Friday, January 31News That Matters

Month: July 2023

VIA અને મહેસાણા જિલ્લા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 541 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

VIA અને મહેસાણા જિલ્લા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 541 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

Gujarat, National
શનિવારે 22મી જુલાઈએ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને મહેસાણા જિલ્લા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા સંયુક્ત રીતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર દરમ્યાન વરસાદના વિઘ્ન છતાં રક્તદાતાઓએ ઉત્સાહ દાખવ્યો હતો. જેના ફળ સ્વરૂપ રોટરી હરિયા ન્યુકેમ બ્લડ બેંક દ્વારા 238 યુનિટ અને શ્રીમતી પૂરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેંક દ્વારા 303 યુનિટ મળી કુલ 541 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાનને મહાદાન કહેવાય છે કારણ કે ઘણીવાર જીવન બચાવવા માટે રક્ત ખુબજ ઉપયોગી થઇ પડે છે. આ ચોમાસાની ઋતુ દરમિયાન વાપીની બ્લડ બેંકોને લોહીની ભારે અછતનો સામનો કરવો પડતો હોય છે, આ પરિસ્થિતિને ધ્યાને રાખીને, શનિવારે 22મી જુલાઈએ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન(VIA) અને મહેસાણા જિલ્લા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા સંયુક્ત રીતે, વાપીની બે મુખ્ય બ્લડ બેંક શ્રીમતી પૂરીબેન પોપટ લાખા લા...
વાપી ભાજપના નેતા શૈલેષ પટેલની હત્યા કરનાર 2 શાર્પ શૂટરોને વલસાડ પોલીસ ઝારખંડના ધનબાદથી વલસાડ લાવી, 2 પૈકી એક 10 જેટલી હત્યાનો આરોપી છે.

વાપી ભાજપના નેતા શૈલેષ પટેલની હત્યા કરનાર 2 શાર્પ શૂટરોને વલસાડ પોલીસ ઝારખંડના ધનબાદથી વલસાડ લાવી, 2 પૈકી એક 10 જેટલી હત્યાનો આરોપી છે.

Gujarat, National
વાપી નજીક રાતા ગામે ભાજપ નેતા શૈલેષ પટેલની 3 શાર્પ શૂટરો ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતાં. જેમાના 2 શાર્પ શૂટરોને વલસાડ પોલીસ ઝારખંડના ધનબાદ જિલ્લા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ આધારે વલસાડ લાવી છે. આ ગુન્હામાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ શાર્પ શૂટરોએ શૈલેશ પટેલની હત્યા માટે 19 લાખની સોપારી લીધી હતી. પકડાયેલ બન્ને આરોપીઓ સામે અસંખ્ય ગુન્હા નોંધાયેલ છે. ગત 8મી મેં 2023ના વાપી નજીક રાતા ગામે શિવમંદિરે દર્શન કરવા ગયેલ ભાજપ નેતા શૈલેષ પટેલની 3 શાર્પ શૂટરો ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતાં. જેમાના 2 શાર્પ શૂટરોને વલસાડ પોલીસ ઝારખંડ ના ધનબાદ જિલ્લા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ આધારે વલસાડ લાવી છે. પકડાયેલ શાર્પ શૂટરોએ શૈલેશ પટેલની હત્યા માટે 19 લાખની સોપારી લીધી હતી. આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપ ઝાલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો ...
ગુજરાતમાં ભારે વરસાદમાં બનેલા બનાવો લોકોની બેદરકારીથી બન્યા છે, રાહત કામગીરી માટે સરકાર કટિબદ્ધ :- નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ

ગુજરાતમાં ભારે વરસાદમાં બનેલા બનાવો લોકોની બેદરકારીથી બન્યા છે, રાહત કામગીરી માટે સરકાર કટિબદ્ધ :- નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ

