કચીગામમાં ગેસ એજન્સીનો અધિકારી બનીને આવેલાં ગઠિયાએ દુકાનદારને તમાચો મારી 22,500 રૂપિયાનો તોડ કરી ફરાર થઈ ગયો
સંઘપ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં એક રેડીમેડ અને ફૂટવેરની દુકાનમાં ગેસ એજન્સીનો અધિકારી બનીને આવેલા ગઠિયાએ ગેસ સિલિન્ડરના ચેકિંગના નામે વેપારી પાસે 22,500 રૂપિયાનો તોડ કરીને રફુચક્કર થઇ ગયો હતો,
મળતી માહિતી મુજબ કચીગામ ચાર રસ્તા પાસે આવેલ મહાદેવ કોમ્પ્લેક્સમાં માજીસાં રેડીમેડ એન્ડ ફૂટવેર નામની દુકાન ધરાવતા અશોક માલી નામના વેપારીની દુકાનમાં બપોરે બે વાગ્યાની આસપાસ એક ગઠિયો ગેસ એજન્સીનો અધિકારી બનીને દુકાનમાં ઘુસ્યો હતો, અને દુકાનમાં પડેલા ગેસના સિલિન્ડરનું ચેકીંગ હાથ ધરીને દુકાનમાં હાજર અશોક માલીને તમે 5 કિલો વાળા ગેસના બાટલા કેમ વેચો છો એમ કહીને પોતે અધિકારી હોવાનો રોફ બતાવતા અશોક માલીએ ગઠિયા પાસે અધિકારી હોવાનું આઈડી કાર્ડ માંગતા તોરમાં આવેલા ગઠિયાએ અશોકને 2 થી ત્રણ તમાચા ચોડી દીધા હતા,
વધુ રુઆબ છાંટતા ગઠિયાએ ધરપકડ સહીત કાયદા કાનૂનની ધમકીઓ આપીને તોડપાણી માટે 50 હજાર રૂપ...