Thursday, December 5News That Matters

Month: July 2023

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 817 લોકોને અંગદાનની મદદથી નવજીવન મળ્યું છે :- મુખ્યમંત્રી

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 817 લોકોને અંગદાનની મદદથી નવજીવન મળ્યું છે :- મુખ્યમંત્રી

Gujarat, National
અંગદાન વિશે વધુ જરૂરિયાત પર ભાર મુકતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે "વસુધૈવ કુટુંબકમ" એટલે કે “આખું વિશ્વ એક પરિવાર છે”ની ભારતીય ફિલસૂફી મૃતક અને બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારને આવા સભ્યના અંગોનું દાન કરવા જેવા ઉમદા હેતુ માટે પ્રેરણા આપશે, તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે અને અંગદાન સંબંધિત કલંકને હટાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે” “જેમ આપણા માનનીય વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હમેશા “વસુધૈવ કુટુમ્બકમ”ના વિચાર પર ભાર મુકે છે, તેમ જ આખા વિશ્વને એક કુટુંબ અને કુટુંબને આપણું પોતાનું માનવું યોગ્ય છે.પોતાની પ્રિય વ્યક્તિને ગુમાવી દેવા જેવા કપરા સમયમાં આવા નિર્ણયો લેવા મુશ્કેલ છે, પણ આ જ સમજ અંગદાન જેવા મહત્વપૂર્ણ નિર્ણય લેવા સરળ બનાવે છે. અને એટલે જ એના માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ગુજરાતમાંથી 670 જી...
આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘ખાડા ભરો આંદોલન’ શરૂ કર્યું….!

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘ખાડા ભરો આંદોલન’ શરૂ કર્યું….!

Gujarat, National
આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત અને વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં 'ખાડા ભરો આંદોલન' શરૂ કરવામાં આવ્યું. જેમાં નાગરિકોને અડચણરૂપ થતા ખાડાઓને ભરીને નાગરિકોને મહદંશે રાહત પહોંચે તે રીતની કામગીરી કરવામાં આવી હતી. 'ખાડા ભરો આંદોલન'માં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોથી લઈને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને પ્રજાની તકલીફો દૂર કરવાની કોશિશ કરી હતી. વલસાડ જિલ્લા માં ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે અને તેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડાઓ અને તૂટેલા રસ્તાઓના કારણે વલસાડના લોકોને સતત રોડ અકસ્માતનો ખતરો રહે છે. આ રસ્તાઓ સુધારવા માટે રાજ્ય સરકાર અને ભાજપ શાસિત વિવિધ નગરપાલિકાઓ દ્વારા ખૂબ જ નિરાશાજનક કામગીરી કરવામાં આવી રહી છે. રસ્તાઓ અને ગટરોની હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે પ્રિ-મોન્સુનના નગરપાલિકા દ્વારા કોઈ તૈયારી કરવામાં આવી ન હતી. એવું લાગ...
વાપીમાં આવેલ L&T ફાઇનાન્સમાંથી લોન અપાવવા ખોટા ડોકયુમેન્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરતી ટોળકીના 1 ની SOG એ ધરપકડ કરી, 2 મહિલા ફરાર

વાપીમાં આવેલ L&T ફાઇનાન્સમાંથી લોન અપાવવા ખોટા ડોકયુમેન્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરતી ટોળકીના 1 ની SOG એ ધરપકડ કરી, 2 મહિલા ફરાર

Gujarat, National
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલાની સુચના અને પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ગોસ્વામી SOG વલસાડ(કેમ્પ-વાપી)ના માર્ગદર્શન હેઠળ S.O.G શાખાના પો.સ.ઇ. એન.સી.સગર તથા સ્ટાફે વાપી ઇમરાનગર મસ્જીદ સામે, ગોદાલનગર અનમોલ ટાવરના ત્રીજા માળે શોપ નં. 218 માં આવેલ એલ એન્ડ ટી ફાયનાન્સની ઓફીસમાં રેડ કરી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ અન્ય 2 મહિલાઓ સાથે મળી L&T ફાઇનાન્સમાંથી લોન અપાવવા ખોટા ડોકયુમેન્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરતી હતી. અને લોકોને લોન અપાવતી હતી. આ અંગે SOG એ આપેલ વિગતો મુજબ વાપી ઇમરાનગર મસ્જીદ સામે, ગોદાલનગર અનમોલ ટાવરના ત્રીજા માળે શોપ નં. 218 માં આવેલ એલ એન્ડ ટી ફાયનાન્સની ઓફીસમાં કસ્ટમરોને જરૂરીયાત મુજબ લોન પુરી પાડે છે. જેમાં વાપી છરવાડા સનસીટીમાં રહેતી પુજા અશોકકુમાર બિશ્નોઇ તથા પારડી ભેંસલાપાડામાં રહેતી રૂબીના કમરૂદ્દીન શેખ નામની સ્ત્રીઓ લોન ઇચ્છુક કસ્ટમરોના ચુંટણીકા...
કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપી અને ભાનું ચેમ્પ દ્વારા ફૂડ ફેસ્ટિવલ, ગુજરાતી નાટકનું આયોજન કરાયું

કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપી અને ભાનું ચેમ્પ દ્વારા ફૂડ ફેસ્ટિવલ, ગુજરાતી નાટકનું આયોજન કરાયું

Gujarat, National
વાપીમાં VIA હોલ ખાતે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ અને ભાનું ચેમ્પ દ્વારા ફૂડ ફેસ્ટિવલ, ગુજરાતી નાટકનું આયોજન કરાયું હતું. જેમાં ભાનુશાલી સમાજના અબાલ વૃદ્ધ સૌ કોઈએ વિવિધ કચ્છી વાનગી સાથે ગુજરાતી નાટક બ્લાઇન્ડ ડેટની મજા માણી હતી. કાર્યક્રમમાં અંદાજિત 1000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ પાછળના ઉદેશ્ય અંગે ભાનું ચેમ્પના સભ્ય તમન્ના નંદાએ જણાવ્યું હતું કે, કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપી પ્રેરિત ભાનુ ચેમ્પ દ્વારા રવિવારે વાપીના VIA હોલ ખાતે બ્લાઇન્ડ ડેટ નાટક અને ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મ નિર્ભર ભાનુશાળી સમાજ બનાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં જે ગૃહિણીઓ, પરિવારો પોતાના ઘરે વિવિધ વાનગીઓ બનાવે છે. તેવા પરિવારોને ફૂડ ફેસ્ટિવલમાં આમંત્રિત કરી તેમને સ્ટોલ ફાળવ્યા હતા. જે તમામે વિવિધ પ્રકારની વાનગીઓ ઉપસ્થિત સમાજના લોકોને પીરસી તેમનામાં રહેલી...
14મી ઓગસ્ટના પાલિકાના સહયોગમાં વાપીમાં રાજયકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

14મી ઓગસ્ટના પાલિકાના સહયોગમાં વાપીમાં રાજયકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

Gujarat, National
વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા 15મી ઓગસ્ટના અને 14મી ઓગસ્ટ સહિત આખા ઓગસ્ટ માસમાં આયોજિત દેશભક્તિના વિવિધ કાર્યક્રમોની જાણકારી આપી આ કાર્યક્રમમાં શહેરના દરેક નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજયકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ આયોજિત સાંસ્કૃતિક કાર્યકમોનું વાપીમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન અને રાજ્યપાલ ખાસ ઉપસ્થિત રહેવાના છે. વાપીમાં PTC કોલેજ ખાતે 14મી ઓગસ્ટના આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વાપી નગરપાલિકા પણ સહભાગી થઈ છે. આ કાર્યક્રમમાં રાજ્યના અને દેશના ખ્યાતનામ કલાકારો તેમની કલાના કામણ પાથરવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે લાઈટ શૉ નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ આખા ઓગસ્ટ માસ દરમ્યાન પાલિકા દ્વારા કેન્દ્ર સરકારના આદેશ મુજબ મેરી મિટ...
વાપી પાલિકાએ કરેલો ટેક્ષ વધારો સરકાર ના આદેશ અનુસારનો છે:-કાશ્મીરા શાહ, પ્રમુખ

