વાપી GIDC ના તમામ મુખ્ય માર્ગો પરના 68 લોકેશન પર 179 CCTV કાર્યરત, ગુંજન ચોકી ખાતે સર્વેલન્સ રૂમનું લોકાર્પણ
વાપી GIDC અને નોટિફાઇડ વિસ્તારમાં ક્રાઈમ સહિતની તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવા 68 લોકેશન પર અદ્યતન ટેકનોલોજી ના 179 CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તેના મોનીટરીંગ માટે કાર્યરત કરાયેલ CCTV સર્વેલન્સ રૂમનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને સુરત રેન્જના એડીશનલ DGP પિયુષ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને નોટિફાઇડ એરિયા ઓથોરિટીના સહયોગથી વાપીમાં નોટિફાઇડ વિસ્તારમાં આવતા ગુંજન પોલીસ ચોકી ખાતે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને સુરત રેન્જના એડીશનલ DGP પિયુષ પટેલના હસ્તે અદ્યતન CCTV સર્વેલન્સ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુઁ. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક તાસીર રહી છે કે અહીંના ઉદ્યોગકારો સમાજને, રાજ્યને કે વ્યક્તિને જરૂરિયાત મુજબની સેવાના કાર્યમાં પોતાનું યોગદાન આપતા આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ...