Monday, February 24News That Matters

Month: July 2023

વલસાડની ભિલાડ ચેકપોસ્ટ દારૂની તીવ્ર વાસથી ગંધાઈ, પોલીસે 1.72 કરોડના દારૂ-બિયર પર ફેરવ્યા રોલર-બુલડોઝર

વલસાડની ભિલાડ ચેકપોસ્ટ દારૂની તીવ્ર વાસથી ગંધાઈ, પોલીસે 1.72 કરોડના દારૂ-બિયર પર ફેરવ્યા રોલર-બુલડોઝર

Gujarat, National
વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર ગુરુવારે દારૂ બિયરની બોટલો અને ટીનના ડબ્બાઓ પર પોલીસે રોલર ફેરવી 1.72 કરોડના જથ્થાનો નાશ કર્યો હતો. ચેકપોસ્ટ પર દારૂ-બિયર નો નાશ કરવામાં આવતા આલ્કોહોલની તીવ્ર વાસ સાથે આ પ્રવાહીની નદી વહી હતી. વલસાડ જિલ્લો એ લિકર ફ્રી સ્ટેટ ગણાતા મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદને જોડતો ગુજરાતનો સરહદી જિલ્લો છે. આ વિસ્તારમાં મોટેપાયે દારૂની હેરાફેરી થાય છે. જેના પર વલસાડ જિલ્લા પોલીસ અનેકવાર તવાઈ બોલાવી મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરે છે. આવી જ પ્રોહીબિશન હેઠળની કાર્યવાહી દરમ્યાન વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ મથક, કપરાડા પોલીસ મથક અને નાના પોન્ઢા પોલીસ મથક દ્વારા જપ્ત કરેલા 1.72 કરોડના દારૂના જથ્થાને ગુરુવારે ભિલાડ ચેકપોસ્ટ ખાતે લાવી તેના પર રોલર, બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. ભિલાડ ચેકપોસ્ટ ખાતે વલસાડ જિલ્લાના SDM, DYSP, ધરમપ...
વલસાડ જિલ્લામાં મેલેરિયાના 6 અને ડેંગ્યુના 12 કેસ નોંધાયા, કુલ 2,18,376 વ્યક્તિઓના લોહીના નમુનાઓ લેવામાં આવ્યા

વલસાડ જિલ્લામાં મેલેરિયાના 6 અને ડેંગ્યુના 12 કેસ નોંધાયા, કુલ 2,18,376 વ્યક્તિઓના લોહીના નમુનાઓ લેવામાં આવ્યા

Gujarat, National
વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીમાં કુલ 2,18,376 વ્યક્તિઓના લોહીના નમુનાઓ લેવામાં આવ્યા છે. જાન્યુઆરી થી જૂન સુધીમાં વલસાડ જિલ્લામાં મેલેરીયાના કેસ 6 નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના અત્યાર સુધીમાં 12 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 199 કેસ ડેન્ગ્યુના શંકાસ્પદ જોવા મળ્યા છે. દરેક ડેન્ગ્યુના કેસો સામે રોગ અટકાયતી પગલાંની કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળતુ હોવાથી વલસાડ જિલ્લામાં વાહકજન્ય રોગોનું પ્રમાણ વધે નહી એ માટે જિલ્લાનાં તમામ તાલુકાઓમાં પુરજોશમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. જાન્યુઆરીથી જુન 2023 સુધીમાં 6,93,002 શંકાસ્પદ મચ્છર ઉત્પતિ સ્થાનો તપાસતા કુલ 1741 સ્થળો પોઝિટિવ મળી આવતા 11,530 સ્થળોએ ટેમીફોસ દ્રાવણ નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. 135 ઘરોમાં ફોગીંગની કામગીરી થઈ હતી. ...
વલસાડના મુસ્લિમ ટૂર ઓર્ગેનાઇઝર દ્વારા સતત 15માં વર્ષે ઓછા ભાડામાં યાત્રાળુઓને બાબા અમરનાથના દર્શને લઈ જવાયા…!

વલસાડના મુસ્લિમ ટૂર ઓર્ગેનાઇઝર દ્વારા સતત 15માં વર્ષે ઓછા ભાડામાં યાત્રાળુઓને બાબા અમરનાથના દર્શને લઈ જવાયા…!

