Thursday, December 5News That Matters

Month: June 2023

मोदी सरकार के सफल 9 साल के अवसर पे केन्द्रीय मंत्री नारायण राणे ने दमन में जनसभा को संबोधित किया।

मोदी सरकार के सफल 9 साल के अवसर पे केन्द्रीय मंत्री नारायण राणे ने दमन में जनसभा को संबोधित किया।

Gujarat, National
प्रधानमंत्री नरेन्द्र मोदी के नेतृत्व में केन्द्र की सरकार ने अपने सफलतम ९ वर्ष पूर्ण किए है इस अवसर पर भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमण दिव के प्रदेश के अध्यक्ष दीपेश टंडेल की अध्यक्षता में आयोजित नानी दमण स्थित कोली पटेल समाज हॉल पर एक विशाल जनसभा आयोजित हुई। इस कार्यक्रम में अतिथि विशेष के रूप में केन्द्रीय मंत्री नारायण राणे (सूक्ष्‍म, लघु एवं मध्‍यम उद्यम मंत्रालय) उपस्थित रहे। मंत्री नारायण राणेने अपने संबोधन में कहा की में आज प्रथम बार आपके प्रदेश में आया हूँ इतनी बड़ी संख्या में जनमेदनीं इतनी भारी बारिश में उपस्थित रही इसके लिए आप सभी का धन्यवाद। प्रधानमंत्री नरेन्द्र जिस प्रकार से काम करते है देश एवं विदेश में भारत के लोगो और मोदी के नाम को मान सम्मान मिला है। राष्ट्र प्रथम की भावना रखकर मोदी सोलह से अठारह घंटे काम कर रहे है एक भारत श्रेष्ठ भारत की भावना से देश आग...
બૉસ…! સાહેબનું કમિટમેન્ટ પૂરું નહિ થતા હવે વાપીવાસીઓએ હાડમારી ભોગવ્યે જ છૂટકો…!

બૉસ…! સાહેબનું કમિટમેન્ટ પૂરું નહિ થતા હવે વાપીવાસીઓએ હાડમારી ભોગવ્યે જ છૂટકો…!

Gujarat, National
વાપીમાં ચોમાસા પહેલા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે બલિઠા બ્રિજ કાર્યરત કરવાનું બીડું ઝડપ્યું હતું. જો કે ચોમાસુ શરૂ થઈ ચૂક્યું છે અને બલિઠા બ્રિજ દિવાળી પહેલા પણ પૂર્ણ થશે કે કેમ તે સંદેહ છે. તો, વળી વાપી ટાઉનમાંથી પસાર થતા મુખ્ય ફોરલેન ROBના પીલ્લર સુધીનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાની ખાતરી પણ પૂર્ણ થઈ નથી. જે ટાઈપ બ્રિજની કામગીરીના પણ હાલ એ જ છે. ચાર રસ્તાથી ચણોદ તરફનો માર્ગ પણ હજુ અધુરો છે. ટૂંકમાં બૉસ... ના પગલે ચાલતા સાહેબે... વિકાસના કામોના ખાતમુહરત કરતી વખતે અને નિર્માણ કામગીરી શરૂ કરતી વખતે આપેલા વાયદા હાલ પૂરતા તો પોકળ સાબિત થયા છે. ચોમાસાની શરૂઆત થતા જ વાપી ટાઉનમાં ટ્રાફિક સમસ્યા વકરી છે. હાઇવે નંબર 48 પર પણ છરવાડા ક્રોસિંગ નું કામ ચોમાસા પહેલા પૂરું કરવાનું હતું તે પૂરું નહિ થતા હાઇવે પર ટ્રાફિક જામ ની સમસ્યા છે. બલિઠા ફાટક, ટાઉન ફાટક, રેલવે ગરનાળા માં કે વાપી ચાર રસ્તા આ...
વાપીમાં રેલવે લાઇન પર ટ્રેન અડફેટે મોત ને ભેટેલા 2 યુવકોના મૃતદેહોને ઊંચકી ઇન્તેખાબ ખાનની ટીમે માનવતા મહેકાવી

વાપીમાં રેલવે લાઇન પર ટ્રેન અડફેટે મોત ને ભેટેલા 2 યુવકોના મૃતદેહોને ઊંચકી ઇન્તેખાબ ખાનની ટીમે માનવતા મહેકાવી

