Friday, January 31News That Matters

Month: April 2023

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભના લીધે ટ્રક ડ્રાઇવરો 24 કલાકથી ચક્કાજામમાં ફસાતા હાલ બેહાલ

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભના લીધે ટ્રક ડ્રાઇવરો 24 કલાકથી ચક્કાજામમાં ફસાતા હાલ બેહાલ

Gujarat, National
નવી મુંબઈ ખરઘર ખાતે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહ કાર્યક્રમમાં લાખોની જનમેદની ઉમટી પડવાની શક્યતાના આધારે પાલઘર જિલ્લા કલેક્ટર કિરણ મહાજને સૂચિ જાહેર કરી 15,16 એપ્રિલ એમ બે દિવસ ભારી વાહનોની અવરજવર ઉપર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ લાવવામાં આવ્યો હતો. નેશનલ હાઇવે નંબર 48 પર આ પ્રતિબંધ લાગતા મુંબઈ-અમદાવાદ વચ્ચે 24 કલાક વિતાવનારા ડ્રાઇવરો- વાહનચાલકોની હાલત કફોડી બની છે. ભારે ટ્રાફિક જામ ને કારણે ટ્રાફિક નિયંત્રણ કરતા ભીલાડ અને તલાસરી પોલીસની ઊંઘ હરામ થઈ છે. તા. 15 એપ્રિલથી મહારાષ્ટ્રના તલાસરી પોલીસની ટીમ દ્વારા બપોરે 12:00 વાગ્યાના અરસામાં NH-8 પર આવેલ અછાડ પોલીસ ચેક નાકાથી હાઇવેને બંધ કરી ટ્રકોને હોટલ અથવા ગમે ત્યાં પોતાની ટ્રક પાર્ક કરી 36 કલાક ત્યાં જ રહેવા અનુરોધ કરાયો હતો.જે ગુજરાત પ્રશાસનને મહારાષ્ટ્રના પ્રતિબંધ અનુસંધાને સમયસર અલ્ટીમેટ ન મળતા ટ્રાફિક નિવારણ યોજના સમયસર ન ગોઠવાતા ટ્રાફિકની...
aurangatimes EXCLUSIVE:- वलसाड के झरोली गांव के पहाड़ में बुलेट ट्रेन के लिए बन रही है 350 मीटर लंबी टनल

aurangatimes EXCLUSIVE:- वलसाड के झरोली गांव के पहाड़ में बुलेट ट्रेन के लिए बन रही है 350 मीटर लंबी टनल

Gujarat, National
गुजरात (Gujarat) के वलसाड (Valsad) जिले (district) के झरोली गांव (Zaroli Village) को पूरे गुजरात में एक नई पहचान मिल रही है। क्योंकि, यहां एक पहाड़ (mountain) के बीच से बुलेट ट्रेन (bullet train) गुजरने वाली है। नेशनल हाई स्पीड रेल कॉरपोरेशन लिमिटेड/National High Speed Rail Corporation Limited (NHSRCL) द्वारा शुरू की गई बुलेट ट्रेन परियोजना (Project) के तहत 350 मीटर लंबी पहाड़ी सुरंग (tunnel) का काम जोरों पर चल रहा है। नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड गुजरात-महाराष्ट्र/Gujarat-Maharashtra के बीच बुलेट ट्रेन परियोजना/Bullet Train Project चला रही है। इस प्रोजेक्ट के तहत वलसाड जिले के झरोली गांव को पूरे गुजरात में एक नई पहचान मिल रही है। क्योंकि, यहां एक पहाड़ के बीच से बुलेट ट्रेन गुजरने वाली है। नेशनल हाई स्पीड रेल कॉरपोरेशन लिमिटेड द्वारा शुरू की गई बुलेट ट्रेन परियोजना के तहत...
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીના બલિઠા ખાતે આકાર મોટર્સના ઇલેક્ટ્રિક ચેતક શૉ રૂમનું ઉદ્ઘાટન કર્યું

નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીના બલિઠા ખાતે આકાર મોટર્સના ઇલેક્ટ્રિક ચેતક શૉ રૂમનું ઉદ્ઘાટન કર્યું

Gujarat, National
વાપીમાં બજાજ ઓટો લીમીટેડની ડીલર શિપ ધરાવતા આકાર મોટર્સના કુંજલ શાહે ઇલેક્ટ્રિક ચેતક સ્કુટરનો નવો શૉ રૂમ શરૂ કર્યો છે. જેનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું હતું. બજાજ ચેતક જેવી અનેક કંપનીઓ આજે ઇલેક્ટ્રિક વાહનો બનાવી રહી છે. ત્યારે વડાપ્રધાનની રિન્યુએબલ એનર્જીની ઝુંબેશમાં સહભાગી થવા બદલ નાણાપ્રધાન કનુભાઈએ તમામનો આભાર પ્રગટ કર્યો હતો. વાપી નજીક બલિઠા ખાતે આવેલ M-Cube બિઝનેસ સેન્ટરમાં નવા શરૂ કરાયેલ ઇલેક્ટ્રિક ચેતક સ્કુટરના શૉ રૂમનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ શૉ રૂમમાં ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરનાર પ્રથમ 5 જેટલા ગ્રાહકોને તેમના હસ્તે ચાવી આપી શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આકાર મોટર્સના કુંજલ શાહ વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલ છે. જેમ સમય બદલાય તેમ માંગ પણ બદલાતી હોય હાલની ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્...
વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેમાં કામ કરતા કામદારો અને કોન્ટ્રાકટરના માણસો વચ્ચે સર્જાઈ બબાલ

વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેમાં કામ કરતા કામદારો અને કોન્ટ્રાકટરના માણસો વચ્ચે સર્જાઈ બબાલ

Gujarat, National
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ મનાતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પ્રોજેકટ હેઠળ કામ કરતા કામદારો અને કોન્ટ્રાકટર ના માણસો વચ્ચે બબાલ થતા કામદારોએ ઓફિસમાં તોડફોડ કરી હતી. ઘટનામાં એક કામદાર ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો છે. કામદારોને છેલ્લા 3 માસ ઉપરથી પગાર ન મળતા કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકમાં રજુઆત કરી હતી. જો કે પગાર બાબતે સમાધાન લાવવાનો બદલે કોન્ટ્રાકરે પોતાના ભાડૂતી માણસો બોલાવી કામદારોને ધમકાવવાનો પ્રયાસ કરતા મામલો બીચકયો હતો. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના કન્સ્ટ્રકશનમાં કામ કરતા કામદારોને 3 મહિનાનો પગાર નહિ મળતા કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકે રજુઆત કરી હતી. જે બાદ આ મામલે સેલવાસ પોલીસે લેબર ઓફિસરને તેમજ હાઇવે ઓથોરિટીના અધિકારી, કોન્ટ્રાકટર સાથે વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જેમાં નરોલી પોલીસ સ્ટેશ...
પાલઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભ ને લઈ અમદાવાદ-મુંબઈ NH-48 પર વાહનોની લાગી કતાર, 36 કલાક માટે હાઇવે બંધ

પાલઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભ ને લઈ અમદાવાદ-મુંબઈ NH-48 પર વાહનોની લાગી કતાર, 36 કલાક માટે હાઇવે બંધ

Gujarat, National
મહારાષ્ટ્રના ખારઘર નવી મુંબઈ ખાતે 16/04/2023 ના રોજ શ્રી અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. કાર્યક્રમમાં અંદાજિત 50 લાખ લોકો ઉપસ્થિત રહેવાના હોય મુંબઈ અમદાવાદ હાઇવે પર ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને લઈ ગુજરાત મહારાષ્ટ્ર સરહદે વાહનોની લાંબી કતારો લાગી રહી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ખારઘર નવી મુંબઈ ખાતે 16/04/2023 ના રોજ શ્રી અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. આ અનુસંધાને પાલઘર જિલ્લા કલેકટર દ્વારા ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી 36 કલાક માટે નેશનલ હાઇવે પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને લઈને ગુજરાત મહારાષ્ટ્ર સરહદે વાહનોની લાંબી કતારો લાગી છે. આ અંગે પાલઘર ના પોલીસ અધિક્ષક અજય વસાવે એ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં અંદાજિત 50 લાખ લોકો ઉપસ્થિત રહ...
પાલઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભને લઈ અમદાવાદ-મુંબઈ NH-48 પર 15-16 એપ્રિલના ભારે વાહનો પર પ્રતિબંધ

પાલઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભને લઈ અમદાવાદ-મુંબઈ NH-48 પર 15-16 એપ્રિલના ભારે વાહનો પર પ્રતિબંધ

Gujarat, National
મહારાષ્ટ્રના પાલઘર નવી મુંબઈ ખાતે 16/04/2023 ના રોજ શ્રી અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. આ એવોર્ડ સમારંભમાં  મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અન્ય વિવિધ વિભાગોના મંત્રીઓ અને અન્ય મહત્વની વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. મહારાષ્ટ્ર ભૂષણ કાર્યક્રમ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 50 થી 70 લાખ લોકોની ભીડ ઉમટી પડશે, જે અનુસંધાને 15/04/2023 ના રોજ 14:00 વાગ્યાથી 16/04/2023ના 23:00 કલાક સુધી મુંબઈ-અમદાવાદ હાઈવે નંબર 48 પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જે અંગે પાલઘરના અધિક કલેકટર ડૉ. કિરણ મહાજન દ્વારા એક પરિપત્ર બહાર પાડી સંબંધિત વિભાગોને તેમજ જાહેર જનતાને સૂચિત કરવામાં આવ્યા છે. આ જાહેરનામા હેઠળ ઉપરોક્ત માર્ગ પર ભારે વાહનોના ટ્રાફિકને રોકવા માટે ટ્રાફિક નિયંત્રણ માટે પાલઘર જિલ્લા પોલીસવડાને પણ સૂચના આપવામાં આવી છે.  ખારઘર, નવી મુંબઈ ખાતે પાલઘરના પોલી...
દમણના ડાભેલમાં આવેલ ચંચળ ઘાટ તળાવમાં ડૂબી જતાં 1 બાળકનું કરુણ મોત

દમણના ડાભેલમાં આવેલ ચંચળ ઘાટ તળાવમાં ડૂબી જતાં 1 બાળકનું કરુણ મોત

Gujarat, National
સંઘપ્રદેશ દમણના ડાભેલ આટિયાવાડ વિસ્તારમાં આવેલા ચંચળ ઘાટ તળાવમાં બપોરે ન્હાવા પડેલા 3 થી 4 બાળકો પૈકી એક બાળકનું ડૂબી જતા કરૂણ મોત નીપજ્યું હતું, ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા આટિયાવાડ વિસ્તારમાં રહેતા ત્રણ થી ચાર નાના બાળકો આજે તળાવમાં ન્હાવા પડ્યા હતા, દમણના ચંચળ ઘાટ તળાવમાં ન્હાવા પડેલા 3 થી 4 બાળકો પૈકી એક બાળકનું ડૂબી જતા કરૂણ મોત નીપજ્યું હતું, ઘટના અંગે મળતી વિગતો મુજબ ડાભેલ વિસ્તારમાં આવેલ આ તળાવમાં બપોરના સમયે 4 જેટલા બાળકો ન્હાવા પડ્યા હતા. જેમાં એક રાજ સંજય કેવટ નામક સાત વર્ષીય બાળક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેથી ગભરાયેલા બાળકોએ તાત્કાલિક આસપાસના સ્થાનિક લોકો અને તેમના માતાપિતાને જાણ કરી હતી, જે બાદ તળાવમાં પડેલા તરવૈયાઓએ લગભગ બે કલાક સુધી સઘન શોધખોળ કરીને તળાવમાંથી બાળકને બહાર કાઢ્યો હતો, ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા, પોલીસનો કાફલો અને 108ની ટીમ તાત્કાલિક ચંચળ ...
વડોદરા મુંબઈ એક્સપ્રેસ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરે કામદારોને 3 મહિનાનો પગાર નહિ ચૂકવતા કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકે રજુઆત કરી

વડોદરા મુંબઈ એક્સપ્રેસ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરે કામદારોને 3 મહિનાનો પગાર નહિ ચૂકવતા કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકે રજુઆત કરી