Gujarat, National
વલસાડના ગુલઝાર ટ્રાવેલ્સ દ્વારા સતત 15માં વર્ષે બાબા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુસ્લિમ ઓપરેટર દર વર્ષે ઓછા ભાડામાં આ યાત્રા કરાવે છે. બુધવારે વલસાડથી પ્રસ્થાન થયેલી યાત્રામાં 48 ભોળાના ભક્તો જોડાયા હતાં. જેઓનું સ્વાગત કરી શુભ યાત્રાના અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. હિન્દૂ મુસ્લિમ એકતાના પ્રતીક સમી આ યાત્રાનું હર હર મહાદેવના નાદ સાથે ઉપસ્થિત હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. વલસાડના મુસ્લિમ ટુર ઓર્ગેનાઝર અને બસ માલીક દ્રારા છેલ્લા 14 વર્ષથી યાત્રાળુઓને ઓછા ભાડામાં બાબા અમરનાથના દર્શન કરાવવા લઈ જાય છે. પોતાની લકઝરી બસમાં ભક્તોને લઈ અમરનાથની યાત્રા સાથે વૈષ્ણદેવી તેમજ હરિદ્વાર ની પવિત્ર યાત્રા નો લાભ અપાવે છે. મુસ્લિમ બસ ચાલક તમામ ભોળાનાથના ભક્તોને બાબાના દર્શન કરાવી હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ મુસ્લિમ ટુર ઓપરેટર...
વલસાડ જિલ્લાને કચરામુક્ત જિલ્લો બનાવવા ગામ-શહેરનો કચરો બંધ પડેલ ક્વોરીઓમાં ઠાલવી ડંપિંગ સાઇટ ઉભી કરવી જોઈએ

વલસાડ જિલ્લાને કચરામુક્ત જિલ્લો બનાવવા ગામ-શહેરનો કચરો બંધ પડેલ ક્વોરીઓમાં ઠાલવી ડંપિંગ સાઇટ ઉભી કરવી જોઈએ

Gujarat, National
વલસાડ જિલ્લામાં 69 જેટલી ક્વોરી હાલ ચાલુમાં છે. જો કે, તેનાથી 3 ગણી ક્વોરીઓ બંધ હાલતમાં છે. જેમાંથી મોટાભાગની ક્વોરીઓ અવાવરું હોય અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે. આવી ક્વોરીઓનો જો સરકાર અને સ્થાનિક પ્રશાસન ચાહે તો સદઉપયોગ કરી શકે છે. જિલ્લાના અનેક ગામ કે શહેર નજીક આવેલી આવી બંધ પડેલી ક્વોરીમાં ગામનો કચરો ઠાલવવાની મંજૂરી મેળવી તેને ડંપિંગ સાઇટ તરીકે વિકસાવવી જોઈએ તેવી ઈચ્છા વાપીના કેટલાક જાગૃત નાગરિકોએ તેમજ ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી છે. લોકોનું માનીએ તો, વર્ષો સુધી બલિઠા ખાતે હાઇવે નંબર 48ને અડીને આવેલી આવી જ એક ખાણ માં અસંખ્ય લોકો ડૂબીને મોતને ભેટ્યા બાદ તંત્રએ આ ખાણ ને માટી પથ્થરથી બુરી દઈ તેની ઉપર જ મામલતદાર કચેરી બનાવી જગ્યાનો સદઉપયોગ કર્યો છે. આવી જ પહેલ જો અન્ય ક્વોરીઓમાં કરવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થઈ શકે છે. સૌથી મહત્વનું છે કે, વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમ...
ઉદવાડા ક્વોરી જ નહીં પરંતુ જિલ્લામાં ચાલુ અને બંધ પડેલ તમામ ક્વોરીમાં તંત્રએ ઓડિટ કર્યું કે નહીં તેની વિગત જાહેર કરવી જોઈએ

ઉદવાડા ક્વોરી જ નહીં પરંતુ જિલ્લામાં ચાલુ અને બંધ પડેલ તમામ ક્વોરીમાં તંત્રએ ઓડિટ કર્યું કે નહીં તેની વિગત જાહેર કરવી જોઈએ

Gujarat, National
ઉદવાડા ક્વોરી આસપાસના રહેવાસીઓ માટે આફત બની છે. જેને લઇને સ્થાનિકોએ તંત્ર સુધી રાવ કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દોડતા થયા છે. જો કે, સ્થાનિકોની સમસ્યા નું નિરાકરણ ક્યારે આવશે તે તો અધિકારીઓની તપાસ બાદ જ જાણવા મળશે. પરંતુ આવી સમસ્યા જિલ્લાની અન્ય ક્વોરી આસપાસ રહેતા લોકો પણ ભોગવી રહ્યા છે. તો, ક્વોરી માલિકોની અવારનવાર ની દાદાગીરીનો પણ ભોગ બનતા રહ્યા છે. જો કે સ્થાનિક જાગૃત નાગરિકો એ આ મામલે તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ કરી છે. તેમજ જિલ્લામાં જેટલી પણ ખાણ ચાલુમાં છે તેનું અને જે બંધ પડેલ છે તેનું પણ ખાણ ખનીજ વિભાગે ઓડિટ કરાવવું જોઈએ. દરેક ખાણ કેટલી ઊંડી છે. બંધ છે કે ચાલુમાં છે. જે કેટલીક ખાણ માં ઊંડાઈ છુપાવવા પાણી ભરે છે. અથવા પાણી ભરાયેલ છે. તેની પણ તપાસ કરી જાહેર જનતા સમક્ષ ખુલાસો કરે........ ત્યારે, જાગૃત નાગરિકોની આ અપેક્ષા ફળીભૂત થશે કે કેમ તે જોવું રહ્યું....
વલસાડ જિલ્લામાં 69 ક્વોરી…! ઉદવાડા ક્વોરી સામે સ્થાનિકોની રાવ બાદ તપાસનો ધમધમાટ શરૂ….!

