Thursday, December 5News That Matters

Month: December 2022

શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં શાળાનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓના સન્માન સાથે યોજાયો 10મો વાર્ષિકોત્સવ

શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં શાળાનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓના સન્માન સાથે યોજાયો 10મો વાર્ષિકોત્સવ

Gujarat, National
વાપીમાં આવેલ શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં 30મી ડિસેમ્બરે 10માં સ્થાપના દિન નિમિત્તે વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનોના હસ્તે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં.   શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના 10માં સ્થાપના દિન નિમિત્તે આયોજિત વાર્ષિકોત્સવ કાર્યક્રમ મુન્નાભાઈ સી.શાહ (એક્રાપેક ઇન્ડિયા પ્રા.લિ) અને ડૉ. સંધ્યાબેન એમ. શાહને (વર્ધમાન ફિઝીયોથેરાપી ક્લિનિક) મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.     વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં 'પરિવર્તન' વિષય પર યોજાયેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય અતિથિગણ, શાળાના પ્રેસિડેન્ટ સુંદરલાલ આર...
51 શક્તિપીઠ ધામ, ગૌશાળાના લાભાર્થે વાપીમાં આયોજિત લોકડાયરામાં ગીતા રબારી, માયાભાઈ આહિરે લોકગીતોની રમઝટ બોલાવી

51 શક્તિપીઠ ધામ, ગૌશાળાના લાભાર્થે વાપીમાં આયોજિત લોકડાયરામાં ગીતા રબારી, માયાભાઈ આહિરે લોકગીતોની રમઝટ બોલાવી

Gujarat, National
વલસાડ જિલ્લામાં ભિલાડના ઈન્ડિયા પાડા ખાતે નિર્માણ થનાર 51 શક્તિપીઠ ધામ અને ગૌશાળાના લાભાર્થે શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક કલાકાર ગીતા રબારી, લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે બંને ગુજરાતી લોકગાયકોએ પઠાણ ફિલ્મ વિશે ટીપ્પણી કરી ડાયરામાં ઉડતા રૂપિયા અને લોકડાયરાનું મહત્વ પણ સમજાવ્યું હતું.   વલસાડના ઉમરગામ તાલુકામાં ભિલાડ નરોલી માર્ગ પર આવેલ ઇન્ડિયા પાડા ખાતે ૐ ત્રીનેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂજારી ગજાનંદ મહારાજે 51 શક્તિપીઠ ધામ બનાવવાનો સંકલ્પ લીધો છે. જેના લાભાર્થે વાપીના VIA ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના જાણીતા લોકગાયક ગીતા રબારી અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની સંગાથે આયોજિત આ લોક ડાયરામાં મોટી સંખ્યામાં ભજન રસિકો તેમજ માયાભાઈ આહીર અને ગીતા રબારીના ચાહકો ઉમટી પડ્યા...
દમણમાં નશામાં ધુત બે મહિલાઓએ પૈસાની લેતી દેતીના મામલે જાહેરમાં મારામારી કરી

દમણમાં નશામાં ધુત બે મહિલાઓએ પૈસાની લેતી દેતીના મામલે જાહેરમાં મારામારી કરી

Gujarat, National
દમણની એક વાઇન શોપ બહાર ગઈકાલે રાત્રે નશામાં ધુત બનેલી બે મહિલા વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે એકબીજાના વાળ પકડી જાહેરમાં મારામારી કરવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાના વિષય બન્યો હતો     31st ની ઉજવણીને 2 દિવસ બાકી રહ્યા છે. ત્યારે બુટલેગરો દમણ અને સેલવાસથી દારૂની હેરાફેરી કરવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. તો બીજી તરફ વલસાડ જિલ્લા પોલીસવડાની સૂચનાથી વલસાડના તમામ માર્ગો પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે રાત્રે દમણની એક વાઇન શોપ બહાર પૈસાની લેતી દેતીના મામલે નશામાં ધુત બનેલી બે મહિલાઓએ જાહેર રસ્તા ઉપર એકબીજાના વાળ પકડી મારામારી કરતી જોવા મળતા લોકોમાં ભારે કુતુંહલ જોવા મળ્યું હતું.     મહિલા વચ્ચેની મારામારી જોવા માટે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા નશામાં ધૂત મહિલાએ બીજી મહિલાની મોપેડને ધક્કો મારી પડી દેતા મા...
કપરાડા નાસિક માર્ગ પર માંડવા નજીકના ઘાટમાં ટ્રક ની પલ્ટી, કોઈ જાનહાની નહિ

