Friday, January 31News That Matters

Month: April 2023

વાપી નજીક બલિઠામાં સ્કૂલ બસે 2 ભાઈઓનો તો, કાર ચાલકે એક મહિલાનો લીધો ભોગ

વાપી નજીક બલિઠામાં સ્કૂલ બસે 2 ભાઈઓનો તો, કાર ચાલકે એક મહિલાનો લીધો ભોગ

Gujarat, National
વાપી નજીક બલિઠા ગામે બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. એક જ દિવસમાં સર્જાયેલ બસ અને કારના અલગ અલગ 2 અકસ્માતમાં કુલ 3 લોકોની જિંદગી છીનવાઈ ગઈ છે. અકસ્માતમાં 2 સગા ભાઈઓ અને એક મહિલાનું મોત થતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.  ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ બુધવારે સવારે બલિઠા હાઇવે નંબર 48 પર ટોયોટા શૉ રૂમ નજીક સલવાવના 35 વર્ષીય પાર્વતીબેન પારસભાઈ નામની મહિલા હાઇવે ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક જ પુરપાટવેગે વેગે ધસી આવેલ કાર નંબર DD03-E-2187ના ચાલક અભિનવ પટેલે તેને અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કાર ચાલક મૂળ પારડીનો છે. અને વાપી તરફ આવતી વખતે આ અકસ્માત સર્જી દીધો હતો. જ્યારે બપોર બાદ બલિઠાના દાંડીવાડ તરફ કબ્રસ્તાન રોડ પર સ્વામિનારાયણ ગુરુકુલની સ્કૂલ બસની અડફેટે આવી જતા બે સગા ભાઈઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે વ...
વાપીની શાહ પેપરમિલના દરોડામાં 350 કરોડની બિનહિસાબી આવકનો પર્દાફાશ થયો

વાપીની શાહ પેપરમિલના દરોડામાં 350 કરોડની બિનહિસાબી આવકનો પર્દાફાશ થયો

Gujarat, National
6 એપ્રિલે વાપીની શાહ પેપરમિલના 20 જેટલા સ્થળો પર IT વિભાગે પાડેલા દરોડા સોમવારે પૂરા થયા હતા.  જેમાં પ્રાથમિક આકારણી પછી, અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમને રેકોર્ડ બુકમાં ઉલ્લેખિત ઘણાં બોગસ ખરીદી બિલ મળ્યા છે. જે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગની ડિરેક્ટોરેટ તપાસ શાખાએ વાપી સ્થિત શાહ પેપર મિલોની 20 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.  દરોડા દરમિયાન, I-T (વલસાડ) અધિકારીઓએ કથિત રીતે રૂ. 350 કરોડની બિનહિસાબી આવક શોધી કાઢી હતી, જેમાં રૂ. 4.5 કરોડની રોકડ અને ઝવેરાતનો પણ સમાવેશ થયો છે. 6 એપ્રિલથી શરૂ થયેલા દરોડા 10 એપ્રિલે સોમવારે પૂરા થયા હતા. સર્ચ ઓપરેશન બાદ અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓને રેકોર્ડ બુકમાં ઉલ્લેખિત ઘણાં બોગસ ખરીદીના બિલ મળી આવ્યા છે. દરોડાની ટીમને 10 બેંક લોકર પણ મળ્યા, જેની વધુ તપાસ માટે અધિકારીઓએ સીલ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, શાહ પેપરમિલ પેઢી પરની આ રેઇડમાં 11...
દમણની રાધા માધવ રેસિડેન્સીમાંથી ગૂમ થયેલા એક 13 વર્ષીય કિશોરને દમણ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢીને વાલીને સુપ્રત કર્યો

દમણની રાધા માધવ રેસિડેન્સીમાંથી ગૂમ થયેલા એક 13 વર્ષીય કિશોરને દમણ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢીને વાલીને સુપ્રત કર્યો

Gujarat, National
દમણના દુણેઠા ગેટ નજીક આવેલી રાધા માધવ રેસિડેન્સીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પરાગ પ્રકાશ પાટીલનો 13 વર્ષીય પુત્ર ગઈ કાલે બપોર બાદ અચાનક ગૂમ થઇ ગયો હતો, જેને દમણ પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢી માતાપિતા ને સુપ્રત કર્યો હતો. ઘટના અંગે મળતી વિગતો મુજબ પરાગભાઈની પત્નીએ પરાગભાઈને ફોન પર તેમનો પુત્ર ગૂમ થઇ હોવાની જાણ કરતા પરાગભાઇ તાત્કાલિક ઘરે પહોંચીને પોતાના બાળકને શોધવાના કામે લાગી ગયા હતા, પરંતુ સાંજે સાત વાગ્યા સુધી પણ પુત્રનો કોઈ અતોપતો ના લાગતા આખરે પરાગભાઇ અને તેમની પત્નીએ મોડું થાય એ પહેલા દમણ પોલીસ સ્ટેશનમાં તેનો પુત્ર ગૂમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ હરકતમાં આવેલી દમણ પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવીને બાળકની શોધખોળ શરુ કરી દીધી હતી, પોલીસે બાળકનું પગેરું મેળવવા સૌપ્રથમ સોસાયટીના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં કિશોર સોસાયટીમાંથી નીકળીને કોલેજ ...
વાપીમાં જ્યોતિબા ફૂલેની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

વાપીમાં જ્યોતિબા ફૂલેની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

Gujarat, National
આજ રોજ દેશના મહાન વિચારક, લેખક અને વિદ્વાન સંપાદક એવા મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મ જયંતી હતી. એમના સન્માનમાં વાપી ખાતે વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ ગજેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આસામના પ્રભારી વિશાલભાઈ ટંડેલ, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સનમભાઈ પટેલ, મંત્રી અને વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી હેમંતભાઈ ટેલર, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ ભંડારી, વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ભંડારી, મહામંત્રી આનંદભાઈ પટેલ અને ચેતનભાઇ પ્રજાપતિ તથા દરેક મંડળના બક્ષીપંચ મોરચા ના વાપી નોટીફાઇડ ના પ્રમુખ બિમલ ચૌહાણ તેમજ વાપી શહેર ઓબીસી પ્રમુખ વિપુલભાઈ રાજપૂત વાપી તાલુકા ઓબીસી  પ્રમુખ અમિતભાઈ પટેલ મહામંત્રીઓ તથા બક્ષીપંચના આગેવાનો ઉપસ્થિત રહ્ય...
दमन पुलिसने ATM फ्रॉड गिरोह का पर्दाफाश किया, 106 डेबिट कार्ड के साथ 2 गिरफ्तार

दमन पुलिसने ATM फ्रॉड गिरोह का पर्दाफाश किया, 106 डेबिट कार्ड के साथ 2 गिरफ्तार

Gujarat, National
दमन पुलिस ने 10 दिनों की तलाश के बाद ATM फ्रॉड के दो मुख्य आरोपियों को धर दबोचा है। जो लोगों के डेबिट कार्ड को किसी अन्य व्यक्तियों ओर नकली एटीएम कार्ड से बदलकर धोखे से उनके ATM से पैसे निकालते थे।   दिनांक 03/04/2023 को शिकायतकर्ता ने कचीगाम पुलिस आउट पोस्ट पर आकर अपनी शिकायत दर्ज करवाई थी की, दिनांक 02/04/2023 को वह अपना Axis Bank का ATM कार्ड लेकर कचीगाम-झरी मेइन रोड स्थित ATM बूथ मे पैसा निकालने गया था, उस दौरान किसी अंजान आदमीने पीछे से आकर उसके ATM Card का पिन नंबर देख लिया ओर शिकायतकर्ता को विश्वास मे लेकर उसका ATM Card उसको पता न चले इस तरह बदलकर लिया था। जिसने ATM Card का अलग अलग जगह पर उपयोग करके शिकायतकर्ता के अकाउंट मे से कुल Rs.55,889/-  निकाल लिए है। जिस के तहत तटीय  पुलिस स्टेशन मे गुनाह दर्ज करके, पुलिसने मामले की जांच शुरू की थी। और पुलिसने पीड़ित शिकायतकर्ता ...
दमन-दादरा नगर हवेली भाजपाने समाजसेवी ज्योतिबा फुले को पुष्पांजलि अर्पित की।