વલસાડ જિલ્લામાં 69 ક્વોરી…! ઉદવાડા ક્વોરી સામે સ્થાનિકોની રાવ બાદ તપાસનો ધમધમાટ શરૂ….!

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉદવાડા નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ કવોરીમાં જમીનના લેવલથી અંદાજિત 100 ફૂટ સુધી નીચે ખોદકામ થઈ રહ્યું છે. ખોદકામ માટે વારંવાર થતા બ્લાસ્ટના કારણે 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનોમાં તિરાડો પડી હોવાની રાવ સ્થાનિકોએ એક અખબારના માધ્યમથી તંત્ર સુધી પહોંચાડી છે. જે બાદ વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હોવાની વિગતો મળી છે. દક્ષિણ ગુજરાતમાં વાપી અને પારડી વચ્ચે આવેલા ઉદવાડા હાઇવે નજીક રેલવે સહિતની કુલ આઠ કવોરી આવેલી છે. જેમાં હાલ જમીન લેવલ કરતાં 100 ફૂટ નીચે સુધી ખોદકામ થઈ રહ્યું છે. ક્વોરી માં પથ્થરોને તોડવા વારંવાર થતા બ્લાસ્ટના કારણે આસપાસના એક કિલોમીટર ત્રિજ્યામાં લોકોનાં ઘરમાં તિરાડો પડી હોવાની બુમરાણ ઉઠી છે. સ્થાનિકોના આક્ષેપ છે કે આ ઊંડી ક્વોરમાં અનેક વખતે મજૂરો પણ પડી જવાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. કવોરીના કારણે આજુબાજુના વિસ્તારન...
ભિલાડમાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળાએ ગંભીર ઇજાનો ભોગ બનેલા દર્દી માટે 108 બની જીવનદાતા

ભિલાડમાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળાએ ગંભીર ઇજાનો ભોગ બનેલા દર્દી માટે 108 બની જીવનદાતા

Gujarat, National
ભિલાડમાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળાએ ગંભીર ઇજાનો ભોગ બનેલા દર્દી માટે 108ની ટીમ જીવનદાતા બની છે. 108 ની ટીમને મળેલા કોલ મુજબ ભીલાડ અને વાપી વચ્ચે ના રેલવે ટ્રેક 4 પર એક માણસ ગંભીર હાલત માં ઇજા ગ્રસ્ત થયેલો હતો. કોલ મળતાની સાથે ભીલાડ 108 ના Emt હેતલ પટેલ અને પાઇલોટ પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે જવા રવાના થયા હતા. ભીલાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર રેલ્વે ટ્રેક 4 પર અનુપભાઈ જમનાલાલ વિશ્વકર્મા (રહેવાસી સુરત સચિન પાલીગામ) રેલવે ટ્રેક ક્રોસ કરી રહયો હતો. તે દરમિયાન ટ્રેક પર ટ્રેન આવી જતા જમણાં પગ માં ગંભીર ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક 108 ની ટીમે ઘટના સ્થળ પર પ્રાથમિક સારવાર આપી, બાદ Emt હેતલ પટેલે 108 ની હેડ ઓફિસ માં ડોક્ટર હિરેન સર સાથે કોન્ફ્રન્સ કરી તેમના માર્ગદર્શન હેઠળ પેશન્ટ ને જરૂરી સારવાર આપી ને નજીક ની ભિલાડ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. પેશન્ટ ના જમણાં પગ માં ક્રશ ઇન્જરી હો...
સેલવાસના અથાલમાં સાલાસર માર્બલ્સ એન્ડ ઈમ્પૅક્સ નામની કંપનીમાં વેલ્ડિંગ કરવા ચડેલ વેલ્ડરનું નીચે પટકાતા મોત

સેલવાસના અથાલમાં સાલાસર માર્બલ્સ એન્ડ ઈમ્પૅક્સ નામની કંપનીમાં વેલ્ડિંગ કરવા ચડેલ વેલ્ડરનું નીચે પટકાતા મોત