કપરાડા નાસિક માર્ગ પર માંડવા નજીકના ઘાટમાં ટ્રક ની પલ્ટી, કોઈ જાનહાની નહિ

Gujarat, National
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી પસાર થતો નાસિક હાઇવે અનેક ઘાટવાળો માર્ગ છે. આ ઘાટ માં અનેકવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે, ગુરુવારે ફરી એક ટ્રક નો ચાલક ટ્રક ને ઘાટ ચડાવતો હતો. ત્યારે ટ્રક પલ્ટી મારી ગયો હતો. સદનસીબે ટ્રકમાં સવાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.       વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નાનાપોન્ઢાથી નાસિક તરફના માર્ગ પર માંડવા નજીક આવેલ ઘાટ ચડાવતી વખતે એક GJ14-X-9468 નંબર નો અમરેલી પાર્સિંગનો ટ્રક પલ્ટી મારી ગયો હતો. ઘાટ ચડાવતી વખતે અતિ લોડિંગના પ્રેશરમાં બ્રેક સહિતની ટેક્નિકલ ખામી સર્જાતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. ટ્રક પલ્ટી માર્યો ત્યારે ટ્રકનો ચાલક સમયસૂચકતા વાપરી ટ્રકમાંથી ઉતરી પડતા તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ટ્રકની ઓઇલ, ડીઝલ ટેન્ક ફાટી જતા આસપાસ તૈલી પ્રવાહીની નદી વહી હતી.     ઘટના અંગે સ્થાનિક લોકોને જાણક...
વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં યોજાયેલ 27માં રક્તદાન કેમ્પમાં 607 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં યોજાયેલ 27માં રક્તદાન કેમ્પમાં 607 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

Gujarat, National
વાપી GIDC માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની ખાતે સ્વ. શ્રી રસિકલાલ દેવજી ગાલા, સ્વ. શ્રી માતૃશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી તથા સ્વ. શ્રી શાંતિલાલ તેજશી શાહના સ્મણાર્થે 27માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. જેમાં પુરુષ અને મહિલા રક્તદાતોએ ઉમળકાભેર રક્તદાન કરતા કુલ 607 યુનિટ રક્ત એકત્ર થયું હતું. જે વલસાડની ત્રણ બ્લડબેન્કને સરખે ભાગે સુપ્રત કરી સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.     વાપી ઔધોગિક વસાહતમાં આવેલ જાણીતી આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 25 વર્ષથી અવિરત પણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન શિબિરમાં દર વર્ષે આરતી અને તેની ગ્રુપ કંપનીના કર્મચારીઓ રક્તનું દાન કરે છે. જે અંતર્ગત ગુરુવારે 27 માં રકતદાન કેમ્પમાં કંપનીના કર્મચારીઓ વલસાડ જિલ્લાના બિમાર દર્દીઓ માટે લોહીની જરૂરિયાત પૂરી કરવા સ્વેચ્છાએ 607 યુનિટ રક્તનું કર...
જનકલ્યાણ અને કોરોના જેવી બીમારીઓથી મુક્તિ મળે તે માટે વાપીમાં 7 દિવસીય 11 કુંડિય શિવ-શક્તિ મહાયજ્ઞનું આયોજન

જનકલ્યાણ અને કોરોના જેવી બીમારીઓથી મુક્તિ મળે તે માટે વાપીમાં 7 દિવસીય 11 કુંડિય શિવ-શક્તિ મહાયજ્ઞનું આયોજન

