Friday, October 18News That Matters

Month: June 2023

પર્યાવરણ જાગૃતિ માટે આયોજિત Streets For All કાર્યક્રમમાં વાપીવાસીઓએ શેરી રમતો અને ડાન્સ-ગરબાની મોજ માણી!

પર્યાવરણ જાગૃતિ માટે આયોજિત Streets For All કાર્યક્રમમાં વાપીવાસીઓએ શેરી રમતો અને ડાન્સ-ગરબાની મોજ માણી!

Gujarat, Most Popular, National
વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં રવિવારે વાપીમાં સ્ટ્રીટસ ફોર ઑલ નામનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જે અબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે નોખો અનોખો હતો. કેમ કે આજે શેરી-ગલીમાં રમાતી પરંતુ મોબાઈલ યુગમાં ભુલાઈ ગયેલી રમતોને યાદ કરી વાપીના 20,000 જેટલા શહેરીજનોએ વિવિધ શેરી રમતો, ફ્યુઝન ડાન્સ, મ્યુઝિક, રાસ ગરબા નો આનંદ માણ્યો હતો. વાપીના ગુંજન વિસ્તારમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, વાપી નોટિફાઇડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેવાભાવી, રોટરી જેવી સંસ્થાઓએ street for all ના અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથેના આ કાર્યક્રમમાં અંદાજિત 20 હજાર લોકો જોડાયા હતાં. કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ પોતે પણ ડ્રમ સર્કલ ઇવેન્ટમાં ભાગ લઈ ડ્રમ વગાડવા નો આનંદ ઉઠાવ્યો હતો. આ અનોખા કાર્યક્રમ અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હત...
ઉમિયા માતાજીના 504 ફૂટ ઊંચા મંદિર નિર્માણના પ્રચાર પ્રસાર માટે માતાજીનો દિવ્ય રથ 2 દિવસ વાપીમાં કરશે ભ્રમણ

ઉમિયા માતાજીના 504 ફૂટ ઊંચા મંદિર નિર્માણના પ્રચાર પ્રસાર માટે માતાજીનો દિવ્ય રથ 2 દિવસ વાપીમાં કરશે ભ્રમણ

Gujarat, National
ગુજરાતના પાટીદાર સમાજના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ-ગાંધીનગર સરખેજ હાઇવે પર આવેલ હાંસપુર ગામે 100 એકરમાં 1000 કરોડના ખર્ચે 504 ફૂટ ઊંચું ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના પ્રચાર-પ્રસાર માટે ગુજરાતના દરેક જિલ્લા-તાલુકા ગામમાં ભ્રમણ કરી રહેલ ઉમિયા માતાજીનો દિવ્ય રથ પાંચમી અને છઠ્ઠી જૂનના વાપીમાં ભ્રમણ કરશે. જેના સ્વાગત માટે વાપી દિવ્ય રથ સંચાલક સમિતિ દ્વારા VIA કોન્ફરન્સ હોલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. જેમાં સંચાલક સમિતિના અગ્રણી તેમજ VIA પ્રમુખ સતિષભાઈ પટેલ, નરેન્દ્ર ભાઈ પટેલ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, જૂન 5 અને જૂન 6 ના દિવ્ય રથ વાપી શહેર તેમજ નોટિફાઇડ વિસ્તારમાં ભ્રમણ કરશે. જે સૌ પ્રથમ વાપી નજીક આવેલ ટુકવાડા ગામે અવધ ઉથોપિયા ખાતે આગમન થશે જ્યાં સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સન્માન થશે. જે બાદ દિવ્ય રથ વાપીના ગુંજન વિ...
વાપીમાં નીતિન ગડકરીએ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું, ‘મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે’ના ટેસ્ટિંગ માટે 180ની સ્પીડ પર ચા પીધી

વાપીમાં નીતિન ગડકરીએ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું, ‘મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે’ના ટેસ્ટિંગ માટે 180ની સ્પીડ પર ચા પીધી

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી ખાતે જિલ્લાની પ્રથમ યુનિવર્સીટી એવી રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી નું ભારત સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના પ્રધાન નીતિન ગડકરીએ ઉદ્ઘાટન કર્યું હતું. વાપી આવતા પહેલા ગડકરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નવસારીના અંતરોલી નજીક નિર્માણ થયેલ એક્સપ્રેસ વે પર 160ની સ્પીડે કારમાં સફર કરી ચા ની ચૂસકી લઈ ટેસ્ટિંગ કર્યું હતું. તેમજ ભારતને વિશ્વનું નંબર વન ઇકોનોમિક રાષ્ટ્ર બનાવવાનું સપનું કઈ રીતે સાકાર કરી શકાય તે અંગે વિસ્તૃત સંબોધન કર્યું હતું. વલસાડ જિલ્લાના વાપી ખાતે જિલ્લાની પ્રથમ યુનિવર્સીટી એવી રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી નું ભારત સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના પ્રધાન નીતિન ગડકરીએ ઉદ્ઘાટન કર્યું હતું. વાપી આવતા પહેલા ગડકરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નવસારીના અંતરોલી નજીક નિર્માણ થયેલ એક્સપ્રેસ વે પર 160ની સ્પીડે કારમાં સફર કરી ચા ની ચ...