સંજાણ બ્રિજમાં પડેલા ગાબડા બાદ હવે, સંજાણને મળશે નવો રિંગરોડ જો, માર્ગ અને મકાન વિભાગ અને DFCCIL બનવા દેશે તો…!
વલસાડ જીલ્લાનાં સંજાણ ખાતે પૂર્ણ થવાનાં આરે પહોંચેલાં રેલવે ઓવરબ્રિજનાં સ્લેબનો કોંક્રીટ ભાગ તુટવા સાથે મસમોટું ગાબડું પડ્યું હતું. બ્રિજ પરની આ ઘટનાએ બ્રિજની તકલાદી કામગીરીની પોલ ખોલી નાખી હતી. ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્રએ સર્વિસ રોડની પ્રક્રિયા આરંભી છે. જો આ સર્વિસ રોડ વિના વિઘને પૂર્ણ થાય તો સંજાણને એક નવો રિંગરોડ મળી શકે છે. જો, તંત્ર ઈચ્છે તો..!
જો આ સર્વિસ રોડ બનશે તો સંજાણ ને હોટેલ બદરિયાથી રેલવે ફાટક અને રેલવે ફાટક થી સંજાણ ઝંડા ચોક અને ઝંડા ચોક થી હોટલ બદરીયા સુધીનો નવો રિંગ રોડ મળી શકે છે. જે ટ્રાફિક સહિત હાલની ચોમાસાની પરિસ્થિતિમાં ઉભી થનાર પારાવાર સમસ્યામાંથી મુક્તિ અપાવશે. તથા દુકાનદારો અને વેપારીવર્ગ માટે આશીર્વાદરૂપ બનશે પરંતુ ફરી પ્રશ્નાર્થ એ જ છે કે આ રિંગરોડ બનવા દેશે ખરો.....? અથવા તો તકલાદી બ્રિજ બનાવનાર કંપની સર્વિસ રોડનું કામ પ્રામાણિકતાથી કરશે ખરી...?...