दमन-दादरा नगर हवेली भाजपाने समाजसेवी ज्योतिबा फुले को पुष्पांजलि अर्पित की।

Gujarat, National
भारतीय जनता पार्टी अपने स्थापना दिवस 6 अप्रैल से 14 अप्रैल तक सामाजिक न्याय सप्ताह मना रही है एवं इसी के तहत प्रतिदिन सामाजिक समरसता और समाज के दलित, पिछड़े, शोषित, वंचित लोगों के बीच जाकर विविध कार्यक्रम देशभर में चला रही है। भारतीय जनता पार्टी के राष्ट्रीय ओबीसी मोर्चा के कोषाध्यक्ष गजेन्द्र यादव आज भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमण दीव प्रदेश के विविध कार्यक्रमों में उपस्थित रहने हेतु अपने एक दिवसीय प्रवास पर दमण और दादरा नगर हवेली आए हुए है। आज 11 अप्रैल को महान समाजसेवी महात्मा ज्योतिबा फुले जी की जन्मजयंती है इस अवसर पर दमण में आज प्रदेश भाजपा के अध्यक्ष दीपेश टंडेल की अध्यक्षता में महिला मोर्चा की प्रदेश उपाध्यक्षा रूपा चक्रवती के निवास्थान पर आयोजित एक कार्यक्रम में समाजसेवी ज्योतिबा फुले जी को पुष्पांजलि अर्पित की गई। इस अवसर पर आज के अतिथि गजेन्द्र यादव की विशेष उपस...
વલસાડની SHE ટીમ દ્રારા સીનીયર સીટીઝનને સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન હેઠળ જાગૃત કરવા બેઠકનું આયોજન

વલસાડની SHE ટીમ દ્રારા સીનીયર સીટીઝનને સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન હેઠળ જાગૃત કરવા બેઠકનું આયોજન

Gujarat, National
વલસાડ જીલ્લામાં રહેતા સીનીયર સીટીઝન, મહિલાઓ અને બાળકોની સુરક્ષા તથા તકલીફોના નિરાકરણ માટે SHE ટીમ કાર્યરત છે. હાલમાં પ્રતિદિન સાયબર ક્રાઇમનુ પ્રમાણ વધી રહેલ છે. જે અંગે જાગૃત કરવા વલસાડમાં SHE ટીમ કાર્યરત છે. સીનીયર સીટીઝનને સાયબર ક્રાઇમ અંગે માહિતી પૂરી પાડવા She ટીમ સાથે જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપ સિંહ ઝાલા, વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બેઠક યોજી હતી. ગુજરાત રાજય તથા વલસાડ જીલ્લામાં વસવાટ કરતા સીનીયર સીટીઝન સાઇબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કરી શિક્ષિત તથા માહિતગાર કરવા સમગ્ર રાજય તથા વલસાડ જીલ્લામાં 11મી એપ્રિલથી 22મી એપ્રિલ 2023 દરમ્યાન એક વિશેષ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન દરમ્યાન સમગ્ર વલસાડ જીલ્લામાં SHE ટીમના મહિલા પોલીસ સ્ટાફ સીનીયર સીટીઝનોના રહેણાંક સ્થળે જઇ પ્રત્યક્ષ મુલાકાત કરશે અને સીનીયર સીટીઝન, સ...
માર્ગ પરના અતિક્રમણ દૂર કરવાની ડુંગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજૂઆતને ટલ્લે ચડાવી દેનારા વાપી પાલિકા અને GIDCના સત્તાધીશો નાણાપ્રધાનની ટકોર બાદ જાગશે?

માર્ગ પરના અતિક્રમણ દૂર કરવાની ડુંગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજૂઆતને ટલ્લે ચડાવી દેનારા વાપી પાલિકા અને GIDCના સત્તાધીશો નાણાપ્રધાનની ટકોર બાદ જાગશે?

