Friday, January 31News That Matters

Month: June 2023

રિલાયન્સ ફાઉન્ડેશનના ‘પ્લાન્ટ4લાઇફ’ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં 15 હજાર વૃક્ષોના ઉછેરનો પ્રારંભ

રિલાયન્સ ફાઉન્ડેશનના ‘પ્લાન્ટ4લાઇફ’ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં 15 હજાર વૃક્ષોના ઉછેરનો પ્રારંભ

Gujarat, National
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રીન કવર વધારવા અને પૃથ્વીની સંભાળ રાખવા માટે એક સમુદાય-સંચાલિત પર્યાવરણ અભિયાન 'પ્લાન્ટ4લાઇફ' તા. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગ રૂપે જામનગર ખાતેની રિફાઈનરી દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જિલ્લામાં 15000 વૃક્ષો રોપીને તેનો ઉછેર કરવાનું બીડું ઝડપવામાં આવ્યું છે. સોમવારે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જિલ્લાના સિક્કા તથા આઈ.એન.એસ.વાલસુરા ખાતે વૃક્ષારોપણ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. સિક્કા ખાતે ગ્રામજનો અને વાલસુરા ખાતે કમાન્ડીંગ ઓફીસર, અધિકારીઓ, નૌસેનાના જવાનો અને તેમના પરિવારજનોને પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષામાં સહભાગિતાના આ અભિયાનમાં સાંકળીને લીમડો, પીપળો, ગુલમહોર, સેવન, સપ્તપર્ણી, શરુ જેવાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ...
राष्ट्रीय स्कूल गेम्स प्रतियोगिता 2023 में संघ प्रदेश के खिलाड़ियों का शानदार प्रदर्शन

राष्ट्रीय स्कूल गेम्स प्रतियोगिता 2023 में संघ प्रदेश के खिलाड़ियों का शानदार प्रदर्शन

Gujarat, National
राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली तथा मध्यप्रदेश के भोपाल एवं ग्वालियर में आयोजित होने वाले 66 वीं राष्ट्रीय स्कूल गेम्स अंडर 19 प्रतियोगिता में संघ प्रदेश की 131 सदस्यी दल भाग ले रहे है। उल्लेखनीय है कि इस प्रतियोगिता में भाग लेने वाले खिलाड़ियों का चयन संघ प्रदेश के छात्र-छात्राओं द्वारा प्रदेश स्तर पर बेहतर प्रदर्शन के आधार पर हुआ है। राष्ट्रीय स्कूल गेम्स प्रतियोगिता में संघ प्रदेश से खिलाड़ी व्यक्तिगत खेलों जैसे कि एथलेटिक्स, योगासन, बॉक्सिंग, बैडमिंटन, टेबल टेनिस, टेनिस, शतरंज एवं ताइक्वांडो तथा टीम इवेंट्स में फुटबॉल, वॉलीबॉल, खो-खो और कबड्डी खेल प्रतियोगिता में भाग ले रहे है । इस 131 सदस्य दल के साथ 28 सपोर्ट स्टाफ भी भेजे गए है। प्रतियोगिता के दुसरे दिन दिल्ली में आयोजित शतरंज स्पर्धा में संघ प्रदेश के अंडर 19 के बॉयज खिलाडी यश पारेख, अंशुमान बारीक, आर्यन गद्रे,सिद्धा...
શ્રીમતી BNBS ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ માટે વાપી GIDCની એક્ક્ષીમેડ કંપનીમાં બે દિવસની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ યોજાઈ

શ્રીમતી BNBS ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ માટે વાપી GIDCની એક્ક્ષીમેડ કંપનીમાં બે દિવસની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ યોજાઈ

Gujarat, National
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ વાપીના પ્રથમ વર્ષના બી. ફાર્મસી અને એમ. ફાર્મસી ના વિદ્યાર્થીઓ માટે તારીખ-6 અને 7 જુન 2023ના બે દિવસ માટે વાપી GIDC ખાતે આવેલી એક્ક્ષીમેડ ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ માટેનું સમગ્ર નેતૃત્વ કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર અને એમ. ફાર્મ (ક્વોલીટી એસ્યોરન્સ) હેડ પ્રોફેસર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્ય ડો. સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે એમ ફાર્મ (ફાર્માસ્યુટીક્સ) હેડ પ્રોફેસર ડૉ. અનુરાધા પી. પ્રજાપતિ, આસીસ્ટન્ટ પ્રોફેસર શિવાની ગાંધી, આસીસ્ટન્ટ પ્રોફેસર પ્રીતિ સિંગ, આસીસ્ટન્ટ પ્રોફેસર ખુશ્બુ પટેલ, આસીસ્ટન્ટ પ્રોફેસર હર્ષ લાડ અને બી.ફાર્મ અને એમ.ફાર્મ ના કુલ 124 વિદ્યાર્થીઓને લઇ કંપનીની મુલાકાત લીધી હતી. આ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી વિઝી...
વાપીની સરના અને સુમિટોમો ઇન્ડસ્ટ્રીઝને એવોર્ડ એનાયત કરનાર FGI એ 18માં FGI એવોર્ડ માટે VIAના સહયોગમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું

વાપીની સરના અને સુમિટોમો ઇન્ડસ્ટ્રીઝને એવોર્ડ એનાયત કરનાર FGI એ 18માં FGI એવોર્ડ માટે VIAના સહયોગમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું

Gujarat, National
વડોદરા સ્થિત ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (FGI) નામની સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે એનાયત કરવામાં આવતા 18માં ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ એવોર્ડની જાણકારી આપવા વાપીમાં (VIA) વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગમાં પત્રકારો-ઉદ્યોગકારો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.   VIA ખાતે કોન્ફરન્સ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં વી.આઈ.એ. ના પ્રમુખ સતીશ પટેલ, માનદ મંત્રી, FGI ના સેક્રેટરી જનરલ પ્રેમલ દવે, પ્રોગ્રામ ઓફિસર પ્રીતિ સોનીએ વાપીના ઉદ્યોગકારો તથા પત્રકારો સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરી દર 2 વર્ષે આપતા કુલ 14 કેટેગરીના એવોર્ડ અંગે વિગતવાર માહિતી આપી હતી.   વી.આઈ.એ. ના પ્રમુખ સતીશ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી જણાવ્યું હતું કે VIA અને FGI નો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો અને ઉદ્યોગકાર મિત્રો, રિસર્ચ ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્...
રાતામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી, ભ્રષ્ટ તંત્રના વાંકે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

રાતામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી, ભ્રષ્ટ તંત્રના વાંકે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

Gujarat, National
વાપી નજીકના રાતા ગામે ગુલાબ નગરમાં આવેલ 2 ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. આગની ઘટના બનતા વાપી નગરપાલિકા અને નોટિફાઇડ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઘટના અંગે પોલીસને જાણકારી મળતા પોલીસે ભંગારના ગોડાઉનના માલિક ની અટક કરી પૂછપરછ હાથ ધરી છે. વાપી GIDCના ઉદ્યોગોમાંથી નીકળતો વેસ્ટ એકઠો કરી તગડી કમાણી કરનારા ભંગારીયાઓના વાપી નજીકના ડુંગરા, રાતા, છીરી, છરવાળા, બલિઠા, સલવાવ જેવા ગામમાં રાફડા ફાટયા છે. આ ભંગારીયાઓ કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વિના જ અત્યંત નુકસાનકારક વેસ્ટ ગોડાઉનમાં એકઠો કરતા હોય છે. જેમાં છાશવારે આગની ઘટના બનતા આસપાસના લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે. તેમજ પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચાડે છે. તેમ છતાં GPCB, વહીવટીતંત્ર કે ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો આવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની બદલે આંખ આડા કા...
ભાજપ તાલુકા સંગઠન ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યામા સંડોવાયેલ વધુ 3 આરોપીની ધરપકડ

ભાજપ તાલુકા સંગઠન ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યામા સંડોવાયેલ વધુ 3 આરોપીની ધરપકડ

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી તાલુકા સંગઠન ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યામાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. ગત 8મી મેં ના રાતા શિવ મંદિર બહાર શૈલેષ પટેલની 3 શૂટરોએ ગોળી મારી હત્યા કરી હતી. ઘટનામાં વલસાડ પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. જેમાં મંગળવારે વધુ 3 આરોપીઓની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે એ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી. કે, શૈલેષ પટેલની 3 શાર્પ શૂટરોએ ગોળી મારી હત્યા કરી. 8મી મેં ના આ બનાવમાં શૈલેષ પટેલની પત્નીએ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. જેમાં વધુ 3 આરોપીઓ એવા નિલેશ બાબુભાઇ આહીર, મિલનભાઈ વિનોદભાઈ પટેલ અને પરીક્ષિત ઉર્ફે લાલુ નટુભાઈ આહીરની પણ સંડોવણી હોય 6જૂન મંગળવારે તેમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પક...
વાપીમાં માઁ ઉમિયાના દિવ્યરથનું સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું, નાણામંત્રી કનુભાઇ દેસાઈએ દર્શનનો લાભ લીધો

વાપીમાં માઁ ઉમિયાના દિવ્યરથનું સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું, નાણામંત્રી કનુભાઇ દેસાઈએ દર્શનનો લાભ લીધો