વાપી પાલિકાએ કરેલો ટેક્ષ વધારો સરકાર ના આદેશ અનુસારનો છે:-કાશ્મીરા શાહ, પ્રમુખ

Gujarat, National
વાપી નગરપાલિકામાં સોમવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષે ભૂગર્ભ ગટર બની નથી. તેમજ નળ કનેક્શન આપ્યા નથી તેવા વિસ્તારના લોકો પાસેથી પણ તોતિંગ વધારા સાથેનો ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. તે અંગે પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે ખુલાસો કર્યો હતો. કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે, જે વિસ્તારમાંથી અમે ભૂગર્ભ ગટર કે નળ કનેક્શન આપ્યા નથી તેવા લોકો પાસેથી ટેક્ષ વસૂલી રહ્યા છીએ તો તે અંગે તેવા ગ્રાહકો અમને લેખિતમાં રજુઆત કરશે તો તેઓનું પાલિકા સાંભળશે અને બનતા નિર્ણયો કરી ન્યાય આપશે. જો કે, ટેક્ષ વધારાના મુદ્દે પ્રમુખે જણાવ્યું હતું કે, આ ટેક્સ વધારો સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યો છે. સરકારના નિયમો મુજબ દર વર્ષે પાલિકા ટેક્સમાં 5 ટકાનો વધારો કરી શકે છે. જે વધારો ઘણા વર્ષોથી કર્યો નહોતો જેથી ઓડિટ સમયે અનેક વાર સરકારની સૂચનાઓ સાંભળવી પડતી હતી. જે ધ્યાને રાખી આ વધારો ...
વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ સાથે સત્તાપક્ષના સભ્યોએ પણ વિવધ મુદ્દે આક્રોશ ઠાલવ્યો

વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ સાથે સત્તાપક્ષના સભ્યોએ પણ વિવધ મુદ્દે આક્રોશ ઠાલવ્યો

Gujarat, National
વાપી નગરપાલિકામાં સોમવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વિપક્ષી સભ્યો સાથે સત્તાપક્ષના સભ્યોએ પણ વિકાસના કામોને લઈ હૈયા વરાળ ઠાલવી વિપક્ષની ભૂમિકા ભજવી હતી. વાપીમાં વાપી નગરપાલિકાના સભા ખંડમાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગત સામાન્ય સભાના અને કારોબારી સમિતિની મિટિંગો માં લેવાયેલ વિવિધ વિકાસલક્ષી યોજનાઓના નિર્ણયો અંગે બહાલી આપવામાં આવી હતી. જો કે, વાપી પાલિકા વિસ્તારમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ, ભૂગર્ભ ગટર અને નળ કનેક્શન ના કામ અધૂરા હોવા છતાં ટેક્ષમાં વધારો કરી તેની વસુલાત કરવી, લાઈટના પ્રશ્નો સહિત વિવિધ વિકાસના કામો અંગે વિપક્ષ અને સત્તા પક્ષના સભ્યો એ પ્રમુખ સહિત પાલિકાના અધિકારીઓને આડે લીધા હતાં. સામાન્ય સભામાં વિકાસના કામો, ...
છરવાડામાં આવેલ આંગન કુટિરના રહેવાસીએ કરિયાણાની દુકાન ખોલતા રહેવાસીઓની તંત્રને ફરિયાદ, બિલ્ડરની શંકાસ્પદ ભૂમિકા….!

છરવાડામાં આવેલ આંગન કુટિરના રહેવાસીએ કરિયાણાની દુકાન ખોલતા રહેવાસીઓની તંત્રને ફરિયાદ, બિલ્ડરની શંકાસ્પદ ભૂમિકા….!

