Sunday, December 22News That Matters

Month: January 2023

सिलवासा के 10 वर्षीय बच्चे की निर्मम हत्या के हत्यारों को पकड़कर सजा दो।

सिलवासा के 10 वर्षीय बच्चे की निर्मम हत्या के हत्यारों को पकड़कर सजा दो।

Gujarat, National
भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमन दीव के अनुसूचित जनजाति मोर्चा के प्रदेश अध्यक्ष रमेश कडू की अध्यक्षता में मोर्चा की टिम ने दादरा नगर हवेली के पुलिस अधीक्षक की मुलाकात कर सायली गांव के 10 वर्ष के बच्चे चैता गणेश कोलहा की निर्मम हत्या के संदर्भ में उच्च स्तरीय जांच कराने की मांग की गई थी।   दिनांक 29 को वारली समाज के इस बच्चे की गुम होने की फरियाद उसके परिवार ने सिलवास पुलिस मे दर्ज करवाई थी।  अनुसूचित मोर्चा ने अपने आवेदन में कहा की इस घटना से जुड़े हुए सभी तथ्यों की जांच कर सभी आरोपियों को जल्दी पकड़ कर उनके ऊपर सख्त कार्यवाही की जानी चाहिये। पीड़ित आदिवासी परिवार का किसी से कोई अदावत और निजी दुश्मनी नही है।प्रदेश में चल रही जन चर्चा के अनुसार बच्चे की हत्या किसी तांत्रिक द्वारा काला जादू के चक्कर में नर बली चढ़ाने जैसी बात बहार आ रही है, यह घटना एकदम घृणास्पद और...
વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

Gujarat, National
વલસાડ જિલ્લામાં ખડબદતો સરકારી બાબુઓનો ભ્રષ્ટાચાર ફરી એક વાર ACB એ ખુલ્લો પાડયો છે. આ વખતે PWD ના ઇજનેરો અને તેનો ખાનગી માણસ 15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.     ઘટના અંગે મળતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા ડામરસ્તા ચેકડેમ, પુલ, બ્રિજ સહિતના વિકાસનો કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે એક સબ કોન્ટ્રાક્ટરને વલસાડમાં વર્ષ 2019-2020 માં વલસાડ જીલ્લામાં આવેલ કાર્યપાલક ઇજનેર કચેરી પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નદી ઉપરથી પસાર થતા રસ્તાના બ્રિજનું કામ રાખેલ હતું. સબ કોન્ટ્રાક્ટર દ્વારા તમામ કામ પુર્ણ થતા તેના ફાયનલ બીલ મંજુર કરવાની કાર્યવાહી કરવાના અવેજપેટે માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર નીલય ભરત નાયક તથા આસિ.ઇજનેર અનિરુદ્ધ માધુસિંહ ચૌધરી એ સબ કોન્ટ્રાક્ટર પાસેથી 20 લાખની લાંચની માંગણી કરી હતી. સબ કોન્ટ્રાક્ટર અને નાયબ કાર્યપાલક ઇજનેર નીલ...
ભિલાડ-સરીગામ યુવાનો દ્વારા ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમમાં એકત્ર કરેલું ફંડ શહીદ જવાનોના પરિવારોને અર્પિત કર્યું

ભિલાડ-સરીગામ યુવાનો દ્વારા ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમમાં એકત્ર કરેલું ફંડ શહીદ જવાનોના પરિવારોને અર્પિત કર્યું

Gujarat, National
ગત 15મી ઓગસ્ટ 2022ના વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે યુવા સંગઠન ભિલાડ-સરીગામ દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ જવાનોના પરિવારોને મદદરૂપ થવાના ઉદેશયથી આયોજિત આ કાર્યક્રમમાં દાતાઓ પાસેથી ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. જે તમામ રકમ 8મી જાન્યુઆરીએ વાંસદા ખાતે આયોજિત માજી અર્ધ સૈનિક બલના સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી 10 શહીદ જવાનોની વિધવાઓને સુપ્રત કરી આર્થિક મદદ પુરી પાડી હતી. વાંસદામાં શ્રદ્ધા મંદિર ખાતે માજી અર્ધ સૈનિક બલના સ્નેહમિલન પ્રસંગે જ આ રકમ શહીદ જવાનોના પરિવારને સુપ્રત કરતા તમામે યુવા સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો.   વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પત્રકારત્વક્ષેત્રે કાર્યરત ભિલાડના પ્રકાશ ઉપાધ્યાય,સરીગામના અમિત રાજપૂત, વાપીના મેરૂ ગઢવી દ્વારા 8મી જાન્યુઆરીએ વાંસદાના કાવડેજ ખાતે આવેલ શ્રદ્ધા મંદિરે માજી અર્ધ સૈનિક બળના જવાનોને મળી શહીદ જવાનોન...
વાપી નગરપાલિકાના સૂર્યવંશી તો જબરા નીકળ્યા……

વાપી નગરપાલિકાના સૂર્યવંશી તો જબરા નીકળ્યા……

Gujarat, National
વાપી નગરપાલિકાની બાંધકામ શાખાની ટીમ ફરી એકવાર સ્થાનિક મિલકતધારકો સામે ભેખડે ભેરવાય ગઈ હતી. આ ઘટનામાં પણ સૂર્યવંશી જ કેન્દ્ર સ્થાને રહ્યા હતા. જેણે માત્ર સરકારના આદેશનું પાલન કરવા મિલ્કતધારકો સામે પોતાની અધિકારીગીરી નો રૌફ બતાવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે, નગરપાલિકાના અધિકારીઓને શનિવારે જ કેમ મિલકત સબંધિત કામગીરી કરવાનું સૂઝે છે. બાકીના દિવસોમાં કેમ કોઈ મિલ્કતધારકો સાથે ઉગ્ર બોલાચાલી કે બબાલ થતી નથી. નગરપાલિકાના અધિકારીઓ, પ્રમુખ આ બાબતે જરા વિચારવિમર્સ કરે.     શનિવારે વાપી નગરપાલિકાના નૂતન નગર, જુના ફાટક થી જકાત નાકા માર્ગ પર આવેલ હાઇરાઈઝ ઇમારતોમાં ફાયર એકટ હેઠળ જેણે NOC નથી લીધી તેવી કોમર્શિયલ મિલકતોની સિલીંગ કામગીરી ટાઉન પ્લાનિંગ વિભાગના બાંધકામ શાખાના ટેક્નિકલ રાજેશ સૂર્યવંશીએ તેમની ટીમ સાથે પહોંચી હાથ ધરી હતી. જો કે કામગીરી નગરપાલિકાને એટલે સૂઝી કે તે દિવસે અમદ...
વાપીની R. S. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો Almafiesta Euphoria-2023 ના બેનર હેઠળ એન્યુઅલ ડે

વાપીની R. S. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો Almafiesta Euphoria-2023 ના બેનર હેઠળ એન્યુઅલ ડે

Gujarat, National
વાપીની જાણીતી અંગ્રેજી માધ્યમિક શાળા એવી R. S. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં શનિવારે સાંજે Almafiesta Euphoria-2023 ના બેનર હેઠળ એન્યુઅલ ડે નો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના નાણાં-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનું દેસાઈ, સીકર રાજસ્થાનના સાંસદ સ્વામી સુમેધા નંદ સહિતના મહાનુભાવોના હસ્તે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થોનું સન્માન કરવામાં આવ્યું હતું. એન્યુઅલ ડે નિમિતે શાળાના 550 જેટલા વિદ્યાર્થીઓ ડાન્સ સાથેના રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતાં.     વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ R. S. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આયોજિત આ કાર્યક્રમ દરમ્યાન શાળાના મેનેજીંગ ડિરેકટર નિલેશ રાઠોડ દ્વારા શાળામાં લેવાતા અભ્યાસક્રમો અને સ્પોર્ટ્સ એક્ટિવિટી અંગેની વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાં...
વાપીમાં ‘ટેલેન્ટ કા મેલા’ ડાન્સ, મ્યુઝિક, ફેશન શૉ માં બાળકો-યુવાનોએ પોતાના ટેલેન્ટ નો પરિચય કરાવી ધમાલ મચાવી

