Sunday, December 22News That Matters

Month: January 2023

डबवाली के सेठी दम्पति द्वारा बनाई जा रही है दुनियाँ में सब से बड़ी पिकटोरिअल पोएट्री कॉफ़ी टेबल अन्थोलोज़ी।

डबवाली के सेठी दम्पति द्वारा बनाई जा रही है दुनियाँ में सब से बड़ी पिकटोरिअल पोएट्री कॉफ़ी टेबल अन्थोलोज़ी।

Gujarat, National
डबवाली अग्निकांड के पश्चात दमन में बसे एक विश्व विख्यात कवि, लेखक एवम कॉफी टेबल बुकस/अंथोलोज़ी के कॉम्पिलर्स के. सी. सेठी एक और सिद्धि प्राप्त करने जा रहे है। उन्होने अपनी पत्नि सुनीता सेठी के साथ इस बार दुनियां में सब से पहली बड़ी पिक्टोरिअल पोएट्री कॉफ़ी टेबल अंथोलोज़ी पब्लिश करने जा रहे हैं।  यह 15X12 इंच की कॉफी टेबल अंथोलॉज़ी है। जिस में दुनिया भर से लगभग 40 कवि व आर्टिस्ट भाग ले रहे हैं। इस का नाम जैम्स-IV होगा क्योंकि इस से पहले उन्होंने जैम्स सीरीज़ में तीन कॉफ़ी टेबल अंथोलोजी पब्लिश की हैं। जो साहित्य व आर्ट की दुनिया में बहुत सफल रहीं और गोल्डन बुक ऑफ वर्ल्ड रेकॉर्ड्स की विजेता भी। सेठी दम्पति दुनिया भर में पिक्टोरिअल पोएट्री के जन्मदाता होने के नाते बहुत मशहूर हैं। इन की कॉफ़ी टेबल अंथोलॉज़ी,"नैक्टर इनसाइड यू", 6 अक्टूबर 2022 को रोम, इटली में लॉन्च हुई...
ચણોદના શિવાજી નગરમાં ગેસ લિકેજમાં દાઝી ગયેલ યુવકને 108ની ટીમે તાત્કાલિક સારવાર આપી ઉગારી લીધો

ચણોદના શિવાજી નગરમાં ગેસ લિકેજમાં દાઝી ગયેલ યુવકને 108ની ટીમે તાત્કાલિક સારવાર આપી ઉગારી લીધો

Gujarat, National
બુધવારે વાપીના ચણોદમાં શિવાજી નગરમાં એક ઘરમાં ગેસ લિકેજને કારણે એક વ્યક્તિ દાઝી ગઈ હતી. જેને 108ની ટીમે હોસ્પિટલ પહોંચાડતા પહેલા એમ્બ્યુલન્સ માં જ ઇન્જેક્શન સાહિતની જરૂરી ટ્રીટમેન્ટ આપી ઉગારી લીધો હતો. યુવક શરીરે 32 ટકા જેટલો દાઝી ગયો હતો. ઘટના અંગે 108 તરફથી વિગતો મળી હતી કે, સવારે 8:30 કલાકે વાપી 108 ની ટીમને ચણોદ ગામ નજીક શિવાજી નગર સોસાયટીમાંથી એક એક વ્યક્તિ દાઝી ગયો હોવાનો કોલ મળ્યો હતો. યુવક ઘરમાં જ ગેસ લીકેજ થતા લાગેલી આગમાં દાઝયો હતો. એટલે 108 ની ટીમ ના EMT પટેલ પ્રિયંકા અને પાયલોટ કલ્પેશભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઘટના સ્થળે પહોંચતા જાણ થઈ હતી કે 26 વર્ષના રાજુ આશુ બાવરી નામનો યુવાન સવારે રસોઈ બનાવતો હતો ત્યારે, ગેસની બોટલ લીકેજ થવાના કારણે દાઝી ગયો હતો. 108 ની ટીમ પહોંચી ત્યારે તે ઘણી માત્રામાં દાઝી ગયો હતો. EMT પટેલ પ્રિયંકા દ્વારા દર્દીના દાઝી ગયેલા...
વાપીમાં ચાલી રહેલ શિવશક્તિ 11 કુંડિય યજ્ઞમાં આહુતિ આપવા ધર્મપ્રેમી જનતામાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