Gujarat, National
વાપી નગરપાલિકા હસ્તકના ડુંગરા-પીરમોરા વિસ્તારમાં 8મી એપ્રિલે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઘાંચીયા તળાવના વિકાસનું ખાતમુહરત કરવામાં આવ્યું હતું. 4.40 કરોડના આ મહત્વના પ્રોજેકટ દરમ્યાન નગરપાલિકાના સત્તાધીશોએ અને નાણાપ્રધાને લોકોએ કરેલા દબાણો હટાવી લેવાની નહિ તો પ્રશાસન હટાવશે તેવી તાકીદ કરી હતી. જો કે, વાપી પાલિકાના સત્તાધીશોએ નાણાપ્રધાનની હાજરીમાં ભલે જે પણ ગુલબાંગો મારી હોય પણ હકીકતે શહેરના વિકાસમાં નડતર બનેલા દબાણો સામે વામણા પુરવાર થયા છે. આ અંગે નો તાજો દાખલો ડુંગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરેલી રજુઆત પરથી જ મળી રહ્યો છે. ડુંગરા વિસ્તાર રહેણાંક વિસ્તાર સાથે ઔદ્યોગિક વિકાસ માં પણ ખૂબ જ ફુલ્યો ફાલ્યો છે. અહીં ના એકમોમાં અવરજવર કરતા વાહનચાલકો માટે મુખ્ય માર્ગ પરના દબાણો ટ્રાફિક સહિત અનેક સમસ્યા ઉભી કરી રહ્યા છે. જેના નિરાકરણ માટે ગત 20 ફેબ્રુઆરી 2023 ડુંગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએ...
સુવિધાના બણગાં ફૂંકતા નોટિફાઇડના અધિકારીઓને જાણ થાય કે રામલીલા ગાર્ડન કચરાનો ઉકરડો બની ગયું છે.

સુવિધાના બણગાં ફૂંકતા નોટિફાઇડના અધિકારીઓને જાણ થાય કે રામલીલા ગાર્ડન કચરાનો ઉકરડો બની ગયું છે.

Gujarat, National
વાપી GIDC માં હાલમાં જ ઉદ્યોગપતિઓની સોસાયટી ગણાતી સૌરભ સોસાયટીમાં 76 લાખના ખર્ચે અત્યાધુનિક ગાર્ડન બનાવી નાણાપ્રધાનના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાવ્યું છે. આ પ્રસંગે નાણાપ્રધાને અને નોટિફાઇડના અધિકારીએ વાપીમાં સુવિધાજનક ગાર્ડન બનાવી નગરજનોને ઉત્તમ હરવાફરવાના અન્ય સ્થળ આપ્યા હોવાની ગુલબાંગો મારી હતી. જો કે નાણાપ્રધાનના હસ્તે સુંદર ચિલ્ડ્રન પાર્કનું ઉદ્ઘાટન થયું એ અંગેનું કવરેજ www.aurangatimes.com વેબ પોર્ટલ પર પ્રસારિત કર્યા બાદ શહેરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોએ આ ફોટો મોકલ્યા છે. જે વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ રામલીલા મેદાનના છે. અહીં ચારે તરફ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. ગાર્ડન માં ફુલછોડની કોઈ માવજત થતી હોય તેવું દેખાતું નથી. ગાર્ડનમાં ઠેરઠેર ફરવા આવતા લોકોએ ફેંકેલા ખાણીપીણી ના કચરાના ઢગ જોવા મળે છે. જેમાં બચેલો ખોરાક વળી કૂતરા ખાતા નજરે પડે છે. આ ગાર્ડનમાં સવાર સાંજ આસપાસના સિ...
વાપીની સૌરભ સોસાયટીમાં 76 લાખના ખર્ચે બનેલા ચિલ્ડ્રન પાર્કનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરાયું

વાપીની સૌરભ સોસાયટીમાં 76 લાખના ખર્ચે બનેલા ચિલ્ડ્રન પાર્કનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરાયું

Gujarat, National
વાપી GIDC માં ઉદ્યોગો ધરાવતા ઉદ્યોગકારોની સોસાયટી મનાતી સૌરભ સોસાયટીના ખુલ્લા કોમન પ્લોટમાં 76 લાખના ખર્ચે બનેલા અદ્યતન સુવિધાથી સજ્જ ચિલ્ડ્રન પાર્કનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાપી GIDC માં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા અંદાજિત 8 જેટલા વિવિધ કોમન પ્લોટ પર આધુનિક સુવિધાઓથી સજ્જ ગાર્ડન બનાવી શહેરીજનોને હરવાફરવાના ઉત્તમ સ્થળોની ભેટ આપી છે. આવી જ વધુ એક ભેટનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, VIA ના મેમ્બરો, ઉદ્યોગકારો, વેપારીઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાપીના ગુંજન એરિયામાં વાપીની સૌ પ્રથમ સોસાયટી તરીકે જાણીતી સૌરભ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી એક કોમન પ્લોટ હતો. આ પ્લોટ સ્થાનિકો પાર્ક તરીકે ઉપયોગ થાય તેવું ઇચ્છતા હતાં. જે ધ્યાને લઇ વાપી નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ 76 લાખના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્ડ્રન પાર્ક તરીકે વિકસાવ્યો છ...