Gujarat, National
વાપીમાં પશ્ચિમ રેલવે લાઇન પર બુધવારે 2 અલગ અલગ ટ્રેન અડફેટે 2 યુવકોના મોત થતા અરેરાટી ફેલાઈ હતી. અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થળે ટ્રેન અડફેટે આવી મોતને ભેટેલા બન્ને ક્ષત વિક્ષત મૃતદેહોને વાપીમાં બિનવારસી લાશ ઉંચકતા ઇન્તેખાબ ખાનની ટીમે ઊંચકી એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વાપી રેલવે સ્ટેશને અને ત્યાર બાદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલાવ્યા હતાં. વરસતા વરસાદમાં બનેલ આ ઘટના દરમ્યાન રેલવે ટ્રેક પર ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મહેનત કરવી પડી હતી. ઇન્તેખાબ અને તેની ટીમે દોઢ કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું હતું. રેલવે ટ્રેક આસપાસ વરસાદી પાણી અને કિચ્ચડ હોય મૃતદેહને ઉંચકી ફરી દોઢ કિલોમીટર સુધી ચાલીને આવવું પડ્યું હતું. જે બાદ એમ્બ્યુલન્સ માં મૃતદેહને રવાના કરાવી માનવતાના દર્શન કરાવ્યા હતાં. ઘટના અંગે મળતી વિગતો મુજબ બુધવારે વહેલી સવારે વાપી રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર પસાર થતી ...
વાપીના ખાન પરિવારે ઇદની કુરબાની માટે તૈયાર કર્યા 151 કિલો, 110 કિલો અને 108 કિલોના ગુર્જરી નસલના બકરા

વાપીના ખાન પરિવારે ઇદની કુરબાની માટે તૈયાર કર્યા 151 કિલો, 110 કિલો અને 108 કિલોના ગુર્જરી નસલના બકરા

Gujarat, National
વાપીમાં રહેતા ઉમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે તેમના ઘરે જ બકરી ઇદની કુરબાની માટે 3 બકરા તૈયાર કર્યા છે. ગુર્જરી નસલના આ ત્રણેય બકરાનું વજન અનુક્રમે 151 કિલો, 110 કિલો અને 108 કિલો છે. ખાન પરિવાર વર્ષોથી પોતાના ઘરે જ સારી નસલના બકરા પાળે છે. જે બાદ ઈદ ઉલ જુહા (બકરી ઈદ)ના પવિત્ર દિવસે તેની કુરબાની આપે છે. વાપીના ઇમરાન નગરમાં રહેતા અને એવરગ્રીન પાર્ટી પ્લોટ ખાતે પોતાનું ફાર્મ ધરાવતા ખાન પરિવાર ના ઉંમર ફારૂકે જણાવ્યું હતું કે, તેઓને બકરા પાળવાનો શોખ છે. તેમની પાસે હિમાચલના વિલાયતી ઘેટાં સહિત રાજસ્થાન, પંજાબ, ગુજરાતના સારી નસલના 25 જેટલા ઘેટાં-બકરા છે. દર વર્ષની જેમ આ વર્ષે બકરી ઇદની કુરબાની માટે 3 બકરાને જાતે જ પાળીને મોટા કર્યા છે. આ વર્ષે ખાન પરિવારે ઇદની કુરબાની માટે તૈયાર કરેલો એક બકરો 151 કિલોનો છે. જેને મધ સહિત દૂધ, વડ, ફણસ ના પાન ખવડાવે છે. જેથી તેના હાડકા મજબૂત રહે અન...
સેલવાસમાં એક હોટલની રૂમમાથી યુવક અને યુવતીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

સેલવાસમાં એક હોટલની રૂમમાથી યુવક અને યુવતીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં શહીદચોક નજીક આવેલ નટરાજ હોટલના રૂમમાથી યુવક યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઈ સેલવાસ પોલીસે તપાસ હાથ ધરી છે. સેલવાસની નટરાજ હોટેલના રૂમમાં રોકાયેલ યુવક યુવતીના હત્યા-આપઘાત કરેલા મૃતદેહ મળી આવ્યા છે. હોટેલની રૂમમાં રોકાવા આવેલ યુવકનો પંખે લટકેલો જ્યારે યુવતીનો મૃતદેહ પલંગ પર ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ યુવક મૂળ રાજસ્થાનનો વતની હતો. જ્યારે યુવતી સ્થાનિક દાદરા નગર હવેલીની જ વતની હતી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં આવેલ નટરાજ હોટેલમાં ગત રાત્રે યુવક યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે હોટેલના સંચાલકે સેલવાસ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહને PM માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. હોટેલના રૂમમાંથી મળી આવેલ યુવક યુવતીના મૃતદે...
સેલવાસમાં આવેલ 2 કંપનીઓમાં ભભૂકી આગ, એક મહિનામાં 3 આગની ઘટના અને એક બોઇલર બ્લાસ્ટ