Gujarat, National
મંગળવારે સેલવાસના અથાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી માર્બલ્સ કંપનીના શેડના વેલ્ડિંગના કામ દરમ્યાન એક વેલ્ડર નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ઘટનાને લઈ અરેરાટી મચી હતી. તો, ઘટનાની જાણકારી મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અથાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી સાલાસર માર્બલ્સ એન્ડ ઈમ્પૅક્સ નામની કંપનીના આગળના ભાગના શેડનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે શેડના એંગલોના વેલ્ડિંગ કરવા ઉપર ચડેલા 45 વર્ષીય ચંદુભાઈ વળવી નામના વેલ્ડર વેલ્ડિંગ દરમ્યાન અચાનક નીચે પટકાતા ગંભીર ઇજાઓને પગલે ચંદુભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, બનાવની જાણ તેમના પરિવારજનોને થતા તેમનો પરિવાર અને ગામલોકો સાલાસર કંપનીમાં દોડી આવ્યા હતા, પોતાના પરિવારના એક સભ્યના મોતથી મૃતકના પરિવારમાં ભારે આક્રંદની લાગણી ફેલાઈ હતી, નવાઈની વાત તો એ છે કે ચોમાસુ સીઝન હોવા છતાં વેલ્ડીંગનાં કામ માટે ઉપર...
વાપીમાં ACB ની ટ્રેપ માં હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ 2000 ₹ ની લાંચ લેતા ઝડપાયા

વાપીમાં ACB ની ટ્રેપ માં હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ 2000 ₹ ની લાંચ લેતા ઝડપાયા

Gujarat, National
વાપી GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલ એક ટ્રક ડ્રાઇવર પાસેથી 2000 રૂપિયાની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા છે. ACB PI કે. આર. સક્સેનાની આ સફળ ટ્રેપ માં પકડાયેલ બન્ને આરોપીઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વલસાડ અને ડાંગના ACB PI અને ટ્રેપિંગ અધિકારી કે. આર. સક્સેનાએ જણાવ્યું હતું કે, ACB સુરત એકમના મદદનીશ નિયામક અને સુપરવિઝન અધિકારી એ. કે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ વાપીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઇન્વે. ઓફિસની બહાર વાપી GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલ એક ટ્રક ડ્રાઇવર પાસેથી 2000 રૂપિયાની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા છે. પકડાયેલ બન્ને આરોપીઓએ પુનીયા રોડ લાઇન્સની ટ્રક નં. DD-01-G-9639 ની વાપી જી.આઇ.ડી.સી. ચાર રસ્તાથી યુ.પી.એલ. કંપની તરફ...
રોટરી ક્લબ ઓફ વાપીના નવા પ્રમુખ તરીકે આર્કિટેક્ટ કૃષિત રાજેશ શાહની વરણી કરવામાં આવી

રોટરી ક્લબ ઓફ વાપીના નવા પ્રમુખ તરીકે આર્કિટેક્ટ કૃષિત રાજેશ શાહની વરણી કરવામાં આવી

Gujarat, National
વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રોટરી ક્લબ ઓફ વાપીના નવા પ્રમુખ તરીકે આર્કિટેક્ટ કૃષિત શાહની પસંદગી કરવામાં આવી છે. સદાય સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી આ સામાજિક સંસ્થા દ્વારા આવનારા એક વર્ષ માટે કૃષિત શાહ અને તેની ટીમેં સમાજ ઉપયોગી કાર્યો કરવાની નેમ લીધી હતી. વાપીમાં પાર્કલેન્ડ સોસાયટીના બેંકવેટ હોલમાં યોજાયેલા ઇન્સ્ટોલેશન સમારંભમાં પૂર્વ ઇન્ટરનેશનલ રોટરી પ્રમુખ કલ્યાણ બેનર્જી અને રોટરી ડિસ્ટ્રિક્ટ 3121 ના પાસ્ટ ડીસ્ટ્રીક ગવર્નર ડોક્ટર રાજીવ પ્રધાન હાજર રહ્યા હતા. જેમાં RID 3132 ના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડૉ. રાજીવ પ્રધાને પ્રેસિડન્ટ કૃષિત શાહ, સેક્રેટરી અભય ભટ્ટ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરને શપથ લેવડાવ્યા હતા. રોટરી ઇન્ટરનેશનલના નિયમ મુજબ દરેક પદની અવધિ એક વર્ષની હોય છે. પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડૉ. રાજીવ પ્રધાને તેમના ઉદ્બોધનમાં રોટરી ક્લબ ઓફ વાપીના જે પરમેનેન્ટ પ્રોજેક્ટો છે,...