Friday, January 31News That Matters

Month: June 2023

વલસાડ-વાપીમાં યોજાનારી રથયાત્રાને લઈ રેન્જ IG, SPના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વલસાડ-વાપીમાં યોજાનારી રથયાત્રાને લઈ રેન્જ IG, SPના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Gujarat, National
વલસાડ શહેરમાં અને વાપી શહેરમાં 20 મી જૂને ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળશે. જેને લઈને વલસાડમાં રેન્જ IGના અધ્યક્ષ સ્થાને જ્યારે વાપીમાં જિલ્લા પોલીસવડાના અધ્યક્ષસ્થાને તમામ ધર્મના વડાઓ, સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રથયાત્રા અંગે જરૂરી ચર્ચા કર્યા બાદ રેન્જ તમામ ધર્મના આગેવાની, પોલીસ જવાનો સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવા ફૂટ માર્ચ કરવામાં આવ્યું હતું. અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેને લઈને વલસાડ જગન્નાથ મંદિર ખાતે છેલ્લા 28 વર્ષથી ભગવાન જગન્નાથ મંદિરેથી ભવ્ય રથ યાત્રા સાથે ભગવાન નગરચર્યા એ નીકળે છે. વાપીમાં ડુંગરા વિસ્તારમાંથી તેમજ છીરી કોપરલી રોડ પર આવેલ ઇસ્કોન સંસ્થાન થી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેને લઈને સુરત રેન્જ IG પિયુષ પટેલના અધ્યક્ષ સ્થાને વલ...
દમણમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલના નિવાસસ્થાન સહિત અન્ય સ્થળોએ EDના દરોડા

દમણમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલના નિવાસસ્થાન સહિત અન્ય સ્થળોએ EDના દરોડા

Gujarat, National
દમણ અને વલસાડ જિલ્લામાં ED ના દરોડાથી ખળભળાટ મચ્યો છે. દમણ જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલના ઘરે દમણમાં EDએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો, સુરેશ પટેલના સાળા કેતન પટેલ ના પારડી તાલુકાના ડુંગરી ગામે આવેલ ઘરે પણ ED ના અધિકારીઓએ દરોડો પાડ્યો છે. દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને હાલમાં હત્યાના ગુન્હામાં જેલવાસ ભોગવી રહેલા સુરેશ પટેલ ના ઘરે ભીમપોરમાં સવાર થી EDની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરેશ ઉર્ફે સુખા પટેલ ગુજરાત માં પ્રોહીબિશન ના ગુનામાં વોન્ટેડ છે. સુખા પટેલ ના ઘરે ED ના સર્ચ ઓપરેશન માં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા હોવાની વાત બહાર આવી છે. જો કે સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ED ની ટીમે દરોડો પાડ્યો છે. Enforcement Directorate ની ટીમ દ્વારા હજુ સુધી તેની પુષ્ટિ અપાઈ નથી. પરંતુ સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ મૂળ દમણ...
વાપીમાં શ્યામજી કૃષ્ણ વર્મા ચોક નામાભીધાન સાથે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાનું કરાયું અનાવરણ

વાપીમાં શ્યામજી કૃષ્ણ વર્મા ચોક નામાભીધાન સાથે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાનું કરાયું અનાવરણ

Gujarat, National
વાપીમાં કોપરલી રોડ પર પેપીલોન ચાર રસ્તા હવે શ્યામજી કૃષ્ણ વર્મા ચોક તરીકે ઓળખાશે. અહીં શ્રી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ અને વાપી નગરપાલિકાના સહિયારા પ્રયાસોમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા મુકવામાં આવી છે. ‘ભાનુશાલી ક્રાંતિવીર” પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ની પ્રતિમાનું અનાવરણ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાનુશાળી સમાજ સહિત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. રવિવારના શુભદિને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ક્રાંતિવિર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ જ્યાં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તે પેપીલોન ચોકડી ને આજથી શ્યામજી કૃષ્ણ વર્મા ચોક નામ આપવામાં આવ્યું હતું. “ભાનુશાલી ક્રાંતિવીર’' પંડિત શ્યામજી કૃષ્ણવર્મા (નાખુઆ)નો જન્મ 04/10/1857ના માંડવી (કચ્છ) ખાતે થયો હતો. જ...
સંજાણ બ્રિજ અપડેટ:- સોશ્યલ મીડિયામાં સક્ષમ અધિકારીના સિક્કા કે સહી વગર ફરતા ફરફરિયાથી ચાલી જતું હોય તો, વહીવટીતંત્ર ના જાહેરનામાની શી જરૂર છે?