વાપીમાં ચાલી રહેલ શિવશક્તિ 11 કુંડિય યજ્ઞમાં આહુતિ આપવા ધર્મપ્રેમી જનતામાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Gujarat, National
7મી જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી દરમ્યાન વાપીમાં શિવ-શક્તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શુક્રવારે 6 જાન્યુઆરી એ 151 કળશ સાથેની ભવ્ય શોભાયાત્રા સાથે ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે 7મી જાન્યુઆરી એ યજ્ઞ નો પ્રારંભ થયો હતો. આ યજ્ઞમાં 11 યજમાનો યજ્ઞમાં બેસ્યા છે. જ્યારે અન્ય મોટી સંખ્યા માં ધર્મપ્રેમી જનતા યજ્ઞની પ્રદક્ષિણા અને આહુતિ આપવા આવી રહી છે.    વાપી સહિત સમગ્ર દેશના લોકો કોરોના જેવી બીમારીના ભયથી મુક્ત બને તેવા ઉદ્દેશ્યથી બરુમાળના સદગુરુ ધામના મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતીની પ્રેરણાથી આયોજિત આ મહાયજ્ઞ 7મી જાન્યુઆરી થી પ્રારંભ થયો હતો. ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે યજ્ઞના યજમાન અને સંતો મહંતોના હસ્તે ધ્વજારોહણ તેમજ ભૂમિપૂજન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો બાદ હાલ બ્રહ્મણો દ્વારા શિવશક્તિ ના આહવાન સાથે હવન કરવામાં આવી રહ્યું છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં વાપી અન...
વાપીમાં આવેલ પતંગ બજારમાં નજીવા ભાવ વધારા સાથે વેરાયટીસભર પતંગોની ભરમાર

વાપીમાં આવેલ પતંગ બજારમાં નજીવા ભાવ વધારા સાથે વેરાયટીસભર પતંગોની ભરમાર

Gujarat, National
ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગ ઉડાવવાનો અનોખો તહેવાર. આ દિવસે આકાશમાં લાલ, પીળો, કાળો, વાદળી એક નહીં પણ અનેક રંગમાં અને વિવિધ આકારમાં પતંગો ઊડતા દેખાય છે. ‘કાઇપો છે..’ની ચિચિયારીઓથી આખું આકાશ ગુંજી ઊઠે છે. આ દિવસે આકાશમાં પક્ષીઓ કરતાં નાના મોટા, સુંદર મજાના પતંગોથી સમગ્ર આકાશ રંગીન થઇ જાય છે. જો કે કોવિડ મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી પતંગ અને દોરીના ઉત્પાદનમાં વિઘ્ન આવ્યું હતું. જે બાદ આ વર્ષે નજીવા 10 થી 15 ટકાના ભાવ વધારા સાથે વેરાયટીસભર પતંગો બજારમાં આવી છે. આ અંગે વર્ષોથી હોલસેલ પતંગની દુકાન ચલાવતા વેપારી આલોક શાહે જણાવ્યું હતું કે, કોરોના પછી આ વર્ષે પતંગ બજારમાં 10 થી 15 ટકાના ભાવ વધારા સાથે તેજી જોવા મળી છે. જોકે હાલમાં પતંગ બજારમાં ઘરાકી ઓછી છે. જે ઉતરાયણના છેલ્લી ઘડીના એકાદ બે દિવસમાં નીકળશે. વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે પતંગ બજારમાં જયપુરી, અમદાવાદ, કલકત્તી, રા...
ઉમરગામમાં જૈન સમાજે શેત્રુંજય ગિરિરાજ પરના અતિક્રમણ મામલે રેલી સ્વરૂપે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું

ઉમરગામમાં જૈન સમાજે શેત્રુંજય ગિરિરાજ પરના અતિક્રમણ મામલે રેલી સ્વરૂપે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું

Gujarat, National
આર્યવર્તની ધન્ય ધરા પર ભારતભરમાં સેંકડો જૈન તીર્થો અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે. જે તે સમયે આ તીર્થોનો જિર્ણોદ્વાર થતો આવ્યો છે. આજે પણ જૈન સંઘોની મોટી આસ્થાના ધામ આ જૈન તીર્થો છે. વર્ષોવર્ષ હજારો - લાખો જૈન યાત્રિકો તીર્થયાત્રાનો લાભ લઈને પોતાના આત્માને પવિત્ર બનાવવાનો પુરુષાર્થ કરે છે, જે અંગે હાલમાં જ જૈન સમાજની લાગણી દુભાય તેવા કૃત્ય થતા આ અંગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના જૈન સમાજે રેલી યોજી આવેદનપત્ર પાઠવી પોતાની રજુઆત કરી હતી.     તાજેતરમાં પાલીતાણાના જૈનોના મહાન તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજ પર અતિક્રમણ કરી શ્રી આદિનાથ ભગવાનના પગલાંને ખંડિત કરવાનું જધન્ય કૃત્ય આચરી જૈન મહાતીર્થની પવિત્ર મર્યાદાનો ભંગ થતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ બિહાર ઝારખંડમાં આવેલ જૈનોના 20-20 તીર્થંકર ભગવાનોની નિર્વાણ ભૂમિ એવા શ્રી સમ્મેતશિખર તીર્થ માટે એવો કોઈપણ સરકારી ન...
દાદરા નગર હવેલીમાં આવેલ ફોરેસ્ટ સંચાલિત બટરફ્લાય પાર્ક અને પ્રકૃતિ પરિચય કેન્દ્ર વિદ્યાર્થીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

દાદરા નગર હવેલીમાં આવેલ ફોરેસ્ટ સંચાલિત બટરફ્લાય પાર્ક અને પ્રકૃતિ પરિચય કેન્દ્ર વિદ્યાર્થીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પ્રવાસીઓ માટે હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં સોળે કળાએ ખીલેલા ઊંચા વૃક્ષો, ખળખળ વહેતી નદીઓ અને ફોરેસ્ટ દ્વારા તૈયાર કરેલા ગાર્ડન, બટરફલાય પાર્ક પ્રવાસીઓના અને તેમાં પણ વિદ્યાર્થીઓના મન મોહી રહ્યા છે. હાલમાં જ એક મહિનામાં ગુજરાત મહારાષ્ટ્રના અંદાજિત 3000 જેટલા વિદ્યાર્થીઓ એ અહીંના ખાનવેલ સ્થિત પ્રકૃતિ પરિચય કેન્દ્ર અને બટરફલાય પાર્કની મુલાકાત લઈ રોમાંચ અનુભવ્યો છે.     સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ખાનવેલ ખાતે વિશેષ પ્રકારે પ્રકૃતિ પરિચય કેન્દ્ર અને બટરફલાય પાર્ક તૈયાર કર્યો છે. પ્રકૃતિ પરિચય કેન્દ્રમાં દાદરા નગર હવેલીમાં આવેલા વન વિશે, વિવિધ પ્રકારના વૃક્ષો વિશે, બદલાતા વાતાવરણ વિશે, જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ વિશે, આ પ્રદેશના ઇતિહાસ વિશે અદભુત માહિતીનો સંગ્રહ કરી તેને રજૂ કરવામાં આવી છે.    ...
દમણગંગા નહેરમાંથી માથું કપાયેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો, સેલવાસમાં તાંત્રિકે વિધિ માટે 9 વર્ષના બાળકની બલી ચડાવી હતી

દમણગંગા નહેરમાંથી માથું કપાયેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો, સેલવાસમાં તાંત્રિકે વિધિ માટે 9 વર્ષના બાળકની બલી ચડાવી હતી

Gujarat, National
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આદિવાસી બાળકની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. અંધશ્રધ્ધામાં નાણાંકીય લાભ મેળવવા પાવરફૂલ બનાવવાની લાલચ આપી તાંત્રિકે ધાર્મિક વિધિ માટે બાળકની બલી ચઢાવી હોવાનું પોલીસ સમક્ષ ખુલ્યું છે. પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા એક કિશોરને સુરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી ગુનાના ઉપયોગમાં લેવાયેલા હથિયારને કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.   30 ડિસેમ્બરે 2022 ના રોજ સેલવાસ પોલીસ મથકે સાયલીમાં રહેતા વારલી સમાજના ગણેશ માહલા કોલાએ પોતાના 9 વર્ષિય પુત્ર ચૈતા ગણેશ માહલા કોલાની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ બીજા દિવસે 31 ડિસેમ્બર 2022 ના રોજ વાપીના કરવડની દમણગંગા નહેરમાંથી એક બાળકનો શિરચ્છેદ થયેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા વાપી ડુંગરા પોલીસની સાથે સેલવાસ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી. ...
ઉમરગામ વૃંદા સોસાયટીના બિલ્ડર અને રહીશો વચ્ચે ફાયર NOC ના વિવાદ મામલે સુખદ સમાધાન