Gujarat, National
અમદાવાદમાં જાસપુર એસ.જી.હાઈવે ઉપર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ નું સૌથી ઊંચું 504 ફૂટનું મંદિર પ્રસ્થાપિત થઈ રહયું છે. 1 હજાર કરોડના ખર્ચે મંદિર સાથે સમાજ ઉથ્થાન માટે વિવિધ પ્રકલ્પ 100 એકર જમીન મંદિર સાથે આકાર લઈ રહયા છે. જેના પ્રચાર પ્રસાર માટે ઉમિયા માતાજીનો દિવ્ય રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહયો છે. સોમવારે વાપીમાં દિવ્યરથ નું આગમન થયું હતું. વાપી છરવાડા રોડ ઉપર દિવ્ય રથ નું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર ના પાટીદાર પરિવાર ઉપસ્થિત રહ્યા હતા માથે કુંભ કળશ ઝવેરા સાથે એક સરખી સાડી પરિધાનમાં સજ્જ બની મહિલાઓએ માં નો જય જય કાર કર્યો હતો છરવાડા ઉમિયા ચોક માં દિવ્યરથ માઁ બિરાજમાન થયેલા જગત જનની માઁ ઉમિયા ની પૂજા અર્ચના નાણાંમંત્રી કનુંભાઈ દેસાઈ યોગેશભાઈ કાબરીયા, મિલનભાઈ દેસાઈ સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ એ કરી હતી. ઉમિયા ચોકમાં ભવ્ય પુષ્પવર્ષા સાથે...
“વિશ્વ પર્યાવરણ દિવસ” ઉમરગામથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્ટી પ્રોજેક્ટ’ની શરૂઆત કરાવી

“વિશ્વ પર્યાવરણ દિવસ” ઉમરગામથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્ટી પ્રોજેક્ટ’ની શરૂઆત કરાવી

Gujarat, National
વલસાડ જિલ્લામાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉમરગામ તાલુકાના મરોલીના કાલ ભૈરવ મંદિર ખાતે મેન્ગ્રુવ (ચેર)નું વાવેતર કરી ‘મિષ્ટી(Mangrove Initiative for Shoreline Habitats and Tangible) પ્રોજેક્ટ’ની શરૂઆત કરાઈ હતી. ભારતના કાંઠા વિસ્તારને પ્રાકૃતિક આપદાથી સુરક્ષિત કરવા માટેના આ પ્રોજેક્ટની શરૂઆત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર પણ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. જિલ્લા કક્ષાના વર્ષ 2023ના પર્યાવરણ દિનની ઉજવણીની થીમ ‘બીટ પ્લાસ્ટિક’ બાબતની છે. પર્યાવરણનો અર્થ માત્ર વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું જ નહી પરંતુ ‘Sustainable development’ના માર્ગ ઉપર આગળ વધી પર્યાવરણની મૂળભૂત ઇકો-સિસ્ટમની જાળવણી કરવી તેમજ હવા, પાણી અને જમીન ઉપરના દરેક પ્રદૂષણને કાબુમાં...
વાપીમાં પ્રમુખ ગ્રૂપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી, દીવાલ પર Hand-Printing સાથે પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી!

વાપીમાં પ્રમુખ ગ્રૂપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી, દીવાલ પર Hand-Printing સાથે પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી!

Gujarat, Most Popular, National, Science & Technology
વાપી-સેલવાસમાં 30 વર્ષથી લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર કરતા પ્રમુખ ગ્રૂપ દ્વારા વાપીમાં ચલા ખાતે આવેલ પ્રમુખ હાઉસની નજીક પ્રમુખ સ્વામી માર્ગ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રુપના અગ્રણીઓ અને કર્મચારીઓએ શાળાના બાળકો સાથે દીવાલ પર હાથથી પ્રિન્ટિંગ કરીને પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ હાઉસની નજીકના પ્રમુખ સ્વામી માર્ગ પર પ્રમુખ ગ્રૂપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ ગ્રુપના જગદીશ ભાટુ, રામ કંડોરિયા સહિત તેમના પરિવારના બાળકો, કર્મચારીઓએ શાળાના બાળકો સાથે આ ઉજવણી કરી હતી. પર્યાવરણ જાગૃતિના સંદેશ માટે તમામે હાથમાં પ્રાકૃતિક કલર લઈ દીવાલ પર તેની છાપ પાડી સહી કરી પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે પ્રમુખ ગ્રુપના જગમાલ ભાટુની દીકરી અમી ભાટુએ જણાવ્યું હતું કે, તે તમામેં વિશ્વ...
વાપીમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે 10650 સ્ક્વેર મીટર ગ્રીન બેલ્ટના વિકાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વાપીમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે 10650 સ્ક્વેર મીટર ગ્રીન બેલ્ટના વિકાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Gujarat, Most Popular, National, Science & Technology
વાપીમાં VIA દ્વારા ગુજરાત રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે તા. 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વિનંતી નાકાથી KBS કોલેજ સુધીના 10650 સ્ક્વેર મીટરના ગ્રીન બેલ્ટને ડેવલપ કરી તેને હરિયાળો બનાવવા માટેના કામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પૃથ્વી પરના તમામ રહેવાસીઓ માટે એક સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ ખુબ જ જરૂરી છે, અને આ વાતે અવગત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને VIA ની ગ્રીન સોસાયટી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB), ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), નોટિફાઇડ એરિયા ઓથોરિટી (NAA), વાપી અને વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL) ના સહયોગથી પર્યાવરણના સંરક્ષણ અને સંતુલન માટે સતત સક્રિય પગલાં લેવામાં આવે છે. VIA દ્વારા ગુજરાત રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ...