Thursday, December 5News That Matters

Month: March 2023

વાપીમાં રામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા, અંબા માતા મંદિરે ભવ્ય આતશબાજી, મહાઆરતી સાથે સમાપન

વાપીમાં રામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા, અંબા માતા મંદિરે ભવ્ય આતશબાજી, મહાઆરતી સાથે સમાપન

Gujarat, Most Popular, National
સમગ્ર દેશની સાથે વલસાડ જિલ્લાના વાપીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાપીના ડુંગરા, જે ટાઈપ, છીરી સહિતના વિસ્તારોમાંથી ભગવા ધ્વજ, DJ, નાસિક ઢોલના તાલે સવારથી સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગ પર નીકળેલી રામલલ્લા ની શોભાયાત્રાનું અંબા માતા મંદિરે મહાઆરતી, આતશબાજી સાથે સમાપન કરવામાં આવ્યું હતું. વાપીમાં રામનવમી ના પર્વ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો કેસરિયા ધજા પતાકાથી શોભી ઉઠ્યા હતાં. શહેરીજનોએ ઉત્સાહભેર રામલલ્લાની શોભાયાત્રા માં જોડાઈ જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતાં. વાપીમાં ડુંગરાથી નવદુર્ગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામ ની શોભાયાત્રાએ શહેરભરમાં આકર્ષણ ઉભું કર્યું હતું. ડુંગરા સ્થિત સરસ્વતી મંદિરથી નીકળેલ આ શોભાયાત્રા હરિયા પાર્ક, ચણોદ, ભડકમોરા, વાપી ચાર રસ્તા, ઇમરાન નગર, ગાંધી સર્કલ, કોપરલી ચોકડી, ગુંજન ચોક થઈને રાત્રે 8:30 વાગ્ય...
રામનવમી ના પાવન પર્વે હોટેલ પેપીલોન પરિવાર દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 411 યુનિટ રક્ત એકત્ર કર્યું

રામનવમી ના પાવન પર્વે હોટેલ પેપીલોન પરિવાર દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 411 યુનિટ રક્ત એકત્ર કર્યું

Gujarat, National
વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામનવમી ઉત્સવ નિમિતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટેલ પેપીલોન પરિવાર, રોટરી વાપી રિવરસાઇડ, શ્રીલોહાણા યુવક મંડળ દ્વારા આયોજિત આ મહારક્તદાન કેમ્પમાં 411 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.  મહારક્તદાન કેમ્પ પાછળના ઉદ્દેશ અંગે હોટેલ પેપીલોન ના નલિન પાબારીએ જણાવ્યું હતું કે, રામ નવમી એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ દિવસ છે. આ દિવસે ધર્મને અનુરૂપ તેમજ સમાજને ઉપયોગી કાર્ય કરવું જોઈએ તેવી વડીલોની શિખામણને યાદ કરી છેલ્લા 15 વર્ષથી રામનવમી ના પાવન પર્વ દરમ્યાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ 15મો રક્તદાન કેમ્પ છે. હોટેલ પેપીલોન બેન્કવેટ માં આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ તેમના રક્તનું દાન કરતા કુલ 411 યુનિટ રક્ત એકત્ર થયું છે. જે વાપીની હરિયા ન્યુકેમ અને પુરીબેન પોપટ લાખા બ્લડ બેંકને સુ...
રામનવમી પર્વ નિમિત્તે વાપીમાં ગુરુકૃપા સીટી બસના સંચાલક દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરાયું

રામનવમી પર્વ નિમિત્તે વાપીમાં ગુરુકૃપા સીટી બસના સંચાલક દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરાયું

Gujarat, National
વાપીમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે તેમજ હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો ઠંડકનો એહસાસ કરી શકે તેવા ઉદેશથી ઠંડી મસાલા છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વાપીના ગીતા નગર વિસ્તારમાં રેલવે સ્ટેશન ખાતે આવેલ ગુરુકૃપા સીટી બસ સર્વિસના જીતુભાઇ અને તેમની ટીમ દ્વારા અનોખું આયોજન કરાયું હતું. જેમાં વાપી નગરપાલિકા સીટી બસ કન્ટ્રોલ ઓફીસ ખાતે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવી હતી. ઠંડી છાશ પી ને મુસાફરો, રાહદારીઓ અને રામનવમીની શોભાયાત્રામાં જોડાયેલ હજારો ભક્તોએ કાળઝાળ ગરમીમાં ઠંડકનો એહસાસ કર્યો હતો. નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમનું નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ અને શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુરુકૃપા સીટી બસ સર્વિસના સંચાલક જીતુભાઇ દ્વારા ગયા વર્ષે પણ નિઃશુલ્ક છાશ નું વિતરણ કર્યું હતું. જેમાં અંદાજિત 90 જેટલા કેરેટ છાશન...
છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ દ્વારા રામનવમી નિમિત્તે રામભક્તો પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું

છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ દ્વારા રામનવમી નિમિત્તે રામભક્તો પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું

Gujarat, National
30મી માર્ચ ગુરુવારે સમગ્ર દેશના નાગરિકો રામનવમીની ધૂમધામ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે. વાપી જેવા અનેક શહેરોમાં વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ભવ્ય શોભયાત્રાના આયોજન કરવામાં આવ્યા છે. વાપીમાં પણ ભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમ્યાન છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ ખાતે રામનવમી નિમિત્તે રામભક્તો પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.   આ અનોખા આયોજન અંગે શ્રીજી પેટ્રોલિયમના સંચાલક સમીર પટેલે જણાવ્યું હતું કે, રામનવમી નિમિતે તેમના પેટ્રોલપંપ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ નાસિક ઢોલ વગાડી શોભાયાત્રા ને આવકારવામાં આવી હતી. જે બાદ ફ્લાવર શાવર દ્વારા ફૂલોની વર્ષા કરી શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ધજાપતાકા હાથમાં લઈ DJ ના તાલે યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા છે. ત્યારે, શ્રીજી પેટ્રોલિયમ તરફથી આ અનોખું આયોજન કર...
રામનવમીની શોભાયાત્રા દરમ્યાન કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે વાપીના તમામ મુખ્ય માર્ગો પર પોલીસની ફ્લેગ માર્ચ

રામનવમીની શોભાયાત્રા દરમ્યાન કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે વાપીના તમામ મુખ્ય માર્ગો પર પોલીસની ફ્લેગ માર્ચ

Gujarat, National
ગુરુવાર 30મી માર્ચે રામનવમી પર્વની હિન્દૂ સમાજ હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવાના છે. રામજન્મોત્સવ નિમિત્તે વાપીમાં ડુંગરાથી તેમજ વાપી ટાઉન વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા આ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે, કાયદો વ્યવસ્થા જાળવવા વલસાડ પોલીસ પણ સજ્જ બની છે. જે અંતર્ગત વાપીના ટાઉન, ડુંગરા અને GIDC પોલીસ મથકના જવાનોએ શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી હતી. વાપીમાં DYSP બી. એન. દવેની ઉપસ્થિતિમાં ડુંગરા પોલીસ મથક ખાતે ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર, PSI, કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓને એકત્ર કરી ફ્લેગ માર્ચ અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતાં. જે બાદ ડુંગરા પોલીસ મથકેથી ફ્લેગ માર્ચના કાફલાને રવાના કરવામાં આવ્યો હતો. રામનવમી પર્વ દરમ્યાન નિકળનારી શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને, કાયદો વ્યવસ્થા...
દમણ પોલીસે 24 દિવસની શોધખોળના અંતે ગુમ થયેલ 11 વર્ષીય બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું

દમણ પોલીસે 24 દિવસની શોધખોળના અંતે ગુમ થયેલ 11 વર્ષીય બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું

Gujarat, Most Popular, National
સંઘપ્રદેશ દમણના ડોરી કડેયા ગામથી ગત 24મી ફેબ્રુઆરીએ ગુમ થયેલ 11 વર્ષીય બાળકને દમણ પોલીસે સુરતથી પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. 24 દિવસ પહેલા ઘરેથી સાયકલ લઈને નીકળી ગયેલ બાળકને શોધી કાઢવા દમણ પોલીસે અખબારી જાહેરખબર, પોસ્ટર, લાઉડસ્પીકર પર લોકોને જાણકારી આપવા અનુરોધ કર્યો હતો. તેમજ ત્રણેક જેટલી ટીમ બનાવી દમણ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં શોધખોળ શરૂ કરી હતી. જેના અંતે ગુમ બાળક સુરતના કતારગામ સ્થિત એક સંસ્થામાંથી સુરક્ષિત મળી આવ્યો હતો.   આ અંગે દમણ પોલીસે વિગતો આપી હતી કે, ગત તારીખ 24.02.2023 ના મૂળ બિહારના અને હાલમાં દમણના ડોરી કડેયા ગામમાં એક રૂમમાં રહેતા સુપનકુમાર દુકિત સિંહે પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી કે તેમનો 11 વર્ષીય પુત્ર સાજન ગુમ થયો છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનું અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ ફરિયાદ આધારે દમણ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમી...
વાપીમાં ડુંગરી ફળીયાના પંચમુખી હનુમાન મંદિરે ભવ્ય રામકથાનું આયોજન, કથા પ્રારંભ પહેલા 121 બહેનોની કળશ યાત્રાએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું

વાપીમાં ડુંગરી ફળીયાના પંચમુખી હનુમાન મંદિરે ભવ્ય રામકથાનું આયોજન, કથા પ્રારંભ પહેલા 121 બહેનોની કળશ યાત્રાએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું

Gujarat, National
વાપીના ડુંગરી ફળીયા વિસ્તારમાં આસ્થાના પ્રતીક મનાતા પંચમુખી હનુમાનજી મંદિર પ્રાંગણમાં 9 દિવસની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા પ્રારંભ પૂર્વે વાપીના હરિયા પાર્કથી કથા સ્થળ સુધીની ભવ્ય 121 કળશ સાથેની કળશ યાત્રા યોજાઈ હતી. માથે કળશ સાથે બહેનોની આ કળશ યાત્રાએ શહેરીજનોમાં આકર્ષણ ઉભું કર્યું હતું. વાપીના ડુંગરી ફળીયા વિસ્તારમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ ડૉ. જીતેન્દ્ર પાટીલ દ્વારા જય હનુમાન સેવા મંડળ ના નેજા હેઠળ દર વર્ષે રામનવમી, હનુમાન જયંતિના પર્વ દરમ્યાન ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવે છે. સાર્વજનિક કલ્યાણના ઉદેશ્ય સાથે આયોજિત આ રામ કથા પહેલા DJ ના તાલે શ્રી રામ, હનુમાન, મહાદેવના ભજનો સાથે હરિયા પાર્કથી કથા સ્થળ સુધી 121 બહેનો દ્વારા કળશ યાત્રા યોજાઈ હતી. રામ કથાના ઉદેશ્ય અંગે આયોજક ડૉ. જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ડુંગરી ફળિયામાં બિરાજમાન પંચમુખી હનુમાન ...
રોફેલ BBA-BCA કોલેજે ઉજવ્યો વાર્ષિકોત્સવ, કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી કર્યા સન્માનિત

રોફેલ BBA-BCA કોલેજે ઉજવ્યો વાર્ષિકોત્સવ, કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી કર્યા સન્માનિત

Gujarat, National
વાપીમાં આવેલ રોફેલ BBA-BCA કોલેજ દ્વારા કોલેજના વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસવડાના હસ્તે યુનિવર્સિટી લેવલે વિવિધ સ્પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.   વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે કોલેજમાં અભ્યાસ સાથે ઇત્તરપ્રવૃત્તિઓ પણ અતિ આવશ્યક હોય છે. તેથી કોલેજમાં રમતગમત, ચિત્ર સંગીત, નાટક, અભિનય ગીત, કવીઝ અને વકૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવા જ ઉદેશ્ય સાથે રોફેલ બીબીએ-બીસીએ કોલેજ પણ વિદ્યાર્થીઓને આખું વર્ષ અભ્યાસ સાથે અન્ય પ્રવુતિઓમાં ભાગ લેવાની તક આપી પ્રોત્સાહન પૂરું પાડે છે. ત્યારે આવી ઇન્ટરકોલેજ અને યુનિવર્સિટી લેવલની સ્પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ સાથે અન્ય વિદ્યાર્થીઓ માટે કો...
કોપરલીમાં આંગણાની જમીન બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચેની મારામારીમાં 5 હોસ્પિટલના બિછાને પહોંચ્યા!

કોપરલીમાં આંગણાની જમીન બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચેની મારામારીમાં 5 હોસ્પિટલના બિછાને પહોંચ્યા!

Gujarat, National
વાપી તાલુકાના કોપરલી ગામે આંગણાની ખુલ્લી જમીનના ઝઘડામાં બન્ને પક્ષના મળીને 5 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે. ઘટના અંગે બન્ને પક્ષોએ ડુંગરા પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. મારમારીની આ ઘટનામાં 5 પુરુષ અને એક મહિલાને હાથ, પગ અને માથાના ભાગે લાકડા, લોખંડ ના રોડ, કુહાડીના ફટકા વાગતા ઘાયલ થયા છે. વાપીના કોપરલી ગામે કુંભારવાડ માં વડીલોપાર્જીત મકાનને દુકાન તરીકે ઉપયોગ કરી તેમાં દરજી કામ સાથે માટલાં, દિવડા વેંચતા ધનસુખલાલ ગોવિંદજી પ્રજાપતિ અને તેના દીકરા જીગર ધનસુખ પ્રજાપતિ, જય ધનસુખ પ્રજાપતિ સાથે પડોશમાં રહેતા હસમુખ રમણ પ્રજાપતિ, દિનેશ રમણ પ્રજાપતિ અને ધ્રુવલ હસમુખ પ્રજાપતિએ ઝઘડો કરી લાકડાના ફટકા મારી હાથ, પગ, ખંભા ના ભાગે ઇજા પહોંચાડી મૂઢ માર મારતા વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ફરિયાદ નોંધાવી છે. તો, આ ઘટનામાં સામે પક્ષના લતા હસમુખ પટેલે પોતાના આં...
વલસાડ સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નવજાત બાળકનું મૃત્યુ થતા મૃત બાળકને ત્યજી નાસી જનાર સ્ત્રીને SOG પોલીસે શોધી કાઢી

વલસાડ સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નવજાત બાળકનું મૃત્યુ થતા મૃત બાળકને ત્યજી નાસી જનાર સ્ત્રીને SOG પોલીસે શોધી કાઢી

Gujarat, National
વલસાડ જિલ્લા SOG એ એક અજીબો ગરીબ કિસ્સાનું પગેરું દાબી મહત્વની સફળતા મેળવી છે. SOG ની ટીમે સપ્તાહ પહેલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ નવજાત શિશુનું મૃત્યુ થતા તેના મૃતદેહને તરછોડી ગુપચુપ રવાના થયેલ 19 વર્ષીય માતાને શોધી કાઢી વધુ તપાસ માટે GIDC પોલીસને હવાલે સુપ્રત કરી છે. વલસાડ SOG પોલીસે આપેલી વિગતો મુજબ ગત 25મી માર્ચે વલસાડ સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ નવજાત શિશુના મૃત્યુ બાદ તેને જન્મ આપનાર માતા બાળકના મૃતદેહને હોસ્પિટલમાં જ છોડીને નાસી ગયા હતાં. જે અંગે મેડીકલ  ઓફીસરે ફરિયાદ લખાવી હતી કે, 21મી માર્ચે વલસાડ સિવિલના પીડીયાટ્રીક ડીપાર્ટમેન્ટમાં એક માતાએ તેના નવજાત શિશુને સારવાર માટે એડમીટ કર્યું હતું. આ બાળકને તેની માતાએ 18મી માર્ચે વાપીના ચલા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. જો કે જન્મના બીજા દિવસે બાળકની તબિયત લથડતા તેને વધુ સારવારઅર્થે વલસાડ સિવીલ હોસ્...