સેલવાસમાં આવેલ 2 કંપનીઓમાં ભભૂકી આગ, એક મહિનામાં 3 આગની ઘટના અને એક બોઇલર બ્લાસ્ટ

Gujarat, National
દાદરા નગર હવેલીના સાયલી ખાતે આવેલ શીલા ફૉમ અને સર્વા ફૉમ નામની કંપનીમાં મંગળવારે રાત્રે અચાનક ભભૂકેલી આગ પર ફાયરના જવાનોએ બુધવારે સવારે કાબુ મેળવ્યો છે. દાદરા નગર હવેલીમાં છેલ્લા એક મહિનામાં આ 3જી ઘટના છે. આગની ઘટના સાથે એક કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થતા 3 કામદારો દાઝ્યા હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી હોય તંત્ર હરકતમાં આવ્યું છે. મંગળવારે દાદરા નગર હવેલીમાં આવેલ સિદ્ધિ વિનાયક સ્ટીલ કંપનીનું બોયલર ફાટતા 3 કામદારો દાજી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મોડી રાત્રે સાયલી સ્થિત શીલા ફૉમ અને સર્વા ફૉમમાં આગની ઘટના બની હતી. તો એ પહેલાં રિદ્ધિસિધ્ધિ સિન્થેટિક નામની કંપનીમાં 20 દિવસમાં બીજી વખત આગની ઘટના બની હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ શીલા ફૉમ અને સર્વા ફૉમ નામની કંપનીમાં આગની ઘટના બનતા અફરાતફરી મચી હતી. ઘટનાને લઈ સેલવાસ ફાયર વિભાગને જાણ કર...
પહેલા વરસાદમાં જ સંજાણ નજીક DFCCIL ના રેલવે ટ્રેકની માટી ધસી, સંજાણ સર્વિસ રોડનું પણ ધોવાણ, તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું…!

પહેલા વરસાદમાં જ સંજાણ નજીક DFCCIL ના રેલવે ટ્રેકની માટી ધસી, સંજાણ સર્વિસ રોડનું પણ ધોવાણ, તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું…!

Gujarat, National
વલસાડ જિલ્લામાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ઉમરગામમાં પ્રથમ વરસાદમાં જ 10 ઇંચ આકાશી પાણીએ તંત્રની પોલ ખોલી નાખી છે. સંજાણ નજીક DFCCIL નિર્મિત રેલવે ટ્રેકની માટી ધસી પડવા ઉપરાંત નવા બનેલા સર્વિસ રોડનું ધોવાણ થતા 10 કલાકમાં 3 અકસ્માત થયા છે. આસપાસના અસંખ્ય લોકો રસ્તાના કારણે અટવાયા છે. તો તંત્રની બુદ્ધિનું પ્રદર્શન પણ જોવા મળ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ખાબકેલા અનરાધાર વરસાદના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં તેમજ ઘરોમાં પાણીનો ભરાવો થયો છે, સંજાણ માં મુંબઈ-અમદાવાદ વચ્ચે બની રહેલ DFCCIL ની રેલવે લાઈનની માટી ધસી પડતા ટ્રેક ને નુકસાન થયું છે. DFCCIL ના સંજાણ બ્રિજમાં ગાબડું પડ્યા બાદ બનાવેલ સર્વિસ રોડનું પણ પહેલા વરસાદમાં જ ધોવાણ થઈ ગયું છે. મેઘરાજાના આ પ્રથમ રાઉન્ડમાં જ થયેલી ખાનાખરાબીમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન પણ જોવા મળ્યું છે. સંજાણ ...
વરસાદી પાણીથી ભરાયેલ તળાવમાં ક્રિકેટ મેચ….! ભજીયા ખાવાનો કે મોબાઈલમાં ગેમ રમવાનો ટ્રેન્ડ જૂનો થયો….?