વાપીમાં ‘ટેલેન્ટ કા મેલા’ ડાન્સ, મ્યુઝિક, ફેશન શૉ માં બાળકો-યુવાનોએ પોતાના ટેલેન્ટ નો પરિચય કરાવી ધમાલ મચાવી

Gujarat, National
વાપીમાં આવેલ VIA હોલ ખાતે રવિવારે ડાન્સ સ્ટુડિયો દ્વારા ટેલન્ટ કા મેલા ઓપન કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા બાળકો-યુવાનોએ પોતાનામાં રહેલી ડાન્સ,મ્યુઝિક અને ફેશન પ્રત્યેની અનોખી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. યુવા પ્રતિભાને આ ક્ષેત્રમાં પ્લેટ ફોર્મ મળે તેવા ઉદ્દેશ્યથી આયોજિત આ ઓપન કોમ્પિટિશન માં જજીસની પેનલે કાર્યક્રમના અંતે વિશિષ્ટ યુવા પ્રતિભાના નામ જાહેર કર્યા હતાં. વાપી અને તેની આસપાસના સંઘપ્રદેશ સહિતના વિસ્તારમાં બાળકો, યુવાનોમાં રહેલી ટેલેન્ટ ને બહાર લાવી એક પ્લેટ ફોર્મ પૂરું પાડી શકાય તેવા ઉદ્દેશ્યથી વાપીમાં VIA ઓડિટોરિયમ માં રવિવારે ડાન્સ સ્ટુડિયો દ્વારા ટેલન્ટ કા મેલા ઓપન કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેલેન્ટ કા મેલા માં 200 જેટલા બાળકો-યુવાનોએ પોતાનામાં રહેલી ડાન્સ,મ્યુઝિક અને ફેશન પ્રત્યેની ટેલેન્ટને દર્શકો સમક્ષ રજુ કરી હતી. આ ...
વાપીમાં પ્રોપર્ટી ટેક્ષ નહિ ભરતા બે દુકાનો તથા ડુંગરાના એક ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું

વાપીમાં પ્રોપર્ટી ટેક્ષ નહિ ભરતા બે દુકાનો તથા ડુંગરાના એક ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું

Gujarat, National
વાપી નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતનું લક્ષ્યાંક સિધ્ધ કરવા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાપી વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ નહિ ભરતા મિલકતધારકો સામે ઘરવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત વાપીના બે બિલ્ડીંગની બે દુકાનો તથા ડુંગરાના એક ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યું હતું.   વાપી નગરપાલિકા વિસ્તારના બાકીદારોને વેરો ભરવા હાલમાં નોટીસો આપવામાં આવી રહેલ છે. જે અંતર્ગત વાપીમાં કોપરલી રોડ ઉપર સાઈ મેજેસ્ટી કોમ્પલેક્સના ઓફિસધારક તથા વલસાડ રોડ ઉપર આવેલ રાજ એવન્યુ બિલ્ડિંગના દુકાનધારક તથા ડુંગરા એકતાનગરમાં ગોડાઉન માલિકને નોટિસો પાઠવવામાં આવી હતી. બાકીદારોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 132 ની પેટા કલમ (3) હેઠળ 15 દિવસમાં બાકી લેણી રકમ ભરવા નોટીસ આપવામાં આવેલ હતી.   બાકીદારોએ નોટીસની અવગણના કરી બાકી વેરાની રકમ ભરપાઈ ના કરતાં ન...
વાપી રોફેલ MBA કોલેજ ખાતે સમન્વય 2021-22નું અયોજન કરી ઉત્કૃષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

વાપી રોફેલ MBA કોલેજ ખાતે સમન્વય 2021-22નું અયોજન કરી ઉત્કૃષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