Gujarat, National
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ મનાતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ પ્રોજેકટ ઘોંચ માં પડે તેવી શકયતા સેવાઇ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના કન્સ્ટ્રકશનમાં કામ કરતા કામદારોને 3 મહિનાનો પગાર નહિ મળતા હડતાળ પાડી નરોલી પોલીસ મથકે રજુઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ સાથે દિલ્હી-મુંબઈ કોરિડોર પર એક્સપ્રેસ હાઇવેનો પ્રોજેકટ હાથ ધર્યો છે. આ પ્રોજેકટ હેઠળ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેનો કોન્ટ્રાકટ પૂનાની રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા લિમિટેડને આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટ કંપની દ્વારા જાન્યુઆરીથી માર્ચ સુધીના 3 મહિનાનો પગાર કામદારોને નહિ ચૂકવતા કામદારોએ હડતાળ પાડી સેલવાસના નરોલી આઉટ પોસ્ટ ખાતે પોલીસ અધિકારીને રજુઆત કરી મીડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી.   કામદરોનું કહેવું છે કે, તેમને કોન...
આકાર મોટર્સનું વધુ એક સાહસ, ઇલેક્ટ્રિક Bajaj Chetak ના ચાહકો માટે 15મી એપ્રિલે નાણાપ્રધાનના હસ્તે વાપીમાં ચેતક શૉ રૂમનું થશે ઉદ્ઘાટન

આકાર મોટર્સનું વધુ એક સાહસ, ઇલેક્ટ્રિક Bajaj Chetak ના ચાહકો માટે 15મી એપ્રિલે નાણાપ્રધાનના હસ્તે વાપીમાં ચેતક શૉ રૂમનું થશે ઉદ્ઘાટન

Gujarat, National
વાપીમાં આગામી 15મી એપ્રિલે બજાજ કંપનીના ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનના શૉ રૂમનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. વાપી નેશનલ હાઇવે પર બલિઠા સ્થિત M-Cube Business Hub માં આ શૉ રૂમ ખુલ્લો મુકાશે. બજાજ ઑટો દ્વારા તાજેતરમાં જ પોતાના જુના અને જાણીતા ચેતક દ્વિચક્રી મોડેલને ઇલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કર્યું છે. વાપીમાં છેલ્લા 24 વર્ષથી બજાજ ઑટો સાથે સંકળાયેલા અને બજાજ ઓથોરાઈઝડ ડિલરશિપ ધરાવતા આકાર મોટર્સના કુંજલ શાહ અને દેવલ શાહને બજાજ ચેતકની ડિલરશિપ મળી છે. ઇલેક્ટ્રિક બજાજ ચેતકના ચાહકો માટે આ મહત્વની ખુશખબર છે. વાપીમાં નેશનલ હાઇવે પર મામલતદાર કચેરી સામે, બોમ્બે રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ M-Cube Business Hub માં ચેતક શૉ રૂમ તૈયાર કરાયો છે. 15મી એપ્રિલે સાંજે 6 વાગ્યે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ તેનું ઉદ્ઘાટન કરશે. બજાજ ચેતકના ઉદ્ઘાટન પ્રસંગે આકાર મોટર્સ સાથે સ...
વાપીમાં વધુ 2 હતભાગીઓના મોત, વાલી વારસોની જાણકારી આપવા અપીલ

વાપીમાં વધુ 2 હતભાગીઓના મોત, વાલી વારસોની જાણકારી આપવા અપીલ

Gujarat, National
વાપી પાલિકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના હોસ્પિટલ પાછળના ભાગેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા તેના PM માટે ચલા ખાતે લઈ જવાયો છે. તો બુધવારે એક ખાણમાં માટીમાં દબાઈ જવાથી રાજસ્થાની યુવકનું પણ મૃત્યુ થયું છે. ઘટના અંગે બળતી વિગતો મુજબ બિનવારસી મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે તેમજ તે બાદ અજાણ્યા મૃતદેહોને તેમની ધાર્મિક વિધિ મુજબ અગ્નિસંસ્કાર કે દફનવિધિની સેવા આપતા જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપી ના પ્રમુખ ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું. કે તેઓને જાણકારી મળી હતી કે, ક્રિષ્ના હોસ્પિટલ પાછળ એક 35 વર્ષીય યુવકનો મૃતદેહ પડ્યો છે. જાણકારી મળતા ઇન્તેખાબ ખાન તેમની ટીમના સભ્યો અને સંસ્થાની એમ્બ્યુલન્સ લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જ્યાં મૃત હાલતમાં પડેલ યુવકના મૃતદેહને ઉંચકી ચાલ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે લાવ્યા હતાં. પ્રાથમિક મળેલી વિગતો મુજબ મૃતક યુવક વાપી નજીકના ઉદવાડા નો રહેવાસી હતો....