Friday, January 31News That Matters

Month: July 2023

દમણમાં 97 ગ્રામ ડ્રગ્સ સાથે 3 યુવાનો પકડાયા, દમણ પોલીસે વધુ તપાસ હાથ ધરી

દમણમાં 97 ગ્રામ ડ્રગ્સ સાથે 3 યુવાનો પકડાયા, દમણ પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat, National
સંઘ પ્રદેશ દમણમાં નશીલા અને મોંઘાદાટ ડ્રગ્સનું વેચાણ કરવા આવેલા 3 યુવાનોને દમણ પોલીસે 97 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલા યુવાનો પાસેથી 97 ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરી ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દમણ પોલીસ વિભાગના જિલ્લા પોલીસ અધિક્ષક અમિતકુમાર શર્મા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, દમણમાં એક ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં પ્રદેશની ચાલ તથા અન્ય વિસ્તારમાં રહેતા લોકો ને જાણકારી આપવામાં આવી હતી કે, કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિઓ નશીલા પદાર્થ લઈને આવ્યા હોય કે પછી તેનું વેચાણ કરતા જોવા મળે તો તાત્કાલિક દમણ પોલીસને જાણ કરે. પોલીસને 28 જૂનના રોજ એક ગુપ્ત રાહે માહિતી મળવા પામી હતી કે, અમુક લોકો દમણમાં ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ ને વેચવા અર્થે આવી રહ્યા છે. આ બાતમી આધારે પોલીસની એક ટીમ દમણના વિવિધ વિસ્તારોમાં વોચ રાખી ને બેઠી હતી. ત્યારે 3 વ્ય...
સોળસુંબામાં ઠેકેદારના તકલાદી કામના પ્રતાપે લોકો ત્રાહિમામ, વરસાદી પાણીમાં ખાડા નજરે નહિ ચડતા હાડકા તૂટવાની નોબત….!

સોળસુંબામાં ઠેકેદારના તકલાદી કામના પ્રતાપે લોકો ત્રાહિમામ, વરસાદી પાણીમાં ખાડા નજરે નહિ ચડતા હાડકા તૂટવાની નોબત….!

Gujarat, National
ચોમાસાની સીઝનમાં ઉમરગામમાં ઠેરઠેર પાણી ભરાવાના કારણે લોકો ત્રાહિમામ છે. ત્યારે, સોળસુંબા ગામના લોકોએ એક ઠેકેદારના તકલાદી કામમાં પ્રતાપે પારાવાર મુશ્કેલી સહન કરવાની નોબત આવી છે. ઉમરગામ રેલ્વે ઓવરબ્રિજનું કામકાજ જે દિવસ થી શરૂ થયું છે તેના થોડા દિવસો બાદ સોળસુંબા પૂર્વ તરફનો વિસ્તાર નર્કાગાર બની ગયો છે. મહારાષ્ટ્ર તથા સોલસુંબા વિસ્તારના લોકોએ ઠેરઠેર પડેલા ખાડાવાળા કામ ચલાવું રસ્તાઓ પર હાડકા તોડી ચાલવું પડી રહ્યું છે. આ ઉમરગામ રેલ્વે ઓવરબ્રિજનું કામ છેલ્લા ત્રણ ચાર વર્ષોથી ચાલી રહ્યું છે. પ્રજા ને પડતી હાલાકી બાબતે સોળસુંબા ગ્રામ પંચાયત/ DFCCIL/ માર્ગ અને મકાન વિભાગ જવાબદારી લેવા તૈયાર નથી હાલ માં પડી રહેલાં વરસાદ ને કારણે સોળસુંબાના જૈન મંદિરમાં ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર સહિતનો કાફલો સદર ઓવરબ્રિજને લાગુ સર્વિસ રોડની ઉણપ પુરી કરવાની, અને ગટર વ્યવસ્થાની સુવિધા ઉભી કરવાની માંગ સાથ...
સલવાવની શ્રીમતી BNBS ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ GTU ટોપ ટેનમાં આવવાની પારંપરિક સફળતા જાળવી રાખી

સલવાવની શ્રીમતી BNBS ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ GTU ટોપ ટેનમાં આવવાની પારંપરિક સફળતા જાળવી રાખી

