વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં તળાવના રખરખાવ મામલે સત્તાધીશો કોન્ટ્રકટર સામે તો વિપક્ષ પાણી મામલે સત્તાધીશો સામે આકરા પાણીએ
વાપી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારો, પદાધિકારીઓ, નવરસેવકોની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે નગરપાલિકાના 3 તળાવનો કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ્દ કરતો ઠરાવ પસાર કર્યો હતો. જ્યારે વિપક્ષી નેતાએ પાલિકાના સત્તાધીશોએ નળ-ગટર કનેક્શનના ટેક્સમાં કરેલો વધારો પાછો ખેંચી દરેક વિસ્તારમાં પૂરતું પાણી આપવા આકરા પ્રહાર કર્યા હતાં.
વાપી નગરપાલિકાના સભાખંડ માં શનિવાર 29મી એપ્રિલે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં સૌ પ્રથમ વાપી નગરપાલિકામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધની બહાલી આપવામાં આવી હતી. તે બાદ ગત કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપી હતી. તો, વાપી નગરપાલિકાનો સને ...