Gujarat, National
આગામી 7મી જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી દરમ્યાન વાપીમાં શિવ-શક્તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વાપી સહિત સમગ્ર દેશના લોકો કોરોના જેવી બીમારીના ભયથી મુક્ત બને તેવા ઉદ્દેશ્યથી બરુમાળના સદગુરુ ધામના મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતીની પ્રેરણાથી આયોજિત આ મહાયજ્ઞ માટે બુધવારે ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે યજ્ઞના યજમાન અને સંતો મહંતોના હસ્તે ધ્વજારોહણ તેમજ ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે બુધવારે શિવશક્તિ મહાયજ્ઞના આયોજન માટે ભૂમિ પૂજન અને ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. શિવશક્તિ મહાયજ્ઞ અંગે ભાવભાવેશ્વર સેવા સમિતિ વાપી ના પ્રવક્તા બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે, હાલમાં ફરી એકવાર આખું વિશ્વ કોરોના નામની બીમારીના ભય હેઠળ આવ્યું છે. જેઓને ભય મુક્ત કરવા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બરુમાળ સ્થિત સદગુરુ ધામન...
पारडी-वलसाड समेत इन स्टेशनों पे फिल्माई गई फिल्मों से पश्चिम रेलवे को 1.21 करोड़ का राजस्‍व प्राप्त हुआ।

पारडी-वलसाड समेत इन स्टेशनों पे फिल्माई गई फिल्मों से पश्चिम रेलवे को 1.21 करोड़ का राजस्‍व प्राप्त हुआ।

Gujarat, National, Science & Technology
पश्चिम रेलवे ने इस वित्तीय वर्ष में नवंबर, 2022 तक अपने विभिन्न परिसरों और रेल डिब्बों को फिल्म शूटिंग के लिए प्रदान कर 1.21 करोड़ रुपये (एक करोड़ इक्कीस लाख) से अधिक का राजस्‍व अर्जित किया है। पश्चिम रेलवे ने पिछले वित्तीय वर्ष 2021-22 में 67 लाख रुपये का राजस्‍व अर्जित किया था, जबकि वर्ष 2019-20 में यह 1.05 करोड़ रुपये और वर्ष 2018-19 में 1.30 करोड़ था। वित्तीय वर्ष 2022-23 (नवंबर, 2022 तक) के दौरान पश्चिम रेलवे के विभिन्न स्थानों पर आठ फीचर फिल्मों, तीन वेब सीरीजों, एक विज्ञापन, सामाजिक जागरूकता की दो वृत्तचित्रों और एक टीवी धारावाहिक सहित कुल 15 फिल्मों आदि की शूटिंग की गई है। पिछले दो वर्षों के दौरान विभिन्न फिल्म निर्माताओं और प्रोडक्शन हाउसों द्वारा पश्चिम रेलवे के विभिन्न स्थानों पर लगभग 34 फिल्मों की शूटिंग की गई। गत वर्षों में पश्चिम रेलवे लंच बॉक्स, हीरोपंत...
વલસાડમાં સોનલ બીજની ઉજવણી પ્રસંગે કલાકારોએ ભજન, સંતવાણીની રમઝટ બોલાવી, શ્રોતાઓએ રૂપિયાની નોટનો વરસાદ કર્યો

વલસાડમાં સોનલ બીજની ઉજવણી પ્રસંગે કલાકારોએ ભજન, સંતવાણીની રમઝટ બોલાવી, શ્રોતાઓએ રૂપિયાની નોટનો વરસાદ કર્યો

Gujarat, Most Popular, National
રવિવારે 25મી ડિસેમ્બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વલસાડમાં શ્રી ઓધવરામ પાર્ટી પ્લોટ ખાતે સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી સાંજ સુધી આઈ સોનલ માં ની શોભાયાત્રા, આરતી, ઇનામ વિતરણ, સન્માન સમારંભ, રાસ ગરબા, મહાપ્રસાદ અને મહારક્તદાન કેમ્પના આયોજન બાદ રાત્રે ભજન-સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન-સંતવાણી કાર્યક્રમમાં ભજન રસિકોએ રૂપિયાની નોટનો વરસાદ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.  વલસાડના શ્રી ઓધવરામ પાર્ટી પ્લોટ ખાતે ચારણ-ગઢવી સમાજ દ્વારા આઈ સોનલ માં ના જન્મોત્સવ નિમિત્તે ભજનસંધ્યાનું આયોજન કરી સોનલ બીજની ઉજવણી કરી હતી. સોનલ બીજ નિમિતે ગુજરાતના જાણીતા ભજન આરાધક જયમંત દવે, જયેશ ચૌહાણ, ભજનીક ગોવિંદભાઇ ગઢવી, લોક સાહિત્યકાર વિજયદાન ગઢવીએ ભજનની રમઝટ બોલાવી હતી. જેને માણવા મોટી સંખ્યામાં ભજન રસિકો ઉપસ્થિત રહ્યા હતાં. ભજન-સંતવાણી કાર્...
રક્તદાન, શોભાયાત્રા, આરતી, ઇનામ વિતરણ, સન્માન, રાસ ગરબા, ભજન, મહાપ્રસાદના આયોજન સાથે વલસાડમાં ‘સોનલ બીજ’ની કરાઈ ઉજવણી