સંજાણ બ્રિજ અપડેટ:- સોશ્યલ મીડિયામાં સક્ષમ અધિકારીના સિક્કા કે સહી વગર ફરતા ફરફરિયાથી ચાલી જતું હોય તો, વહીવટીતંત્ર ના જાહેરનામાની શી જરૂર છે?

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના સંજાણ ખાતે બની રહેલ રેલવે બ્રિજ પર ગાબડું પડ્યા બાદ દોડતા થયેલા અધિકારીઓ, રાજકીય આગેવાનોની મુર્ખતાનો પુરાવો હાલ એક ફરફરિયારૂપે સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. વલસાડ સાંસદ ખાલપા પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર, રેલવેના અધિકારી, સંજાણ સરપંચ ના સહી વાળા (પણ સિક્કા વગરનું) અને લખાણવાળા આ ફરફરિયાએ કોરોના કાળ દરમ્યાન સોળ સુંબા પંચાયતે જિલ્લા મેજિસ્ટ્રેટની ઉપરવટ જઇ બહાર પાડેલા તે વખતના જાહેરનામાની યાદ અપાવી છે. સક્ષમ અધિકારીના સિક્કા કે સહી વગરના ફરી રહેલા આ ફરફરિયાથી કામ ચાલી જતું હોય તો વહીવટીતંત્ર ના જાહેરનામાની શી જરૂર છે. તેવા અનેક સવાલ પ્રજાજનોમાં ઉઠી રહ્યા છે. સંજાણ ખાતે DFCCIL દ્વારા શ્રી મંગલમ બિલ્ડકોન નામની એજન્સીને બ્રિજ નિર્માણ કામગીરીનો ઠેકો સોંપ્યા બાદ હાલમાં આ બ્રિજ પરના એક ભાગના પોપડા ખરી પડ્યા છે. ડામર ઉખડી ગયો છે. જેને લઈને DFCCIL દ્વારા ટેક્નિકલ ટીમ બોલાવી સ...
લો બોલો! સંજાણ ROBનો ઠેકો લેનાર ઠેકેદાર સામે તો, ઉજ્જૈન કલેકટરે ગંભીર બેદરકારી બદલ કાર્યવાહી કરી હતી.

લો બોલો! સંજાણ ROBનો ઠેકો લેનાર ઠેકેદાર સામે તો, ઉજ્જૈન કલેકટરે ગંભીર બેદરકારી બદલ કાર્યવાહી કરી હતી.

Gujarat, National
વલસાડ જીલ્લાનાં સંજાણ ખાતે પૂર્ણ થવાના આરે પહોંચેલા રેલવે ઓવરબ્રિજના સ્લેબનો કોંક્રીટ ભાગ તુટવા સાથે મસમોટું ગાબડું પડ્યું છે. બ્રિજ પરની આ ઘટનાએ બ્રિજની કામગીરી પર શંકા ઉભી કરી છે. કેમ કે, સંજાણ ROB નો ઠેકો લેનાર શ્રી મંગલમ બિલ્ડકોન (ઈ) પ્રા.લી. નામની ખાનગી કંપની સામે આવી જ બેદરકારી બદલ ઉજ્જૈન કલેકટર કલમ 187 હેઠળ કાર્યવાહી કરી ચુક્યા છે. પશ્ચિમ રેલવેનાં સંજાણ રેલવે ક્રોસિંગ નંબર નાં ઈન્ડિયન રેલવે ચેઈનેજ 149 22- 24 પર નિમાર્ણ કરવામાં આવેલા રેલવે ઓવરબ્રિજના પોપડા પડતા અને ડામર સહિતનો 35 ફૂટ જેટલો ભાગ બેસી જતા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કોર્પોરેશન ઈન્ડિયા લી. (DFCCIL) દ્વારા સંજાણ ના ROB ને લઈ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે. આ બ્રિજના ઠેકેદારો સામે ઉજ્જૈનના કલેકટરે પણ બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી બદલ કાયદેસરની કાર્યવાહી કરી હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવી છે. આ રેલવે ઓવરબ્રિજની ...
વાપીમાં નેપાળી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યા સમયે ઘરમાંથી મળેલી બ્લેડ આધારે પોલીસે હત્યારાને દબોચી લીધો

વાપીમાં નેપાળી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યા સમયે ઘરમાંથી મળેલી બ્લેડ આધારે પોલીસે હત્યારાને દબોચી લીધો

Gujarat, National
વાપીમાં નેપાળી મહિલાનું ગળું દબાવી હત્યા કરવાની ઘટનામાં પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે. ઘટના સ્થળેથી પોલીસને દાઢી કરવાની એક બ્લેડ(પતરી) મળી હતી. જે હત્યારો સાથે લાવ્યો હતો. પરંતુ હત્યા કર્યા બાદ ત્યાંજ ફેંકીને જતો રહ્યો હતો. પોલીસે આ બ્લેડ આધારે હત્યાનો ગુન્હો ઉકેલી આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વાપી તાલુકાના છરવાડા ગામની રમજાનવાડીમાં 14મી જૂને થયેલ નેપાળી મહિલાના અનડીટેક્ટ મર્ડરના ગુન્હામાં વલસાડ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી એ જ બિલ્ડિંગમાં રહેતો હતો. અને મહિલા તેની અઘટિત માંગણીને તાબે નહિ થતા મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. (મૃતક મહિલાની ફાઇલ તસ્વીર....) વાપી તાલુકાના છરવાડા ગામની રમજાનવાડીમાં 14મી જૂને લક્ષ્મીસીંગ અર્જુનસિંગ નામની મહિલાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો હતો. ગુરૂકૃપા એપાર્ટમેન્ટમાં બીજા માળે તેનું ગળું દબાવી કોઈએ હત...
સંજાણ બ્રિજ અપડેટ :- શું…? ડાયવરઝન (ડાયવર્ઝન) બાબતે વલસાડ જીલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે?

સંજાણ બ્રિજ અપડેટ :- શું…? ડાયવરઝન (ડાયવર્ઝન) બાબતે વલસાડ જીલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે?

Gujarat, National
સંજાણ બ્રિજ અપડેટ શું ડાયવરઝન (ડાયવર્ઝન) બાબતે વલસાડ જીલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે? કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે સંજાણ રેલવે ઓવરબ્રિજનાં સ્લેબમાં ગાબડાં પડતાં, આમગામ રેલવે ફાટકને ઉદવા રોડ સાથે પહેલાં ની જેમ કામચલાઉ જોડવા, ડાયવરઝન (ડાયવર્ઝન) આપવાની કવાયત શરૂ...!
દમણના દરિયા કિનારે પણ જોવા મળી બીપરજોયની અસર, 6 મીટરથી ઊંચા મોજાં ઉઠ્યા

દમણના દરિયા કિનારે પણ જોવા મળી બીપરજોયની અસર, 6 મીટરથી ઊંચા મોજાં ઉઠ્યા

Gujarat, National
અરબી સમુદ્રથી ગુજરાતના કચ્છ સાગર તટ તરફ બીપરજોય ચક્રવાત ટકરાવાની તૈયારીમાં છે. ત્યારે દરિયા કાંઠા વિસ્તારમાં પવનની ગતિ વધવા સાથે દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યા છે. જેની અસર દમણના દરિયા કિનારે પણ જોવા મળી હતી. દમણ ના દરિયા કિનારે ગુરુવારે ભારે પવન સાથે 20 ફૂટ જેટલા દરિયાના મોજા ઉછળયા હતાં. દમણ નો દરિયો તોફાની બનતા રામ સેતુ બીચ પર દરિયાનું પાણી પ્રોટેક્શન વૉલ કુદાવી રસ્તા પર વહયું હતું. અરબ સાગરમાં ઉદ્દભવેલા અને ગુરુવારે મોડી રાત સુધીમાં ગુજરાતના કચ્છ અને જામનગર, દ્વારકાના દરિયા કિનારે ટકરવાની તૈયારીમાં રહેલા બીપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કાંઠા સહિત દમણ ના દરિયા કાંઠે તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. તો, દરિયામાં પણ 6 મીટરથી વધુ ઉંચા મોજાં ઉછળી રહ્યા છે. ગુરુવારે પવનની તેજ ગતિને કારણે દમણના દરિયા કિનારે 6 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળયા હતા, દરિયા તોફાની હોય કિનારે વહીવટી તં...
સંજાણ બ્રિજના પોપડા પડ્યા બાદ મલાવ બ્રિજ પણ શંકાના દાયરામાં! ટેક્નિકલ ટીમ મલાવ બ્રિજની પણ ચકાસણી કરશે?

સંજાણ બ્રિજના પોપડા પડ્યા બાદ મલાવ બ્રિજ પણ શંકાના દાયરામાં! ટેક્નિકલ ટીમ મલાવ બ્રિજની પણ ચકાસણી કરશે?

Gujarat, National
વલસાડ જિલ્લાના સંજાણ ખાતે DFCCIL દ્વારા મંગલમ બિલ્ડ કોન નામની એજન્સીને અપાયેલ સંજાણ બ્રિજની કામગીરીમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું હોય બ્રિજના પોપડા ખરી પડ્યા છે. ત્યારે, મલાવ ખાતે બની રહેલ રેલવે ઓવર બ્રિજ પણ શંકાના દાયરામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં સંજાણ બ્રિજની ચકાસણી કરવા આવેલી ટેક્નિકલ ટીમ મલાવ બ્રિજની પણ ચકાસણી કરે તેવી માંગ ઉઠી છે. સંજાણ બ્રિજના પોપડા ખરી પડવાની ઘટના બાદ DFCCIL સહિત સરકારી અધિકારીઓ દોડતા થયા છે. પોપડા પડવાની ઘટનામાં હાલ તો ટેક્નિકલ ટીમને બોલાવી બ્રિજના એ ભાગ ની ચકાસણી કરવામાં આવી રહી છે. 52 કરોડ ના ખર્ચે હાલ જ સંજાણનો આ નવો બ્રિજ બન્યો છે. જેનું થોડું ઘણું કામ બાકી છે. તે દરમ્યાન જ પોપડા ખરતા લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. DFCCIL દ્વારા સંજાણ બ્રિજની કન્સ્ટ્રકશન કામગીરીનો કોન્ટ્રાકટ મંગલમ બિલ્ડ કોન નામની અંકલેશ્વર ની એજન્સી ને સોંપવામાં આવ્ય...
વાપીના છરવાડામાં નેપાળી પરિણીતાની નિર્મમ હત્યાથી નેપાળી પરિવારોમાં શૉક નો માહોલ

વાપીના છરવાડામાં નેપાળી પરિણીતાની નિર્મમ હત્યાથી નેપાળી પરિવારોમાં શૉક નો માહોલ

Gujarat, National
વાપી તાલુકાના છરવાડા ગામમાં આવેલ રમઝાન વાડીના એક કોમ્પ્લેક્ષમાં રહેતી નેપાળની મહિલા ઘરે એકલી હતી ત્યારે કોઈ અજાણ્યા ઇસમે તેનું ગળું દબાવી હત્યા કરી નાખતા નેપાળી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલવાસની હોટેલમાં નોકરી કરતા અને વાપીના છરવાડા ની રમઝાન વાડીમાં રહેતા નેપાળી યુવકની પત્નીની કોઈએ હત્યા કરી નાખતા 2 પુત્રીઓએ માતાનું છત્ર ગુમાવ્યું છે. ઘટના અંગે હત્યારાને વહેલી તકે ઝડપી પાડી આકરી સજા કરવામાં આવે તેવી માંગ નેપાળી સમાજે કરી છે. વાપી તાલુકાના છરવાડા ગામની રમઝાન વાડીમાં આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં નેપાળી મહિલાનો હત્યા કરેલ મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટના અંગે તપાસમાં આવેલ DYSP એ. કે. વર્મા એ વિગતો આપી હતી કે, રમઝાન વાડીમાં ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં પતિ અને 2 સંતાનો સાથે રહેતી લક્ષ્મી અર્જુન સિંગ નામની મહિલાની હત્યા થઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાપી મામલતદાર...