વાપી નજીકના કરમબેલે રેલવે ઓવરબ્રિજ નીચે ભંગારના જથ્થામાં આગ લાગતા સર્જાયો અફરતફરીનો માહોલ
વાપી નજીક આવેલ કરમબેલે ખાતે નિર્માણાધીન નવા રેલવે ઓવરબ્રિજ નીચે મંગળવારે સાંજના સમયે 4:30 વાગ્યા આસપાસ ભંગારના જથ્થામાં આગનો બનાવ બન્યો હતો. ભંગારમાં મોટેભાગે પ્લાસ્ટિક અને ફાઇબર જેવી ચીજ વસ્તુઓ હોય આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઉઠતી વિકરાળ જ્વાળાઓ જોઈને આસપાસના લોકોમાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે રેલવે વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો હતો.
આગને બુજાવવા માટે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ અને ભીલાડ પોલીસ મથકમાં જાણકારી આપી હતી. આગની ઘટના બની હોવાની જાણકારી વાપી નોટિફાઇડ ફાયર વિભાગને અને સરીગામ ફાયર વિભાગને મળતા બંને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઓવરબ્રિજની નીચે જ મુકેલા ભંગારમાં આ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને બુજાવવા ફાયરના જવાનોએ પાણી અને ફૉમ નો મારો ચલાવ્યો હતો. એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
ફાયર વિભાગ તરફ...