વરસાદી પાણીથી ભરાયેલ તળાવમાં ક્રિકેટ મેચ….! ભજીયા ખાવાનો કે મોબાઈલમાં ગેમ રમવાનો ટ્રેન્ડ જૂનો થયો….?

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સોમવારે સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વરસેલા 3 ઇંચ વરસાદે તેમજ અગાઉના 24 કલાકમાં વરસેલા 9 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ છે. ત્યારે, વરસાદી પાણીથી ભરાયેલ તળાવમાં આહુ ગામના યુવાનો ક્રિકેટ રમતા જોવા મળ્યા હતાં. ચોમાસા દરમ્યાન સામાન્ય રીતે વરસાદી વાતાવરણમાં લોકો ઘરમા કે બહાર ગરમાગરમ ભજીયા ખાતા હોય છે. કેટલાક લોકો ઘરમાં બેસીને મોબાઇલ ગેમ રમતા હોય છે. પરંતુ ઉમરગામ તાલુકાના ખતલવાડા/નારગોલ રોડ પર આવેલ આહુ ગામના યુવાનો ઘૂંટણસમાં વરસાદી પાણીમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા હતાં. તાલુકામાં એક તરફ અનરાધાર મેઘથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે, વરસાદી માહોલમાં ક્રિકેટ રમતા આ યુવાનોના ચહેરા પર ચોગ્ગા-છગ્ગા મારવાનો હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. આહું ગામમાં ભારે વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતાં. ઘૂંટણસમાં પાણી ભરાયા બાદ તેના નિકાલની વ્યવસ્થા ના હોય ય...
વલસાડ પોલીસે સમાજમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને ડામવા શાળા-કોલેજમાં જઇ Drug Abuse દિવસની ઉજવણી કરી

વલસાડ પોલીસે સમાજમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને ડામવા શાળા-કોલેજમાં જઇ Drug Abuse દિવસની ઉજવણી કરી

Gujarat, National
સમાજમાં ડ્રગ્સનું દુષણ ઘટે, તેની હેરફેર સામે સમાજના લોકો જાગૃત બને તેવા ઉદેશયથી દર વર્ષે 26મી જૂનના International Day Against DRUG ABUSE & Illicit Trafficking ના વિશ્વભરમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે, વલસાડ જિલ્લા પોલીસે પણ આ દિવસને ધ્યાનમાં રાખી જિલ્લાની વિવિધ શાળા કોલેજમાં જઇ વિદ્યાર્થીઓને ડ્રગના દુષણથી માહિતગાર કરી આવી પ્રવૃતિઓ અંગે પોલીસનું ધ્યાન દોરવા અપીલ કરી હતી. વાપીમાં જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ Drug Abuse દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાપીની આર. કે. દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ કોલેજ ખાતે SOG પોલીસ ઇન્સ્પેકટર સહિત અન્ય પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી ડ્રગ્સના પ્રકાર, તેનાથી થતી ગંભીર બીમારીઓ, સમાજમાં ઉપન્ન થતી સમસ્યાઓથી વાકેફ કર્યા હતા. તેમજ ક્યાંય પણ ડ્રગ્સની કોઈ ગેરપ્રવૃત્તિઓ જોવા મળે તો તે અંગે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી....
ઉમરગામમાં અનરાધાર વરસાદથી સંજાણ અન્ડરપાસમાં ભરાયા પાણી, વારોલી નદી બે કાંઠે

ઉમરગામમાં અનરાધાર વરસાદથી સંજાણ અન્ડરપાસમાં ભરાયા પાણી, વારોલી નદી બે કાંઠે

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે સંજાણ અન્ડરપાસ માં પાણી ભરાયા છે. તો, મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ હોય સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદી બે કાંઠે વહી રહી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે આવેલ રેલવે અન્ડરપાસ વરસાદી માહોલમાં વાહનચાલકો માટે મુસીબત બન્યો છે. સંજાણ અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો એ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઉમરગામ તાલુકામાં છેલ્લા 28 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો, ઉપરવાસમાં મહારાષ્ટ્ર ના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેનું વરસાદી પાણી સંજાણ નજીક પસાર થતી વારોલી નદીમાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. રવિવારથી વરસી રહેલો વરસાદ સંજાણ વાસીઓ માટે આપદા લઈને આવ્યો છે. આ વિસ્તારમાં રેલવે અન્ડરપાસ મુખ્ય આવાગમન માટે નો માર્ગ છે. જેમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ...