Friday, October 18News That Matters

Month: March 2023

ડૉ. તેજસ દોશીએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે આપી આ ખાસ ટિપ્સ

ડૉ. તેજસ દોશીએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે આપી આ ખાસ ટિપ્સ

Gujarat, Most Popular, National
ગુજરાતમાં 14મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે, પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થવા માંગતા તમામ વિદ્યાર્થીઓ ને ભાવનગરના તબીબ ડૉ. તેજસ દોશીએ કેટલીક ખાસ ટિપ્સ આપી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવતા પહેલા ધોરણ 10 અને ધોરણ 12ના તમામ દીકરા-દીકરીઓને ખુબ ખુબ શુભેચ્છા આપી છે.   બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દાઓ નીચે મુજબ છે......... 1. તમારો વિશ્વાસ દ્રઢ રાખો 2. પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો. 3. કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ. 4. પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો. 5. પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો. 6. હોલ ટિકિટની ઝેરોઝ કઢાવી રાખો. 7. પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો. 8. exam પારદર્શક પેડ સાથે રાખો. 9. પારદર્શક કમ્પાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને જુન...
વાપીની જય કેમિકલ ખાતે કર્મચારીઓ-સંચાલકોએ કંપનીના ફાઉન્ડર બાપુજીની સ્મૃતિમાં કર્યું રક્તદાન

વાપીની જય કેમિકલ ખાતે કર્મચારીઓ-સંચાલકોએ કંપનીના ફાઉન્ડર બાપુજીની સ્મૃતિમાં કર્યું રક્તદાન

Gujarat, National
વાપીમાં 2nd ફેઝ માં કાર્યરત જય કેમિકલ ખાતે સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની બીજી પુણ્યતિથિએ તેમની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 51 યુનિટના લક્ષ્ય સાથેના આ રક્તદાન કેમ્પનો વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ, સેક્રેટરી, રોટરી ક્લબ વાપીના પ્રેસિડેન્ટ, સભ્યોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જય કેમિકલ પરિસરમાં મોબાઈલ વેનમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. જે તમામ રક્તદાતાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે કંપનીના પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, સ્વ. કાનજી સુંદર દામાં ને બધા અદાજી બાપુજીના નામે ઓળખીએ છીએ તે અમારા માર્ગદર્શક અને ફાઉન્ડર હતાં. આજે એમની બીજી પુણ્યતિથિ હોય તે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં સુપર હીરો કહેવાતા એકમના કર્મચારીઓ-પરિવારના સભ્યો ...
માસ્ટર્સ મિસ્ટર ઇન્ડિયા અસફાક રાણા દ્વારા વાપીમાં પ્રથમ વખત યોજાશે મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ

માસ્ટર્સ મિસ્ટર ઇન્ડિયા અસફાક રાણા દ્વારા વાપીમાં પ્રથમ વખત યોજાશે મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીમાં VIA હોલ ખાતે 12મી માર્ચે સાંજે 5 વાગ્યે પ્રથમ મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીના હરક્યુલ્સ જિમ ના ઑનર અને માસ્ટર્સ મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ મેળવનાર અસફાક રાણાએ આ આયોજન કર્યું છે. આ ચેમ્પિયનશિપ માં મિસ્ટર વર્લ્ડ મુરલી કુમાર સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. જિલ્લાના 120 એથ્લેટીક્સ વચ્ચે આયોજિત આ ચેમ્પિયનશિપનું રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ ઉદ્ઘાટન કરવાના છે. આ અંગે અસફાક રાણાએ જણાવ્યું હતું કે, તે સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડના જનરલ સેક્રેટરી પણ છે. એટલે વર્ષ 2007થી બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવે છે. જેમાં તેઓએ મિસ્ટર સાઉથ ગુજરાત, મિસ્ટર ગુજરાતની સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. પરંતુ આ વખતે પ્રથમ વખત મિસ્ટર વલસાડ ચેમ્પિયનશિપ નું આયોજન કર્યું છે. જેમાં વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ...
વાપી-સરીગામની કંપનીઓ જોખમી કચરાના પરિવહન માટેની મેનીફેસ્ટની નકલ જમા કરાવી VLTS ના નામે GPCB ને જ અંધારામાં રાખી રહી છે?

વાપી-સરીગામની કંપનીઓ જોખમી કચરાના પરિવહન માટેની મેનીફેસ્ટની નકલ જમા કરાવી VLTS ના નામે GPCB ને જ અંધારામાં રાખી રહી છે?

Gujarat, National
વાપી-સરીગામની પેપરમિલ-કેમિકલ ફેક્ટરીમાંથી દરરોજ મોટાપાયે હેઝર્ડ નોનહેઝર્ડ પ્રકારનો નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ નીકળે છે. આ વેસ્ટ મોટેભાગે સિમેન્ટ ફેક્ટરીઓમાં તેમજ અન્ય નિકાલની સાઇટ પર મોકલવામાં આવે છે. જે માટે GPCB ના નિયમોનું પાલન કરવા સાથે ઉદ્યોગ સંચાલકો તે મોકલતા હોય છે. જો કે તે માટે વેસ્ટને ભીનો જ મોકલી શકતા નથી. જો કે તેમ છતાં કેટલીક પેપરમિલ કે કેમિકલ કંપનીઓ GPCB ના નિયમોને ઘોળીને પી જવામાં જરા પણ નાનપ અનુભવતા નથી.    જેમ દારૂની હેરફેર માટે બુટલેગરો વિવિધ કમિયા અજમાવી પોલીસની નજરથી બચી ને કે મિલીભગત રચીને દારૂ ઘુસાડે છે. તેવી જ રીતે આ ઉદ્યોગોના સંચાલકો ટ્રાન્સપોર્ટરો સાથે અવનવા કિમીયા અજમાવી GPCB ની ડિજિટલી સિસ્ટમ ને થાપ આપીને કે અધિકારી સાથે મિલીભગત રચી નિર્ધારિત સ્થળ જેવા કે અમરેલીની સિમિન્ટ ફેકટરી, મહારાષ્ટ્રના અન્ય સ્થળો કે કપરાડા ના નિર્જન વિસ્તારમાં વેસ્ટ ઠાલવી ...
વરસાદી ઝરમર અને વીજળીના ચમકારે વલસાડ-સંઘપ્રદેશના લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન સાથે હોળી માતાની પૂજા કરી

વરસાદી ઝરમર અને વીજળીના ચમકારે વલસાડ-સંઘપ્રદેશના લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન સાથે હોળી માતાની પૂજા કરી

Gujarat, National
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન કરી હોળીમાતાની પૂજા કરી હતી. વાપીમાં ટાઉન વિસ્તાર અને બલિઠા જેવા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ દમણ દાદરા નગર હવેલીમાં વિવિધ સમાજના આગેવાનો સંસ્થાઓ, નગરજનો, ગ્રામ્યલોકોએ હોલિકા દહનના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. એક તરફ હોલીમાતાની જ્વાળાઓ લબકારા મારતી હતી તો બીજી તરફ આકાશમાં વીજળી ચમકારા કરતી હતી. આ અનોખા માહોલ વચ્ચે લોકોએ હોલીમાતા ની પ્રદક્ષિણા કરી પરિવાર, સમાજ, દેશ, વિશ્વની સુખકારીના આશીર્વાદ માંગ્યા હતા. વાપીમાં હનુમાન મંદિર ચોક ખાતે અનાવિલ સમાજ દ્વારા દર વર્ષે ભવ્ય હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. એ જ રીતે બલિઠા માં સ્થાનિક યુવાનો દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. બલિઠા ખાતે યોજાયેલ હોલિકા દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, બાળકો, યુવાનો ઉપસ્થ...
આખું વર્ષ GPCB ના નિયમોને ઘોળીને પી જનારા મેઘના કલર, વાપી પીગમેન્ટ્સ જેવા એકમોના સંચાલકો રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણીમાં પણ તંત્રને ઠેંગો બતાવે છે?

આખું વર્ષ GPCB ના નિયમોને ઘોળીને પી જનારા મેઘના કલર, વાપી પીગમેન્ટ્સ જેવા એકમોના સંચાલકો રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણીમાં પણ તંત્રને ઠેંગો બતાવે છે?

Gujarat, National
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી GIDC ના એકમોમાં 4થી માર્ચથી 10મી માર્ચ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે વર્ષના 365 દિવસ GPCB ના નિયમોને ઘોળી ને પી જનાર કેટલાક નામચીન એકમોના સંચાલકો આ એક સપ્તાહ દરમ્યાન પણ પોતાની અવળ ચંડાઈ ચાલુ રાખી વહીવટીતંત્ર ને ઠેંગો બતાવી રહ્યા છે. દર વર્ષે 4 થી માર્ચ થી 10 માર્ચ દરમિયાન સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી દરમ્યાન વાપી GIDC ની આરતી ઇન્ડસ્ટ્રીઝ, UPL ઇન્ડસ્ટ્રીઝ, હેરંબા ઇન્ડસ્ટ્રીઝ જેવી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, પેપરમિલ, ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ સુરક્ષા સલામતીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરી કર્મચારીઓને સલામતીના શપથ લેવડાવે છે. ફાયર ફાઈટિંગ મેનેજમેન્ટની તાલીમ આપે છે. સલામતીના હેતુથી અને કર્મચારીઓમાં જાગૃતિ આવે તેવા હેતુથી કંપનીના મુખ્ય ગેટ પર મોટા બેનર લગાડે છે. દરેક કર્મચારી તેમના યુનિફોર્મમાં ટેગ લગાવી આ સપ્...
‘कश्मीर मांगने वाले आज आटा मांग रहे है।’ વાપીમાં યોજાયેલ કવિ સંમેલનમાં રાષ્ટ્રીય કવિઓએ પાકિસ્તાન-ભારતની વર્તમાન સ્થિતિ પર કવિતાઓ રજૂ કરી

‘कश्मीर मांगने वाले आज आटा मांग रहे है।’ વાપીમાં યોજાયેલ કવિ સંમેલનમાં રાષ્ટ્રીય કવિઓએ પાકિસ્તાન-ભારતની વર્તમાન સ્થિતિ પર કવિતાઓ રજૂ કરી

Gujarat, Most Popular, National
વાપીમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણના લાભાર્થે ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવિ સંમલેનમાં ઉપસ્થિત રાષ્ટ્રીય કવિઓએ પાકિસ્તાનની હાલની સ્થિતિ સહિત ભારતની સંસ્કૃતિ, વિરાસત, કાશી, મથુરા, મહાદેવ, કૃષ્ણ, જ્ઞાનવાપી, અયોઘ્યા-રામમંદિર અને વર્તમાન રાજનીતિ પર પોતાની કવિતાઓ રજૂ કરી શ્રોતાઓને હાસ્યરસ, શૃંગારરસ અને વિરરસથી તરબોળ કર્યા હતાં.     વાપીમાં 5મી માર્ચ રવિવારે VIA હોલમાં યોજાયેલ આ કવિ સંમેલનમાં આગરા, વારાણસી, ઇન્દોર, દેવાસ, કાનપુર અને મુંબઈથી આવેલા કવિઓએ વર્તમાન જીવન, રાજકારણ અને વિશ્વમાં બનતી કે બનેલી ઘટનાઓ પર તૈયાર કરેલી કવિતાઓ, જોક્સ, ગીતોની રમઝટ બોલાવી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું. ગુજરાતના વલસાડ સહિતના જિલ્લાઓમાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણની સેવાકીય ...
પારનેરા ખાતે ક્રાઇમ પ્રેસ રિપોર્ટરની ખોટી ઓળખ આપી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીને વલસાડ SOGની ટીમે દબોચી લીધો

પારનેરા ખાતે ક્રાઇમ પ્રેસ રિપોર્ટરની ખોટી ઓળખ આપી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીને વલસાડ SOGની ટીમે દબોચી લીધો

