વલસાડ જિલ્લામાં પાણીની અછત ધરાવતા તાલુકાના 8 થી 10 ગામ વચ્ચે નાના ડેમ બનાવી ઉનાળામાં પડતી પાણીની તંગી દૂર કરશે ગુજરાત સરકાર :- નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ
રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાન અંગે સરકારે સર્વે હાથ ધર્યો છે. આગામી દિવસોમાં સરકાર પોઝિટિવ નિર્ણય લઈ સહાય કરશે. વલસાડ જિલ્લા પાણીની તંગી ધરાવતા તાલુકાના ગામો વચ્ચે નાના ડેમ બનાવી પાણીની તંગી દૂર કરશે. તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં જેમ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે તેવી ઝુંબેશ વાપી પાલિકા વિસ્તારમાં હાથ ધરવામાં આવશે તેવી વિગતો રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીમાં એક તળાવના વિકાસના ખાતમુહૂર્ત પ્રસંગે આપી હતી.
આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાતના દ્વારકા સહિતના જિલ્લાઓમાં સરકારે અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આવા અનધિકૃત દબાણ હટાવવામાં સરકારની નીતિ સ્પષ્ટ છે. જે રીતે દબાણ હટાવવાનું કામ ચાલુ કર્યું છે એ પ્રશંસનીય છે અને એ માટે સમગ્ર અધિકારીઓ, ચૂંટાયેલા સભ્યોને બધાને અભિનંદન આપ્યા હતાં. નાણાપ્રધાને વાપી નગરપાલિકાના સત્...