Friday, January 31News That Matters

Month: January 2023

ધરમપુર માલનપાડામાંથી 9 લાખનો કોસ્મેટીક સામાન ચોરનાર ગોધરાની તાડપત્રી ગેંગનો કુખ્યાત આરોપી ઝડપાયો

ધરમપુર માલનપાડામાંથી 9 લાખનો કોસ્મેટીક સામાન ચોરનાર ગોધરાની તાડપત્રી ગેંગનો કુખ્યાત આરોપી ઝડપાયો

Gujarat, National
વલસાડ LCB/SOGની ટીમે ધરમપુર પો.સ્ટે વિસ્તારમાં દાખલ થયેલ 9,26,634 રૂપિયાની કિંમતના કોસ્મેટિક્સ ચીજવસ્તુઓની ચોરી કરી ટ્રકમાં ભરી ગોધરા લઈ ગયેલ તાડપત્રી ગેંગના એક આરોપીને પકડી પાડ્યો છે. <span;>પોલીસે આરોપીના કબજામાંથી કબજે કરેલ મુદ્દામાલ અલગ અલગ કંપનીના કન્ડીશનર તથા ક્રીમ, સાબુ, શેમ્પુ, પાઉડર, લીક્વીડ, બોડીલોશન, હેર ઓઈલ, ડુથપેસ્ટ જેવી કોસ્મેટીક ચીજવસ્તુઓ કિંમત રૂપિયા 3.70 લાખ ની તેમજ 10 લાખની ટ્રક મળી કુલ 13,70,909 નો મુદ્દામાલ કબજે કરેલ છે.   વલસાડ જીલ્લામાં ધરમપુરના રોહીત સુરેશભાઈ ભદ્રાએ 11/01/2023ના ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે તે હિન્દુસ્તાન લીવર કંપનીની ડિલરશીપ ધરાવે છે. અને ધરમપુર નાનાપોંઢા રોડ ઉપર આવેલ માલનપાડા ખાતે ઓધવરામ એન્ટરપ્રાઈઝ નામની પેઢી અને ગોડાઉનમાં હિન્દુસ્તાન લીવર કંપનીની જુદી - જુદી પ્રોડક્ટ જેવી કે કન્ડીશનર, ક્રીમ, સાબુ, શેમ્પુ, પાઉ...
ચણોદ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં રસ્તાના મુદ્દે જમીન માલિકો વચ્ચે બોલાચાલી

ચણોદ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં રસ્તાના મુદ્દે જમીન માલિકો વચ્ચે બોલાચાલી

Gujarat, National
વલસાડ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી ચણોદ ગ્રામ પંચાયતમાં ગુરુવારે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ સભામાં વિવિધ વિકાસના કામોને લઈ રજુઆત કરવા ગામલોકો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં રસ્તાને લઈ 2 જમીન માલિકો આમને સામને આવી જતા ગ્રામસભા તોફાની બની હતી.  ચણોદ ગ્રામ પંચાયત ખાતે ગુરુવારે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સરકારી અધિકારીઓની હાજરીમાં આયુષમાન યોજના અને કિસાન નિધિ યોજના અંગે લાભાર્થીઓને લાભ લેવાની ભલામણ કરવામાં આવી હતી. ગ્રામસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામલોકોએ પણ ગામમાં ખુલ્લી ગટરને કારણે સર્જાતી ગંદકી સહિતની સમસ્યા અંગે રજુઆત કરી હતી. જો કે તે બાદ અચાનક ગ્રામ સભા 2 જમીન માલિકોને કારણે તોફાની બની હતી. ગામમાં આવેલ પ્રાઇવેટ જમીનમાંથી રસ્તો કાઢવાનો ઠરાવ પંચાયતે કર્યો હતો. જે મામલે નારાજ જમીન માલિકે ઉગ્ર વિરોધ કર્યો હતો. બને જમીન...
વાપીમાં VIA ખાતે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં એક્સપોર્ટસ માટેની પોલિસી અંગે નિષ્ણાતોએ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી

વાપીમાં VIA ખાતે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં એક્સપોર્ટસ માટેની પોલિસી અંગે નિષ્ણાતોએ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી

Gujarat, National
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા જુદા જુદા વિષયો પર વખતો વખત અવેરનેશ સેસનનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે બુધવારે VIA ખાતે, વિદેશોમાં એક્ષપોર્ટ કરતા ઉદ્યોગકારોની સહુલિયત માટે એક અવેરનેશ સેસનનું આયોજન કરવામાં આવ્યું હતું.   આ આયોજન વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA), ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઅલ સેન્ટર વલસાડ (DIC) અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જેમાં VIA ના માનદમંત્રી સતિષ પટેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. સુરતના જોઈન્ટ DGFT અભિમન્યુભાઈ શર્માએ ફોરેન ટ્રેડ પોલિસી (FTP) જેમાં ખાસ કરીને હાલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં એક્ષપોર્ટ માટેની પોલિસી વિષે પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર જાણકારી આપી.     ફોરેન કરન્સી સ્ટેટમેન્ટ વિષે વિગતવાર જાણકારી આપી.... તો આ સંવાદ ...
વાપી GIDC માં આવેલ વાઈટલ કંપનીમાં વાલ્વની ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્ટેડ મનોજને SOG એ દબોચી લીધો

વાપી GIDC માં આવેલ વાઈટલ કંપનીમાં વાલ્વની ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્ટેડ મનોજને SOG એ દબોચી લીધો

Gujarat, National
વાપી GIDC પોલીસ મથકમાં મારામારી - ગેરકાયદેસર અટકાયતના ગુન્હાના કામે એક વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી SOG વલસાડની ટીમે મહત્વની સફળતા મેળવી છે.   ઘટના અંગે SOG એ આપેલી વિગતો મુજબ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા તરફથી જીલ્લાના નાસતા ફરતા / વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના મળતા SOG પોલીસ ઈન્સ્પેકટર એસ. એસ. પવારના માર્ગદર્શન હેઠળ ASI વિક્રમભાઇ મનુભાઇ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી આધારે વાપી GIDC પો.સ્ટેમાં 2022માં નોંધાયેલ IPC કલમ 323, 342, 506(2), 114 મુજબ ગુન્હાનો વોન્ટેડ આરોપી મનોજ યમબહાદુર સિંઘ ઉ.વ .56 રહે. વાપી ચલા, અપના ઘર સોસાયટી, શંકરભાઇની બિલ્ડીંગ રૂમ નં. 306, તથા છીરી જલારામનગર ભોલાભાઇની ચાલમાં રૂમ નં .3, તા.વાપી જી.વલસાડ મુળ રહે.ગામ પોસ્ટ. બિરપુર, તા. કૌલાગઢ, જી. દહેરાદુન, ઉતરાખંડનાને CRPC 41 (1) આઇ મુજબ 17/01/223 ના તાબામા લઇ આરોપીનો કબ્જો...
દમણના જાણીતા સમાજ સેવક અને પદ્મશ્રી પ્રભાબેન શાહનું નિધન થતા દમણ શોકમગ્ન

દમણના જાણીતા સમાજ સેવક અને પદ્મશ્રી પ્રભાબેન શાહનું નિધન થતા દમણ શોકમગ્ન

Gujarat, National
વર્ષ 2022માં 73માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરષ્કારોની ઘોષણા કરી હતી. જેમાં દમણના જાણીતા સમાજ સેવક પ્રભાબેન શાહને પણ પદ્મશ્રી એનાયતની જાહેરાત બાદ દમણના નગરજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જો કે તેના એક વર્ષ બાદ 18મી જાન્યુઆરી 2023ના પદ્મશ્રી પ્રભાબેન શાહનું 93 વર્ષની વયે નિધન થતા દમણમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.     સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ - દીવમાંથી જાણીતા સમાજ સેવિકા પદ્મશ્રી પ્રભાબેન શાહનું 18મી જાન્યુઆરી 2023ના બપોરે 1:30 વાગ્યે નિધન થતા દમણમાં શોકનો માહોલ છવાયો છે. 93 વર્ષના પદ્મશ્રી પ્રભાબેન શાહ દમણના પ્રથમ મહિલા અને પદ્મશ્રી મેળવનાર બીજા સમાજસેવક હતાં. આ અગાઉ ડો. એસ.એસ. વૈશ્યને આ સન્માન એનાયત થયું હતું.     વર્ષ 1930ની 20મી ફેબ્રુઆરી બારડોલીમાં જન્મેલા શ્રીમતી પ્રભાબેન શોભાગચંદ શાહ બારડોલીના સ્વરા...
ઉત્તરાખંડના જોશી મઠની ઘટના બાદ ઇસરોએ ગુજરાતના આ દરિયાકાંઠા અંગે પણ આપી ચેતવણી