Gujarat, National
ગત 18/04/2022ના પારનેરા ડુંગરે દર્શન કરી પરત ફરી મિત્ર સાથે બેસેલ યુવતીને ક્રાઈમ પ્રેસ રિપોર્ટરની ઓળખ આપી બાઇક પર બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. જેમાં યુવતી પર દુષ્કર્મ આચરી એક વર્ષથી ફરાર આરોપી પંકજ સિંઘને SOG પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વલસાડ SOG ના હાથે મુંબઈથી ઝડપાયેલા યુવક સામે ગત 18/04/2022 ના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક પીડીતાએ ફરીયાદ આપેલ કે, તે પોતાના મિત્ર સાથે પારનેરા ડુંગર ઉપર આવેલ માતાજીના મંદીરે વહેલી સવારના દર્શન કરવા ગઈ હતી. દર્શન કરી પરત ડુંગર નીચે ચીંચવાડા રોડ ઝાડીવાળી જગ્યાએ બેસેલ હતા ત્યારે આ આરોપીએ પોતે "ક્રાઇમ પ્રેસ રિપોર્ટર" હોવાનુ જણાવી પુછપરછ કરી ભોગ બનનારને તેના માતા પિતા સાથે વાત કરવા અને ડી.એસ.પી.ઓફીસ લઇ જવાનું જણાવી ડરાવી ધમકાવી હતી. જે બાદ બાઇક પર બેસાડી સુમસામ રસ્તા તરફના જંગલ ઝાડી ઝાંખરામાં લઇ જઇ બળજબરી...
તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ કરવડ દ્વારા 8મી માર્ચે સમુહલગ્નનું આયોજન, 11 કન્યાઓનું કન્યાદાન કરી સુખી લગ્નજીવનના આશીર્વાદ આપશે

તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ કરવડ દ્વારા 8મી માર્ચે સમુહલગ્નનું આયોજન, 11 કન્યાઓનું કન્યાદાન કરી સુખી લગ્નજીવનના આશીર્વાદ આપશે

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ ગામ ખાતે તારીખ 28 મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ 8મી માર્ચે 11 દીકરીઓને પ્રભુતામાં પગલાં મંડાવવા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો, રવિવારે 5 માર્ચે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન છે. જેમાં આસપાસની ધર્મપ્રેમી જનતા ને તેમજ દાતાઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. કરવડ ગામે હરિહર ધામ તડકેશ્વર મહાદેવના મંદિર નિર્માણના લાભાર્થે 28મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર <span;>ઉજ્જવલ મહારાજ ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં રવિવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં છે. જ્યારે 8મી માર્ચે સમૂહ લગ્નનું આયોજન છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારની 11 ...
દારૂની હેરાફેરી માટે લાંચની માંગણી કરનાર 1ને ACB એ દબોચી લીધો, 90 હજારની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ વોન્ટેડ

દારૂની હેરાફેરી માટે લાંચની માંગણી કરનાર 1ને ACB એ દબોચી લીધો, 90 હજારની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ વોન્ટેડ

Gujarat, National
વલસાડ ACB ની ટીમે એક ફરિયાદીની ફરિયાદ આધારે ધરમપુર ચોકડી ખાતે ટ્રેપ ગોઠવી એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીને પલસાણા ના પોલીસ કોન્સ્ટેબલે તેમના વતી દારૂની હેરાફેરીના 90 હજાર પૈકી બાકી નીકળતા 60 હજારની રકમ લેવા મોકલ્યો હતો. જે રકમ સ્વીકારતા ACB ની ટીમે દબોચી લીધો હતો. જ્યારે લાંચની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ ને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વલસાડ ACB એ આપેલી વિગતો મુજબ એક ફરિયાદીએ ACB માં ફરિયાદ કરી હતી કે, સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ 3ના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ચુડાસમાએ ફરિયાદી ને મળી જણાવેલ કે, દારૂની લાઇન ચાલુ કરવાની હોય તો કહેજો, 1000 રૂપિયા પેટી દીઠ વ્યવહાર ના આપવા પડશે. જે બાદ પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીને 12 પેટી દારૂ અપાવ્યો હતો. જે દારૂ અપાવવાના અને પહોંચાડવાના વ્યવહાર પેટે 90 હજાર માંગણી કરી હતી. જે પૈકી ફરીયાદીએ મોબાઈલ પે મા...