Thursday, December 5News That Matters

Month: January 2023

પાઈલોટિંગ કાર સાથે ટેમ્પામાં સેલવાસથી કાપડના તાકાઓની આડમાં નવસારી લઈ જવાતા દારૂ સાથે 4 બુટલેગરોને 22,41,415 રૂપિયાના મુદ્દામાલ સાથે LCB એ ઝડપી પાડ્યા

પાઈલોટિંગ કાર સાથે ટેમ્પામાં સેલવાસથી કાપડના તાકાઓની આડમાં નવસારી લઈ જવાતા દારૂ સાથે 4 બુટલેગરોને 22,41,415 રૂપિયાના મુદ્દામાલ સાથે LCB એ ઝડપી પાડ્યા

Gujarat, National
વલસાડ જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલાની સુચના અને પો.ઈન્સ. વી.બી.બારડ, એલ.સી.બી વલસાડના માર્ગદર્શન મુજબ બાતમી આધારે વાપી GIDC-VIA ચાર રસ્તા નજીક VAPI-99 નામની બિલ્ડીંગની સામે રોડ ઉપરથી એક આઈશર ટેમ્પોમાં નવસારી લઈ જવાતો ગેરકાયદેસર દારૂ તથા કાપડ, કાર મળી કુલ 22,41,415 રૂપિયાના મુદ્દામાલ સાથે 4 બુટલેગરોની ધરપકડ કરી છે.       LCB ની ટીમે 5 લાખના આઈસર ટેમ્પો નં. DN09-M-9698 માં ભરેલ 11,03,115 રૂપિયાની કિંમતના 240 કાપડના રોલની આડમાં સંતાડેલ 29 બોક્ષમાં 1,12,800 રૂપિયાની કિંમતનો વ્હીસ્કી/બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પોમાં સવાર ઇસમોની અંગ ઝડતીમાંથી 25,500ની કિંમતના 5 મોબાઈલ, પાયલોટીંગ કરવા ઉપયોગમાં લીધેલ સફેદ કલરની હુન્ડાઈ વેન્યુ કાર નં. GJ15-CM-4866 જેની કિંમત 5 લાખ તેમજ ટેમ્પો-કાપડની કિંમત...
ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘e-Cop of the Month’ એવોર્ડ માટે વલસાડ જિલ્લાના 3 પોલીસકર્મીની પસંદગી

ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘e-Cop of the Month’ એવોર્ડ માટે વલસાડ જિલ્લાના 3 પોલીસકર્મીની પસંદગી

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસના 3 પોલીસકર્મીની ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત 'e-Cop of the Month' એવોર્ડ (ઓગસ્ટ 2022) માટે પસંદગી થતા જિલ્લા પોલીસ બેડા માં ખુશી ની લાગણી ફેલાઈ છે.     આ અંગે મળતી વિગતો મુજબ ASI વિક્રમ મનુભાઇ રાઠોડ (ભાવનગર વતની મૂળ ગામ અકવાડા, હાલ SOG વાપી ASI તરીકે ફરજ બજાવે છે) પોલીસ કોન્સ્ટેબલ કેવલ લીલાભાઇ દેસાઇ અને સુરેશ ચંદુભાઇ કટેરીયાની ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત 'e-Cop of the Month' એવોર્ડ (ઓગસ્ટ 2022) માટે પસંદગી થતા જિલ્લા પોલીસ બેડામાં હરખની હેલી છવાઈ છે. DGP ગુજરાત ના હસ્તે ત્રણેય પોલીસકર્મીને એવોર્ડ આપવામાં આવ્યા છે. સુંદર કામગીરી બદલ ત્રણેય પોલીસ જવાનોને એવોર્ડ મળતા જિલ્લાના પોલીસકર્મીઓએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.   ...
દમણના કચીગામની વાડીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો, હત્યા થઈ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી

દમણના કચીગામની વાડીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો, હત્યા થઈ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી

Gujarat, National
સંઘપ્રદેશ દમણના કચીગામની એક વાડીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃત દેહ મળી આવ્યો હતો. વૃદ્ધ મૃતકના મોઢા પર ગંભીર ઇજાના નિશાન પણ હતા. મૃતકની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતા જ આસપાસના વિસ્તારના લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા દમણ પોલીસ સ્થળ ઉપર પહોંચી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી   બનાવની વિગત મુજબ દમણના કચીગામ વિસ્તારમાં એક વાડીમાંથી નજીકથી પસાર થતી ગટરમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાનું સ્થાનિક લોકોને ધ્યાને આવતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. દમણ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જોતા મૃતકના મોઢા અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા ના નિશાન પણ જોવા મળ્યા હતા. બોથડ પદાર્થનો મોઢાના ભાગે ઘા કરી મૃતકની હત્યા નિપજાવી હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પોલીસે મૃતક...
વાપી-દમણ-સરીગામ માં રાહદારીઓનાં મોબાઈલ ખેંચી તરખાટ માચાવતી ગેંગના 2 સ્નેચરો ને LCB એ દબોચી લીધા

વાપી-દમણ-સરીગામ માં રાહદારીઓનાં મોબાઈલ ખેંચી તરખાટ માચાવતી ગેંગના 2 સ્નેચરો ને LCB એ દબોચી લીધા

Gujarat, National
વાપી, દમણ, ભિલાડ અને સરીગામ વિસ્તારમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક પર આવી રાહદારીઓનાં મોબાઈલ ખેંચી તરખાટ માચાવતી ગેંગના 2 મોબાઈલ સ્નેચરો ને LCB ની ટીમે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય એક મોબાઈલ સ્નેચર ને વોન્ટેડ જાહેર કરી તેને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.   ઘટના અંગે મળતી વિગતો મુજબ LCB ની ટીમને બાતમી મળી હતી કે, વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 પર ખોડિયાર હોટેલથી UPL બ્રિજ સુધીના રસ્તા પર એક પલ્સર બાઇક પર 2 યુવકો આંટાફેરા મારે છે. આ યુવકો રાહદારીઓનાં મોબાઈલ ફોન ખેંચી ભાગી જતી ગેંગના સભ્યો છે. આ બાતમી આધારે ખોડિયાર હોટેલ નજીક સર્વિસ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમી વાળી પલ્સર બાઇક નંબર GJ15-DS-2376 પર આવેલા 20-22 વર્ષના બે યુવકોને પોલીસની ટીમે દબોચી લીધા હતાં. જેઓની પાસેથી આધાર પુરાવા વગરના 9 હજારની કિંમતના ચોરી કરેલા 2 ફોન, 1 લાખનું બાઇક, 12000 ર...
વાપીના બલિઠા ખાતે હાઇવે પર કારના ચાલકે રેલિંગ તોડી સર્વિસ રોડ પર જતા મોપેડ ચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત

વાપીના બલિઠા ખાતે હાઇવે પર કારના ચાલકે રેલિંગ તોડી સર્વિસ રોડ પર જતા મોપેડ ચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત

Gujarat, National
વાપી નજીક બલિઠા ખાતે નેશનલ હાઇવે નંબર 48 પર વિચિત્ર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનામાં હાઇવે પર કાર લઈને જતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે પરની લોખંડની રેલિંગ તોડી સર્વિસ રોડ પર એક્ટિવા લઈને જતા મોપેડચાલક ને અડફેટે લીધો હતો.   વાપી નજીક બલિઠામાં હાઇવે પર આવેલ મામલતદાર કચેરી પાસે એક કાર ચાલકે મોપેડચાલક ને અડફેટે લીધો હતો. અકસ્માતની આ ઘટનામાં મોપેડચાલક નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડના ફુરચેફુરચા ઉડી ગયા હતાં. ઘટના અંગે ટાઉન પોલીસે આપેલી વિગતો મુજબ સાંજના સમયે સફેદ કલરની GJ21-BC-4959 નંબરની કારમાં વલસાડથી વાપી તરફ આવતા કાર ચાલક એવા નિલકુમાર રામચંદ્ર પટેલે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે નંબર 48 પરથી કારને સીધી સર્વિસ રોડ માટે ઉભી કરેલી લોખંડ ની રેલિંગને અથડાવ...
વાપી પાલિકાના માર્ગ પર સફેદ પટ્ટામાં કોન્ટ્રાક્ટરની લીપાપોતી, કનુભાઈના ડાબા જમણા ગણાતા પાલિકાના પદાધિકારીઓ કોન્ટ્રાકટર ને છાવરે છે?

વાપી પાલિકાના માર્ગ પર સફેદ પટ્ટામાં કોન્ટ્રાક્ટરની લીપાપોતી, કનુભાઈના ડાબા જમણા ગણાતા પાલિકાના પદાધિકારીઓ કોન્ટ્રાકટર ને છાવરે છે?

Gujarat, National
વાપીમાં આજકાલ ટ્રાફિક રૂટ ડાયવર્ટ કર્યા બાદ શહેરમાં નવા માર્ગો બનાવવા સાથે તેની મરામત કરવામાં આવી રહી છે. જો કે આ મરામતનું કામ પાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરને સોંપ્યું છે. તે જાણે રીતસરની લીપાપોતી કરી દુબઈ નો ખર્ચો કાઢવા માંગતા હોય તેવું તેના કામ પરથી પ્રતિત થઈ રહ્યું છે. આ કામ પર જેણે સીધી નજર રાખવાની હોય છે. તેવા કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરના તકલાદી કામ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. વાત તો એટલે સુધી સંભળાય રહી છે કે કનુભાઈના ખાસ અને ડાબો-જમણો ગણાતા પદાધિકારીઓ આ તકલાદી કામ કરાવી કનુભાઈના નામ પર જ બટ્ટો લગાવી રહ્યા છે.   વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. નગરપાલિકા દ્વારા હાલમાં ટ્રાફિકને ધ્યાને રાખી કેટલાક ડાયવર્ટ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. આ માટે પાલિકાના સત્તાધીશોએ રોડની મરામત સહિત વાહનચાલકોને વાહન ચલાવવામાં સુગ...
વાપી પાલિકાની સામાન્ય સભામાં 3.56 કરોડની પુરાણવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

વાપી પાલિકાની સામાન્ય સભામાં 3.56 કરોડની પુરાણવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

Gujarat, National
સોમવારે 30મી જાન્યુઆરી 2023ના વાપી નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખ કાશ્મીરા શાહ દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ સાત મુદ્દાઓને સર્વાનું મતે બહાલી આપવામાં આવી હતી. જે બાદ વર્ષ 2022-23નું 3.56 કરોડની પુરાણવાળું અંદાજિત 133 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.   વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર શૈલેષ પટેલ અને પાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં વાપી સેવાસદનના હોલમાં સવારે 11:30 કલાકે સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકા દ્વારા તારીખ 18/10/2022 ની મળેલ સામાન્ય સભા અને તારીખ 23/01/2023 ના રોજ મળેલ કારોબારી સમિતિની નોંધને બહાલી આપવામાં આવી હતી. સાથે વર્ષ 2022-23ના 9 માસિક હિસાબને પણ બહાલી અપાઈ હતી. જ્યારે વાપી પાલિકાનું વર્ષ 2022-23 નું 3.56 કરોડની પુરાણવાળું...
વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:- POCSO કેસમાં આરોપીને ફાંસીની સજાનો હુકમ

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:- POCSO કેસમાં આરોપીને ફાંસીની સજાનો હુકમ

Gujarat, National
વાપીમાં પોકસો એક્ટ The Protection of Children from Sexual Offences (POCSO) Act હેઠળનાં સ્પેશીયલ કેસમા 9 વર્ષની બાળકી સાથે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનાર આરોપી એવા પ્રદીપ @રાજેશ રામેશ્વર ગુપ્તાને વાપી કોર્ટના નામદાર જજ સાહેબે ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો સંભળાવ્યો છે. વાપી કોર્ટના જજ કે. જે. મોદીએ સોમવારે 30મી જાન્યુઆરી 2023ના મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં વર્ષ 2020માં વાપી નગરપાલિકા વિસ્તારમાં રહેતી એક 9 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્ય અપરાધ કરનાર આરોપી પ્રદીપ @રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાને ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો સંભળાવ્યો છે. આ સ્પેશ્યલ પોકસો કેસ અંગે વાપી કોર્ટના DGP અનિલ ત્રિપાઠીએ વિગતો આપી હતી. વર્ષ 2020માં 7મી ફેબ્રુઆરીએ વાપી નગરપાલિકા વિસ્તારમ...
વાપીમાં ભારતમાતાના પૂજન, મશાલ રેલી સાથે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું

વાપીમાં ભારતમાતાના પૂજન, મશાલ રેલી સાથે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી ખાતે 74મા પ્રજાસત્તાક દિન નિમિત્તે, મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટે Alchemy અને Twincity ક્લિનિકના સહયોગથી 26મી જાન્યુઆરી 2023ના રોજ જ્ઞાનધામ શાળામાં રાષ્ટ્ર રક્ષક નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.   સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈ તેમજ વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટનો હેતુ ખાસ કરીને કોવિડ-19 દરમિયાન પોલીસ વિભાગ તેમજ ફાયર વિભાગની પ્રશંસનીય સેવાઓને બિરદાવી સન્માન કરવાનો હતો.     આ ઈવેન્ટમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના દિવ્યાંગો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રદર્શન, રોફેલ કોલેજ ઓફ ફાર્મસી નામધાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ દેશભક્તિ નાટક તેમજ Kings Crew દ્વારા વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ...
વાપી તાલુકાના કરાયા ગામે સર્વે નંબર 142, 145, 146 અને 153 વાળી કિંમતી ખેતી ની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચી દીધી હોવાના આક્ષેપ!

વાપી તાલુકાના કરાયા ગામે સર્વે નંબર 142, 145, 146 અને 153 વાળી કિંમતી ખેતી ની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચી દીધી હોવાના આક્ષેપ!

Gujarat, National
વાપી તાલુકાના કરાયા ગામની કરોડોની જમીનના લાખોમાં દસ્તાવેજ બનાવી મૂળ માલિકની જાણ બહાર વેચી દીધી હોવાના આક્ષેપ સાથે ખેતીની જમીનના વિવાદને લઈ મહેસુલ તેમજ પોલીસ વિભાગ સહિત ગુજરાત સરકારમાં રજુઆત કરવામાં આવી છે.  વાપીના કરાયા ગામે આવેલ ખાતા નંબર 469 સર્વે/બ્લોક નંબર 142, 145, 146, તથા 153 વાળી ખેતીની કિંમતી જમીન અંગે જમીનના મૂળ માલિક જયંતીલાલ લક્ષ્મી ચંદ શાહની દિકરીઓએ ગંભીર આક્ષેપ સાથે મહેસૂલ વિભાગ, વલસાડ જિલ્લા પોલીસવડા તેમજ ગુજરાત સરકારમાં રજુઆત કરી છે. જેને લઈને આ સમગ્ર ઘટનાએ જિલ્લાના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કરાયા ગામની જે જમીનને લઈને વિવાદ વકર્યો છે તે જમીન હાલના રેવન્યુ રેકર્ડ મુજબ જોઈએ તો, તેમાં મૂળ માલિક તરીકે જયંતીલાલ લક્ષ્મીચંદ શાહ બાદ તેમની પત્ની, તેમની પુત્રીઓ ના નામ છે. તો, પરાગ લલ્લુભાઇ પટેલ પાસેથી આ જમીન વલવાડા ના ચિંતન દેસાઈ નામની વ્યક્તિએ વેંચાણથી ખ...