Gujarat, National
વાપીમાં રોફેલ–MBA (ગ્રીમ્સ, વાપી) ખાતે “સમન્વય” કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે UPL ના વાઇસ ચેરમેન શ્રીમતી સાન્દ્રાબેન શ્રોફ, UPLના ચેરમેન પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ, પાસ્ટ રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ડૉ કલ્યાણ બેનરજી, અગ્રગણ્ય કોલેજના પ્રિન્સીપાલ સહિતના હસ્તે MBA ના અભ્યાસક્રમમાં યુનિવર્સીટી સ્તરે સિદ્ધિ મેળવનાર, શૈક્ષણિક, રમત-ગમત તેમજ સંસ્કૃતિક સ્પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક તેમજ શિષ્યવૃત્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.   આ અંગે કોલેજના ડાયરેક્ટર ડૉ  કેદાર શુકલાએ જણાવ્યું હતું કે, વાપી રોફેલ MBA કોલેજ કેમ્પસમાં એકેડમિક, નોન એકેડમિક અને રિસર્ચ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનો એવોર્ડ સન્માન સમારોહ યોજાયો હતો, MBA કોલેજના વિદ્યાર્થીઓને પ્રત્સાહિત કરવામાં માટે આયોજિત આ સમન્વય 21-22 કાર્યક્રમમાં કોલે...
સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ SIA માં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ કર્યું રક્તનું દાન

સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ SIA માં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ કર્યું રક્તનું દાન

Gujarat, National
વલસાડ જિલ્લામાં સરીગામ GIDC અને વાપી GIDC માં કાર્યરત એન. આર. અગ્રવાલ ગ્રુપ ઓફ કંપનીઝ અને ગાયત્રી શક્તિ ગ્રુપ ઓફ કંપની દ્વારા સ્વ. એન. આર. અગ્રવાલજીની પુણ્યતિથિ નિમિતે સરીગામના SIA હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 421 રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું.   છેલ્લા 8 વર્ષથી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે SIA ના સહયોગમાં સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે તેમાં ઉત્સાહભેર રક્તદાતાઓ રક્તનું દાન કરે છે. આ વર્ષે પુરુષ રક્તદાતાઓ સાથે મહિલા રક્તદાતાઓએ પણ ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું. આ પ્રસંગે સોશ્યલ વેલફર કમિટી ના બી. કે. દાયમાં એ જણાવ્યું હતું કે, રક્ત એ કોઈ ફેકટરીમાં ઉત્પન્ન થતું નથી. તે માનવના શરીરમાં બનતું હોય તેનું એક માનવે જ બીજા માનવના જીવનને બચાવવા આપવું પડે છે. આજના રક્તદાન શિબિર...
બર્ન કેસની સારવાર અને સ્કિન બેન્ક અંગે વાપીની SSRCN નર્સિંગ કોલેજમાં નિષ્ણાંત તબીબોએ આપ્યું માર્ગદર્શન

બર્ન કેસની સારવાર અને સ્કિન બેન્ક અંગે વાપીની SSRCN નર્સિંગ કોલેજમાં નિષ્ણાંત તબીબોએ આપ્યું માર્ગદર્શન

Gujarat, Most Popular, National, Science & Technology
વાપીમાં આવેલ સાન્દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે અભ્યાસ કરતા નર્સિંગ વિદ્યાર્થીઓ માટે 2 દિવસીય કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે પણ મહિલા કે પુરુષ દાઝી જાય અને એવા કેસ હોસ્પિટલમાં આવે ત્યારે તેમને પ્રથમ સારવાર કઈ રીતે આપવી, પ્લાસ્ટિક કે કોસ્મેટિક સર્જરી કઈ રીતે કરવી, દેશમાં સ્કિન બેન્ક ની કેટલી આવશ્યકતા છે. તે અંગે નિષ્ણાંત સર્જનો દ્વારા વર્કશોપનું આયોજન કરી વિસ્તુત જાણકારી આપવામાં આવી હતી.     દેશમાં અને વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ દાઝી જાય ત્યારે એ ઘટના તેમને માટે અસહ્ય પીડાદાયક હોય છે. આવા કેસમાં દર્દીનો જીવ કઈ રીતે બચી શકે, પ્રથમ પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી, બર્ન પેશન્ટની કાળજી કઈ રીતે લેવી તે અંગે હજુ પણ ઉપયોગી જાણકારીનો મેડિકલ ક્ષેત્રે અભાવ છે. જેને પૂર્ણ કરી નર્સિંગ સ્ટાફમાં બર્ન કેસ અંગે સારી સ્કીલ્ડ ડેવલોપ થાય તે માટે વાપીમાં આવેલ સાન્દ્...