Gujarat, National
વાપી નજીક છરવાડા ગામમાં આવેલ આંગન કુટીર કો.ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડમાં રહેતા એક રહેવાસીએ પોતાના ફ્લેટમાં જ અનાજ કરિયાણાની દુકાન ખોલી વેપારધંધો શરૂ કરતાં સોસાયટીના રહેવાસીઓએ તેનો વિરોધ કરી આ દુકાન બંધ કરાવવા વલસાડ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી પારડી, છરવાડા ગ્રામ પંચાયત, નગર નિયોજક, DDO, TDO અને આ સોસાયટીનું નિર્માણ કરનાર બિલ્ડરને લેખિતમાં અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. આ ચર્ચિત પ્રકરણ અંગે આંગન કુટીર સોસાયટીના પ્રમુખ અશોક બીશ્નોઈએ જણાવ્યું હતું કે, રેસિડેન્સીયલ સોસાયટીમાં ગેરકાયદેસર દુકાન ચાલુ કરતા બહારની સોસાયટીના લોકો સોસાયટીમાં આવી રહ્યા છે. જેથી સોસાયટીના રહીશોને અનેક તકલીફો ઉભી થઇ રહી છે. સોસાયટીના અન્ય લોકો પણ હવે દુકાન ખોલવાની વાત કરી રહ્યા છે. સોસાયટીના ટ્રેઝરર બંસરાજે જણાવ્યું હતું કે, રેસિડેન્સીયલ એરિયામાં ફ્લેટના માલિક મંગલા ગીરીએ કરિયાણાની દ...
વિરહના દિવસને સેવાનો દિવસ બનાવી દાયમાં પરિવારે વાપીમાં સ્વ. મંજુ દાયમાની 16મી પૂણ્યતિ઼થીએ 435 યુનિટ રક્ત એકત્ર કર્યું…!

વિરહના દિવસને સેવાનો દિવસ બનાવી દાયમાં પરિવારે વાપીમાં સ્વ. મંજુ દાયમાની 16મી પૂણ્યતિ઼થીએ 435 યુનિટ રક્ત એકત્ર કર્યું…!

Gujarat, National
વાપી :- વાપીના રાજસ્થાન ભવન ખાતે, રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી, દમણ,સેલવાસ ના સહયોગમાં, વાપીના પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરસેવિકા સ્વ. મંજુ દાયમાની 16મી પૂણ્યતિ઼થી નિમિત્તે દાયમાં પરિવાર દ્વારા વિશાલ રક્તદાન શિબિર અને રક્તવીર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 435 યુનિટ જેટલું રક્ત એક્ત્રીત કરવામાં આવ્યું હતું. વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગમાં દાયમાં પરિવારના બી. કે. દાયમાં દ્વારા છેલ્લા 15 વર્ષથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે રાજસ્થાન ભવન ખાતે યોજાયેલા રક્તદાન અને રક્તવીર સન્માન સમારોહ નિમિતે ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તનું દાન કરતા કુલ 435 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ વિરહના દિવસને સેવાના અવસરમાં પલટવા અંગે બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે જીવનની સફરમાં અનેક પડાવ આવે છે. રાજસ્થાનન...
વાપી GIDC માં 2 કર્મચારીઓ મોત ને ભેટ્યા, એકનું પેપરમિલમાં વીજ કરંટથી મોત તો, બીજાનું ટેમ્પોની અડફેટે મોત….!

વાપી GIDC માં 2 કર્મચારીઓ મોત ને ભેટ્યા, એકનું પેપરમિલમાં વીજ કરંટથી મોત તો, બીજાનું ટેમ્પોની અડફેટે મોત….!

Gujarat, National
વાપી GIDC માં શનિવારે 2 અલગ અલગ ઘટનામાં 2 કર્મચારીઓના મોતથી તેમના પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. બન્ને ઘટનાની જાણકારી GIDC પોલીસ મથકે કરતા પોલીસે બન્ને મૃતદેહોને વાપીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બન્ને ઘટના પૈકીની પ્રથમ ઘટનાની GIDC પોલીસ મથકમાંથી મળેલી વિગતો મુજબ વાપી GIDC માં આવેલ ગજાનન પેપરમિલમાં સવારે 7 વાગ્યે કામ પર આવેલ વિક્રમ વર્મા નામના 22 વર્ષીય કર્મચારીને કંપનીની અંદર વીજ કરંટ લાગતા મોત થયું હતું. જ્યારે બીજી ઘટનામાં આર્યન પેપર મિલ સામેના મુખ્ય માર્ગ પર સાયકલ લઈ જઈ રહેલા એક કર્મચારીને આઈશર ટેમ્પો ચાલકે અડફેટે લેતા તેનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગજાનન પેપરમિલમાં વીજ કરંટ થી મોત ને ભેટેલા વિક્રમ લલ્લન વર્મા નામનો 22 વર્ષીય યુવાન મૂળ ઉત્તરપ્રદેશ ના પ્રતાપગઢ ના બરીકાલાનો રહેવાસી હતો. તે તેમના માતાપિતાનું એક નું એક સંતાન હતો. એક...