Friday, January 31News That Matters

Month: July 2023

દર વર્ષે મેઘરાજાની મજાક બનતા વાપી પાલિકાના રેલવે ગરનાળામાં આ વર્ષે કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી મજાક કરતા ગરનાળુ પાણીમાં ગરકાવ…?

દર વર્ષે મેઘરાજાની મજાક બનતા વાપી પાલિકાના રેલવે ગરનાળામાં આ વર્ષે કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી મજાક કરતા ગરનાળુ પાણીમાં ગરકાવ…?

Gujarat, National
વાપી નગરપાલિકાના રેલવે ગરનાળામાં દર વર્ષે મેઘરાજા મબલખ પાણી ઠાલવી પાલિકાની મજાક ઉડાવતા હતાં. જો કે, આ વખતે પાલિકાએ સંપૂર્ણ સાવચેતી રાખી હોવા છતાં કોઈ અવળચંડાએ પાણીના નિકાલ કરવાની જગ્યાએ તાડપત્રી ખોસી દેતા બુધવારે 2 કલાકમાં વરસેલા પોણા ચાર ઇંચમાં રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થયું હતું. વલસાડ જિલ્લાના વાપીમાં મેઘરાજાએ 2 કલાકમાં 85mm વરસાદ વરસાવી સિઝનની અડધી સદી પુરી કરી છે. વાપીમાં આજે સવાર સુધીમાં કુલ સિઝનનો 51.58 ઇંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાપી ઇસ્ટ અને વેસ્ટમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપીના ઇસ્ટ વેસ્ટ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ એવા રેલવે ગરનાળામાં ગળા ડૂબ પાણી ભરાયું હતું. રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગરનાળાના પાણીનો નિકાલ કરવા નગરપાલિકાના વિવિધ ડિપાર્ટમેન્ટના 40 જેટલા કર્મચારી...
સોળસુંબા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ, વર્તમાન સરપંચ અને તલાટી સામે ફરિયાદ બાદ રોકાણકારોના પૈસા નું શું થશે….?

સોળસુંબા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ, વર્તમાન સરપંચ અને તલાટી સામે ફરિયાદ બાદ રોકાણકારોના પૈસા નું શું થશે….?

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામની વિવાદિત પંચાયતનું ભૂત ફરી ધુણ્યું છે. આ વખતે પણ પૂર્વ સરપંચનું નામ પ્રથમ છે. જો કે તેની સાથે સાથે વર્તમાન સરપંચ અને તલાટી સામે પણ 3.50 કરોડના કૌભાંડમાં મિલીભગત સામે આવી છે. જેને લઈને ત્રણેય સામે નોંધાયેલ ફરિયાદ બાદ ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. આ પ્રકરણમાં રોકાણકારોના પૈસાનું શું થશે? તેમજ પંચાયતમાં વહીવટદાર નિમશે કે કેમ તે સવાલ ગામલોકોમાં ઉઠ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામપંચાયત હસ્તક આવેલી ગૌચરની જમીન પર પૂર્વ સરપંચ અમિત પટેલે વહીવટી મંજૂરી મેળવ્યા વિના જ ગેરકાયદેસર રીતે પંચાયતના ખોટા ઠરાવો કરીને 58 જેટલી કાચી દુકાનો બનાવી હતી. જે દુકાનોની હરાજી કરીને વેપારીઓ પાસેથી 3.50 કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. દુકાનોની હરાજીની આવેલી આવકને ગ્રામ પંચાયતના સ્વભંડોળ ના ખાતામાં જમા કરાવવાની જગ્યાએ ખાનગી બેંકમાં અલગ ખાતું ખોલા...
વલસાડ દમણ સેલવાસના બ્યુટીપાર્લર સંચાલકો માટે સુપર બ્યુટી સેન્ટર દ્વારા ટ્રેનિંગ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું

વલસાડ દમણ સેલવાસના બ્યુટીપાર્લર સંચાલકો માટે સુપર બ્યુટી સેન્ટર દ્વારા ટ્રેનિંગ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીમાં સુપર બ્યુટી સેન્ટર, સુપર કૈચી ધાર, સુપર એજન્સી ચલાવતા ઇબ્રાહિમ ચાંદશેખલકર દ્વારા એક વર્કશોપ ટ્રેઇનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા ઉપરાંત દમણ, સેલવાસમાં બ્યુટીપાર્લર ચલાવતી 70 જેટલી મહિલાઓને બ્યુટીપાર્લરની ટ્રેનિંગ પુરી પાડવામાં આવી હતી. વાપીમાં બ્લોસમ હોટેલમાં આયોજિત આ સેમિનાર અંગે સુપર બ્યુટી સેન્ટર, સુપર કૈચી ધાર, સુપર એજન્સી ચલાવતા ઇબ્રાહિમ ચાંદશેખલકરે જણાવ્યું હતું કે, તેઓ બ્યુટી સેન્ટર અને સલુંન સાથે સંકળાયેલ પ્રોડક્ટસનો બિઝનેસ ધરાવે છે. આ વિસ્તારમાં આવેલા મોટાભાગના બ્યુટીપાર્લર માં બ્યુટીશયન ને અને સલુંન ને તેમાં ઉપયોગી બ્યુટી પ્રોડક્ટ સપ્લાય કરે છે. તેમજ સમયાંતરે તેની ટ્રેઇનિંગ આપે છે. જે અંતર્ગત 17મી જુલાઈએ દેશની જાણીતી સ્ટ્રિક્સ કંપની દ્વારા તેમના પ્રોડક્ટ ની જાણકારી આપવા તેમજ તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેની માહિતી પ્ર...
અધિક શ્રાવણ માસનો લાભ ઉઠાવવા વલસાડ જિલ્લા સહિત દમણ-સેલવાસ અને મહારાષ્ટ્રમાં ફરી જામશે શ્રાવણીયા જુગારની ક્લબ…?

અધિક શ્રાવણ માસનો લાભ ઉઠાવવા વલસાડ જિલ્લા સહિત દમણ-સેલવાસ અને મહારાષ્ટ્રમાં ફરી જામશે શ્રાવણીયા જુગારની ક્લબ…?

Gujarat, National
પીને વાલોં કો પીને કા બહાના ચાહીયે...તેમ શ્રાવણ માસમાં જુગારીયાઓને જુગાર રમવાડવા માટે દમણ અને વલસાડ જિલ્લામાં વાપીના ઉદ્યોગોમાં, આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસમાં, વાપીના પોશ ગણાતા એરિયાની હાઇફાઈ સોસાયટીઓમાં, સંજાણ-ઉમરગામમાં તેમજ દમણ, સેલવાસ, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી, ઝાઈ, દહાણું, થાણેમાં જુગારની ક્લબ ધમધમતી થઈ જાય છે. ત્યારે આ વખતે અધિક શ્રાવણ પણ હોય જુગારિયાઓ માટે જુગાર ધામમાં વિશેષ સગવડ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. શ્રાવણ આવે કે લોકો જુગાર રમવાનું શરુ કરી દે છે. એમાં પણ આ વર્ષે અધિક શ્રાવણ હોય, કેટલાક નસેડીઓએ અને જુગારીયાઓએ જુગારની ક્લબ જ ખોલી મોટાપાયે જુગાર રમાંડવાનો ધંધો શરૂ કરવાની તૈયારીઓ આદરી દીધી છે. શ્રાવણ માસ શરૂ થતાં જ દમણમાં અને સંજાણમાં જુગારની ક્લબ શરૂ થઈ જતી હોય છે. જેમાં આ વર્ષે દમણમાં ડાભેલ, દેવકા, પાતલીયામાં અનેક હોટેલો એ ...
વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાંચ ટ્રકો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો

વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાંચ ટ્રકો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાંચ ટ્રકો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ઉભી રહેલી ટ્રકની પાછળ એક પછી એક અન્ય ચાર ટ્રકો પણ ટકરાઈ હતી. ઘટનાને કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને હાઇવે પરનો વાહન વ્યવહાર યથાવત કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. બનાવની વિગત મુજબ વાપીના બલિઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રક ઉભી હતી. એ વખતે જ આ ઉભેલી ટ્રકની પાછળ એક પછી એક અન્ય ચાર ટ્રકો ટકરાઈ હતી. આમ પાંચ ટ્રકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં તમામ ટ્રકના ચાલકોને નાની મોટી ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ તમામ પાંચેય ટ્રકોને નુકસાન થયું હતું. ...
માર્ગ સલામતી અને સુરક્ષા માટે સોળસુંબા–વેવજી બોર્ડર પર ગુજરાત-મહારાષ્ટ્ર પોલીસનું સંયુક્ત ઓપરેશન

માર્ગ સલામતી અને સુરક્ષા માટે સોળસુંબા–વેવજી બોર્ડર પર ગુજરાત-મહારાષ્ટ્ર પોલીસનું સંયુક્ત ઓપરેશન

Gujarat, National
ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યની સંવેદનશીલ ગણાતી સોળસુંબા-વેવજી બોર્ડર ૫૨ શનિવારે વલસાડ અને પાલઘર જીલ્લા પોલીસ અધિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. માર્ગ સલામતી અને રાજ્ય બોર્ડર પાર કરી ગુનાઓને અંજામ આપવાનો ઈરાદો ધરાવતાં ગુનેગારોને ઝબ્બે કરવાંનાં હેતુસર બન્ને રાજ્યના પોલીસ જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઉમરગામ ઔધોગિક વિસ્તાર તથા ગુજરાત - મહારાષ્ટ્ર બોર્ડર સમીપ હોવાથી અરસપરસ રાજ્યોનાં વાહનોની અવરજવર દિવસે દિવસે વધી રહી છે. વળી, મહારાષ્ટ્ર રાજ્યનાં તલાસરી તથા દહાણું તાલુકાનાં અંતરીયાળ ગામના રહેવાસીઓ ઉમરગામના ઉદ્યોગોમાં કામ કરવા આવે છે. જે લોકોને લઈ આવતાં વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યનાં તલાસરી તથા દહાણું તાલુકાનો બહુધો વિસ્તાર આદિવાસી હોય, માર્ગ સલામતીનાં નિયમોથી વાહનચાલકોને અવગત કરાવવું ખુબ જ જરૂરી થઈ પડ્યુ...
वापी-वलसाड और दमन सिलवासा के ग्राहकों की ऑनलाइन डिमांड को देखते हुए Bluestone ज्वेलरी ने वापी में अपना स्टोर खोला….!

वापी-वलसाड और दमन सिलवासा के ग्राहकों की ऑनलाइन डिमांड को देखते हुए Bluestone ज्वेलरी ने वापी में अपना स्टोर खोला….!

Gujarat, National
देश में आभूषण क्षेत्र के प्रतिष्ठित ब्रांड Bluestone Jewellery ने वापी में अपना ज्वेलरी स्टोर खोला है। जिससे अब वापी वलसाड और दमन सेलवास के ज्वेलरी शौखिन अपने लिए आधुनिक आभूषण खरीद सकेंगे। ब्लूस्टोन ज्वेलरी ने वापी में गांधी सर्कल के पास कैपिटल बिजनेस सेंटर में एक स्टोर खोला है। वापी में Bluestone Jewellery का स्टोर शुरू करने के बारे में इसके सेल्स एग्जीक्यूटिव कौशिक सुन ने बताया की साल 2011 में Bluestone ब्रांड ने ऑनलाइन ज्वेलरी बेचना शुरू किया था। इसे बहुत अच्छा रिस्पॉन्स मिला। ब्लूस्टोन अपने ग्राहकों को आधुनिक डिजाइनों में डिजाइन किए गए गोल्ड, डायमंड और प्लैटिनम की ज्वेलरी प्रदान करता है। ऑनलाइन स्टोर को वापी, वलसाड और दमन सिलवासा से बहुत अच्छी प्रतिक्रिया मिलने के बाद कंपनी ने अब वापी में अपना स्टोर ओपन किया है। जिसे पहले दिन से ही अच्छा रिस्पॉन्स मिल रहा है।   Bl...
દમણગંગા રેલવે બ્રિજ પર ટ્રેન અડફેટે અજાણ્યા પુરુષનું કમકમાટીભર્યું મોત, શરીરના ટુકડાઓને બોરીમાં ભરવા પડ્યા…!

દમણગંગા રેલવે બ્રિજ પર ટ્રેન અડફેટે અજાણ્યા પુરુષનું કમકમાટીભર્યું મોત, શરીરના ટુકડાઓને બોરીમાં ભરવા પડ્યા…!

Gujarat, National
વાપી નજીક દમણગંગા રેલવે બ્રિજ પર ટ્રેન અડફેટે મોત ને ભેટેલા એક અજાણ્યાં યુવકના શરીરના ટુકડાઓને બોરીઓમાં ભરીને PM માટે લઈ જવા પડ્યા હતાં. ઘટના અંગે મળતી વિગત મુજબ શુક્રવારે સાંજે 5:30 વાગ્યે વાપીમાંથી પસાર થતી સયાજી નગરી એક્સપ્રેસ વાપી દમણગંગા રેલવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન અડફેટે એક અજાણ્યા પુરુષનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બન્યા બાદ ટ્રેનના ડ્રાઇવરે વાપી રેલવે સ્ટેશને જાણકારી આપી હતી. રેલવે પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને લઈ આવવા વાપીના સેવાભાવી ઇન્તેખાબ ખાન ને જાણ કરી હતી. જો કે, વરસાદ અને અંધારાના સમયમા રેલવે બ્રિજ પર મૃતદેહના ટુકડા ફસાયેલ હતાં. જેથી તેને કાઢી શકવામાં મુશ્કેલી ઉભી થતી હોવાનું ધ્યાને આવતા બીજા દિવસે શનિવારે ઇન્તેખાબ ખાન અને તેમની સંસ્થાના સભ્યો એમ્બ્યુલન્સ લઈને મૃતદેહને લેવા ગયા હતાં. ટ્રેન અડફેટે આવેલ અજાણ્યા પુરુષ ના શરીરના ટુકડા થઈ ગયા હોય ક્...
દહેજ માંગણીના કેસમાં વાપીની એડી. ચીફ કોર્ટ દ્વારા સાસુ, સસરા, ફુવા સસરા અને ફુવા સાસુ ને નિર્દોષ છોડ્યા

