દમણના ડાભેલમાંથી ફરી એકવાર ઝડપાયો ગાંજો, 3.573 કિલોગ્રામ સાથે 3 યુવકોની ધરપકડ
દમણ પોલીસે સફળતાપૂર્વક દરોડો પાડી 3.573 કિલો ગાંજા સાથે 03 શખ્સોની ધરપકડ કરી છે. આ વખતે પણ આ ગાંજાનો જથ્થો દમણના ડાભેલ વિસ્તારમાંથી જ ઝડપાયો છે. દમણ પોલીસે ડાભેલ વિસ્તારમાં આવેલ નેકી કોમ્પ્લેક્ષ ની મહાવીર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ શોપ નામની દુકાનમાં દરોડો પાડી આ જથ્થો ઝડપ્યો છે.
જે અંગે દમણ પોલીસે વિગતો આપી હતી કે, <span;>દમણ પોલીસે ડાભેલ વિસ્તારમાં આવેલ નેકી કોમ્પ્લેક્ષ ની મહાવીર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ શોપ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ગાંજા જેવો નશો સામાન્ય લોકોને વેચવામાં આવતો હતો. પોલીસે દરોડો પાડીને લીલા રંગના પદાર્થનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો ,
આ જથ્થા ને FSL વલસાડની ટીમ દ્વારા ગાંજા તરીકે ઓળખવામાં આવ્યો હતો. જેનું કુલ વજન 3.573 કિલો હતું. આ સંદર્ભે નાની દમણ પોલીસ સ્ટેશનમાં NDPS Act મુજબ ગુન્હો નોંધી આરોપીઓ (1) સંતોષકુમાર અજ...