ઉમરગામ વૃંદા સોસાયટીના બિલ્ડર અને રહીશો વચ્ચે ફાયર NOC ના વિવાદ મામલે સુખદ સમાધાન

Gujarat, National
નામદાર હાઇકોર્ટ એ સુવો મોટો દાખલ કરી રાજ્ય સરકારને ફાયર સેફટી બાબતે નિયમોનું પાલન કરવા અંગે તાકીદ કરી છે. જેને લઈને રાજ્યની તમામ નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા બિલ્ડરો તેમજ અન્ય વ્યક્તિઓ સામે નોટીસ બજવણી તેમજ સીલીંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં વૃંદા સોસાયટીમાં પણ ઉમરગામ ફાયર વિભાગ દ્વારા સીલીંગની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે અંગે સ્થાનિક રહીશો અને બિલ્ડર વચ્ચે મામલો વણસ્યો હતો.     જોકે સોમવારે રહીશો સાથે બિલ્ડર રાજેશ મિસ્ત્રીએ સમસ્યાના સમાધાન માટે ચર્ચા કરી ફાયર NOC બાબતે નિયમ મુજબની પ્રક્રિયા પૂર્ણ કરવા તૈયારી દાખવી હતી. સ્થાનિક સોસાયટીના હોદ્દેદારોએ જ્યાં પણ હોદ્દાની રુએ સહી કરી સહકાર આપવાનો તે અંગે તૈયારી બતાવી હતી. બિલ્ડર રાજેશ મિસ્ત્રી દ્વારા અગાઉ ફાયર સેફ્ટી એનઓસી માટે ઉમરગામ નગરપાલિકા કચેરી સાથે સંકલન સાંધી પ્રક્રિ...
વાપીના VIA ગ્રાઉન્ડ પર યુથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા VTPL-3 નું આયોજન

વાપીના VIA ગ્રાઉન્ડ પર યુથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા VTPL-3 નું આયોજન

Gujarat, National
વાપીમાં 11મી જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમ્યાન VIA ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગક્ષેત્રે સંકળાયેલ ટ્રાન્સપોર્ટરો દ્વારા વાપી યુથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નામનું રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે  જેના બેનર હેઠળ 5 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.     આ વર્ષે પણ 11મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી દરમ્યાન યોજાનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટ વાપી યુથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા VTPL-3 (વાપી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ) ના બેનર હેઠળ આયોજિત કરવામાં આવી છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 7 ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. 8 ઓવરની મેચમાં વિજેતા ટીમને અને રનર્સ અપ ટીમને રોકડ રકમ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે.     વાપી યુથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રિદિવસીય VTPL-3 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ...
વ્યાજખોરોની અને ચાઈનીઝ દોરી, તુકકલ વેંચતા લોકોની વિગતો પોલીસને આપવા વાપીમાં DYSP નો લોક દરબાર

વ્યાજખોરોની અને ચાઈનીઝ દોરી, તુકકલ વેંચતા લોકોની વિગતો પોલીસને આપવા વાપીમાં DYSP નો લોક દરબાર

Gujarat, National
વાપીમાં ચાઈનીઝ દોરી, તુકકલ નહિ વાપરવા અને વ્યાજખોરો અંગે સમાજમાં જાગૃતિ આવે તે માટે વાપી માં સિનિયર સીટીઝન હોલ ખાતે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવેની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં DYSP એ વિવિધ સૂચનો સાથે અપીલ કરી હતી. જ્યારે ઉપસ્થિત નગરજનોએ આપેલા સૂચનો અંગે ઘટતું કરવા ખાતરી આપી હતી.     જે અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે એ જણાવ્યું હતું કે, વ્યાજખોરીના દુષણને ડામવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે વાપી ટાઉન વિસ્તારમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે લોકો વ્યાજખોરીમાં પીડાઈ રહ્યા છે. એ લોકોએ તેમની સામે રજૂઆતો કરી છે. જે તમામની ફરિયાદો વેરીફાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હજુ પણ ઘણા લોકો ડર ના કારણે પોલીસ સમક્ષ વ્યાજખોરો સામે ફરિયાદ કરવા કે નામ આપવા આગળ આવતા નથી. તેવા લોકો પણ પોલીસ મથકે આવ્યા વિના ગુ...