Gujarat, National
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિન્ટર – 2022 માં લેવાયેલી પ્રથમ વર્ષ બી. ફાર્મસીના પેહલા સેમેસ્ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ: 30/06/2023 શુક્રવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહ્યા છે તથા 68 વિદ્યાર્થીઓએ 8.00 થી વધુ એસ.પી.આઈ. મેળવી સંસ્થા અને કોલેજનું ગૌરવ વધાર્યું છે, જેમાં એસ.પી.આઈ વાઈઝ પરિણામ જોતા પટેલ મોલી હેમંતભાઈ 10 માંથી 10 એસ.પી.આઈ મેળવી સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. રાય ચાંદનીકુમારી મનોજકુમાર 9.79 એસ.પી.આઈ મેળવી દ્રિતીય ક્રમે, પાંડે આકાંક્ષા પરમાનંદ 9.79 એસ.પી.આઈ મેળવી દ્રિતીય ક્રમે, પટેલ ...
ઉમરગામ તાલુકા યુવા સંગઠનની રજૂવાત બાદ ઉમરગામ સંજાણ બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશની લાગણી

ઉમરગામ તાલુકા યુવા સંગઠનની રજૂવાત બાદ ઉમરગામ સંજાણ બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશની લાગણી

Gujarat, National
ઉમરગામ તાલુકા યુવા સંગઠન દ્વારા ઉમરગામ અને આજુબાજુ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ બસ સુવિધા ન હોવાને કારણે મોંઘુ રીક્ષા ભાડુ ખર્ચી વાપી અને વલસાડ શાળા કોલેજ તેમજ નોકરી ધંધા અર્થે જવું પડે છે. જે ગરીબ વિદ્યાર્થીઓને પરવડે તેમ ન હોય ઉમરગામ ટાઉન થી સંજાણ સ્ટેશન વચ્ચે સવારે મેમુ ટ્રેન ની કનેકટીવીટી મળે તેમ બસ સેવા ચાલુ કરવા માંગ કરી હતી. જેને વલસાડ વિભાગીય નિયામક દ્વારા વિદ્યાર્થીઓના જાહેર હિતને ધ્યાનમાં લઇ બસ સેવા શરૂ કરી છે. કોરોના કાળ બાદ ઉમરગામ વિસ્તારની મહત્તમ એસટી બસ સેવા બંધ કરવામાં આવી હતી. જેના પગલે ગરીબ વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગે નાછૂટકે પ્રાઇવેટ સાધનોનો આશરો લેવો પડ્યો હતો. જેને પગલે ઉમરગામ તાલુકા યુવા સંગઠનના પ્રમુખ રાહુલ ભંડારી દ્વારા ચોમાસામાં વિદ્યાર્થીઓને પડતી અગવગડતાને ધ્યાને લઇ વલસાડ એસટી વિભાગીય નિયામકને લેખિત રજૂવાત કરી જણાવ્યું હતું. આ રજૂઆતને ધ્...
ઉમરગામ તાલુકામાં “વાડ ચીભડા ગળે તેવી સ્થિતિ” રખેવાળો જ વિરપ્પન બનતા વન વિભાગની જમીન અસુરક્ષિત

ઉમરગામ તાલુકામાં “વાડ ચીભડા ગળે તેવી સ્થિતિ” રખેવાળો જ વિરપ્પન બનતા વન વિભાગની જમીન અસુરક્ષિત