Gujarat, National
સમગ્ર ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં નુકસાનની ભીતિ સેવાઇ છે. પરંતુ, પુર જેવી પરિસ્થિતિમાં કોઈ મોટી જાનહાની થઈ નથી. તેમજ વરસાદના પાણીને કારણે જે વિસ્તાર અસરગ્રસ્ત છે. ત્યાં રાહત કામગીરી કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું. વાપીમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત મહા રક્તદાન કેમ્પનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાતમાં વરસતા વરસાદી માહોલ અંગે જણાવ્યું હતું કે, વરસાદ આવે તે ખૂબ જ સારી વાત છે. કેમ કે, વરસાદ માટે આપણે પૂજા પાઠ કરાવીએ છીએ. હાલમાં રાજુમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પણ ગુજરાત માટે સારી પરિસ્થિતિ છે. રાજ્યના તમામ ડેમ તળાવ ભરાયા છે. ભારે વરસા...
દારૂના ગુન્હામાં નાસતા ફરતા ખેરગામના કુખ્યાત બુટલેગર અસીમ શેખની વલસાડ LCB એ ધરપકડ કરી….!

દારૂના ગુન્હામાં નાસતા ફરતા ખેરગામના કુખ્યાત બુટલેગર અસીમ શેખની વલસાડ LCB એ ધરપકડ કરી….!

Gujarat, National
વલસાડ જીલ્લામાં નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની સુરત વિભાગ સુરતના અધિક પોલીસ મહાનિર્દેશક પિયુષ પટેલ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલાની સુચના અને LCB PI વી. બી. બારડના માર્ગદર્શન મુજબ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના કેસમાં વોન્ટેડ આરોપી અસીમ નીઝામમીયા શેખને ટ્રાન્સફર વોરંટ આધારે નવસારીથી કબજો મેળવી તપાસ હાથ ધરી છે. પકડાયેલ બુટલેગર અસીમ શેખ મૂળ નવસારી જિલ્લાના ખેરગામનો રહેવાસી છે. જેની સામે નવસારી જિલ્લાના ખેરગામ પો.સ્ટે.માં IPC કલમ,376 (2) (N), 323, 504, 506 (2), 114 તથા પોકસો એકટ કલમ 8, 12 તથા આઇ.ટી. એકટ કલમ.66-4 મુજબનો ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં નવસારી પોલીસે તેની ધરપકડ કરી નવસારી સબજેલમાં ધકેલી દીધો હતો. આરોપી અસીમ સામે વલસાડ જિલ્લાના ડુંગરા, પારડી, ધરમપુર,નાનાપોંઢા,વલસાડ રૂરલ વગેરે પોલીસ મથકમાં દારૂની હેરાફેરીના કેસ નોંધાયા હતાં. અ...
વાપીના ઉદ્યોગોમાં GPCB નું ચેકીંગ, કેટલાક યુનિટોમાંથી સેમ્પલ લઈ વડી કચેરીએ મોકલ્યા…!

વાપીના ઉદ્યોગોમાં GPCB નું ચેકીંગ, કેટલાક યુનિટોમાંથી સેમ્પલ લઈ વડી કચેરીએ મોકલ્યા…!

Gujarat, National
વરસાદ શરૂ થયા બાદ GPCB દ્વારા વાપી GIDC ના ઉદ્યોગોમાં ચેકીંગ હાથ ધરાતું હોય છે. GPCB દ્વારા ઉદ્યોગોમાં CETP કનેક્શન સહિત અન્ય જરૂરી ચેકીંગ હાથ ધરાતું હોય છે. જે અંતર્ગત હાલમાં પણ GIDC ના અનેક એકમોમાં આ તપાસ હાથ ધરાઈ છે. તો, કેટલાક એકમોમાં તપાસ બાદ કેમિકલ અને કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઈ તેને વડી કચેરીએ મોકલવાની તજવીજ હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ GPCB ને કરેલી ફરિયાદ બાદ વાપી GIDC માં 3rd phaseમાં પ્લોટ નંબર 1401/4 અને 1401/6 માં કાર્યરત Hema Dyechem નામની કંપનીમાં GPCB ના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. GPCB ના અધિકારીઓએ કંપનીમાંથી કેટલાક સેમ્પલ એકઠાં કરી તેને વડી કચેરી ખાતે મોકલ્યા છે. તો, એ જ રીતે અન્ય કંપનીઓમાં પણ રૂટીન ચેકીંગ હાથ ધર્યું હતું. છેલ્લા એકાદ સપ્તાહથી ચાલતી આ કાર્યવાહી ગુરુવારે પણ શરૂ રહી હતી. ગુરુવારે GPCB ના અધિકારીઓએ પલ કલર, Pharmavet ઇન્ડસ્ટ્રીઝ સહ...
વાપી GIDC ના ઉદ્યોગ સંચાલકો ગંદુ પાણી ગટરમાં ઠાલવી ને જ રહ્યા…..! GPCB-VIA ના આદેશ VIA સુધી જ રહ્યા…?

વાપી GIDC ના ઉદ્યોગ સંચાલકો ગંદુ પાણી ગટરમાં ઠાલવી ને જ રહ્યા…..! GPCB-VIA ના આદેશ VIA સુધી જ રહ્યા…?

Gujarat, National
વાપી GIDC માં પડેલા ભારે વરસાદનો લાભ લેવા કોઈપણ પ્રકારના આદેશનું પાલન નહિ કરવાની ફિતરત ધરાવતા GIDC ના ઉદ્યોગકારો આખરે GPCB અને VIA ના આદેશ અને અપીલને અવગણી પોતાનું ધાર્યું કરીને જ રહ્યા છે. આ નફ્ફટ ઉદ્યોગકારો માટે ગમે તેટલા કાયદા બનાવો, ગમે તેટલા દંડ ફટકારો પણ વરસાદી માહોલમાં વાપી GIDC ના બદનામ ઉદ્યોગો તેમનું પાપ છોડીને જ રહેતા હોય છે. આ પ્રતીતિ ફરી એકવાર 19 અને 20મી જુલાઈએ થઈ છે. આ દિવસે વાપીમાં વરસતા ભારે વરસાદના પાણી સાથે ઉદ્યોગોનું બ્લ્યુ, સોનેરી, પીળું, કાળા કલરનું પાણી ઠેકઠેકાણે રસ્તા પરથી ગટરમાં વહેતુ કેમેરામાં કેદ થયું હતું. વાપી GIDC માં આવેલ 2nd Phase માં પ્લોટ નંબર 258 પર સ્થિત Amrit Dye Chem Industries નામના એકમ સામેના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી સાથે બ્લુ કલરનું પાણી ગટરમાં ઠલવાતું જોવા મળ્યું હતું. આ પાણી કદાચ આ કંપનીનું જ હોવાનું ફલિત થતું હતું કેમ કે તેની આસપાસ બીજી એ...
વલસાડ જિલ્લા પોલીસવડાએ વાપીમાં રેલવે અન્ડરબ્રિજની મુલાકાત લઈ ટ્રાફિક વ્યવસ્થા માટે પાલિકાના સત્તાધીશો-DYSP સાથે ચર્ચા કરી

વલસાડ જિલ્લા પોલીસવડાએ વાપીમાં રેલવે અન્ડરબ્રિજની મુલાકાત લઈ ટ્રાફિક વ્યવસ્થા માટે પાલિકાના સત્તાધીશો-DYSP સાથે ચર્ચા કરી

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીમાં બુધવારે વહેલી સવારે વરસેલા ભારે વરસાદથી રેલવે અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને કારણે ઇસ્ટ વેસ્ટને જોડતા રેલવે ફાટક પર ભારે ટ્રાફિક જામ થયો હતો. આવી સમસ્યા ફરી સર્જાય નહિ તે માટે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ ગુરુવારે રેલવે અન્ડરબ્રિજ ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન ટ્રાફિકને લઈ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે હાલમાં ઓવર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે. જેથી લોકોની અવરજવર માટે બે મુખ્ય માર્ગો છે. જેમાંના રેલવે અંડરબ્રિજમાં ભારે વરસાદમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો. જ્યારે રેલવે ફાટક પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા ટાઉન વિસ્તારમાં પણ ટ્રાફિક સમસ્યા સર્જાય હતી. રેલવે ગરનાળાની...
બેંક ઓફ બરોડાના ATM મશીન તોડી રૂપીયાની ચોરી કરવાનો પ્રયાસ કરતા 3 આરોપીને વાપી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા

બેંક ઓફ બરોડાના ATM મશીન તોડી રૂપીયાની ચોરી કરવાનો પ્રયાસ કરતા 3 આરોપીને વાપી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી નજીક સલવાવ ખાતે આવેલ બેન્ક ઓફ બરોડા ના ATM મશીન તોડી રૂપિયાની ચોરી કરતા 3 આરોપીઓને વલસાડ પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલ ત્રણેય ઈસમો વિજય પેકર્સ એન્ડ મુવર્સ નામની કંપનીમાં કામ કરતા હતા. જેઓ વાપીમાં પિક અપ વાહન લઈને કેમિકલના ડ્રમ ખાલી કરવા આવ્યા હતાં. અને સિક્યુરિટી ગાર્ડ વગરના ATM માં ઘુસી તેને તોડતા ઝડપાઇ ગયા હતાં. અધિક પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ સુરતના પીયુષ પટેલના માર્ગદર્શન દ્વારા પોલીસ અધિક્ષક, વલસાડ ડૉ. રાજદીપસિંહ ઝાલાની રાહબરી હેઠળ DYSP બી. એન. દવેની સુચના આધારે નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ ટીમે ATM તોડતા ત્રણ ને રંગે હાથ ઝડપી પાડ્યા છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડા એ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું. બુધવાર-ગુરુવારની રાત્રી દરમ્યાન પોલીસ ટીમ પેટ્ર...
વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાથી સાવચેત રહેવા વાપીમાં લોકોને જાગૃત કરાયા

વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાથી સાવચેત રહેવા વાપીમાં લોકોને જાગૃત કરાયા

Gujarat, National
હાલ ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. જેને ધ્યાને રાખી ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાથી લોકો સાવચેત રહે, જાગૃત બને તેવા કાર્યક્રમના આયોજન કરવામાં આવતા હોય છે. જે ધ્યાને રાખી વાપીમાં હરિયા હોસ્પિટલ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાપી શહેરી આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાથી સાવચેત રહેવા હરિયા હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા સમજૂતી પુરી પડાય હતી. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. તો, આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો એવા ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા વિશે ઉપસ્થિત શહેરીજનોને સમજૂતી અપાઈ હતી. તેમજ મચ્છરજન્ય રોગોથી કઈ રીતે બચી શકાય, તેની સારવાર કઈ રીતે કરવી તે અંગે કેવા પગલાં લેવા જરૂરી છે. તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્...
દમણમાં મુશળધાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો સહિત રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમાં પાણી

દમણમાં મુશળધાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો સહિત રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમાં પાણી

Gujarat, National
સંઘપ્રદેશ દમણમાં 24 કલાક દરમ્યાન 9.24 ઈંચ જેટલો મુશળાધાર વરસાદ વરસ્યો છે. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરો તથા નાના મોટા ધંધા રોજગાર ચલાવતા દુકાનદારોની દુકાનમાં પાણી ફરી વળતા લોકો એ પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે અને બુધવારે સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી શહેરના અને ગ્રામ્ય, ઔદ્યોગિક વિસ્તારમાં ફરી વળ્યાં હતાં. વરસાદી પાણી ભરાવાને કારણે દમણના ડેપ્યુટી કલેક્ટર સહિત નગરપાલિકાના પ્રમુખની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવતા જોવા મળ્યા હતા. મંગળવાર-બુધવારના છેલ્લા 24 કલાકથી વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી સહિત સંઘપ્રદેશ દમણમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. બુધવારની મોડી રાત્રીથી જાણે આકાશમાં મેઘ તાંડવ થયું હોય એમ મળસ્કે સુધી દમણમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. અતિભારે ખાબકેલા વરસાદને પગલે વહેલી સવા...