ઉત્તરાખંડના જોશી મઠની ઘટના બાદ ઇસરોએ ગુજરાતના આ દરિયાકાંઠા અંગે પણ આપી ચેતવણી

Gujarat, National
ઉત્તરાખંડના જોશી મઠમાં થઈ રહેલી ઘટના સાથે સાથે ગુજરાતના દરિયા કિનારા અંગે પણ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ રજૂ કરનાર ઈસરોએ અનુમાન લગાવ્યું છે કે, કચ્છ, જામનગર, ભરૂચ, નવસારી સહિત વલસાડ જિલ્લાનો દરિયા કાંઠો પર સતત ધોવાઇ રહ્યો છે. જ્યારે અમદાવાદ દર વર્ષે જમીનમાં સરકી રહ્યું છે. દરિયાઈ ધોવાણ સહિત વધુ પડતા ભૂગર્ભ જળના ઉપયોગથી ગુજરાતના ઘણા શહેરો ડૂબી શકે એવી શક્યતા દર્શાવવામાં આવી છે.   વલસાડના ઉમરગામ તાલુકાના કાલઈથી લઇ દહેરી અને મહારાષ્ટ્રની હદ સુધી લગભગ 33 કી.મીના દરિયા કાંઠા ઉપર સતત દરિયાઈ ભરતી અને ચોમાસા દરમિયાન  મોટા પ્રમાણ માં કાંઠાનું ધોવાણ થઈ રહ્યું. ગત ચોમાસા વખતે નારગોલ બંદર ઉપર વસતા સાગર કાંઠાના ઘરોમાં દરિયાનું પાણી ધસી જતા સાગરખેડુઓના પરિવારનું મોટા પાયે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કાંઠા વિસ્તારોનું ધોવાણ અટકાવવા સ્થાનિક માછીમારોએ અનેક વાર સંબંધિત નેતા અને...
માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ-2023 :-હાઇવેના સર્વિસ રોડ પર વાહનો પાર્ક કરતા, કરાવતા ગેરેજવાળા, શોરૂમ સંચાલકો સામે કાર્યવાહી જરૂરી

માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ-2023 :-હાઇવેના સર્વિસ રોડ પર વાહનો પાર્ક કરતા, કરાવતા ગેરેજવાળા, શોરૂમ સંચાલકો સામે કાર્યવાહી જરૂરી

Gujarat, National
બગવાડા ટોલ પ્લાઝા ખાતે લાયન્સ ક્લબ ઓફ પારડી પાર્લ, અનું આઈ હોસ્પિટલ કિલ્લા પારડી, હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કિલ્લા પાર્ટી, રિદ્ધિ સિદ્ધિ એસોસિયેટ, બગવાડા ટોલ પ્લાઝા સહિતની સંસ્થાઓ ના સહયોગમાં આયોજિત માર્ગ સલામતી સપ્તાહ 2023 કાર્યક્રમમાં ડીવાયએસપી એ. કે. વર્મા, લાયન્સના મુકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.     કાર્યક્રમમાં ટ્રાફિક જાગૃતિ અંગે DYSP એ ઉપસ્થિત વાહનચાલકોને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે સંસ્થાઓ દ્વારા ટ્રક ડ્રાઈવરો માટે આઈ ચેકઅપ, ટ્રાફિક પોલીસ જવાનો માટે સેફટી જેકેટ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ 2023 ની ઉજવણી હેઠળ પુરજોશમાં દંડની કાર્યવાહી ચાલી રહી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ વાપી નેશનલ હાઇવે નંબર 48...
મકરસંક્રાંતિના પર્વે સરીગામની શ્રી યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને અન્નદાન સહિત રોકડ સહાય કરાઈ.

મકરસંક્રાંતિના પર્વે સરીગામની શ્રી યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને અન્નદાન સહિત રોકડ સહાય કરાઈ.

Gujarat, National
મકરસંક્રાંતિના પર્વે સરીગામની શ્રી યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઉદ્યોગપતિઓ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને અન્નદાન સહિત રોકડ સહાય કરી પવિત્ર તહેવારે પુણ્ય અને ધન્યતાનો લાભ લેવામાં આવ્યો.     ઉમરગામ તાલુકાના સરીગામ રાકેશ રાયના પેટ્રોલ પંપ ઓફિસ ખાતે શ્રી યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયના અધ્યક્ષતામાં અને ઉધોગપતિઓના સાથ સહકાર થકી મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર અને અવસરે ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેતા અને કામ કરી રોજીરોટી મેળવનાર પ્રજ્ઞાચક્ષુ દંપતિઓને ભરપૂર અનાજનું દાન સહિત જીવન જરૂરિયાતોની અન્ય વસ્તુ સાથે રોકડ રકમની સહાય કરી પુણ્ય અને ધન્યતાનો લાભ લીધો હતો.     આ કાર્યક્રમની દિશા બતાવનાર કમલેશ પંડિત, હસમુખભાઈ સરવૈયા, ઉદ્યોગપતિ વિજય ગજેરા, પ્રકાશ રાવલ,ઉદ્યોગપતિ પલ્લવ ઠાકર મુખ્ય દાતા બની એમણે પણ ધન્યતાનો લાભ લીધો હતો.   ...
ઉત્તરાયણ પર્વ દરમ્યાન ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ જિલ્લાના 75 સ્થળો પર 51 સૂર્યનમસ્કાર નું આયોજન કરાયું

ઉત્તરાયણ પર્વ દરમ્યાન ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ જિલ્લાના 75 સ્થળો પર 51 સૂર્યનમસ્કાર નું આયોજન કરાયું

Gujarat, National
ઉતરાયણના દિવસે સૂર્યદેવની આરાધના સાથે આરોગ્યની સુખાકારી માટે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંર્તગત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા 14 મી જાન્યુઆરી 2023 ઉતરાયણના દિવસે 75 સ્થળો (પ્રવાસન, ઐતિહાસિક, શૈક્ષણિક) પર 51 સુર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વલસાડ જિલ્લામાં 1293 યોગી ભાઈ - બહેનો દ્વારા 51 સુર્ય નમસ્કાર કરી ઉતરાયણના દિને ઉગતા સુર્યને નમન વંદન અપર્ણ કર્યું હતું,   ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વી પર જીવન પ્રદાતા ભગવાન તરીકે પૂજાતા સૂર્યનારાયણનું દક્ષિણ આયાનમાંથી ઉત્તર આયાનમાં જવાના પર્વને ઉતરાયણ તરીકે પુરાતન કાળથી ઉજવવામાં આવે છે, જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ તેમજ પ્રચાર પ્રસાર અંગેનો છે. આ માટે આર.એસ ઝુનઝૂનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલ વાપી સિલવાસા રોડ, વાપી ખાતે 51 સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવા ...
વાપીમાં ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ 37 પક્ષીઓને ઉગારનાર કેમ્પની નાણાપ્રધાને મુલાકાત લીધી

વાપીમાં ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ 37 પક્ષીઓને ઉગારનાર કેમ્પની નાણાપ્રધાને મુલાકાત લીધી

Gujarat, National
ઉત્તરાયણ પર્વ દરમ્યાન દર વર્ષે પતંગની દોરમાં ફસાઈને હજારો પક્ષીઓ મોતને ભેટે છે. તો, મોટી સંખ્યામાં ઘાયલ થાય છે. જેઓને બચાવવા કરુણા અભિયાન અંતર્ગત જીવદયા સંસ્થાઓ દ્વારા ખાસ કેમ્પનું અયોજન કરી ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે. ત્યારે, વાપીમાં આ વર્ષે 37 પક્ષીઓને રેસ્કયુ કરનાર સંસ્થાના કેમ્પની રાજ્યના નાણાપ્રધાને મુલાકાત લીધી હતી. વાપી નોટિફાઇડ મંડળ ખાતે ઉતરાયણ દરમિયાન ઘાયલ થયેલ પક્ષીઓ માટે પ્રાથમિક સારવાર કેમ્પ ની મુલાકાત લેનારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈને સંસ્થાના સ્વંયસેવકોએ માહિતી આપી હતી. કેમ્પમાં પક્ષીઓને કઈ રીતે રેસ્કયુ કરીને લાવવામાં આવે છે. કઈ રીતે તેની સારવાર કરવામાં આવે છે. પક્ષીઓને કેટલી ઇન્જરી થઈ છે તે અંગે તમામે વિસ્તૃત માહિતી મેળવી હતી.   કરુણા અભિયાન અંતર્ગત વાપીમાં શ્રી વર્ધમાન સેવા મંડળ વાપી, શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ, ટીંકુ મ...