વાપી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ટ્રાન્સપોર્ટ નગરની અને ટોલ ટેક્સની માંગણીઓનું વહેલી તકે નિરાકરણ આવશે
વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આયોજિત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં અખિલ ગુજરાત ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ રાજ્યપ્રધાન વાસણ આહીર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ટોલ પ્લાઝા પર 40 ટકા ટોલ લેવાની અને વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવા સહિત વિવિધ માંગણીઓ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વહેલી તકે પૂર્ણ કરશે તેવી ખાતરી આપી હતી.
વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA) દ્વારા વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ- 6- 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ રાજ્યપ્રધાન વાસણ આહીર આ ટુર્નામેટન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે વાસણભાઇ આહિરે હાલમાં જ વાપી ટ્રક એસોસિએશન સહિતના એસોસિએશન અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસો...