સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં 10 ઇંચ વરસાદ, દમણગંગા નદી સહિત તમામ નદી નાળા છલકાતા 21 લોકોને રેસ્ક્યુ કર્યા
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં ગત રાત્રે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ખાનવેલ, દૂધની, કરચોન્ડ સહિતના વિસ્તારમાંથી પસાર થતી સાકરતોડ નદીમાં ભારે પુર આવ્યું છે. એ વિસ્તારમાં આવેલ દૂધની, કરચોન્ડ સહિતના 15 જેટલા ગામના લોકો માટે આવાગમન ના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. તો કેટલાક નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જતા NDRF ટિમ દ્વારા 21 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં ગત રાત્રે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ખાનવેલ, દૂધની, કરચોન્ડ સહિતના વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં ભારે પુર આવતા 21 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. 06 BN NDRF ને દાદરા નગર હવેલી પ્રશાસને સૂચિત કરતા NDRF ની એક ટુકડી રાત્રે ખાનવેલ પહોંચી હતી. જ્યાં 12 મહિલા, 6 પુરુષ સહિત બાળકો મળી કુલ 21 લોકોને નદી કાંઠા વિસ્તારમાં આવેલા પુરના પાણીમાંથી...