રક્તદાન, શોભાયાત્રા, આરતી, ઇનામ વિતરણ, સન્માન, રાસ ગરબા, ભજન, મહાપ્રસાદના આયોજન સાથે વલસાડમાં ‘સોનલ બીજ’ની કરાઈ ઉજવણી

Gujarat, Most Popular, National
રવિવારે 25મી ડિસેમ્બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વલસાડમાં શ્રી ઓધવરામ પાર્ટી પ્લોટ ખાતે સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ આઈ સોનલ માં ની શોભાયાત્રાનું આયોજન તે બાદ આરતી, ઇનામ વિતરણ, સન્માન સમારંભ, રાસ ગરબા, મહાપ્રસાદ અને મહારક્તદાન કેમ્પ, ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનલ બીજની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.  રવિવારે 25મી ડિસેમ્બરે આઈ સોનલ માં નો 98મો પ્રાગટય દિન હતો. આ દિવસને ચારણ-ગઢવી સમાજ સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અનુસંધાને આજના દિવસે વિવિધ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ, નવસારી જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં વસતા ચારણ-ગઢવી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામે આઈ સોનલ માં ની ભક્તિભાવ પૂર્વક આરતી કરી માતાજીની કૃપાદ્રષ્ટિ હંમેશા વરસતી રહે તેવા આશ...
વાપીના ગીતાનગરમાં કાઉન્સિલરની છત્રછાયા હેઠળ ચાલતા કૂટણખાના પર જનતા રેડ

વાપીના ગીતાનગરમાં કાઉન્સિલરની છત્રછાયા હેઠળ ચાલતા કૂટણખાના પર જનતા રેડ

Gujarat, National
વાપીના સ્લમ એરિયા ગણાતા ગીતાનગરમાં કેટલાક સમયથી સ્થાનિક કાઉન્સિલરની છત્રછાયા હેઠળ ચાલતા ઘણાં કુટણખાના પર સ્થાનિકોએ રેડ કરી એક પુરુષ 3 મહિલાઓને ઝડપી હોબાળો મચાવ્યો હતો. જો કે જનતાની રેડ દરમ્યાન કૂટણખાના ની સંચાલિકાએ સ્થાનિક કાઉન્સિલર ને ફોન કરતા જનતાએ પોલીસને હતી. પોલીસે 3 રૂમમાંથી 3 મહિલા અને એક દલાલની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જનતા રેડમાં સંચાલિકા ફરાર થઈ ગઈ હતી.  ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી ગીતાનગર સ્થિત રામધારી ચક્કી નજીક રૂપલ પાન સેન્ટરની સામે ગેરકાયદે રીતે બનાવેલ ત્રણ માળની ચાલીમાં બનાવેલ ત્રણ રૂમમાં ગેરકાયદે કુંટણખાના ચાલી રહ્યું હોવાની વિગતો સ્થાનિકોને મળી હતી. આ વિસ્તારમાં અવારનવાર લોકો નશામાં પસાર થતા હતાં. આ નશેડીઓ ત્યાં રહેતી મહિલાઓ સામે ગંદી નજરે જોતા હોય રવિવારે તપાસ કરતા ચાલીની અંદર બનાવેલ ત્રણ રૂમમાંથી 4 મહિલાઓ મળી આવી હતી. સ્થાનિકોએ તે...