Gujarat, National
વલસાડ જિલ્લો જળ, જંગલ અને જમીનની ફળદ્રુપતતા માટે સમગ્ર ગુજરાતમાં જાણીતો જિલ્લો છે. ત્યારે, ઔદ્યોગિકરણ સાથે જળ, જમીનને ઉલેચી લેનારા માફિયાઓ જેમ સક્રિય છે. તેમ હવે બીજા પડકારો પણ ઉભા થયા છે. જિલ્લાના ઉમરગામ તાલુકામાં જંગલની જમીન ધીરે ધીરે અદ્રશ્ય થઈ રહી છે. જંગલની જમીન ઉપર બેફામ અતિક્રમણ કરી લાકડા ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ પણ તંત્રનું ભૈદી મૌન છે. FRC Act 2006 બાદ જંગલની જમીન ઉપર દબાણ વધ્યા છે. જંગલની દેખરેખની જવાબદારી સંભાળી રહેલા ફોરેસ્ટર અને RFO મહિના સુધી જંગલમાં આંટો મારતા નથી જેનું આ પરિણામ છે. ઉમરગામ તાલુકામાં વન વિભાગની જમીન તેમજ વન અસુરક્ષિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ સરકાર તેમજ સંસ્થાઓ વૃક્ષારોપણ કાર્યક્રમો કરી વૃક્ષનું વાવેતર અને જતન કરવા માટે અભિયાન હાથ ધરે છે. સરકારના વન વિભાગની મુખ્ય જવાબદારી વનીકરણ કરવાનું હોય છે. પરંતુ છેલ્લા કે...
વાપીના ઉદ્યોગોનું પાણી સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં અને રસ્તા પર, નોટિફાઇડની ગટરોમાં ઢાંકણા ગાયબ, ગટર જામ, કેટલાક ઉદ્યોગકારોને જલસા કેટલાક નાહકના બદનામ…!

વાપીના ઉદ્યોગોનું પાણી સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં અને રસ્તા પર, નોટિફાઇડની ગટરોમાં ઢાંકણા ગાયબ, ગટર જામ, કેટલાક ઉદ્યોગકારોને જલસા કેટલાક નાહકના બદનામ…!

Gujarat, National
વાપી GIDCમાં નોટિફાઇડ દ્વારા બનાવેલ તમામ ગટરોનું પાણી ક્યાંક રસ્તા પર તો, ક્યાંક વરસાદી પાણીની ગટરોમાં ઠલવાઇ રહ્યું છે. કેમ કે નોટિફાઇડની ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીનું નિકાલ કરતી ગટરો જામ છે. અથવા તો ગટરોને ઢાંકણા જ નથી. આ સ્થિતિને લઈને વાપી GIDC ના ઉદ્યોગકારોને આ ચોમાસાની સીઝનમાં જલસા પડી ગયા છે. વાપી GIDC માં વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ કરોડો રૂપિયા ખર્ચી ને સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવી છે. એવી જ રીતે કરોડો રૂપિયા ખર્ચીને ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે ગટરો બનાવી છે. CETP સુધીની કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન પણ પાથરી છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, હાલમાં આ કેમિકલયુક્ત પાણીનું વહેન કરતી ગટરો ખાસ્તાહાલ બની ચુકી છે. એક તરફ પર્યાવરણ બચાવવા ઉદ્યોગોના ઉદ્યોગોકારો પ્રશાસનને સહકાર આપી રહ્યા છે. કેમિકલયુક્ત પાણી ક્યાંય પર્યાવરણ ને નુકસાન ના કરે તેની સંપૂર્ણ તકેદારી રાખી...
વાપીમાં રોટરી ક્લબ ઓફ વાપી અને UPL ના સહયોગમાં 111 બોટલ રક્ત એકત્ર કરાયું

વાપીમાં રોટરી ક્લબ ઓફ વાપી અને UPL ના સહયોગમાં 111 બોટલ રક્ત એકત્ર કરાયું

Gujarat, National
વાપીમાં આવેલ UPL કંપની ખાતે રોટરી કલબ ઓફ વાપી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત 12 વર્ષથી દર વર્ષની 1લી જુલાઈથી રોટરી ક્લબનું નવું વર્ષ શરૂ થાય છે. તે નિમિત્તે નવા પ્રમુખની વરણી સાથે UPL ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં UPL કંપનીના કર્મચારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરે છે. શનિવારે 1લી જુલાઈએ આયોજિત રક્તદાન કેમ્પમાં 111 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. 1લી જુલાઈએ રોટરી કલબ ઓફ વાપીની નવા વર્ષની શરૂઆત તો, આ દિવસે વિશ્વભરમાં ડોકટર્સ ડે ની પણ ઉજવણી કરવામાં આવે છે. વાપી અને તેની આસપાસના વિસ્તારમાં દર વર્ષ લોહીની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે. એના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ વાપી દર વર્ષ લગભગ 1500 થી વધુ યુનિટ જેટલું blood એકત્ર કરવાનો લક્ષ્યાંક સેવે છે. કલબના આજના પ્રથમ દિવસે 111 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ અંગે UPL કંપનીના યુન...