વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ માટે મેકિંન્ટર્ન દિલ્હી અને કલકત્તાની IIM E-cell દ્વારા 2 દિવસીય એન્ટરપ્રિન્યોરશિપ અંગે સેમિનારનું આયોજન
વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજ વાપી ખાતે 2 દિવસીય એન્ટરપ્રિન્યોરશિપ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 7 અને 8 ડિસેમ્બરે આયોજિત આ સેમિનારમાં દિલ્હીની મેકિંન્ટર્ન સંસ્થાએ કલકત્તાની IIM E-cell ના સહયોગમાં ટ્રેનિંગ વર્કશોપ યોજ્યો છે. કોલેજના વિદ્યાર્થીઓ દેશમાં અને વિદેશમાં ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે કેવા કેવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. તે અંગે માર્ગદર્શન અને તાલીમ મેળવી પોતાના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવી શકે તે આ સેમિનારનો ઉદેશ્ય છે.
વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજ ખાતે આયોજિત 2 દિવસીય એન્ટરપ્રિન્યોરશિપ સેમિનાર અંગે કોલેજના આસિસ્ટન્ટ ફેકલ્ટી ડૉ. યતિન વ્યાસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના B ટાઉનમાં આવેલ કોલેજને અપગ્રેડ કરવા સાથે આવી કોલેજના વિદ્યાર્થીઓમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર...