વાપી રેલવે સ્ટેશને 6,30,420 રૂપિયાના ગુટખાનો જથ્થો પકડાયો, 25 પાર્સલમાં માઉથ ફ્રેશનરના નામે દિલ્હીથી વાપી મોકલાવ્યા હતા ગુટખા….!
વાપી રેલવે સ્ટેશને રેલવે પોલીસ દ્વારા 6,30,420 રૂપિયાની કિંમતનો ગુટખાનો જથ્થો જપ્ત કરી કલમ 102 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ ગુટખાનો જથ્થો 25 પાર્સલમાં હતો. જે દિલ્હીથી અબ્દુલ સલામના નામે બુક થયા બાદ વાપીમાં અબ્દુલ સલામ નામનો વ્યક્તિ જ લેવા આવવાનો હતો. જો કે રેલવે પોલીસની ટીમેં હાલ આ શંકાસ્પદ જથ્થાને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વાપી રેલવે સ્ટેશને રેલવે પોલીસ ના અધિકારી પઢીયાર સાહેબને મળેલી બાતમી આધારે ભારતમાં પ્રતિબંધિત ગુટખાનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ દિલ્હીથી મુંબઈ જતી પશ્ચિમ એક્સપ્રેસમાં દિલ્હીથી અબ્દુલ સલામ નામના વ્યક્તિએ માઉથ ફ્રેશનર ના નામે ગુટખાના 25 પાર્સલ મોકલ્યા હતાં. બુક કરેલ આ પાર્સલ વાપીમાં તે જ નામનો વ્યક્તિ એટલે કે અબ્દુલ સલામ લેવા આવશે તેવી વિગતો બુકીંગ સમયે આપી હતી.
જો કે,માઉથ ફ્રેશનર ના નામે બુકીંગ થયેલ આ જથ્થો ...