ્ટેમ્બરે એક જ દિવસે કોમી એખલાસ સાથે ઝુલુસ અને ગણેશ વિસર્જન યાત્રા નીકળશે. શાંતિ સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

વાપીમાં 28મી સપ્ટેમ્બરે એક જ દિવસે કોમી એખલાસ સાથે ઝુલુસ અને ગણેશ વિસર્જન યાત્રા નીકળશે. શાંતિ સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

Gujarat, National
ગણેશ મહોત્સવનું વિસર્જન અને ઈદ એ મિલાદ પર્વ એક જ દિવસ એવા 28મી સપ્ટેમ્બરે આવતા હોય કોમી એખલાસ જળવાય રહે તે માટે બન્ને સમાજના આગેવાનો સાથે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, DYSP બી. એન. દવે દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના VIA હોલ ખાતે આયોજિત આ શાંતિ સમિતિની બેઠકમાં વલસાડ જિલ્લા પોલીસ વડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે વાપીમાં બંને ધર્મના અગ્રણીઓની ઈચ્છા છે કે બંને તહેવાર એક જ દિવસે ઉજવવામાં આવે એટલે વાપીમાં સવારથી બપોરના 12:00 વાગ્યા સુધીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા 15 જેટલા ઝુલુસ કાઢવામાં આવશે. બપોર પછી હિન્દુ સમાજ દ્વારા સ્થાપિત ગણપતિની 100 જેટલી પ્રતિમાના વિસર્જન માટે વિસર્જન યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રાઓમાં બંને ધર્મના લોકો ઝુલુસનું અને વિસર્જન યાત્રાનું સ્વાગત કરી કોમી એખલાસ સાથે તહેવારોની ઉજવણી કરશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે, આ દિ...
કરમબેલામા જમીનના માલિકી હક્કને લઈ મારામારી, બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનના 5 સભ્યો ઘાયલ, 9 લોકો સામે નોંધાવી ફરિયાદ

કરમબેલામા જમીનના માલિકી હક્કને લઈ મારામારી, બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનના 5 સભ્યો ઘાયલ, 9 લોકો સામે નોંધાવી ફરિયાદ

Gujarat, National
કરમબેલા ગામે નેશનલ હાઇવે નંબર 48 ટચ 24 ગુંઠા જમીનને લઈને ઉભો થયેલો વિવાદ આખરે લોહિયાળ સાબિત થયો છે. જેમાં જમીન પર કબજો કરી બેસેલા બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનના 5 સભ્યો પર જમીનનો હક્ક દાવો કરનાર પીનલ પટેલે તેમના સાગરીતો સાથે ધસી આવી ઘાતક હથિયારો સાથે હુમલો કરી મારામારી કરતા સંસ્થાના 5 સભ્યો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ આ ઘટના અંગે 9 લોકો સામે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનના માજી ડાયરેકટર ગંગારામ બીશ્નોઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કરમબેલામાં રહેતા પીનલ ઈશ્વર પટેલે કરમબેલા-વલવાડામાં રહેતા હિતેશ પટેલ, પંકજ પટેલ, હિરેન પટેલ, પ્રકાશ પટેલ, મુકેશ પટેલ, હિતેશ ડી પટેલ, હસમુખ પટેલ, અનિલ પટેલ નામના સાગરીતો સાથે એક સંપ થઈ તલવાર, લોખંડના સળિયા, કુહાડી, દાતરડું, લાકડા ના હાથાવાળો ઘન તથા લા...
વાપીમાં ઘર ઘર ગંગા, ગીતા, તુલસી અભિયાન અંતર્ગત 1000 પરિવારને તુલસી, ગંગાજળ અને ભગવત ગીતાનુ વિતરણ કરાયુ

વાપીમાં ઘર ઘર ગંગા, ગીતા, તુલસી અભિયાન અંતર્ગત 1000 પરિવારને તુલસી, ગંગાજળ અને ભગવત ગીતાનુ વિતરણ કરાયુ

Gujarat, National
વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્કૃતિક સંઘ (આંતરરાષ્ટ્રીય સંસ્થા) દ્વારા વાપી ખાતે શનિવાર 16 સપ્ટેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ રેલીમાં વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલજીવન દાસજી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત દેશભરમાથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ગંગા, ગીતા તથા તુલસીના દિવ્ય ત્રણ રથો સાથે જીવંત ઝાંખી સૌના આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. શનિવારે સવારે 8 કલાકે વાપી GIDC રામલીલા મેદાન, અંબામાતા મંદિર સામેથી આ શોભાયાત્રા નીકળી હતી જેમાં ગંગારથ, ગીતાજીરથ અને તુલસીરથનો ટેબ્લોની ઝાંખી રજુ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા મુખ્ય માર્ગ ઉપર ફરી અને શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ વાડી ખાતે પહોચી હતી. આ શોભાયાત્રામા ત્રણ હજારથી વધુ ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતાં. અભિયાન અંતર્ગત હોલમા સભા થઈ હતી જેમાં ભારતમાતા,ગૌ માતા, ગંગાકળશ...
માંડા-સરીગામ ખાતે 15 એકરમાં ફેલાયેલ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ બુકીંગ માટે દમણ સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન

માંડા-સરીગામ ખાતે 15 એકરમાં ફેલાયેલ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ બુકીંગ માટે દમણ સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માંડા ખાતે 15 એકરમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 5 હજાર સ્કેવર ફૂટથી લઈને 1 લાખ સ્કેવર ફૂટ સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના બુકીંગ માટે શનિવારે દમણ સાંસદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના જાણીતા રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. સરીગામ-માંડા ખાતે NA પ્લોટમાં આકાર લેનાર આ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અંદાજિત 30 જેટલા પ્લોટ તૈયાર કરનાર વાપીના વોર્ડ નંબર 10ના નગરસેવક મંગેશ પટેલ, દિપક પાટીલ અને અન્ય મિત્રોનું આ નવું સાહસ કર્યું છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે દમણ સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. પાર્ક માં સૌ પ્રથમ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ સાંસદના હસ્તે પાર્કના પ્લોટ બુકીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુઁ. આ પ્રસંગે મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ડેવલોપ...
ઉમરગામ-સોળસુંબા કલસ્ટરની 30 શાળાઓના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ 41 કૃતિઓ રજૂ કરી

ઉમરગામ-સોળસુંબા કલસ્ટરની 30 શાળાઓના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ 41 કૃતિઓ રજૂ કરી

Gujarat, National
ગુરુવારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઉમરગામ-સોળસુંબા ક્લસ્ટર હેઠળ આવતી 30 શાળાઓની બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોળસુંબા વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગર શાળામાં આયોજિત આ વૈજ્ઞાનિક પ્રદર્શનીમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા 41 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઉમરગામ-સોળ સુંબા ક્લસ્ટર કક્ષાના આ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 5 વિભાગ રાખવામાં આવ્યા હતાં. જેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ, વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતો ને આવરી લેતી મનમોહક અને સમાજ ઉપયોગી 41 કૃતિઓ રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિકોએ સ્વચ્છ સુખાકારી જીવનશૈલી અંતર્ગત સ્માર્ટ કચરાપેટી, આરોગ્યપ્રદ વિવિધ મિલેટ્સ વાનગીઓ, પર્યાવરણનું જતન કરતા અત્યાધુનિક ઉપકરણો વગેરે બનાવી પ્રદર્શનીમાં મુક્યા હતાં. જેને નિહાળી શિક્ષકો, અતિથિગણ દ્વારા સરાહના કરવામાં આવી હતી. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તા...