દહેજ માંગણીના કેસમાં વાપીની એડી. ચીફ કોર્ટ દ્વારા સાસુ, સસરા, ફુવા સસરા અને ફુવા સાસુ ને નિર્દોષ છોડ્યા

Gujarat, National
વાપીની કોર્ટનો વધુ એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. વાપીના એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી. જે. પટેલ આ ચુકાદો આપ્યો છે. છે. જેમાં એક પરિણીતાએ પોતાના જ સાસુ-સસરા, ફુવા સસરા, ફુવા સાસુ સામે દહેજની માંગણી તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપી ગાળો બોલતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેની સુનાવણી દરમ્યાન બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી તેમજ પુરાવા આધારે ચારેયને નિર્દોષ છોડવાનો હુકમ કરતો ચુકાદો આપ્યો છે. દહેજ માંગણીના કેસમાં વાપીની એડી. ચીફ કોર્ટ દ્વારા સાસુ, સસરા અને ફુવા સસરા અને ફુવા સાસુ ને નિર્દોષ છોડ્યા છે. વધુમાં ફરિયાદીને ફુવા સસરા રાજેશભાઈ સાકરભાઇ પટેલ ઉપર ફરિયાદીએ ખોટા આક્ષેપો લગાવી હેરાન કરવા બદલ ફરિયાદી વહુએ તેમને વળતર કેમ ન આપવું તે બદલ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 250 ની નોટિસ આપી ફરિયાદીએ તા 25-07-2023 ના રોજ કોર્ટ માં હાજર રહેવું તેવો હુકમ કર્યો છે. આ કેસ અંગે વિગતો એવી હતી ક...
સંજાણમાં PWD ની બાળ સહજ બુદ્ધિના કારણે શાળાના વિદ્યાર્થીઓ, રાહદારીઓએ પાણીમાંથી પસાર થવું પડે છે…?

સંજાણમાં PWD ની બાળ સહજ બુદ્ધિના કારણે શાળાના વિદ્યાર્થીઓ, રાહદારીઓએ પાણીમાંથી પસાર થવું પડે છે…?

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે બ્રિજના તકલાદી કામ બાદ કડક કાર્યવાહી મામલે ભીનું સંકેલી લેવામાં આવ્યું છે કે કેમ તે તો હાલ જાણી શકાયું નથી. પરંતુ, આવી જ બીજી બાળ સહજ બુદ્ધિનું પ્રદર્શન થયું હોવાનું સામે આવ્યું છે. સંજાણ ખાતે આવેલી ઉમરગામ તાલુકાની પંચાયત (માર્ગ અને મકાન) પેટા વિભાગે, જાદી રાણા સ્કુલ તરફનાં ભયજનક ખનકી કિનારાનાં રસ્તા પર, બેરીકેડ નહીં લગાવી વિધાર્થીઓ, રાહદારીઓ તથા વાહનચાલકોનાં જીવોને જોખમમાં મૂકી દીધા છે. આ રસ્તેથી ઉમરગામ તાલુકાનાં બહુધા વિધાર્થીઓ જાદી રાણા સ્કુલમાં અભ્યાસ કરવા જાય છે. ચોમાસામાં આ ખનકીનું પાણી અવારનવાર રસ્તા પર ફરી વળતું હોવાથી રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ રસ્તા પર બેરીકેડ નહીં લગાવી, ખુદ પંચાયત (માર્ગ અને મકાન) પેટા વિભાગનાં અધિકારીઓ લાપરવાહીની લપેટમાં આવી ગયાં હોય એવું લાગે છે. કેમ કે શુક્રવારે ભારે વરસાદ બાદ આ વિસ્તારમાં પાણીનો ...